________________
સુવર્ણકંકણ - ૭૯
ઝીલ્યા કરત ચિતા પોતે જ બની
એકલતા એમને અમૃત સમી મીઠી થઈ પડી હતી.
નમિરાજની એકલતાની વાત પવનવેગે ચોમેર પ્રસરી ગઈ. પણ દુનિયા તો દોરંગીઃ કોઈ એમના ત્યાગની પ્રશંસા કરતું, તો કોઈ કાયર કહીને એમનો તિરસ્કાર કરતું. પણ નમિરાજ તો એકલતામાં મસ્ત બનીને આનંદસાગરમાં ઝીલ્યા કરતા હતા.
ન કોઈની પરવા, ન કોઈની ચિંતા. પોતે ભલા અને પોતાની એકલતા ભલી. એકલતા જાણે એમની સહધર્મચારિણી બની ગઈ ! અને પછી તો એ એકલતાનો એવો રંગ લાગ્યો કે નમિરાજ બીજું બધું જ વીસરી ગયા. એમની અંતર્મુખ વૃત્તિ જાણે એમના મનને સમજાવતી હતી :
“બે હાથ ભેગા થયા કે તાળી પડી જ સમજો, ન બે હાથ ભેગા થશે, ન અશાંતિ જાગશે.
“મારું અને તારું ? એ બેનો સંયોગ, એનું નામ જ કલહ, એ બે ટળ્યાં કે કલહનું નામ જ ન મળે!
જડ અને ચેતનઃ એ બે ભેગાં થયાં કે બંધન થયું જ સમજો ! ન જડ હોય, ન બંધન થાય.
“એકલતા એ જ શાંતિ. એકલતામાં જ આનંદ, એકલતાથી જ મુક્તિ !” અને એમના દિવસો નિજાનંદમાં વીતવા લાગ્યા.
[ ૩] એક દિવસ કોઈકે આવીને નમિરાજને કહ્યું : “રાજર્ષિ. તમે તો અહીં આવીને નિરાંતે બેસી ગયા, પણ તમારી પ્રાણપ્યારી મિથિલા તો ભડકે બળી રહી છે ! વાયુથી વધેલો અગ્નિ તમારા રાજમંદિરને ભરખી રહ્યો છે. એમાં તમારું અંતઃપુર પણ ભસ્મ થઈ રહ્યું છે અને તમે તો એ તરફ જોતા પણ નથી !”
નમિરાજે તરત કહ્યું: “મિથિલા ભડકે બળે છે એમ તમે કહ્યું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org