________________
૮૬ ૦ અભિષેક
સફળતાનો માર્ગ દાખવતો દીવો કહેવાય દીવો !”
આર્ય કાલકના અંતરને ચોટ લાગી ગઈ : “નિમિત્તજ્ઞાનથી અનભિજ્ઞ ! આટલું પણ અજ્ઞાન શાને નભાવવું ?” -
અને નિગ્રંથોએ ઉપહાસમાં કરેલી વાત સાચી પડી. બે વીશી કરતાં પણ વધુ ઉંમર વટાવી ગયેલ આર્ય કાલકે, એક વિદ્યાર્થીની જેમ, નિમિત્તશાસ્ત્રના અધ્યયનનો દૃઢ સંકલ્પ કરી લીધો. પણ એ માટે ગુરુ કયાંથી મળે ?
કોઈએ કહ્યું : “આજીવક પંથના શ્રમણો નિમિત્તશાસ્ત્રના જ્ઞાનમાં પારંગત હોય છે. દક્ષિણમાં ગોદાવરીને તીરે આવેલ પ્રતિષ્ઠાનપુર (હાલનું પૈઠન) નગરમાં જઈને એમની પાસેથી એ જ્ઞાન મેળવી શકશો.”
ભૂખ્યાને જાણે ભાવતું ભોજન મળી ગયું. પણ વળી એ પ્રશ્ન થયોઃ આજીવક પંથ તો ગોશાલકનો અનુયાયી; અને ગોશાલક તો ભગવાન મહાવીરનો-એમના ધર્મનો વિરોધી ! એમની પાસે વિદ્યાલાભ માટે કેમ જવાય ?
પણ આ વિચારનું વમળ ઝાઝો વખત ન ટક્યું. મને તરત ઉકેલ આપ્યો: વિદ્યા તો ગમે તેની પાસેથી લેવાય. ગમે ત્યાં પડ્યું હોય તો ય સુવર્ણ એ તો સુવર્ણ જ ! એમાં મારા-તારાનો ભેદ ન હોય ! પંકજને લેવા માટે પંકમાં પણ જવું પડે, તો આ તો સાધુ છે. અને આર્ય કાલકે પ્રતિષ્ઠાનપુર તરફ વિહરવાનો સંકલ્પ કરી લીધો.
અન્ય શ્રમણો તો હજી પણ મશ્કરી જ સમજતા હતા. એમને થયું : “આ ઉંમરે તે વિદ્યાસાધના થતી હશે ? પાકે ઘડે તે કાંઠા ચડતા કદી જોયા કે સાંભળ્યા છે ?”
પણ મનમાં નિર્ણય કર્યા પછી પાછા પગ ભરે એ આર્ય કાલક નહીં. એ તો લીધું પાર કર્યો જ છૂટકો !
અને એક દિવસ એ ઉપહાસ કરતા નિગ્રંથો અને નગરજનોએ જોયું કે આધેડ ઉંમરના આર્ય કાલક, એક જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીના જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org