________________
૧૧૦ ૦ અભિષેક
કોઈ ત્યાગને માટે સર્વસ્વનો ત્યાગ કરે છે. કોઈ ભોગની માળા જપ્યા કરે છે, તો કોઈ ત્યાગનું સ્વાગત કરે છે, કોઈને સંસાર ગમે છે, તો કોઈ સંસારના વિરહને ઝંખ્યા કરે છે.
પાટલીપુત્રમાં એક શ્રેષ્ઠી રહે. ધન એનું નામ. જેવું નામ એવા ગુણ. એના ઉપર લક્ષ્મીદેવીના ચારે હાથ. કરોડ રત્નોની તો એને મન કશી કિંમત નહીં.
એ ધનશ્રેષ્ઠીને એક પુત્રી. રુકમિણી એનું નામ. યૌવનને ઉંબરે આવીને ઊભેલી ઃ જેવી રૂપવતી એવી જ ગુણવતી.
આ રુકમિણીએ અધ્વીઓને મુખેથી આર્ય વજસૂરિનાં રૂપ, ગુણ અને જ્ઞાનની ખૂબ પ્રશંસા સાંભળી.
યૌવન તો થનગનાટ કરતું જ હતું. તન અને મન જાણે કોઈ પ્રીતમને માટે ઝંખી રહ્યાં હતાં. એને થયું : “આર્ય વજ જેવો રૂપ-ગુણ-જ્ઞાનભર્યો નાથ મળી જાય તો આ જીવન કૃતાર્થ બની જાય.' અને એણે મનમાં સંકલ્પ કર્યો કે પરણું તો આર્ય વજને જ પરણું ! બિચારી ભોળી મુગ્ધા નારી !
રુકમિણીએ પોતાના મનની વાત સખી દ્વારા પિતાને કહી. પિતાએ એ વાતનો સ્વીકાર કર્યો.
એક દિવસ સમાચાર આવ્યા કે આર્ય વજ નગરમાં પધાર્યા છે. રૂકમિણી તો ગાંડી-ઘેલી બની ગઈ ? મનનો પ્રીતમ આવ્યો હતો ને !
ભોળા ધનશ્રેષ્ઠીએ આર્ય વજને વાત કરી : “ મારી સુલક્ષણી પુત્રી અને એક કોટી રત્નનો સ્વીકાર કરીને અમારા ઉપર અનુગ્રહ કરો, અને આપનું જીવન કૃતાર્થ કરો ! મારી પુત્રી દિનરાત આપને ઝંખી રહી
આર્ય વજ તો સાંભળી જ રહ્યા. આમાં બોલવા જેવું જ શું હતું?
ધનશ્રેષ્ઠીને હતું કે આવી કામિની અને આટલા કંચન આગળ કોણ પુરુષ ન પીગળે? આનો નકાર ભણનાર તો હજી આ ધરતી ઉપર જન્મવો બાકી છે ! એણે પોતાની વાતનું ફરી વાર ઉચ્ચારણ કર્યું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org