________________
ગ્રંથના અનેક ભાષાંતરો થયાં છે. George Long (1862), G. H. Rendall (1898)અને J. Jackson(1966).સસ્તું સાહિત્ય પ્રકાશને આ ગ્રંથોનો ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો છે. અનેક આવૃત્તિઓ થઈ છે.
માર્કસ ઓરેલિયસ કહેતા :
Spend your brief moments according to nature's law and serenly greet the Journey's end as an olive falls when it is ripe, blessing the branch that bore it and giving thanks to the tree that gave it life.
સંત થોમસ એકિવનાસ : (ઇ. સ. ૧૨૨૫-૧૨૭૪)
ઈટાલીનો મૂળ સરકારી અધિકારી, ધર્મશાસ્ત્રનો અભ્યાસી. એના SUMMA THEOLOGICA માં ઈશ્વરના પ્રમાણ આપ્યાં છે. ઈશ્વરને નિરાકાર સનાતન અને અપરિવર્તનશીલ માન્યા છે. માત્ર ઈશ્વરસ્મરણમાં જ સુખ હોવાની વાત અને બ્રહ્મચર્યની વાત થોમસ કરે છે. થોમસે એરિસ્ટોટલના તત્ત્વ ચિંતન અને બાઈબલનો સમન્વય કરવાનો પ્રયાસ કર્યો. રેને દેકાર્નેસ : (ઈ. સ. ૧૫૯૬
૧૬૫૦)
હું વિચારું છું, એટલે હું છું. I think, therefore I am. પરંતુ હું કોણ છું? નો ઉત્તર આપે છે, હું એ વસ્તુ છું. જે સંશય કરી રહી છે. આત્મા અને મન વચ્ચે દેકાતેં કોઇ ભેદ ગણતો નથી. ૧૧મી ફેબ્રુઆરી, ૧૯૫૦ માં ગંભીર માંદગી વચ્ચે વહેલી પરોઢે દેકાર્તે પૂછે છે ‘કેટલા વાગ્યા ?’ ‘સવારના ચાર વાગવા આવ્યા છે’ જવાબ મળે છે. ‘આત્માને જાગી ઉઠવાનો સમય' ધીમા અવાજે ગણગણી દેકાર્ને ચિરનિદ્રામાં પોઢી જાય છે. જહોન લોકે : (ઈ. સ. ૧૬૩૨
――――――――――
૧૭૦૪)
બચપણ ઈંગ્લેન્ડમાં વીત્યું. માનવીમાં મૂળભૂત રીતે જન્મથી જ જ્ઞાન કે વિચારો પ્રાપ્ત થયેલાં નથી હોતાં, તો પછી અદ્ભુત અને અસીમ એવી કલ્પનાઓ અને વિચારોની સમૃદ્ધિ કયાંથી? લોકે એક શબ્દમાં એનો જવાબ આપે છે. ‘અનુભવમાંથી’. લોકે એ લાલસાઓ પર અંકુશની પણ વાત કહી. લોકેનો જવાબ પૂર્વજન્મ તરફ સંકેત કરતો હોય ! લીબનીઝ : (ઈ. સ. ૧૬૪૬-૧૭૧૬)
લીબનીઝના પિતા જર્મનીની લીપઝીપ યુનિવર્સિટીના, નીતિશાસ્ત્રના અધ્યાપક હતા. પિતા સમૃદ્ધ ગ્રંથાલય અને અઢળક સંપત્તિ મૂકતા ગયા. લીંબનીઝે શિક્ષણ પુસ્તકોની સહાયથી લીધું. લીંબનીઝે દ્રવ્યોની અસીમ સંખ્યાનો ખ્યાલ આપ્યો. પ્રત્યેક દ્રવ્ય માટે Monad ની સંજ્ઞા આપી. જગતમાત્ર Monads થી ઠાંસોઠાસ ભરેલું છે. પ્રત્યેક Monad માં ચૈતન્ય છે. Monad અમર છે. શરીર જન્મ પુનર્જન્મ
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org