________________
પ્રેમ-પાવકની જ્વાળા ૦ ૯૯
[૪] હવે જરાક ઉજ્જૈની તરફ વળીએ.
પ્રાતઃકાળે ઊઠીને આર્ય કાલકના શિષ્યો જુએ છે, કે ધમગારમાં આચાર્ય ભગવાનનો ખંડ સૂનો પડ્યો છે. રોજ સવારે ધર્મધ્યાનમાં નિમગ્ન રહેતા આચાર્ય આજે પોતાને આસને બિરાજેલા નથી.
પહેલાં તો બધાને થયુંઃ ગુરુજી કોઈ કાર્ય પ્રસંગે ક્યાંક બહાર ગયા હશે, કદાચ આજે એકલા એકલા જ સ્થડિલ (શૌચ) માટે ગયા હોય; હમણાં આવી પહોંચશે.
પણ ઘડી ગઈ, બે ઘડી વીતી, સૂર્યનો રથ પૃથ્વીની પરકમ્મા કરવા માંડ્યો, છતાં આચાર્ય ન આવ્યા. એક પ્રહર જેટલો દિવસ વીત્યો, પણ આચાર્ય તો આવ્યા જ નહીં.
અત્યાર લગી સૌનાં અંતરમાં મૂંઝાતી ચિંતા, યંત્ર ખૂલતાં સરોવરનાં પાણી વહી નીકળે એમ, એકસાથે પ્રગટ થવા માંડી : ન માલૂમ આચાર્યદવ ક્યાં ગયા હશે ? એમને શું થયું હશે ? સૌ એકબીજાની સામે જુએ છે, ભારે હૈયે એકબીજાને પૃચ્છા કરે છે, પણ કોઈ કોઈની ચિંતાનો ભાર હળવો કરી શકતા નથી, કોઈ કોઈને કંઈ ખુલાસો આપી શકતા નથી. પછી તો શિષ્યો આખી નગરીનાં સંભવિત સર્વ સ્થળોએ ઘૂમી વળ્યા, પણ આચાર્ય ક્યાંય ન મળ્યા, એમના કંઈ સમાચાર પણ ન મળ્યા.
હવે તો જેમ જેમ વખત વીતતો ચાલ્યો તેમ તેમ શિષ્યોની ચિંતા ઘેરી બનવા લાગી; અને એમનાં અંતરમાં અનેક આશંકાઓ અને અમંગળ શંકાઓ ઊભી થવા લાગી.
ક્યાંય કશો પત્તો ન લાગ્યો એટલે એમણે શય્યાતરને પૂછ્યું. એણે તો ફક્ત એટલું જ કહીને વાતનો બંધ વાળી દીધો કે “આપના જેવા આઠે પ્રહર અને સાઠે ઘડી સાંનિધ્યમાં રહેનારા શિષ્યોને આચાર્યદેવની ખબર ન હોય તો મારા જેવાને તો ક્યાંથી હોય?”
શિષ્યો ચૂપ રહ્યા, પણ એમનાં અંતરની બેચેની વધી રહી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org