________________
૭૨ ૦ અભિષેક
એ અનુભવનું બળ એમની આત્મશક્તિને વધુ ને વધુ સચેત કરતું જતું હતું.
અને પોતાનો આનંદ-અનુભવ પડઘા પાડતો હોય તેમ, શાલ અને મહાશાલ મુનિને એક દિવસ વિચાર આવ્યો : આપણે તો છૂટ્યા, પણ આપણો ભાણેજ ગાંગિલ આપણા જ કહેવાથી વધુ ફસાયો તેનું શું ? આપણા જ હાથે – પોતાના મામાના જ હાથે આપણા ભાણેજનું આવું અકલ્યાણ ? જે ફણીધરથી ભય પામીને આપણે નાસી છૂટ્યા, એ જ ફણીધરની પાસે આપણે આગ્રહ કરી કરીને આપણા ભાણેજને મોકલી આપ્યો – એ પાતકનો હિસાબ આપ્યા વગર કેમ ચાલશે ? આપણે ગાંગિલને રાજ્ય નથી આપ્યું પણ માથું પટકી પટકીને તોડવા માટે અતિ દૃઢ એવી સોનાની બંડી આપી છે. એ બિચારાનું શું થશે ? આપણી આત્મસાધના ત્યારે જ દીપે, જ્યારે આપણે આપણાં સ્વજનોને નિસ્તારનો માર્ગ બતાવીએ ! આપણો સ્નેહ ત્યારે જ નિર્મળ સ્નેહ ગણાય, જ્યારે આપણે આપણા સ્નેહીઓને આપણા આ આનંદઅનુભવના ભાગીદાર બનાવીએ. નહીં તો આપણા જેવા સ્વાર્થી અને એકલપેટા બીજા કોણ ગણાશે? આવું કલંક આપણે દૂર કરવું જ ઘટે !
અને સમયના વહેવા સાથે આ વિચારોનાં આંદોલનો વધુ ને વધુ ઘેરાં બનતાં ગયાં. તેને હવે શમાવવાં કે ઉવેખવાં એ અશક્ય હતું.
એક દિવસ શાલ-મહાશાલ મુનિઓએ ભગવાન મહાવીરને વિનંતી કરી : “પ્રભુ ! આપે જેમ અમારો વિસ્તાર કર્યો તેમ, અમારા માટે માયાજાળમાં ફસાયેલ ગાંગિલ અને બીજા સ્વજનોનો પણ કૃપા કરી વિસ્તાર કરો – જેથી અમારો સ્નેહ અને સંયમ કૃતાર્થ થાય ! અને સ્વાધ અને એકલપેટા બનવાના દોષમાંથી અમારો પણ નિસ્તાર થાય. એ દોષનો ભાર અમને રાતદિવસ સતાવી રહ્યો છે. એ દૂર થાય તો જ અમારું ચિત્ત પ્રસન્નતાનો આસ્વાદ માણી શકે. કરુણાસાગર આપે આટલી કરુણા કરી છે તો કરુણાનાં થોડાં જળ વધુ વરસાવો!”
ત્રિકાળજ્ઞાની પ્રભુને કશું કહેવાનું ન હતું, એમના મૌનમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org