________________
પાંચ જનમની પ્રીત
ભમરો પુષ્પોમાં આળોટ્યા જ કરે, પરાગને લૂંટ્યા જ કરે, રસને ચૂસ્યા જ કરે, અને છતાં કદી ન ધરાય. વિલાસલાલસા પણ એવી જ ચીજ છે. ભારત ચક્રવર્તી બ્રહ્મદત્તને આ વાતનો પાકે પાયે અનુભવ થઈ ચૂક્યો હતો.
ભરપૂર ભોગ મળ્યા છતાં એ લાલસા સર્વદા અસંતુષ્ટ જ રહેતી. વડવાનલ સંતોષાય તો એ વિલાસ-લાલસાનો આતશ શાંત થાય ! કંઈ કંઈ વિલાસ અને વૈભવની સામગ્રી સ્વાહા થઈ જતી, છતાં ય એ આતશ તો સદા અશાંત ને અશાંત જ રહેતો, ને નિત્ય પ્રભાતે, ને નિત્ય નવી રાત્રીએ નવી નવી ભોગસામગ્રી માટે વલખાં માર્યા જ કરતો ! બંધનથી. અગ્નિ કદી શાંત થયો છે કે આજે થાય?
બ્રહ્મદત્ત ચક્રવર્તીની પાટનગરી કાંપિલ્યનગરી પણ પોતાના સ્વામીની વિલાસપ્રિયતાના પ્રતીક સમી, સોળે શણગાર સજેલ સુંદરીના જેવું નમણું રૂપ ધારીને ખડી હતી. એની ગગનચુંબી હવેલીઓ અને એનાં વિશાળ હર્યો. પહોળા પહોળા રાજમાર્ગો અને સીધી સીધી વિથિકાઓ, ભભકભય બજારો અને વિધવિધ સામગ્રીથી ભયભય હાદો જાણે આગન્તુકના અંતર ઉપર કામણ કરી જતાં.
ચક્રવર્તીના પ્રાસાદોમાં અને અંતપુરમાં તો આ પાર્થિવતા પણ ભુલાઈ જતી – જાણે સ્વર્ગલોક જ ધરતી ઉપર ઊતરી આવ્યો ! શું એની શોભા ! અને શો એનો વૈભવ !
આવા વૈભવશાળી પ્રાસાદોમાં અને રૂપરાણીઓથી ઊભરાતાં અંતઃપુરોમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી જાતજાતનાં વિલાસ-સુખો અનુભવતા. પુષ્પકોમળ પર્યકાસનો, પડ્યો બોલ ઝીલનારી મનહર પરિચારિકાઓ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org