________________
સુવર્ણકંકણ ૦ ૭૭
બોલી ઊઠ્યા: “અરે, ચંદન ઘસનારા ક્યાં મરી ગયા? મારી પીડા તો જુઓ ! ચંદન ઘસવું કેમ બંધ કર્યું ? વાહ રે સંસાર ! દુઃખ પડે ત્યારે પોતાનાં હોય તે પણ પોતાને તજી જાય ! આજ મારું કોઈ નહિ ! હું સાવ એકલવાયો !”
પટરાણી નમ્રતાથી બોલ્યાં : “નાથ, ચંદન બરાબર ઘસાય છે. એના કટોરા ભર્યા પડ્યા છે. આપ માગો તેટલું વિલેપન હાજર છે. આજ્ઞા કરો એટલી જ વાર.”
ત્યારે એ ઘર્ષણના અવાજ કેમ નથી સંભળાતા ?” “સ્વામી ! આપને કંકણનો અવાજ અકારો થઈ પડ્યો. નાનો-શો અવાજ પણ ભડાકા-ધડાકા જેવો લાગ્યો, તેથી અમે અમારા હાથમાં એક એક સૌભાગ્યકંકણ રાખીને બાકીનાં ઉતારી નાખ્યાં, એટલે એનો અવાજ બંધ થયો.”
બંધ થયો ?... એક એક કંકણ રહ્યું એટલે અવાજ.. થતો. બંધ થયો...? એમ જ ને?” અને નમિરાજ કોઈ ઊંડા વિચારમાં ઊતરી ગયા.
શરીરની બધી ય પીડા જાણે મનોમંથનમાં વીસરાઈ ગઈ. એ જાણે મનોમન કહેતા હતા ? હાથમાં એક જ સુવર્ણકંકણ રહ્યું એટલે બધું ઘર્ષણ ટળી ગયું, ખરું ને? એક હોય ત્યાં ઘર્ષણ ન ટકે, એમ જ ને ?
અને જાણે એમને કોઈ સુખની ચાવી લીધી ગઈ હોય એવો સંતોષ એમના મુખ ઉપર પ્રસરી રહ્યો. એ મનની દુનિયામાં ઊતરી ગયા, એટલે તનની દુનિયા વિસરાઈ ગઈ. તરફડાટ શમી ગયો.
સૌ સમજ્યાં કે રાજાજીની અંગપીડા ઓછી થઈ.
નમિરાજ વધુ ને વધુ ચિંતનમાં ઊતરતા ગયા. એમને થયું કે જ્યાં એ વખત, જ્યારે રણમેદાનમાં અસિધારાઓના ખણખણાટથી હૈયું નાચી ઊઠતું હતું. સૈન્યની રણહાકો, અશ્વના હણહણાટ અને હાથીઓની કિકિયારીથી અંતરમાં ઉમંગની લહેરો ઊઠતી હતી; અને ક્યાં આજનો વખત, જ્યારે એક સુવર્ણકંકણનો અવાજ પણ અકારો થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org