________________
૧૬ અભિષેક
એકવાર એ ધ્યાનમાં એકાગ્ર ખડા હતા.
અને પૂર્વના વૈરને સ્મરીને મેઘમાળીએ ( કમઠ તાપસ મરીને મેઘમાળી દેવરૂપે ઉત્પન્ન થયો હતો ) મૂશળધાર વરસાદ વરસાવવા માંડ્યો. આખી ધરતી જળમાં ડૂબી ગઈ. યોગીનો આખો દેહ પાણીમાં ડૂબી ગયો. હવે તો માત્ર નાસિકા ઉપર પાણી ફરી વળે એટલી જ વાર અને બધો ખેલ ખલાસ !
પણ ત્યાં તો ઈંદ્રનાં આસન ચલાયમાન થયાં અને ધરણેન્દ્ર યોગીના કષ્ટના નિવારણ માટે સહાય કરવા દોડી આવ્યો અને યોગીને માથે છત્ર બનીને ખડો રહ્યો.
યોગીનું જ્ઞાન આ કષ્ટ આપનાર અને કષ્ટનું નિવારણ કરનાર બન્નેને પારખી રહ્યું હતું. પણ આ તો સમભાવની સાધના ! એમાં કષ્ટ આપનાર તરફ દ્વેષ કેવો અને કષ્ટનું નિવારણ કરનાર પ્રત્યે રાગ કેવો ? આત્માના કુંદનને ધમવા માટે આવાં આવાં તો અનેક કષ્ટો સહન કરવાં ઘટે. એમણે એવાં બધાં કષ્ટોને જરા ય વિચલિત થયા વિના, પૂર્ણ સમભાવપૂર્વક, સહી લીધાં.
અને છેવટે રાગ અને દ્વેષથી મુક્ત બનીને યોગી પાર્શ્વનાથ પૂર્ણ વીતરાગ બની ગયા. અવૈર અને અહિંસાની એમની ભાવના ચરિતાર્થ બની ગઈ. પાર્શ્વનાથ વિશ્વના સમસ્ત જીવોના મિત્ર બની ગયા.
ઇતિહાસના સીમાડા જ્યાં પહોંચી શકે છે એવા જ કાળમાં ભગવાન પાર્શ્વનાથ થઈ ગયા; એ સમયને હજી પૂરાં ત્રણ હજાર વર્ષ પણ નથી થયાં.
શ્રમણ સંસ્કૃતિના જૈનોના એ તેવીસમા આરાધ્યદેવ (તીર્થંકર) કહેવાયા. ભગવાન મહાવીરથી અઢીસો વર્ષ પહેલાંનો એમનો સમય. પૂરાં સો વર્ષનું એમનું આયુષ્ય. એમાં એમણે અવૈરના – અહિંસાના-ધર્મનો ખૂબ પ્રચાર કર્યો અને એ માટે મોટો શ્રમણસંઘ પણ સ્થાપ્યો.
Jain Education International
—
For Private & Personal Use Only
www.jainelibrary.org