________________
૧૧૬ ૦ અભિષેક
રાજાજીની – પોતાના પિતાની – મૂંઝવણ જોઈને, અંતરમાં રહેલા કોઈ જુગજુગ જૂના સંસ્કારો બોલાવતા હોય એમ, એક રાજકુમારે કહ્યું : “પિતાજી, જ્યારે હવે વાત આટલે આવી છે, તો મને પણ એક વખત મારું બળ અજમાવી જોવાની આજ્ઞા આપો ! સંભવ છે, જે રાજકર્મચારીઓ કે આપણા જોદ્ધાઓ ન કરી શક્યા એ મારાથી થઈ શકે !”
રાજાજી રાજકુમાર નંદીષેણના શબ્દો ગર્વભેર સાંભળી રહ્યા. પણ આવા તોફાની હાથીને વશ કરવા જવાનું દુઃસાહસ કરવાની આજ્ઞા આપતાં એમનું પિતૃહૃદય કંપી ઊઠ્યું. પણ છેવટે રાજકુમારની વિનતિ એમને સ્વીકારવી પડી.
રાજકુમાર જંગલમાં ગયો અને હાથીની શોધ ચલાવી. થોડી વારમાં હાથી અને રાજકુમાર સામસામે આવી ગયા. પશુ અને માનવ વચ્ચે ભયંકર ઠંદ્ધ થવાની ઘડીઓ આવી ઊભી. પણ જાણે કોઈ મહાયોગીએ મંત્રપ્રયોગ કર્યો હોય એમ. બન્નેની આંખો ભેગી થતાંની સાથે ક્ષણમાત્રમાં એ તોફાની હાથી નમી પડ્યો ! રાજા અને તાપસો આ જોઈને નવાઈ પામ્યા. રાજકુમાર પણ આ અણધારી સફળતા જોઈને ભારે વિચારમાં પડી ગયો.
રાજાજીએ હાથીને પોતાનો પટ્ટહસ્તી બનાવ્યો ! સર્વત્ર રાજકુમાર નંદીષણનો જયજયકાર ગાજી રહ્યો !
[૨] મહારાજા શ્રેણિકની લાડકવાયી રાજગૃહી નગરી ત્યારે મગધની રાજધાની હતી. ભોગીઓ અને વિલાસીઓના ધામ સમી રાજગૃહીના વૈભવનો પાર ન હતો. દેશ-પરદેશમાં રાજગૃહીના વૈભવ-વિલાસની તરેહ તરેહની વાતો થતી, અને મોટા મોટા વેપારીઓ પોતાની મહામૂલી ચીજો રાજગૃહીના સૂટમાં ઠાલવતા. કોઈ વેપારી નિરાશ થઈને પાછા ફર્યાનું કલંક રાજગૃહી ઉપર નહોતું લાગતું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org