________________
નિસ્તાર ૬૭
રાજરાણીઓ, કંઈક ધનનંદનો અને કેટલા ય અભિમાની પંડિતોથી માંડીને સામાન્ય દીન-હીન-દરિદ્ર માનવીઓ પણ ઘરબાર છોડી ચાલી નીકળતા હતા.
એ પ્રભુની છાયામાં બેઠેલા રાજાઓને પોતાનાં અતૂટ સત્તા, અખૂટ રાજ્યઋદ્ધિ અને અપાર રાજવૈભવ કોડીની કિંમતનાં લાગતાં અને તેઓ અનંત આત્મસત્તાની સાધના માટે હસતે મુખે ચાલી નીકળતા ! અંતરને વળગેલાં બંધન જાણે આપમેળે અળગાં થઈ જતાં હતાં.
અનંત આત્મઋદ્ધિના સ્વામી એવા એ પ્રભુના ચરણે આવેલા, અખૂટ સંપત્તિના સ્વામી કહેવાતા લક્ષ્મીનંદનોને પોતાની સંપત્તિ તણખલાથી પણ હલકી લાગતી અને તેઓ અમર આત્મઋદ્ધિની શોધ માટે ચાલી નીકળતા !
અનંત જ્ઞાનના ધણી એ મહાપ્રભુની પાસે આવેલા અકાઢ્ય બુદ્ધિના સ્વામી અને સર્વ શાસ્ત્રોના પારગામી ગણાતા એવા પંડિતોને હૃદયબળ વગરનો બુદ્ધિનો વૈભવ નર્યા વિતંડાવાદ સમો લાગતો. અને તેઓ સાચા આત્મજ્ઞાનની શોધ માટે ઘરબાર છોડી ચાલી નીકળતા ! વાત વાતમાં ઘર છોડવાનો જાણે ચેપ ફેલાયો હતો !
જાણે આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિનો કોઈ મહાયુગ આરંભાયો હતો !
આવા બડભાગી યુગની આ એક વાર્તા છે ઃ
પૃષ્ઠચંપાનગરીની શોભા અલકાપુરીની જેમ સૌને મંત્રમુગ્ધ •કરતી. ઊંચી અટારીઓ, વિશાળ રાજમાર્ગ અને મોટાં હોટ પૃષ્ઠચંપાની અપાર સંપત્તિનાં સાક્ષી બનતાં. પૃષ્ઠચંપાનો સ્વામી શાલ એક નીતિપરાયણ અને ધર્મપ્રેમી રાજા હતો. તેના સૌજન્ય અને પ્રજાપ્રેમની સુવાસ ચોમેર ફેલાયેલી હતી. શાલે પોતાના નાના ભાઈ મહાશાલને યુવરાજપદ આપ્યું હતું. આ બન્ને ભાઈઓના રાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી અને આબાદ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org