________________
૩૪ ૦ અભિષેક
એમણે તો આ જળ છંટકાવને આત્મામાંથી પ્રગટતી શીતળતાની જેમ વધાવી લીધો !
એ છંટકાવને ઝીલીને ભગવાનની જ્ઞાનજ્યોત વધારે તેજથી ઝળહળી રહી. ધન્ય રે જોગી ! ભલો તારો જોગ !
૧૦
સૌને માટે વાત્સલ્ય ભગવાનને દીક્ષા લીધાને બીજું વર્ષ ચાલતું હતું.
પ્રભુ એ ચાતુર્માસ નાલંદામાં રહ્યા હતા. જોગાનુજોગ તાપસ ગોપાલક પણ ત્યાં જ ચાતુર્માસ રહેલ. પ્રભુની ઉત્કટ સાધના જોઈને એનું મન પ્રભુની સાથે રહેવા લલચાયું, અને એ પ્રભુનો શિષ્ય બની ગયો.
ગોશાલક પણ સંયમી તરીકેનું આકરું જીવન જીવતો અને આત્મસાધનાનો પ્રયત્ન કરતો. પણ ક્યારેક એને કોઈકની મશ્કરી કરવાનું મન થઈ આવતું.
આ રીતે ભગવાનની સાથે રહેતાં ગોશાલકને પાંચેક વર્ષ વીતી ગયાં. એક વાર ગોશાલક અને ભગવાન કૂર્મગ્રામે જઈ પહોંચ્યા. ત્યાં વૈશિકાયન નામે તાપસ ઉગ્ર તપસ્યા કરતો હતો. એણે મોટી જટા વધારી હતી અને એ જટા જૂઓનો માળો બની ગઈ હતી ! સૂર્યના તાપમાં આતાપના લેવા જતાં એ જૂઓ. તાપને કારણે, બહાર ઊભરાઈ આવતી અને તપેલી ધરતી ઉપર પડીને તરફડવા લાગતી.
અને પેલો તાપસ એ જૂઓનો જીવ બચાવવા વારે વારે એમને પાછો પોતાની જટામાં મૂકતો.
વૈશિકાયનને એ રીતે જૂઓની રક્ષા કરવામાં કાળક્ષેપ કરતો જોઈને ગોશાલકને હસવું આવ્યું અને એણે એ તાપસનો ઉપહાસ કર્યો.
વૈશિકાયન ગમે તેવો તો ય ઉગ્ર તાપસ હતો; અને એનો ગુસ્સો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org