________________
શીતળ હવામાં ફરવાનું અને લીલું લીલું કૂણું કૂણું મીઠુંમધ ઘાસ ચરવાનું મળે તો કેવું સારું !
ગોવાળ બળદનું મન તો પારખી ગયો, પણ એને ગાયો દોવા માટે ગામમાં પહોંચી જવાની ઉતાવળ હતી, એટલે એનાથી રોકાઈ શકાય એમ ન હતું.
પદ્મપરાગ ૨૩
:
પણ એને પોતાનું કામ પણ ન બગડે અને બળદો પણ રાજી રહે એવો ઉપાય શોધી કાઢ્યો. એણે ધ્યાનમાં ઊભેલા મહાવીરને કહ્યું “મુનિ ! હું અબઘડી પાછો આવું છું. ત્યાં લગી મારા આ બળદો જોતા રહેજો એ ક્યાંક આઘા જતા ન રહે. ”
**
ગોવાળને ઉતાવળ એટલી બધી હતી કે મહાવીરે પોતાની વાત સાંભળી કે ન સાંભળી અથવા તો એણે ચીંધેલું કામ સ્વીકાર્યું કે નહીં એ જાણવા પણ એ ન થોભ્યો અને ઝડપથી ઊપડી ગયો ગામ તરફ.
મહાવીર તો પૂર્ણ ધ્યાનસ્થ બનીને પોતાના મનરૂપી બળદને નાથવામાં એવા એકતાન થઈ ગયા હતા કે એમને પેલા ગોવાળના બળદોનો કશો ખ્યાલ જ ન હતો; અને બળદો તો ચરતા ચરતા દૂર દૂર નીકળી ગયા.
પેલી તરફ ગામમાં ગયેલા ગોવાળને પોતાના બળદોની બહુ ચિંતા હતી એના પેટનો અને આખા કુટુંબનો આધાર એના ઉપર જ હતો જે ! એ તો પોતાનું કામ પતાવી ઝટઝટ સીમમાં પાછો આવ્યો; પણ જુએ છે તો ત્યાં બળદ ન મળે ! અને મહાવીર તો હજી ય ધ્યાનમાં સ્થિર ખડા હતા.
ગોવાળે બળદ માટે મહાવીરને પૂછ્યું, પણ એ તો હતા મૌની અને ધ્યાની, એમણે કશો જ જવાબ ન આપ્યો.
ગોવાળને થયું કે આને કંઈ જ ખબર પડતી નથી લાગતી ! અને નિરાશ થઈને એ બળદની શોધમાં ચાલ્યો ગયો.
બિચારો આખી રાત ભટક્યો, પણ બળદનો ક્યાંય પત્તો ન લાગ્યો, એટલે જ્યાં ભગવાન ધ્યાનસ્થ ખડા હતા ત્યાં એ પાછો ફર્યો. એણે જોયું તો બળદ મહાવીરની પાસે વાગોળતા વાગોળતા શાંતિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org