________________
૩૮ અભિષેક
દીધી ! અને રખેને કોઈ એ શૂળો ખેંચી કાઢે, એમ વિચારીને એ શૂળોના બહારના ભાગ કાપી નાખ્યા !
છતાં પ્રભુ તો અચલ જ રહ્યા. ન ઊંહ કે ન આહ !
જેમણે પ્રભુના આ કષ્ટને જાણ્યું, એમણે એવું કષ્ટ આપનારની નિંદા કરવા માંડી.
પ્રભુએ એમને વાર્યા અને આ અપાર કષ્ટનો ભેદ સમજાવતાં કહ્યું : “સૌને પોતાનાં કર્યાં ભોગવવાં પડે છે; આમાં મેં મારું કર્યું જ ભોગવ્યું છે ! એમાં એ બિચારા ગોવાળિયાનો શો દોષ ? ત્રિપૃષ્ઠ વાસુદેવના મારા અઢારમા પૂર્વભવમાં મેં ભાન ભૂલીને શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું હતું; એ પાપનો જ આ વિપાક ! કર્યાં કર્મ તો ભોગવવાં જ પડે ને ? – શું ત્યાગી કે શું રાગી, શું રાજા કે શું રંક !”
પ્રભુનો સૌને માટે સમાન ન્યાય અને નિયમ જાણીને લોકો પ્રભુમહિમાને વધુ પિછાનવા લાગ્યા. ધન્ય રે ક્ષમાશ્રમણ પ્રભુ !
૧૪
મારાં માબાપ !
ભગવાન તો વીતરાગ !
પણ એ તો માત્ર કષાયજન્ય રાગ અને દ્વેષના ત્યાગી. અંતરનાં સાચાં નિર્મળ હેત તો એમને ય ખપે.
એ તો વિશ્વવાત્સલ્યની મૂર્તિ !
એક વાર પ્રભુ બ્રાહ્મણકુંડ ગ્રામમાં આવ્યા. એ ખબર જાણીને વૃદ્ધ ૠષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી દોડ્યાં દોડ્યાં એમના દર્શને આવ્યાં.
પ્રભુને જોઈને દેવાનંદાની આંખો આંસુભીની થઈ, એના રોમરોમ વિકસ્વર બની ગયા અને વૃદ્ધાવસ્થામાં પણ એનાં સ્તનો દૂધથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org