________________
પ્રેમ-પાવકની જ્વાળા
- આથમતી સંધ્યાની સિંદૂરવર્તી આભા ઉજૈનીનાં રાજપ્રાસાદો, હર્યો અને દેવમંદિરો ઉપર છેલ્લી રંગોળી પૂરીને પોતાની કળા સંકેલી રહી હતી. સ્નાનસુંદરીઓ, હસ્તીઓ અને ધોબીઓની કડાઓથી ક્ષુબ્ધ અને ડહોળાં થયેલાં સિખાનાં જળ, જાણે સૂર્યબિંબને પોતાના અંતરમાં સમાવી લેવા માટે, ધીર-ગંભીર-શાંત બનીને વહેતાં હતાં.
માનવીઓ, પશુઓ અને પક્ષીઓ, દિવસ આખાના શ્રમ અને રઝળપાટ બાદ, વિશ્રામની આશાએ, પોતપોતાના નિવાસસ્થાન તરફ, ઉલ્લાસભેર પાછાં ફરતાં હતાં. સુખનું ભોજન, આનંદભર્યો વાતવિનોદ અને શાંત નિદ્રાના મનોરમ સ્વપ્નની છાયા જાણે સર્વત્ર પ્રસરી રહી હતી.
દેવમંદિરોની છેલ્લી આરતીઓની ઝાલરો અને દેવઘંટાઓના નિનાદોથી ઉજૈનીના રાજમાર્ગો અને વીથિકાઓ રણઝણી ઊઠવાને હવે ઘડી-બે-ઘડીની જ વાર હતી.
સર્વત્ર આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ વિસ્તર્યું હતું.
આવે સમયે ઉજજૈનીના એક વિશાળ ધમગાર (ઉપાશ્રય)ના એક લાંબા ખંડમાં એક પુરુષ, પાંજરે પડેલા સિંહની જેમ, આમતેમ આંટા મારતા હતા. ઘડીકમાં એ આથમતી સંધ્યાનું છેલ્લું દર્શન કરતા હોય એમ. આકાશની સામે સ્થિર નયને નિહાળી રહે છે, તો ઘડીકમાં એ જાણે અંતરમાં કંઈ શોધતા હોય એમ, કમળદળ-શાં પોતાનાં નેત્રો નીચાં ઢાળી લે છે. એમનાં વિશાળ નેત્રો ગગનમાં વિહાર કરે કે અંતરમાં ઊતરી જાય, છતાં એમનાં ચરણોને કોઈ જાતની નિરાંત નથી ! એ તો આખા ખંડમાં આમથી તેમ અને તેમાંથી આમ ઘૂમી જ રહ્યા છે, એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org