________________
તે એકાએક બે પાનાંની વચ્ચે દાંત ખોતરણી મૂકી ઉભો થયો. લોકોને બોલાવી વસિયત કરી. પછી નમાઝ પઢી. આખો દિવસ ઉપવાસ કર્યો. છેલ્લે ઈશાની નમાઝ (રાતની પ્રાર્થના) પછી તે બોલ્યો :
“ઓ ખુદા, તું જાણે છે કે મેં મારી શક્તિ પ્રમાણે તને ઓળખ્યો. તું મને ક્ષમા કરી દે. તારી પિછાન એ જ મારા માટે સિફારસ છે.
આમ બોલી એ સદાને માટે ચૂપ થઈ ગયો.
એક એવી ગેરસમજ પ્રારંભમાં ફેલાઈ હતી કે ખામે દુ:ખ ભૂલવા માટે શરાબની હિમાયત કરી. એ AGNOSTIC (માત્ર દશ્ય પદાર્થ જ છે. ઈશ્વરનું અસ્તિત્વ જાણી શકાતું જ નથી એમ માનનાર નિરીશ્વરવાદી) હતો અને એની ફિલસૂફી HEDONISTIC ચાર્વાકની જેમ ખાઓ પીઓ લહેરે કરો એવી હતી.
પણ ખધ્યામે સૂરા શબ્દ તેના સાંકેતિક રહસ્યમય અર્થમાં વાપર્યો છે. સ્થૂળ અર્થમાં નહિં, મરીઝની ઓછી મદિરા અને ગળતા જામની જેમ.
સત્ય શોધન અને એનો અણસાર આપતી ખામની પંકિત છે : અહો! કેવા અનહદતણા ઢોલના નાદ ઘેરા. ખામ ભકત હતો. ખુદાનો બંદો હતો.
જીવનના રહસ્યને ઉકેલવારૂપ ચાવીની આકાંક્ષા પણ એને હતી. એથી જ ખામ કહે છે: ભલે મારી ધાતુ હલકી રહી, પાગ સંભવ છે કે એવી ચાવી ઘડાય, કે જે સત્યનો દરવાજો ખોલી નાખશે. પછી સૂફીઓ બહાર ઉભાઉભાં ભલે મારી ઠેકડી કરતા! (રૂ. ૧૨, ૫૫) - સત્યના બંધ દરવાજાની વાત તો એવી છે, કે ખામને ચાવી જડી નહિ, પણ ચાવી બનાવી શકાશે એવી શ્રધ્ધા હતી. ઈશુએ કહ્યું “ખખડાવો અને ખુલશે,’ એ ખ્રિસ્તી પરિભાષા. સૂફીસંત રાબિયા કહે છે : દરવાજો ક્યારેય બંધ ન હતો. ઝેન પરિભાષા ઉateless Gate કહે છે. જે સર્વદેશીય હોય, તેને દરવાજો શી રીતે હોય? ને કૃષણમૂર્તિના કથન મુજબ Truth is pathless land જ્યાં દરવાજો જ નથી, ત્યાં તાળાની વાત ક્યાં આવી?
મુલ્લા નસરૂદીનની વાત છે : મુલ્લાએ તુર્કસ્તાનમાં પોતાની કબર માટે જગા પસંદ કરી, અને એ કબરની દિવાલ ચાણી, બારણુ પણ મૂક્યું, અને તાળું લગાવી દીધું. ચાવી પોતાની કબરમાં દાટવા જણાવ્યું. લોકો કહે “અમે તાળું કેમ ખોલશું? ફૂલો કેવી રીતે ચડાવશું?”
આણસમજુ લોકો મુલ્લાની કબર - મજારના બરણાને તાળું જોઈ પાછાં વળે છે. પણ જે મજારને પ્રદક્ષિણા કરે છે. તે જૂએ છે કે દિવાલ માત્ર એક જ છે, બારણાવાળી, જ્યારે બાકી ત્રણે બાજુ દિવાલ જ નથી!
સત્યને ક્યાંયે દિવાલ નથી! દરવાજાનો પણ માત્ર એક આભાસ હોઈ શકે! જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org