________________
જાગૃત આત્મા = ૧૧૧
અનેક પ્રલોભનો બતાવ્યાં.
પણ આર્ય વજ તો સતત જાગ્રત આત્મા; આ મોહ અને આ લોભમાં એ કેમ કરી ફસાય ? એમના મન ઉપરથી તો આ બધી વાતો, પથ્થર ઉપરથી પાણી સરી પડે એમ, સરી પડી.
એમણે શ્રેષ્ઠીને કહ્યું : “મહાનુભાવ ! અમે તો કંચન અને કામિનીના ત્યાગી ! આ ભોગ-વિલાસ અને આ સંપત્તિનું અમારે શું કામ ? ત્યાગ, તપ અને સંયમ એ અમારો વેપાર ! એમાં ઉપકારક થાય એવું કંઈક કરો. તમે અને તમારી પુત્રી પણ એ ત્રિવેણી સંગમને આરે આવો અને તમારા જીવનને પણ ઊજળું બનાવો !”
ધનશ્રેષ્ઠીનું માથું નીચું નમી ગયું.
અને કોઈ ગાડી નાગનું વિષ ઉતારી નાખે એમ, આર્ય વજે રુકમિણીના અંતરમાંથી વિલાસની વાસનાનું ઝેર ઉતારી નાખ્યું.
આર્ય વજની જાગૃતિએ રૂકમિણીના આત્માને જાગ્રત બનાવી દીધો. વિલાસને ઝંખતી તરુણી ત્યાગમાર્ગની ભિક્ષુણી બની ગઈ.
આર્ય વજ ચાર વશી વટાવી ચૂક્યા હતા. અદ્યાશી વર્ષની ઉમ્મરે પણ જાગૃતિ તો એવી ને એવી જ અખંડ હતી : ન આળસ, ન પ્રમાદ !
પણ હવે કાયાનો ડુંગર ડોલવા લાગ્યો હતો.
એક વાર સૂરિજી દક્ષિણ દેશમાં વિચરતા હતા. એમને શરદીનો ઉપદ્રવ થઈ આવ્યો. એના ઉપચાર માટે ભિક્ષામાં સૂંઠનો ગાંઠિયો મંગાવ્યો હતો.
ગોચરી પછી સૂંઠનો ઉપયોગ કરવા માટે સૂંઠની નાની સરખી ગાંઠ એમણે કાન ઉપર ચડાવી રાખી. પણ એનો ઉપયોગ કરવાનું એ વીસરી જ ગયા.
રાત્રે પ્રતિક્રમણની ક્રિયા કરતાં કાને હાથ અડ્યો અને પેલો ગાંઠિયો આસન ઉપર દડી પડ્યો. સૂરિજીનું ચિત્ત તરત જ જાગી ઊઠ્યઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org