________________
નિસ્તાર ૦ ૬૯
ખામી નહિ જણાવા દે. મેં એ બધું મન ભરીને ભોગવી લીધું છે. મારું મન હવે એ બધાથી ધરાઈ ગયું છે, અને કોઈ નવી વસ્તુ માટે તલસી રહ્યું છે. માટે, ભાઈ ! આપણી પ્રજાના ભલા ખાતર તું હવે આ રાજ્યનો સ્વીકાર કર અને એને આનંદપૂર્વક ભોગવીને સુખી થા !”
જાણે યુવરાજ મહાશાલ ઉપર રાજ્યઋદ્ધિનું મોહાસ્ત્ર ફેંકાયું ! પણ યુવરાજ મહાશાલ એ શાલનો ભાઈ જ હતો ને ! કર્તવ્યસાધનામાં એ કોઈ રીતે શાલથી ઊતરે એવો ન હતો. આવું મોહાસ્ત્ર તેને લોભાવે એમ ન હતું. તેનું મન પણ ત્યાગ. તપ અને સંયમના માર્ગે પ્રયાણ કરવા તલસી રહ્યું હતું. તે નમ્રતાપૂર્વક બોલ્યો : “ભાઈ ! જે રાજ્ય, જે વૈભવ અને જે સંપત્તિ આપને ત્યાગવા લાયક લાગતાં હોય તેને સ્વીકારીને મારે શું કામ છે ? જેનાથી આપનું મન ધરાઈ ગયું એનાથી મારે પણ સર્યું ! આપ સુખ મેળવવા બીજે માર્ગે જાઓ. અને મને આ માર્ગે સુખી થવાનો આશીર્વાદ આપો, તે શી રીતે ફળે ? બાવળ વાવીને આંબો શી રીતે નિપજાવી શકાશે ? હું પણ આપની સાથે જ રહીશ. જ્યાં આપ ત્યાં આપનો આ સેવક ! કાયાથી છાયા જુદી થઈ કદી સાંભળી છે ? ભાઈ, હું તો આપનો પડછાયો ! એને અળગો શી રીતે કરી શકશો ?”
શાલ અવાફ થઈ ગયો. મહાશાલનો આવો સ્પષ્ટ ઉત્તર સાંભળવાની એને કલ્પના પણ ન હતી. ક્ષણભર વિચાર કરી શાલ ફરી બોલ્યો : “પણ ભાઈ ! મારું મન હવે આ અનિત્ય સંસારમાં વધુ રાચવા નથી ચાહતું. પ્રભુની વાત મારા અંતરમાં વસી ગઈ છે. મને તો હવે આત્મસાધના જ ગમે છે. તું હજુ વૈભવ અને સુખ ભોગવવા યોગ્ય છે. ભોગોને ભોગવ્યા વગર એને તરછોડીને નીકળવાનો માર્ગ જોખમભર્યો છે. લાગણીના આવેશમાં આવીને ત્યાગ અને સંયમનો અતિ આકરો પંથ ગ્રહણ કરવો બરાબર નથી. વળી રાજ્યભાર પણ કોઈકે ઉપાડવો જરૂરી છે. પ્રજાની સેવા એ પણ જીવનનું એક અંગ જ છે ને ? આપણા શિરે રહેલી એ ફરજને પાળ્યા વગર પણ કેમ ચાલશે ? ભાઈ ! તું એ સંભાળી લે ! મને મુક્ત કર ! તારું કલ્યાણ થાઓ !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org