________________
૮૪ ૦ અભિષેક
ઘેલો ઘેલો થઈ જશે ! શાસનની કેવી પ્રભાવના થશે !
પણ એ વિચારમાળા ત્યાં જ થંભી જાય છે. એમને વળી મનમાં શંકા જાગે છે : રખેને આવા સર્વગુણસંપન્ન લાગતા આ શ્રમણને કોઈની નજર લાગી જાય !
[ ૩ ] અને સાચે જ, આર્ય કાલકના અંતરની શંકા સાચું રૂપ ધરીને એક દિવસ સામે ખડી થાય છે. પોતાના જ્ઞાન અને ઓજસથી સૌના અંતરને જીતનાર એ શ્રમણ આજે નીચું મુખ કરીને આર્ય કાલકની સામે ખડા છે ? જાણે એમનું પોતાનું જ અંતર ક્યાંક ખોઈને આવ્યા હોય એમ, જાણે એ પોતે જ રાહ ચૂકીને કાંટાળા પંથે જઈ ભરાણા હોય એમ !
સૂરિજી પૂછે છે : “કહો, શ્રમણ ! આજે આમ બેચેન કાં ભાસો છો? તમારા અંતરમાં શું દુઃખ વસ્યું છે? મનમાં તો શાતા છે ને?”
શિષ્યની વાચા બંધ છે, એની આંખોના ખૂણા આંસુભીના બનીને એના અંતરના મંથનની સાખ પૂરે છે.
ફરી ગુરુ પૂછે છે: “એવું તે શું થયું છે વત્સ, કે આમ આંસુ સારો છો ? સંયમમાં આવી સુંવાળપ શોભે ? સાવધ થાઓ સાધુ, તમારા ચિત્તને સ્થિર કરો ! તમારા હૃદયને સ્વસ્થ કરો ! તમારા આત્માનું ચિંતવન કરો ! પ્રમાદનો ત્યાગ કરો ! મનમાં જે બોજ ભરાયો હોય તે તમારા ગુરુને નહીં કહો તો બીજા કોને કહેશો ?”
શિષ્ય તો નીચું જ જોઈ રહે છે. ગુરુજીનાં નેત્ર સાથે નેત્ર મેળવવાની પણ આજે એની હિંમત ચાલતી નથી. એ નત મસ્તકે ને ભારે સ્વરે કહે છે :
ગુરુદેવ, મારો આત્મા ખોવાઈ ગયો છે. મારું હૈયું હાથ નથી. રહ્યું. મારું ચિત્ત ચંચલ બની ગયું છે. પ્રમાદના માર્ગે મારું મન દોડી રહ્યું છે. ગુરુદેવ, ગુરુદેવ, આ સંયમનો ભાર હવે અસહ્ય બની ગયો છે. આપનું દીધું અમૃત હું ન પચાવી શક્યો ! આપનો લાયક શિષ્ય ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org