________________
૫૬ ૦ અભિષેક
ગુરુનો દ્રોહ કરનાર તારો એ ચોથો પુત્ર તે આ વોમ !
એ ચારે દિકરાઓએ ક્રોધ, માન, માયા અને લોભના માર્ગે લાવેલ ધનને તેં સંઘર્યું, એ લઈને તું ખૂબ રાજી થયો, અને તેં એવું પાપ કરનાર દીકરાનો ખૂબ ખૂબ વખાણ કર્યા. એ તારું પાપ આ ભવે પાડ્યું અને તું જનમનો દુખિયારો બની ગયો. એ ચાર જણ તારા સંતાનરૂપે જન્મ્યાં. પણ તારા વેરી જેવાં બની ગયાં. અને પોતાના પાપને લીધે, એ ચાર જનમીને સુખનો અંશ પણ પામ્યાં નથી !
જે જીવો ક્રોધ, માન, માયા અને લોભના માર્ગે જશે, એ તારા અને તારાં આ દીકરા-દીકરી જેવા જન્મભરનાં દુઃખી થશે. જે એ પાપમાર્ગનો ત્યાગ કરશે એને દુનિયાની કોઈ શક્તિ દુઃખી નહીં બનાવી શકે. પોતાના દુઃખનું કારણ જીવ પોતે જ છે.”
પરિષદા ભગવાનની વાણીને અંતરમાં ઉતારીને સુખ દુઃખના ભેદ સમજી રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org