________________
પ્રેમ-પાવકની જ્વાળા ૦ ૯૭
અને સાહસશૂર મુસાફર એ દૂર-સુદૂરની પરભોમકામાં પોતાના વેપારવણજ કે સાહસ-પરાક્રમના ખેલ ખેલ્યાના દાખલાઓ પણ. ભારતના પ્રાચીન સાહિત્યમાં નોંધાયેલા મળી આવે છે.
સેંકડો જોજનનો અતિ વિકટ પંથ વીંધીને એ સુવર્ણભૂમિમાં પહોંચવાનું બીડું વયોવૃદ્ધ આર્ય કાલકે ઉઠાવ્યું છે.
પોતે નજરે તો જોયો નથી, છતાં શાસ્ત્રોના પઠન-પાઠનમાં અનુરક્ત પોતાનો પ્રશિષ્ય સાગર શ્રમણ આચાર્યનો શ્વાસ અને પ્રાણ બની બેઠો છે. એની પાસે વિના વિલંબે પહોંચી જવા સિવાય બીજી કોઈ વાતની આચાર્યને ખેવના જ નથી.
દડમજલ પંથ કપાતો જાય છે ? આર્ય કાલક આગળ ને આગળ વધી રહ્યા છે. રે, પરમ આર્ય ! શું કાયાનું વૃદ્ધત્વ ઓછું હતું, તે જીવતા વૃદ્ધત્વ સમો (પંથ સમ નWિગરી) આવડો લાંબો પ્રવાસ ખેડવા નીકળ્યા છો ?
પણ આત્મશક્તિના આશકોને આવા વાર્ધક્યના અવરોધો ક્યારે રોકી શક્યા છે કે આર્ય કાલકને રોકી શકે ?
એ તો જાણે એક જ માળા જપે છે ઃ સુવર્ણભૂમિ ! સુવર્ણભૂમિ ! ક્યારે આવે સુવર્ણભૂમિ ?
સુવર્ણભૂમિમાં સાગર શ્રમણ પોતાના પરિવાર સાથે વિચરી રહ્યા છે. અનુયોગ(શાસ્ત્ર)ના અધ્યયન-અધ્યાપનમાં એ સદા અપ્રમત્ત રહે છે. સંયમયાત્રામાં એ કદી પ્રમાદ કરતા નથી. આલસ્ય તો એમની પાસે પણ ટૂંકતું નથી. યૌવનનો તરવરાટ આત્મયોગનો સ્વાંગ પામીને શાંત બની ગયો છે.
એક દિવસ સાગર શ્રમણ અનુયોગમાં અનુરક્ત છે, ત્યાં એક વૃદ્ધ નિર્ગથ એમની પાસે પહોંચે છે. જર્જરિત એની કાયા છે, ધૂલીધૂસર એનું શરીર છે, જીર્ણ-શીર્ણ એનાં વસ્ત્રો છે. એ સાગર શ્રમણને કહે છે: “એક વૃદ્ધ નિગ્રંથને આપના શ્રમણ સંઘમાં સ્થાન મળશે ? સંયમયાત્રાનો નિર્વાહ કરી આત્માનું કલ્યાણ સાધવાની મારી ભાવના છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org