________________
૯૪ અભિષેક
આચાર્યની વાણીને ઝીલી રહ્યો.
"C
કાલક બોલ્યા : “મહાનુભાવ ! તમે જાણો છો, અને કદાચ ન જાણતા હો તો પણ મને તો ખાતરી થઈ છે, કે મારા આ શિષ્યો પ્રમત્ત બનીને અનુયોગ(શાસ્ત્ર)ના પઠન-મનન-ચિંતન પ્રત્યે ઉપેક્ષાભાવ સેવતા થયા છે. આમાં હું મારા શિષ્યોનું અકલ્યાણ, શાસનની હાનિ અને મારા ગુરુપદની હીણપત સ્પષ્ટ જોઉં છું. આ તો કેવળ વિનાશનો જ માર્ગ છે. એ માર્ગનું તો શીઘ્રાતિશીઘ્ર છેદન જ કરવું ઘટે.'
91
શય્યાતર ભક્તિભાવે બોલ્યો : “ગુરુદેવ, આપનું કહેવું સત્ય છે. આવતી કાલે જ આનો ઉપાય યોજીશું. ”
.
આચાર્ય બોલ્યા : “આ દોષ તો બહુ ઊંડે ઊતરી ગયો છે. કેટલા ય દિવસોની મારી મહેનત અને મારી શિખામણ ઉપર એણે પાણી ફેરવી દીધું છે. એટલે હવે તો તરત જ આનો ઇલાજ કરવો ઘટે; અને એ પણ
જલદ જ.
99
""
શય્યાતર ગુરુઆજ્ઞા મસ્તકે ચઢાવી બોલ્યો ઃ ભલે ભત્તે ! જેવી આપની આજ્ઞા ! કાલે જ બધા નિગ્રંથોને તાકીદ કરીશું, અને છતાં નહીં માને તો તીર્થરૂપ સંઘ તો બેઠો જ છે ને ! કોની મજાલ છે કે એ સંઘની આણા ( આજ્ઞા )નું ઉત્થાપન કરી શકે. સવાર થાય એટલી જ વાર !”
આર્ય કાલક જરા સ્મિત કરીને બોલ્યા : “ભોળા ભાવિક જન ! જેઓને મારી શિખામણ અને મારી આજ્ઞા અસર નથી કરી શકતી એને સંઘ શું કરી શકવાનો છે ? એ રાહ તો મને કામની સિદ્ધિ થવાનો નહીં પણ ક્લેશની વૃદ્ધિ થવાનો જ લાગે છે. આને માટે તો એથી પણ વધુ જલદ ઉપાય શોધવો ઘટે. અને એ ઉપાય શિખામણનો, આશાનો, શિક્ષાનો નહીં, પણ આત્મદમનનો, પોતાની જાતને કષ્ટમાં મૂકીને એ પ્રેમની પાવકજ્વાળાથી શિષ્યોના દોષ ભસ્મ કરવાનો હશે તો જ એ સફળ થશે; બીજી રીતે આ દોષ દૂર થવો અશક્ય છે. ”
:
શય્યાતર તો બિચારો મૂઢની જેમ સાંભળી રહ્યો. એને થયું ‘આવા સંઘસત્તાના પ્રશ્નમાં આચાર્ય આત્મદમનથી પોતાની જાતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org