________________
૨૦ અભિષેક
જોનારની આંખો હરી રહ્યો હતો. આકારો પણ જાણે એવા કે એક જુઓ અને એક ભૂલો ! અને જે કલ્પના કરો તે એમાં સાકાર થાય !
ચક્રવર્તી તો જોઈ જ રહ્યા : વાહ રે વાદળદેવ ! વાહ તમારા રંગ અને વાહ તમારાં રૂપ ! ચક્રવર્તીનું અંતર પુલિત બની ગયું.
પણ અરે, આ શું ? પળવારમાં જ બધું હતું ન હતું બની ગયું ! રંગ રંગને ઠેકાણે અને આકાર આકારને ઠેકાણે ! જાણે આંખના પલકારામાં આખો ખેલ અલોપ થઈ ગયો. જાણે કોઈ મહાજાદુગરે જોતજોતામાં પોતાની માયાવી નગરી સંકેલી લીધી !
ચક્રવર્તી સમજી ગયા : અરે, આ વાદળના દેવના માયાવી રૂપરંગે મને વૈભવ-વિલાસનો રંગ-કુરંગ-અરંગ દર્શાવ્યો ! અને ચક્રવર્તીનું મન તે દિવસથી વિલાસથી પાછું વળીને ત્યાગના માર્ગે પ્રયાણ કરવા સમગ્ર જીવનનું જ જાણે એ નવપ્રસ્થાન બની ગયું !
લાગ્યું
એ ત્યાગની પરાકાષ્ઠા ભગવાન મહાવીરે પોતાની જીવનસાધનામાં કરી બતાવી. તે દિવસે વાદળનો પળજીવી રંગ અમર બની ગયો !
૨
સૌરભ બિચારી શું કરે ?
માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ સ્વર્ગે સંચર્યા.
વી૨વર્ધમાન તો ભારે માતૃભક્ત; કોઈ રીતે એમનું દિલ ન દુભાવવાનો એમનો દૃઢ સંકલ્પ. એમણે સંકલ્પ કરેલો કે માતા-પિતા જીવતાં હોય ત્યાં સુધી ગૃહત્યાગ ન કરવો. એ નિયમ પૂરો થયો, અને સંસારત્યાગને માટે વર્ધમાનનું મન તાલાવેલી અનુભવી રહ્યું.
પણ મોટાભાઈ નંદીષેણનું હેત વચમાં આવ્યું, અને મહાવી૨ બે વર્ષ ઘરમાં વધુ રોકાવાને કબૂલ થયા. માતાપિતાનાં હેત જાળવ્યાં તો ભાઈનાં હેત કંઈ ઓછાં હતાં કે એને ઉવેખી શકાય ?
વિશ્વવત્સલ બનનાર આત્મા કુટુંબવત્સલ બનવાનું કેમ ચૂકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org