________________
૫૦ ૦ અભિષેક
પ્રભુએ કથની શરૂ કરી :
જુગજુગ પહેલાંની વાત છે. જન્મ-જન્માંતરની આ કથા છે. કુઆપુર નામે નગર હતું. એમાં બ્રાહ્મણોનો એક વાસ હતો. બધા ય બ્રાહ્મણો ત્યાં વેદશાસ્ત્રના મોટા જાણકાર અને છે કે વિદ્યાઓના પારંગત હતા. એમાં દુર્ગ નામે એક બ્રાહ્મણ રહે. એ પણ ભણેલો-ગણેલો અને હોશિયાર હતો; સુખી પણ ખરો. પણ એને વિદ્યા કરતાં ધન તરફ પ્રીતિ વધારે. ધર્મનો પણ એ સગવડિયો જ ઉપયોગ કરે. ધન મળતું હોય તો કાર્ય-અનાર્યનો વિવેક પણ ભૂલી જાય.
એ દુર્ગ વિપ્રને ચાર દીકરા. એ ચારેને પિતાએ કળાઓમાં અને વિદ્યામાં પૂરા કુશળ બનાવ્યા. પણ કામ કરવાના એ ભારે આળસુ. વિદ્યા અને કળા જાણે એમને અવળી ફળી ! આખો દિવસ ખાઈ-પીને ફર્યા કરે, અને ખર્ચ કર્યા કરે. બિચારા વિપ્રને આખા કુટુંબનો ભાર એકલા જ ખેચવો પડે !
પણ એક રળે અને બધા ય ખાય, એ ઘર કેટલા દિવસ નભે? ખર્ચ પ્રમાણે આવક ન હોય તો ભલભલા રાજા કે શાહુકારોના ખજાના પણ ખાલી થઈ જાય, તો એ બિચારા દ્વિજનું તો શું ગજું? ધીમે ધીમે ઘરમાં દરિદ્રતાનાં પગલાં થવા લાગ્યાં, અને એક દિવસ તો એવો આવ્યો કે, ઘરમાં ન મળે રાતી પાઈ, કે ન મળે ચપટી લોટ ! શું ખાવું અને શું પહેરવું ! ભારે ચિંતાના દિવસો આવી પડયા ! ભૂખે મરવાનો વારો આવ્યો હોય એમ જ લાગ્યું !
દુર્ગ વિપ્રનું કુટુંબ દુઃખી દુઃખી થઈ ગયું. એણે ચારે દીકરાને બોલાવીને કહ્યું: “દીકરાઓ, આપણી કોઠીમાંથી જાર ખૂટી પરવારી છે. હવે તો ભૂખે મરવાના દિવસો આવ્યા છે. અત્યાર સુધી તમે બહુ લહેર કરી, પણ હવે તો કંઈક સમજો, અને ગમે તેમ કરીને ધન કમાઈ લાવો. ધન હશે તો બધું ય આવી મળશે. દુનિયાભરના, સગુણો સોનાના દાસ છે ! વળી ડાહ્યા દીકરા તો દેશાવર ખેડે. મન ચાહે તો તમે દેશાવર જાઓ, મન ચાહે તો અહીં રહો, પણ હાથ-પગ ચલાવીને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org