________________
સાધનાનું સુવર્ણ
એ યુગના ભલભલાના
કંઈક અંધારા નવીન
વિક્રમ સંવતનો આરંભ થયો તે પહેલાંના સમયની આ વાત છે. જ્ઞાન અને ચારિત્રના તેજથી ઝળહળતા આચાર્ય શ્રી કાલકનો પ્રભાવ વિસ્તરતો જતો હતો. એમના શાસ્ત્રજ્ઞાનથી આકર્ષાઈ અનેક શ્રમણો એમની પાસે અધ્યયન કરવા આવતા. એમની સાધુતા ભલભલાનાં મનને કામણ કરતી. એમની સાહસક્રૂરતાનો તો એ યુગમાં જોટો જ ન હતો. શાસનના ગગનાંગણમાં જાણે નવીન સૂર્ય ઊગ્યો હતો. અને એ સૂર્યના પ્રકાશથી કંઈક અંધારાં ઉલેચાઈ જવાનાં હતાં, કંઈક અધર્મો દૂર થવાના હતા, કંઈક અન્યાયો નામશેષ થવાના હતા.
જન્મના ક્ષત્રિય આર્ય કાલક જ્યારે પોતાનાં સુખ-સાહ્યબીનો હસતે મુખે ત્યાગ કરીને આત્મસાધનાને પંથે ચાલી નીકળ્યા, ત્યારે પણ એમણે ક્ષત્રિયસહજ શૂરવીરતાનું ભાતું તો પોતાની સાથે જ રાખ્યું હતું. દીન-હીન-કંગાલ બનીને જીવવામાં એ માનતા નહોતા; પામર બનીને સાધના કરવામાં એમને શ્રદ્ધા નહોતી, કોઈના ઓશિયાળા બનીને રહેવું એ એમને જીવતા મોત જેવું અકારું લાગતું. સિંહની જેમ રહેવું, સિંહની જેમ જીવવું અને સિંહની જેમ જીવન સમાપ્ત કરવું - એ જ એ સિંહપુરુષની ખેવના હતી.
એ જ્યારે શાસ્ત્રોનું સર્જન કરતા, કે શાસ્ત્રોના અર્થોનો વિસ્તાર કરતા ત્યારે જાણે સરસ્વતીનો અવતાર બની જતા. એમની વાણીની ધારાથી સર્વ શંકા-કુશંકા અને સર્વ આશંકાઓના પંકનું પ્રક્ષાલન થઈ જતું અને અંતરમાં નિર્મળ શ્રદ્ધાનાં અને જ્ઞાનનાં પંકજ ખીલી ઊઠતાં.
એક દિવસ યૌવનના ઉંબરમાં પગ માંડતો એક યુવક આર્ય કાલકની પાસે આવીને એમના ચરણે પડ્યો, અને વિનંતી કરતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org