________________
૨૪ ૦ અભિષેક
બેઠા હતા !
એને ગુસ્સો ચડ્યોઃ બળદ કયાં ગયા એ પોતે જાણવા છતાં એણે મને આખી રાત રખડાવ્યો; નક્કી આ કોઈ સાધુ નહીં પણ ચોર જ હોવો જોઈએ ! દિવસ ઊગે એટલે એની દાનત બળદોને ઉપાડી જવાની જ હશે !
અને એ બળદની રાશ લઈને મહાવીરને મારવા તૈયાર થયો. પણ એટલામાં દેવોના રાજા ઈંદ્ર આવીને એ ગોવાળને વાર્યો અને સાચી વાત સમજાવી.
ઈદ્રરાજ તો ભગવાનનો પરમભક્ત. પ્રભુને આવાં દુઃખ વેઠવાં પડે, અને પોતે કશું ન કરી શકે એ એને ન બૂઝે. ,
ઈદ્રદેવે હાથ જોડીને મહાવીરને વિનંતી કરી : “પ્રભુ આ કષ્ટ તો જેમ તેમ કરીને દૂર થયું, પણ ભવિષ્યમાં આવું ન બને એ માટે મને આપની સાથે રહેવાની અને આપની સહાય કરવાની અનુજ્ઞા આપો !
પ્રભુ તો બહુ ઓછાબોલા. એમણે જાણે સાનમાં જ ઈદ્રદેવને સમજાવી દીધું કે “આત્મસાધનાની સિદ્ધિ બીજાની સહાયથી થઈ શકતી નથી. પોતાનું કરેલું જ પોતાને ફળે છે. સાધનામાત્રનો એ જ સાચો માર્ગ છે. પોતે કરેલાં કર્મ પોતે ભોગવીને કે કષ્ટસહન દ્વારા કે તપ તપીને જ દૂર થઈ શકે છે, અને એમાં પોતાની શક્તિ જ કામ આપે છે. બીજા કરે અને એનું ફળ પોતાને મળે એ ન ભૂતો ન ભવિષ્યતિ !”
ઈદ્રરાજ સાંભળી રહ્યા અને પ્રભુને અભિનંદી રહ્યા.
પ્રભુએ તે દિવસે જાણે વિશ્વને “આપ સમાન બળ નહીં'ના મહામંત્રનો બોધપાઠ આપ્યો.
૪
ત્યાગની ખુમારી આંબે મોર આવે અને કેરી આવવાનો સમય પાકી જાય, એમ વર્ધમાનનો સંસારનો ત્યાગ કરવાનો વખત પાકી ગયો, અને એક દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org