________________
૯૬૦ અભિષેક
અને 12ની જ વાત બનીનો સંકડો
એને આશ્વાસન આપતા હોય એમ આયકાલકે કહ્યું : “મહાનુભાવ ! આમાં શોચ કરશો નહિ દુખ લગાડશો નહિ. આ તો ધર્મનો માર્ગ છે. અને તમે નક્કી માનજો કે એથી છેવટે આ શિષ્યોનું કલ્યાણ અને શાસનની પ્રભાવના જ થવાનાં છે.”
- શય્યાતરના મન ઉપર તો જાણે હિમાલયનો બોજ પડી ગયો હતો. પણ આર્ય કાલકનું મન તો કર્તવ્યનો માર્ગ સ્વીકાર્યાના પરમ સંતોષથી પ્રફુલ્લ હતું. ઉજ્જૈનીના એક જુલમી રાજાને શિક્ષા કરવાને માટે પારસકુલ (ઇરાન) સુધીનો પ્રવાસ ખેડનાર આચાર્યને મન પોતાના શિષ્યોને સુધારવા માટેનો સુવર્ણભૂમિનો સેંકડો જોજનનો વિકટ પ્રવાસ પણ જાણે રમતની જ વાત બની ગયો હતો.
અને એ જ રાત્રે જ્યારે ધમગારના નિગ્રંથો અને ઉજ્જૈનીનાં નર-નારીઓ ગાઢ નિદ્રામાં પોઢ્યાં હતાં ત્યારે, આર્ય કાલક સુવર્ણભૂમિ તરફ વિહારી ગયા.
આકાશના અરીસા સમો ચંદ્ર, રૂ૫ રેલાવતી ચાંદની અને ઝબૂક દિવડા સમા મબલખ તારલિયા આ કઠોર કર્તવ્યપરાયણતાનાં સાક્ષી બની, આચાર્યના પંથમાં જાણે હર્ષનાં પુષ્પો પાથરી રહ્યાં હતાં.
[૩] સુવર્ણભૂમિ !
ભારતના પૂર્વ દિશાના સીમાડાથી દૂર દૂરનો પ્રદેશ તે સુવર્ણભૂમિ. આજનું બમ અને તેની આસપાસનો પ્રદેશ તે કાળે સુવર્ણભૂમિના નામથી ઓળખાતો.
સાગર સમી ઊંડી-પહોળી નદીઓ-મહાનદીઓ, દુર્ગમ પહાડો અને ઊંડી ખીણો અને હિંગ્ન પશુઓથી ઊભરાતાં ગીચ, ભયાનક જંગલોની પેલે પાર આવેલો આ પ્રદેશ કંઈ કંઈ કથાઓ અને દિંતકથાઓનો વિષય બનેલો છે. એના નામે કંઈ કંઈ વહેમો અને બિભીષિકાઓ પ્રચલિત બન્યા છે, અને છતાં કોઈક સાગરખેડુ વેપારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org