________________
ગયા.
જાગૃત આત્મા
પણ આર્ય સિંહગિરિનું મન ચૂપ ન હતું. એ હમેશાં વિચારતા ‘પંખીને પાંખો આવી ગઈ છે; હવે એને મુક્તપણે ઉડ્ડયન કરવા દેવું ઘટે. જ્ઞાની શિષ્યની જ્ઞાનગંગાને સ્વેચ્છાએ વહેવાનો અવસર આપવો ઘટે !' અને એક દિવસ એમણે પોતાના ભિક્ષુસંઘને કહ્યું : “ અમે થોડો સમય આસપાસના પ્રદેશમાં વિહરીશું. તમે સૌ જ્ઞાનધ્યાનમાં નિરત રહી તમારી સંયમયાત્રાને શોભાવજો ! પ્રમાદ કદી કરશો નહીં. ”
::
..
શિષ્યોએ પૂછ્યું : “ ભગવંત, આપ જશો તો પછી અમને શાસ્ત્રનું અધ્યયન કોણ કરાવશે ?”
૧૦૭
આચાર્યે કહ્યું : “મુનિ વજ્ર તમને અધ્યયન કરાવશે.
આર્ય સિંહગિરિ અન્યત્ર વિહરી ગયા. પાછળ આર્ય વજે જાણે જ્ઞાનની સરિતા વહાવવા માંડી. ભિક્ષુસંઘ એમના જ્ઞાનથી પ્રસન્ન થઈ ગયો.
22
થોડા દિવસમાં આચાર્ય પાછા આવ્યા. એમણે જોયું કે મુનિસંઘ શાસ્ત્રાભ્યાસમાં નિમગ્ન બની ગયો છે; અને સૌ કોઈ આર્ય વજ્રના જ્ઞાનની પ્રશંસા કરી રહ્યા છે.
પોતાનાથી સવાયો નીવડે એવા શિષ્યને જોઈને આર્ય સિંહગિરિ હર્ષ અને ધન્યતા અનુભવી રહ્યા.
Jain Education International
આર્ય વજ્રની સંયમયાત્રા જ્ઞાન અને ચારિત્રના માર્ગે આગળ વધતી હતી. જ્ઞાનની તો જાણે ત્યાં પરબ મંડાઈ ગઈ હતી.
કુશળ વેપારી એક તરફ પોતાનો માલ વેચતો જાય અને બીજી તરફ નવો નવો માલ ખરીદતો જાય : આર્ય વજ્ર પણ છેવટે એક વ્યવહારિયાના જ પુત્ર હતા; તો પછી એ આ કળામાં કેમ પાછા પડે ?
એક તરફ મુનિસંઘને જ્ઞાનનું દાન કરવામાં એમના ઉત્સાહમાં પૂર આવતું; તો બીજી ત૨ફ નવાં નવાં શાસ્ત્રોનું અધ્યયન કરવા માટે એમનું મન તલસી રહેતું. એમની જિજ્ઞાસાને જાણે કોઈ સીમા ન હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org