________________
પાંચ જનમની પ્રીત ૦ ૧૨૯
એવાં તાળાં વાસી દો કે ભવિષ્યમાં એ બહાર નીકળવા જ ન પામે.”
રાજસેવકો દોડ્યા. બંને કુમારોને પકડી કાશીરાજની સમક્ષ ખડા કરવામાં આવ્યા.
કાશીરાજે ફરમાવ્યું : “બાળકો ! તમે ઉચ્ચ વર્ણને યોગ્ય કળા હાંસલ કરવાનો ભારે ગુનો કર્યો છે. આ ગુનાની સજા ભારે આકરી છે. પણ તમે ય મારા પ્રજાજનો છો, એટલે તમે તમારી કળાને છોડીને તમારા ચાંડાલના કામમાં લાગી જાઓ! તમારી ઉંમર જોઈને અત્યારે તો તમને ન્યાયાસન આટલી જ સજા ફરમાવે છે.”
બંને ભાઈ ક્ષણભર વિચારમાં પડી ગયા. રાજસભા પણ શું થાય છે એ જોવા ઉત્સુક્તા અનુભવી રહી. પણ કળાના લાડકવાયાઓ દીવાના હોય છે. પોતાના મનોરાજ્યમાં એ કોઈની દખલ સહન કરી શકતા નથી.
- ચિને જવાબ આપ્યો : “મહારાજ ! સંગીતકલા તો અમારા શ્વાસ અને પ્રાણ છે. ઊંચ કુળને અને કળાને જો સાચું સગપણ હોત તો અમે ગરીબના દ્વારે એ સંગીતદેવી આવત જ શા માટે ? એના દરબારમાં તો ગરીબ કે અમીરના કોઈ ભેદ છે જ નહીં. કળાદેવીની આ ભેટને અમે કેમ કરી તજી શકીએ ? રાજન્ ! આપની આજ્ઞાનું પાલન અમારા ગજા બહારની વાત છે.”
કાશીરાજનો ચહેરો કંઈક સખત થયો. એમણે જરા સત્તાભર્યા અવાજે કહ્યું : “છોકરાઓ ! આ સ્થાન દલીલો કરવાનું નહીં, આજ્ઞાને શિરોમાન્ય કરવાનું છે. તમને ફરી વિચાર કરીને કહેવાની તક આપવામાં આવે છે. કહો, રાજઆજ્ઞા તમને મંજૂર છે કે નહીં ?”
કુમાર સંભૂતિ જરાક આકરો થઈ ગયો. કાશીરાજ જો દેશના રાજા હતા તો એ પોતે પણ ક્યાં કળાના રાજા નહોતા ? રાજા તો કેવળ પોતાના દેશમાં જ પૂજાય, પણ કળાકાર તો આખા વિશ્વમાં પૂજાય. તો પછી દબાવાનું કે શિર ઝુકાવવાનું કેવું ?
એણે કહ્યું : “અમને અમારે માર્ગે જવા દ્યો. એ માર્ગ તજવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org