________________
૭૮ ૦ અભિષેક
પડ્યો છે ! બે ભેગા થયા કે ઘર્ષણ થયું જ સમજો. એકલું હોય ત્યાં ન ઘર્ષણ, ન વિવાદ, ન વિગ્રહ કે ન કલહકંકાસ ! સાચું સુખ અને સાચી શાંતિ તો એકલા રહેવામાં જ મળે !
અને જાણે એમને અંતરનું જ્ઞાન લાધી ગયું. એમણે નિર્ણય કર્યો : આ રોગ મને ભરખી જવાનો હોય તો ભલે ભરખી જાય. એ રોગ મને નથી થયો, મારાથી ભિન્ન જે દેહ, એને થયો છે. તો પછી બીજાના દુઃખની મને શી પીડા? અને જે પોતાનું નથી એવાની ચિંતા પણ શું કરવી ? ભલો હું ને ભલું મારું એકલાપણું. આ રાજવૈભવ, આ રાજરાણીઓ અને આ જંજાળ મારે માટે હવે નકામાં. સુખ અને શાંતિ તો એકલતામાં જ મળવાનાં ! નમિરાજનો તનનો વ્યાધિ વિદાય થઈ ગયો: મનની દુનિયામાં જાણે એ ફરી રહ્યા.
રાજાજીને નવો અવતાર આવ્યો, એ હર્ષમાં આખા રાજ્યમાં ઉત્સવ ઊજવાયો. પણ એ આનંદ-ઉત્સવમાં મિથિલાપતિ જળમાં કમળ જેવા અલિપ્ત હતા.
એક દહાડો એમણે સ્વજનો અને પરિજનો સહુને એકઠાં કરીને લાગણીભીના સ્વરે કહ્યું :
“હું એકલો છું. “મારું કોઈ નથી. “હું કોઈનો નથી.
“એકાકીપણામાં જ ખરું સુખ છે; બે થવામાં ઘર્ષણ છે ? સુવર્ણકંકણોએ એ વાત સમજાવી છે.
જે મારું નથી, એને છોડી જાઉં છું.
“ જે તમારું નથી, એના ત્યાગનો શોક ન કરશો.” અને જ્યારે નમિરાજ રાજ્યનો અને સર્વ સામગ્રીનો ત્યાગ કરીને, સૌથી અળગા થઈને, વનવગડાની વાટ ભણી ચાલી નીકળ્યા, ત્યારે એમના મુખ ઉપર, પહેલું આણું વળીને સાસરે જતી નવોઢા જેવો આનંદ વિલસી રહ્યો હતો.
સર્વસ્વના ત્યાગમાં એમનું સર્વ સુખ સમાઈ ગયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org