________________
૧૧૮ ૦ અભિષેક
પૂર્વના સંબંધની ભાવના જાગૃત થવાથી સેચનક શાંત થઈ ગયો હતો.”
પ્રભુની દેશના સાંભળીને જ કુમાર નંદીષણનું હૃદય ગળગળું થઈ ગયું હતું, તેમાં આ ઘટનાએ ઉમેરો કર્યો. તે વિચારવા લાગ્યો : “એક સામાન્ય સુપાત્રદાને મને આટલી રાજદ્ધિ અપાવી તો જો હું સંપૂર્ણ ધર્મનો સ્વીકાર કરું તો મારું દુઃખમાત્ર ટળી જાય !'
તેનું મન ધીમે ધીમે વધુ અંતર્મુખ બનતું જતું હતું. તેની વિચારધારા વધુ ને વધુ સૂક્ષ્મ બનતી જતી હતી ! જાણે હવે અહીં જ પ્રભુચરણમાં જ રહેવાનું હોય અને રાજમહેલે પાછા ફરીને વાસનાના કાદવમાં ન પડવાનું હોય તો કેવું સારું !
અને થોડી વારમાં જ તેણે મન સાથે નિર્ણય કરી લીધો હોય એમ તે બોલ્યો : “પ્રભુ ! મારે હવે ઘેર જવું ન ખપે ! હું તો આપના ચરણમાં જ રહીશ ! મને દીક્ષા આપો ! આ ઘોર સંસારસાગરથી મારો વિસ્તાર કરો !”
મહારાજા શ્રેણિકનું પિતૃહૃદય વિહ્વળ બની ગયું.
પ્રભુએ સમજાવ્યું: “કુમાર, વૈરાગ્ય સમજવો જેટલો સહેલો છે, તેટલો પાળવો સહેલો નથી ! તારે લલાટે તો હજુ ભોગો ભોગવવા લખ્યા છે, તે ભોગવ્યા વગર છૂટકો નથી. એ ભોગોના અંત વગર વાસનાઓ શાંત થવી શકય નથી. દબાયેલી વાસના ક્યારે મનને અવળે માર્ગે દોરી જાય એનું શું ઠેકાણું ? માટે મહાનુભાવ, થોડો વખત થોભી જા !”
પણ નંદીષેણ એકનો બે ન થયો ! ભોગ-વિલાસમાં મગ્ન થયેલું એનું યૌવન આજે ત્યાગના માર્ગે છલંગો મારવા તલસી રહ્યું હતું. ભવિષ્યમાં શું થવાનું છે તેની એને ચિંતા ન હતી. આજ જો સુધરતી હોય તો આવતી કાલની એને પરવા ન હતી.
પ્રભુએ જોયું કે ભાવિભાવ જ એવો છે. અને વળી આ તો અમૃતનો અખતરો હતો – કદાચ સફળ ન થવાય તોય શું હાનિ હતી ?
અને મહારાજા શ્રેણિક ? એમણે પણ પુત્રમોહનો ત્યાગ કરી વિચાર્યું : “એક ભવને સુધરેલો જોવાની લાલસાથી અનેક ભવ હારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org