Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
સ્પષ્ટ થાય છે કે ‘પાસ’ શૃંગારપ્રધાન તેમ જ વીરરસપ્રધાન, હાવભાવયુક્ત લલિત નૃત્યનો પ્રકાર હશે. વળી હેમચંદ્રાચાર્યે છંદોનુશાસનમાં ‘રાસ’નું સ્વરૂપ વર્ણવ્યું છે કે,
सुणिधि वसंति पुरपोठ पुरंधिहं रासु ।
सुमरिवि तडह हुओ तक्खणि यहिउ निरासु ।। આમ વસંતઋતુમાં “રાસ રમાતો તેમ જ પુરાણોમાં થયેલ ઉલ્લેખ પ્રમાણે શરદની ચાંદની રાતે રાસ રમાતા હશે.10
તેવી જ રીતે બારમા - તેરમા સૈકામાં થયેલા પરમહંસ પરિવ્રાજકાચાર્ય બિલ્વમંગળ સ્વામીએ પણ “રાસાષ્ટક' માં ગોળાકારમાં રમાતા રાસનું સુંદર વર્ણન કર્યું છે.
આમ આ રાસા “ગેય’ હતા એટલું જ નહિ રાસા રમાતા, નચાતા હતા એટલે કે નૃત્યની સાથે ગવાતા હતા. રાસ/રાસક
સંસ્કૃત સાહિત્યમાં ‘પાસ’ કે ‘રાસક' નામનો નૃત્ય પ્રકાર અથવા રૂપક પ્રકાર તરીકે જાણીતો હતો.
હરિવંશ આદિ પુરાણમાં પ્રાચીનો જેને “હતીષ(સ)” અને “સમ્' કહે છે તે બન્ને એક જ હતા, એમ હેમચંદ્રની દેશી નામમાલા' (૮/૬૨), તેમ જ ધનપાલની ‘પાઈઅલચ્છી નામ માલા' (શબ્દ-૯૭૨) જોતા જણાય છે. સામાન્ય રીતે તેનો અર્થ “અભિધાન ચિંતામણિ' તથા મેદિની કોષ'માં એ રીતે બતાવ્યો છે કે, “ગોપાનાં દોડાપ્રવહાર:' અર્થાત્ ગોપલોકનો રમવાનો એક પ્રકાર.
| નાટ્યશાસ્ત્રમાં પણ “હલ્લીસક’ અને ‘રાસક'ને નાટ્યરાસકના ઉપરૂપક તરીકે ઓળખાવ્યાં છે અને તેમાં ખાસ ભેદ બતાવ્યો નથી. “હલ્લીસકની વ્યાખ્યામાં મુખ્ય તત્ત્વ એ છે કે, સ્ત્રીઓનું એ મંડલાકાર નૃત્ય છે, જેમાં એક નેતા હોય અને બીજા અનુયાયી હોય. જેમ ગોપી સ્ત્રીઓમાં કૃષ્ણ હોય તેમ. એટલે રાસ ઝીલાવનાર તે નેતા અને રાસ ઝીલનારીઓ તે “અનુયાયી'. જેમાં ૧૬, ૧૨ અથવા ૮ નાયક કે નાયિકા હોય. (કે પછી ૬૪ યુગલ સુધી હોય). તે બધાં મળીને વિવિધ તાલ અને લયથી જે ગીત ગાતા તે ‘રાસક' કહેવાતું.
બારમા શતકના શારદાતનયે રાસ/રાસકની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે જેમ કે,
ઉરુ, જંઘા અને બંને હાથના ચલન વડે નર્તન થાય તે “રાસક' કહેવાય. ગોપીઓમાં જેમ હરિ હોય, તેમ આમાં પણ એક નેતા હોય છે. હેમચંદ્રાચાર્ય “કાવ્યાનુશાસન'માં ‘રાસા/રાસક'નું સ્વરૂપ આલેખતાં કહે છે કે,
___ मंडलेन तु यनृत्यं हल्लीसक मितिस्मृतम् । एकस्तत्र तु नेता स्याद् गोपस्त्रीणां यथा हरिः ।।
अनेक नर्तकी योज्यं चित्रताललयान्वितम् ।।
नाचतु: षष्टि युगुलाद् रासकं मसृणोद्धतम् ॥८॥ અર્થાત્ : રાસકમાં અનેક તાલ અને લય હોય છે તથા એ નૃત્ય કોમળ તથા ઉદ્ધત પ્રકારનું હોય છે. રાસકમાં ૬૪ સુધીના યુગલોમાં ગોપી ભાગ લઈ શકે છે.
તેમ જ નાટ્યદર્પણ ૧/૬માં “હલ્લીસકની વ્યાખ્યા આ પ્રમાણે છે : સ્ત્રીઓ વડે ઉરુ, જંઘા