________________
ન મારે વેર કે દ્વેષ ૦ ૧૫
જીવની વિરાધના – હિંસા – નહીં કરવાનું, અવૈર, પ્રેમ, કરુણા, અહિંસા અને દયાનું પાલન અને એનો વિશ્વમાં પ્રચાર કરવાનું વ્રત એ જ હવેથી મારી સાધના બનશે !”
અને જ્યારે રંગભર્યા રંગભવનમાંથી કુમાર પાડ્યું બહાર આવ્યા ત્યારે એમનો જીવનરંગ સાવ બદલાઈ ગયો હતો અને પોતાના સ્વામીને સંસારના વૈભવ-વિલાસમાં રોકી રાખવાની રાણી પ્રભાવતીની આશા અસ્ત થઈ ગઈ હતી ! એક જ ચિત્રે રાજકુમાર પાર્શ્વના મનનું ચિત્ર સાવ પલટી નાખ્યું હતું !
હવે એમના અંતરમાં ભોગના બદલે યોગની અહાલેક જાગી હતી. અને વૈભવવિલાસની વાસનાનું સ્થાન વૈરાગ્યની ભાવનાએ લઈ લીધું હતું.
અને એક દિવસ, ત્રીસ વર્ષની ભરયુવાન વયે કુમાર પાર્થ રાજવૈભવ, કુટુંબ-કબીલો અને હેતાળ પત્નીનો ત્યાગ કરી, શ્રમણમાર્ગના સાધક બનીને ચાલી નીકળ્યા. એમની સાથે ત્રણસો રાજકુમારોએ પણ વૈરાગ્યના અંચળા ધારણ કરી લીધા.
રાજેશ્વર થવાને નિમણિ થયેલ કુમાર પાર્શ્વયોગીશ્વર બનવાની અતિ ઉગ્ર આત્મસાધનામાં લીન બની ગયા. તપ, ધ્યાન અને સંયમ, એ એમનાં સદાનાં સાથી બની ગયાં.
યોગી પાર્શ્વ વિચારતા હતા : કષ્ટો આવતાં રહે છતાં મનમાં કોઈના પણ પ્રત્યે વૈર-વિરોધની લાગણી ન જન્મ, તો જ અહિંસા, અવર અને વિશ્વમૈત્રીની સાધના સફળ થાય, એની કસોટી થઈ લેખાય.
એટલે એમણે તો કાયાની બધી માયા ઉતારીને ચિત્તશુદ્ધિ અને કષાયમુક્તિને માટે જ સાધના આરંભી દીધી. ગમે તેવું દેહકષ્ટ આવી પડે, છતાં કષ્ટ આપનાર પ્રત્યે ચિત્તમાં લેશ પણ દુભવના ન પ્રગટે, તો જ આત્માનું કુંદન નિર્મળ થાય, અને અવૈર અને પ્રેમની પ્રાપ્તિ અને પ્રતિષ્ઠા થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org