________________
૧૨૮ ૦ અભિષેક
મહામંત્રી નમુચિ પ્રખર સંગીતવેત્તા છે. પોતાના જીવનદાતા ચાંડાલની પોતે શી સેવા કરી શકે ? એણે બંને ચાંડાલકુમારોને સંગીત શીખવાનો આગ્રહ કર્યો. બે ય ભાઈ નમુચિ પાસે સંગીત શીખવા લાગ્યા. થોડા જ સમયમાં બંને સંગીત-વિદ્યામાં નિપુણ બની ગયા. શું એમના કંઠ, અને શું એમનું સંગીતજ્ઞાન ! એ ગાવા લાગે છે ત્યારે જાણે સૃષ્ટિ આખી થંભી જાય છે ! સ્વરોની દેવીનું જ જાણે સર્વત્ર સામ્રાજ્ય સ્થપાઈ જાય છે.
ગુરુથી ચેલા સવાયા નીવડ્યા. પણ નમુચિનાં ભાગ્ય અહીં પણ ફૂટેલાં નીકળ્યાં. કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી જ રહી ! અહીં પણ એ સદાચારનો માર્ગ ચૂક્યો અને એને રાત માથે લઈને નાસવું પડ્યું.
ચિત્ર અને સંભૂતિ હવે સંગીતના બળે પોતાની આજીવિકા રળે છે. એ જ્યાં ગાવાનું શરૂ કરે છે ત્યાં માણસોની ભારે ઠઠ જામી જાય છે, કાશીનગરીના પહોળા રાજમાર્ગો અને મોટામોટા ચૌટા ને ચોકો પણ જાણે સાંકડા બની જાય છે. આખી માનવ-મેદની ત્યારે એ સ્વરમાધુર્યમાં મસ્ત બનીને ડોલવા લાગે છે. સ્થળ અને કાળના ભેદ પણ ત્યાં ભુલાઈ જાય છે. સંગીતની સરિતાનાં અમૃત બધે રેલાવા લાગે
પણ કાશીની પ્રજામાં આની સામે કચવાટ જાગ્યો. પંડિતો અને સંગીતશાસ્ત્રીઓને આમાં પોતાની હીણપત લાગી. વિદ્યા અને કળા તો ઊંચ કુળનો વારસો: આવા અધમોને ત્યાં એ જાય, તો તો હળાહળ કળિયુગ વ્યાપી જાય ! ગમે તેવા નિપુણ હોય તો ય આ તો ચાંડાલ ! એમને તે વળી આવી વિદ્યા અને આવી ખુમારી કેવી ? એમને તો ભલો એમનો ધંધો અને ભલાં એમનાં અધમ કાર્યો. ગધેડા ઉપર તે વળી અંબાડી હોય ?
અને વાત વધતી વધતી ઠેઠ કાશીરાજની પાસે પહોંચી ગઈ. પંડિતો અને શાસ્ત્રીઓએ રાજાજી પાસે દાદ માગી : “ આ અધમોને આવું કૃત્ય કરવા માટે સજા કરો અને એમની વિદ્યાને રાજઆજ્ઞાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org