________________
૧૧૪૦ અભિષેક
હતો, અને પોતાના પશુસુલભ સ્વભાવનો ધીમે ધીમે તેને અનુભવ થવા લાગ્યો હતો.
અને એક દિવસ તો એ પોતાનો નિર્દોષ સ્વભાવ વીસરી જઈને સાચેસાચો પશુ બની ગયો !
પૂર્વની ક્ષિતિજમાં રંગોળી પૂરી અરુણે જ્યારે પોતાની સવારી આગળ વધારી ત્યારે, બાળતાપસી પોતાના નિત્યકર્મથી પરવારી ચૂક્યા હતા અને હમેશની માફક આજે પણ તેઓ પોતાના સાથીદાર સેચનક સાથે રમવા તેના ખીલા પાસે દોડી ગયા. પણ તેમણે જોયું કે મેચનક ત્યાં ન હતો, અને ખીલો જમીનમાંથી ઊખડી ગયો હતો.
એ લહેરી જુવાન પાસેના કોઈ ઝરણામાં સ્નાન કરવા ગયો હશે, એમ સમજીને સહુ ત્યાં ગયા. પણ તેમનો દોસ્ત ત્યાં પણ નહોતો. આસપાસ બહુ બહુ તપાસ કરી તો તેમણે જોયું, કે થોડીક લતાઓ અને વૃક્ષોની ઘટા વચ્ચે સેચનક મદમત્ત થઈને ચોતરફ ઘૂમતો ફરતો હતો. બાળકોને લાગ્યું, જૂની રમતોથી કંટાળીને સેચનકે આજે આ નવી રમત શોધી કાઢી લાગે છે.
બાળકો પોતાના સાથીને મળવા એ તરફ દોડી ગયાં. જેવાં તેઓ પાસે પહોંચ્યાં તેવાં જ થંભી ગયાં ! તેમને જણાયું કે સેચનક કંઈ રમત કરતો ન હતો, એના મુખ પર રમતિયાળપણાની રેખાઓના બદલે ક્રોધ, આવેશ અને ઉન્માદના ભાવો અંકિત થયા હતા. તે તો ગંડસ્થળથી ટેકરાઓ સાથે ટક્કર લેતો, સૂંઢથી તોતિંગ વૃક્ષોને ધરાશાયી કરતો, દતૂશળથી નાની-મોટી વનલતાઓને જડમૂળથી ઉખેડી નાખતો અને નાનામોટા છોડવાઓને પોતાના થાંભલા જેવા પગ નીચે છુંદી કચ્ચરઘાણ કરતો પાગલની જેમ ચોતરફ ઘૂમી રહ્યો હતો.
બાળતાપસી પોતાની સામે આવીને ઊભા હતા, પણ તેનું જાણે. પોતાને ભાન જ ન હોય તેમ એ બેપરવા ઊભો હતો. દિવો અને મહિનાઓ સુધી સાથે રમેલી રમતો જાણે એ ભૂલી જ ગયો. અને આટલું જ શા માટે ? પોતાના બાળસ્નેહીઓને જોઈને, આનંદમાં આવવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org