________________
૪ અભિષેક
ખાન-પાનનો સમય થતાં એ શંખ શ્રેષ્ઠીની રાહ જોતા હતા. પણ વખત વીતી જવા છતાં શંખ શ્રેષ્ઠી ન આવ્યા ત્યારે છેવટે એમણે શંખને તેડવા માણસ મોકલ્યો. પણ શંખે પોતાની વાત કહી જણાવી અને સાથે સાથે એમને તો પહેલાં નક્કી કર્યા મુજબ ખાન-પાન સ્વીકારીને વ્રત કરવા કહ્યું.
આથી પેલા બધા નારાજ થયા. એમને થયું : શંખે આપણને છેતર્યા !
બીજે દિવસે બધા ભગવાનનાં દર્શને ગયા ત્યારે તેઓ શંખને ઠપકો આપવા લાગ્યા અને એનો તિરસ્કાર કરવા લાગ્યા.
ભગવાને કહ્યું : “આ રીતે કોઈનો તિરસ્કાર કરવો ઉચિત નથી. વળી, શંખ શ્રેષ્ઠી તો પ્રમાદના ત્યાગી અને જ્ઞાની છે. એમના ઉ૫૨ ક્રોધ કરવાથી કે એમનો તિરસ્કાર કરવાથી તો ઊલટું તમારું પોતાનું જ અહિત થશે.
શ્રમણોપાસકો સત્ય સમજ્યા અને એમણે શંખ શ્રેષ્ઠીની ક્ષમા
માગી.
29
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org