________________
અભિષેક
અંગપીડા કેવી રીતે સતાવી કે વિચલિત કરી શકે ?
જ્ઞાની પ્રભુએ જોયું કે શૂલપાણિના એક એક કરે પોતાનું આત્મબળ વધતું જતું હતું; અને યક્ષના અંતરમાં જાગેલા પશુનું બળ ઓછું થતું જતું હતું. આ કંઈ જેવો તેવો લાભ હતો ?
આત્મબળને વધારવા અને પાશવી બળને નાથવા માટેની તો આ બધી સાધના હતી !
ભગવાનનો આત્મા ભારે પ્રસન્નતા અનુભવી રહ્યો.
રાત્રિના ત્રણેક પ્રહર સુધી શૂલપાણિની આ ભયલીલા ચાલતી રહી. પણ છેવટે જાણે કષ્ટ આપવાની એની પોતાની શક્તિ જ અશક્ત બની ગઈ ! પળવાર એ પોતાની આ અશક્તિને જ વિમાસી રહ્યો ઃ આજે ન બનાવાનું બન્યું હતું; ન અનુભવેલું જોયું હતું ઃ પામર લાગતો માનવી દિવ્ય ગણાતા દેવને પણ પાછો પાડી રહ્યો હતો !
:
૪
થોડી વાર પછી એ હજી પણ અડોલ ઊભેલા ભગવાનને નીરખી રહ્યો; એમનાં કરુણારસ ઝરતાં નેત્રો સાથે એ પોતાનાં ક્રોધ કરીને થાકેલાં નેત્રો મેળવી રહ્યો. પછી તો, જાણે કોઈ માગારુડીની મહામંત્રસાધનાએ ભયંકર વિષધરને વિષમુક્ત બનાવી દીધો હોય એમ, શૂલપાણિ ભગવાનનાં ચરણોમાં નમી પડ્યો ! એના જીવનમાં વ્યાપેલું ક્રોધ, વેર, દ્વેષ, ગર્વ અને ક્રૂરતાનું વિષમાત્ર નીતરી ગયું હતું. એનું અંતર આત્મજાગૃતિનો અપૂર્વ આનંદ અનુભવી રહ્યું.
ભગવાને જોયું કે અવસર બરાબર પાકી ગયો છે; લોઢું ટિપાવાને માટે બરાબર તપી ચૂક્યું છે.
"1
ભગવાને લાગણીભર્યા સ્વરે કહ્યું : “યક્ષદેવ, આ તે કેવું આશ્ચર્ય !”
શૂલપાણિ પ્રભુવાણીના અમૃતનું પાન કરી રહ્યો.
ભગવાને વાતનો મર્મ સમજાવતાં કહ્યું : “પૂર્વભવમાં તારો અવતાર પશુનો-બળદનો હતો. એ વખતે દેવોને ય દુર્લભ એવી કરુણાની તેં કેવી આરાધના કરી હતી ! પાંચસો ગાડાંના હજાર જેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org