________________
h
એક દિવસ મિથિલાપતિ મિરાજના રાજપ્રાસાદમાં પરિચારકો દોડાદોડ કરી રહ્યા છે. મિથિલાપતિ મહાભયંકર વ્યાધિમાં સપડાયા છે. રોગનાં ઔષધો અપાર છે, દરદના નિષ્ણાતોનો ય તૂટો નથી, પણ કોઈની કારી ફાવતી નથી. રાજાજીના મનમાં ચેન નથી. રાણીઓનાં મન પણ બેચેન બની ગયાં છે. મંત્રીઓ અને સામંતો પણ સચિંત બન્યા છે.
સુવર્ણકંકણ
નિમરાજનું શરીર દાહની પીડાથી ઘેરાઈ ગયું છે. એમના રોમેરોમમાં દાવાનળ જેવી લાય અને વીંછીના ડંખ સમી વેદના પ્રગટી છે. આખું શરીર જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. એમની પીડાનો કોઈ પાર નથી. મુલાયમ પુષ્પશય્યાઓ પણ આજે આસાયેશ આપી શકતી નથી. એ તો, ધખધખતી રેતીમાં માછલી તરક્કે એમ, પોતાની પથારીમાં તરફડિયાં મારે છે. એક એક પળ જાણે યુગયુગ જેવી વીતી રહી છે.
""
મિરાજ બોકાસાં નાખે છે, ચીસો પાડે છે. એનું હૈયું જાણે વિમાસણના ખારા સાગરમાં ડૂબતું ડૂબતું પ્રશ્ન કરે છે : અરે ! આટઆટલાં સત્તા, ધન, વૈભવ ને સેના મારી પાસે, છતાં કોઈ મારું દુઃખ દૂર ન કરી શકે ?’
પણ એ પ્રશ્નનો જવાબ નિરાશામાં મળે છે. રાજરાણીઓ, મંત્રીઓ અને અન્ય રાજકર્મચારીઓ અપાર ધનવૈભવ, વિશાળ સૈન્ય અને અદમ્ય શક્તિના માલિકને અસહાયક બનીને તરફડિયાં મારતો જોઈ રહેવા સિવાય કંઈ કરી શકતાં નથી !
શું કરવું ? – એ કોઈને સૂઝતું નથી. દેશ-વિદેશના વૈદ્યો આવે છે, પાણીમૂલે ધન વપરાય છે, પણ તેઓ એક રાજા જેવા રાજાને સાજો કરી શકતા નથી. કોઈની કશી દવા ફાવતી નથી. જાણે બધાનું પાણી ઊતરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org