________________
૪૨ અભિષેક
પછી તો વૈરાગ્યના પૂરને ન માતાની મમતા ખાળી શકી, ન મદભરી માનુનીઓની વિનવણીઓ રોકી શકી. મિત્રો અને સ્નેહીઓ પણ મૂક બનીને બેસી રહ્યા.
અને એક દિવસ યુવાન ધન્ય શ્રેષ્ઠી અણગાર બનીને પ્રભુના અંતેવાસી બની ગયા.
વિલાસી વિલાસના નવા નવા પ્રકાર શોધે, એમ આ વૈરાગીનું સદા વિરાગમાં આગળ વધવા ઝંખતું મન આત્મસાધનના નવા નવા માર્ગે સંચરતું.
ધન્ય અણગાર તો આકરા તપને માર્ગે આત્માને ઉજાળવા
લાગ્યા.
સંયમ લીધે હજુ તો નવ મહિના જ થયા હતા, પણ તપની સાધના એટલી ઉગ્ર કરી હતી કે કાયા માત્ર હાડચામના માળા જેવી બનીને કાંટા જેવી શુષ્ક અને કૃશ બની ગઈ હતી.
એકવાર રાજા શ્રેણિકે એ તપસ્વીનાં દર્શન કર્યાં અને એનું અંતર જાણે થંભી ગયું.
:
રાજાએ ભગવાનને પૂછ્યું “ પ્રભુ, આપના ચૌદ હજાર શ્રમણોમાં ધન્ય અણગાર જ મહાદુષ્કર સાધના કરનાર લાગે છે.” પ્રભુના શ્રમણસંઘમાં તો ગુરુ ગૌતમ જેવા અનેક જ્ઞાનીઓ અને તપસ્વીઓ હતા, પણ પ્રભુએ તરત જ કહ્યું : “રાજન્ તમારી વાત સાચી છે. ધન્ય અણગાર જ સર્વ સાધુઓમાં મહાદુષ્કરકારક છે. ”
સૌ ભગવાનની ગુણગ્રાહક દૃષ્ટિને વંદી રહ્યા અને ધર્મ કરે તે મોટો પછી એ નાનો હોય કે મોટો – એ પરમ સત્યને અંતરમાં ઉતારી રહ્યા.
૧૮
જ્ઞાની ગૃહસ્થની પણ પ્રશંસા
ભગવાનને અણગાર બન્યાને ચોવીસમું ચોમાસું ચાલતું હતું. એકવાર પ્રભુ કાંપિલ્ય નગરીમાં સમોસર્યા. ત્યાં કુંડકોલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org