________________
પદ્મપરાગ ૦ ૨૫
પોતાનું કહેવાય એવું સર્વ દાનમાં આપીને એ વનવગડાની વાટે ચાલી નીકળ્યા; ન કોઈ સાથી છે, ન કોઈ સંગી.
ત્યાગની ખુમારી એ જ એકમાત્ર એમની સાથી છે. એ ખુમારીનો રંગ દિવસે દિવસે વધુ ને વધુ ઘૂંટાતો જાય છે.
ગ્રીષ્મઋતુ પૂરી થવા આવી છે. વર્ષાઋતુનાં એંધાણ કળાવા માંડ્યાં છે. મોરાક સન્નિવેશના તાપસ-આશ્રમના કુલપતિની વિનંતીને સંભારી, મહાવીર એ તાપસના આશ્રમમાં આવીને ચતુમસ રહ્યા.
કુલપતિએ રહેવા માટે એક ઘાસની ઝૂંપડી મહાવીરને આપી. મહાવીર એમાં રહેવા લાગ્યા.
પણ અગ્નિ જેમ ઘાસને ન મૂકે એમ ગાયો પણ ઘાસની દુશ્મન : એને દીઠું ન મૂકે. એ તો વારેવારે ઝૂંપડીમાંથી ઘાસનાં તરણાં ખેંચી કાઢવા લાગી. પણ ધ્યાનમગ્ન મહાવીરને તો એની કશી ખેવના જ નથી. મહેલનો ત્યાગ કરનારને વળી ઝૂંપડીની ચિંતા કેવી ?
પણ મહાવીરની આ બેદરકારીથી બીજા તાપસોને ચીડ ચડી. એ તો કુલપતિને ફરિયાદ કરવા લાગ્યા કે આ તે કેવી બેદરકારી કહેવાય ? પોતાના જ સ્થાનને પોતે જ ન સાચવવું !
કુલપતિએ મહાવીરને કોમળ શબ્દોમાં ઝૂંપડીની સંભાળ રાખવા સૂચના કરી. મહાવીરને પણ વાત તો સાચી લાગી, પણ એ પોતાની સાધનામાં એવા મગ્ન રહેતા કે એમને એ બધું પળોજણ જેવું લાગ્યું.
અને ત્યાગની ખુમારીને સાચવવા એમણે, ચોમાસાનો અધ માસ વિત્યા છતાં, એ સ્થાનનો રાજીખુશીથી ત્યાગ કર્યો અને સાથેસાથે પાંચ પ્રતિજ્ઞા કરી કે –
(૧) જ્યાં અપ્રીતિ થવાનો સંભવ હોય એવા સ્થાનમાં કદી ન
રહેવું.
(૨) જ્યાં રહેવું ત્યાં સદા ધ્યાનમાં રહેવું, અને એને અનુકૂળ જ જગ્યા પસંદ કરવી.
(૩) મોટે ભાગે મૌન-અવસ્થામાં જ રહેવું.
Jain Education International
national
For Private & Personal Use Only
www.jainelibrary.org