________________
=
વિરલ ત્યાગ ! ઉગ્ર તપ, અદ્ભુત સંયમનો એ યુગ હતો. આત્મસાધનાના આ ત્રિવેણીસંગમે અનેક આત્માઓને કામણ
કર્યુ હતું !
વિદેહ દેશમાં ઘેર ઘેર એ ત્રિવેણીસંગમનાં તીર્થસલિલ છંટાઈ ગયાં હતાં.
વિદેહ દેશમાં ત્યારે પ્રજાસત્તાક રાજતંત્ર ચાલતું હતું. એની રાજધાની વૈશાલીનાં અનેક ઉપનગરો રચાયાં હતાં. એમાંના ક્ષત્રિયગ્રામ ઉપનગરના ગણનાયક સિદ્ધાર્થ હોવાથી એ એના રાજા ગણાતા. રાજા સિદ્ધાર્થના નાના પુત્ર જે જ્ઞાતપુત્ર તરીકે વિશેષ ખ્યાત. હતા તે વીર વર્ધમાને રાજ્યઋદ્ધિ અને વૈભવ-વિલાસનો ત્યાગ કર્યો હતો. કંચનવર્ણી કમળસુકોમળ કાયાનો મોહ વિસારી તેમણે અતિ ઉગ્ર તપશ્ચરણ આદર્યું હતું. સંસારના ત્રિવિધ તાપને શમાવવા તેઓએ માયા-મમતાના મનમોહક અંચળા ફગાવી સંયમમાર્ગ ગ્રહણ કર્યો હતો. બાર બાર વર્ષની સમય-ભઠ્ઠીમાં ત્યાગ, તપ અને સંયમના બળે આત્માને તપાવી સ્ફટિક સમો નિર્મળ બનાવી શ્રી વર્ધમાન શ્રમણ ભગવાન મહાવીર તરીકે વિખ્યાત થયા હતા.
નિસ્તાર
www
Jain Education International
અને પછી ? પછી તો એ આત્મસિદ્ધ મહાયોગીની આત્મજ્યોતે હજાર હજાર દીવડાઓ પ્રગટાવી દીધા હતા. સંસારના માન અંધકારમાં આથડતા અનેક આત્માઓને એણે મુક્તિમાર્ગનું દર્શન કરાવ્યું હતું. એ મહાપ્રભુની અનંત આત્મશક્તિ, અપાર અહિંસા અને અનન્ય અનેકાન્તવાદે દુઃખી દુનિયા ઉપર અમીછાંટણાં કર્યાં હતાં. સંતપ્તોને જાણે શીતલ વિશ્રામસ્થાનો લાધી ગયાં હતાં.
એ પ્રભુના પગલે પગલે અનેક રાજાઓ, રાજકુમારો,
For Private & Personal Use Only
www.jainelibrary.org