________________
૨૨ અભિષેક
એ સાથે આવી અને ભગવાનને માટે જાણે આફત નોતરતી આવી ઃ ચારચાર મહિનાઓ લગી એ ભભકભરી સૌરભના પ્રેર્યા ભમરાઓ અને બીજાં જંતુઓ ભગવાનની કાયાને ડંખ આપતાં રહ્યાં ! અને આવી ઊંચી સુગંધના ધારકને જોઈને યૌવનમાં મદમાતાં નરનારીં અચરજમાં પડી જતાં અને ભગવાનને કંઈ કંઈ પરેશાનીઓ અને પૃચ્છાઓ કરવા લાગતાં.
પણ એમાં બિચારી સૌરભ શું કરે ?
પ્રભુ તો એ બધા પ્રત્યે સાવ ઉદાસીન હતા.
એમને મન તો કાયાની સૌરભે નોતરેલ આ કર્યો આત્માની સૌરભને પ્રગટાવવાનાં અમોઘ સાધન બની ગયાં !
૩
આપ સમાન બળ નહિ
વીર-વર્ધમાન સંસારની મોહ-માયાનો અંચળો ઉતારીને ત્યાગી થયા એ દિવસની જ વાત છે.
સૂરજદેવને આથમવાને બે ઘડીની વાર હતી.
સોનેરી કિરણોની રતુંબડી આભા ધરતી ઉપર છેલ્લો રાસ ખેલી રહી હતી અને ભગવાન મહાવીર કુમ્મારગામને સીમાડે પહોંચ્યા. મહાવીર તો ભારે મૌની અને મોટા ધ્યાની.
એકાંત સ્થળ જોઈને એ ધ્યાનમગ્ન બની ગયા જાણે કે વૃક્ષનું થડ જ જોઈ લ્યો; ન જરા ય બોલવાનું કે ન લેશ પણ ચલાયમાન થવાનું. એ તો પોતાના અંતરની શોધમાં એકાગ્ર બનીને ખડા હતા.
સૂરજદેવે પોતાની સોળે કળા સંકેલી લીધી, અને ધરતી ઉપર રાતના અંધકારના ઓળા ડોકિયાં કરવા લાગ્યા.
----
એવે સમયે એક ગોવાળિયો સીમમાંથી ઘર તરફ આવતો હતો. એની સાથે એના બળદ હતા. આખો દિવસ હળ ખેંચી ખેંચીને બિચારા બળદ થાકી ગયા હતા. એમને હતું કે થોડીક વાર સીમની શીતળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org