Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala
Catalog link: https://jainqq.org/explore/005292/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જન્મ-પુનર્જન્મ નેમચંદ ગાલા www.jainellbrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ જન્મ - પુનર્જન્મ નેમચંદ એમ. ગાલા છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. મુખ્ય વિક્રેતા: આર. આર. શેઠની કંપની શ્રીમદ્ રાજચંદ્ર પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨. ફોન . ૩૧ ૩૪ ૪૧ ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧. ફોન - ૩૫ ૬૫ ૭૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ GHALLA NEMCHAND MEGHJI JANMA - PUNARJANMA હું નેમચંદ એમ. ગાલા પ્રથમ આવૃત્તિ : ૧૯૯૨ પ્રત : ૨,૨૫૦ મૂલ્ય : રૂ. ૫૦ પ્રકાશક : શાન્તાબેન નેમચંદ ગાલા ૯૬, ‘તેજ કિરાણ” નવરોજી હિલ રોડ નં ૫, ડોંગરી, મુંબઈ - ૯. ટેલિફોન - ૩૭૬ ૫૮ ૭૩ મુદ્રક : વિમલા પિંટસ ૧૩, ન્યૂ અપોલો ઈંડસ્ટ્રીયલ ઈસ્ટેટ, મોગરા હિલેજ રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ - ૪૦૦ ૦૬૯. ફોન - ૮૩૨ ૬૮ ૫૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ व्यतिपजति पदार्था नान्तर: कोपि हेतु। न हि खलु बहि रुपाधिन प्रीतयः संसृयते॥ બે પદાર્થોને જોડનાર અંદરનું કોઇક તત્વ હોય છે. બહારના સંયોગો ઉપર પ્રીતિનો આધાર નથી. આનું નામ જ ઋણાનુબંધ. કાણાનુબંધે આપણી સૌ ભેગાં થઈએ છીએ. જન્મજન્માંતરની, અગમનિગમની, એ વાતો જાણ્યા વિના પાણ, મને લાગે છે આપણે મળ્યાં હતાં, મળ્યાં છીએ; મળતા રહેશું. અમારાં જીવનશિલ્પનાં સોપાન સમી ચિ. ડૉ શિલ્પા ને સસ્નેહ અર્પણ A daughter is the most precious, ticklish and disturbing possession. Page #5 -------------------------------------------------------------------------- ________________ લેખકની પ્રગટ કૃતિઓ : ચંપો મ્હોરે ચારે કોર (નવલકથા) શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી (એક અન્વય) પ્રથમ આવૃતિ ૧૯૮૬ દ્વિતીય સંવર્ધિત આવૃત્તિ : ૧૯૮૭ ♦ કોઈના મનમાં ચોર વસે છે. (રહસ્યકથાઓ) જિન દર્શન અને મનોદૈહિક રોગો. લેખકનાં આગામી પ્રકાશનો : સંલેખના : એક અદ્ભુત વિભાવના અહિંસાના પરિમાણ ♦ જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર તમિળ મહાકાવ્ય શિલ્લપ્પાધિકારમ્ ♦ પાંપણની આડશેથી (નિબંધ સંગ્રહ) ♦ વણગૂંથ્યા મોતી (વાર્તાસંગ્રહ) ♦ સરકતી ગાંઠ (રહસ્યકથાઓ) પરિભ્રમણ આ અંત નથી; કોઈનો, કશાનો કયારેય હોતો નથી અંત. ફરી મળીશું... નવી સૃષ્ટિએ કોઈ નવી ધૂન પર ફરી તાલ દેશું... નવું નર્તન, નૂતન સર્જન, નવાં આયામ, નવી ચેતના, નવાં ઉન્મેષ નવલાં આવિષ્કાર અનંતાનંત અવિધ સુધી કોઈ અન્ય જન્મે,જન્મજન્માંતરે, મુકિત પર્યંત તારે સથવારે. – નેમચંદ ગાલા Page #6 -------------------------------------------------------------------------- ________________ સહજ સ્ફુરણા... પૂજ્ય ડૉ રમણભાઈ ચી. શાહ તથા પ્રા. તારાબેન ર. શાહની પુનિત પ્રેરણાથી જન્મ પુનર્જન્મ, ગ્રંથરૂપે પ્રગટ થાય છે. અખિલ ભારતીય જૈન સાહિત્ય સમારોહ ૧૯૮૯ - પાલીતાણા મધે આ વિષય નિબંધરૂપે રજૂ થયો. તેમજ જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલના ઉપક્રમે તથા બિદડા નિસર્ગોપચાર શિબિર વ્યાખ્યાનમાળામાં પ્રવચનો થયાં. ‘પગદંડી’ માસિકમાં ફેબ્રુઆરી ૧૯૯૧ થી માર્ચ ૧૯૯૨ સુધી, જન્મ - પુનર્જન્મ ધારાવાહિક લેખમાળા પ્રગટ થઈ. ‘સંકલ્પ' માસિકમાં કેટલાક અંશ હપ્તાવાર પ્રગટ થયાં. પૂ. આચાર્ય ભુવનચંદ્રજી મહારાજે અથાગ પરિશ્રમ લઈ લેખમાળા ઍડીટ કરી. એમની અંતરની ઈરછા હતી કે ગ્રંથરૂપે આકાર પામે. પૂજ્યશ્રીનાં આશિષ અને ઈશ્વરનો સંકેત કૂળીભૂત થયાં. કેટલીક અકલ્પ્ય ઘટનાઓએ મને આ વિષયમાં રસ લેવા પ્રેર્યો. સ્વ. પૂજય મુનિશ્રી અમરેન્દ્રવિજયજીનાં ત્રણ દાયકાનાં સત્યસંગમાં આવા અનેક વિષયોમાં પૂજ્યશ્રીના વિશદ્ ચિંતન, સંશોધન અને જ્ઞાનનો અપૂર્વ લાભ મળ્યો. મારા તંત્રીપદ દરમાન્ય પૂજયશ્રીનું ‘વિજ્ઞાન અને અધ્યાત્મ’ ‘પગદંડી'માં ધારાવાહિક લેખમાળા રૂપે પ્રગટ કર્યું. કર્મ અને પુનર્જન્મ વિષયક સુજ્ઞ મિત્ર ડૉ. ગુણવંત શાહના ચિંતન-સંશોધન અને લખાણોનો લાભ લીધો છે. હું એમનો ઋણી છું. પ્રાચીન તેમજ અર્વાચીન ધારણાઓ, વૈજ્ઞાનિક સંશોધનો, ઘટનાઓ વગેરે અનેક પાસાંઓને માત્ર અંશથી સ્પર્શ કરી આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. વિસ્તૃત વિષયને નાનકડા કદમાં થોડું સમાવી શકાયું છે, ઘણુ બધું રહી ગયું છે. પ્રવેશિકારૂપે ઉપયોગી નીવડશે, તો આનંદ થશે. વિજ્ઞાનમાં આબિતીઓ છે, પણ અંતિમ સત્ય નથી. કોઈ શબ્દ આખરી માની ન લેવો. અધ્યાત્મમાં સાબિતીઓ નથી પણ અંતિમ સત્ય છે. સુજ્ઞ સન્મિત્ર શ્રી વિશનજી હરશીં ગાલા, સર્વશ્રી જેહાન દારૂવાલા, હૈદરખાન પઠાણ, કારાણી પરિવાર, ખુશાલ હરિયા, પોપટભાઈ (હિરજી) પ્રેમજી ગાલા, સુરેશ કે. સંઘવી, ગિરીશ રવજી શાહ, વલ્લભ ડી. ગાલા, સુનિલ સાવલા, ધર્મેન પડીયા, ચીમનલાલ કલાધર, કિશોર પારેખ, વિમલા પ્રિન્ટનાં ડૉ. પંકજ શાહ, નિલેશ અહિર, બાબુ રાવરાણે, આર્થિક સહયોગ અર્પનાર સૌ સજજનો તથા મારાં પત્ની, બાળકો ડૉ ધવલ, ડૉ શિલ્પા, પુત્રવધુ ડૉ ગીતા અને તમામ સહૃદયી મિત્રોનો હું ઋણી છું. સપનાંની પરી જેવી પૌત્રી ઈપ્સા કેમ ભૂલાય ? મુંબઈ તા.૧૮. ઑગસ્ટ ૧૯૯૨. નેમચંદ મેઘજી ગાલા એડવોકેટ, ‘તેજ કિરણ’, ત્રીજો માળો, નવરોજી હિલ રોડ નં. ૫, ડોંગરી, મુંબઈ - ૯. ટે. ૩૭૬ ૫૮ ૭૩ લી. ગુણાનુરાગી નેમચંદ ગાલા Page #7 -------------------------------------------------------------------------- ________________ ૐ મહાવીરાય નમ: માંગલિક વારસો સમયનાં વિશાળ ફલક પર એશિયાખંડ - તેમાં મુખ્યત્વે ભારતે અનેક તીર્થંકરો, સંતો, મહર્ષિઓ, તત્ત્વચિંતકો, યોગીઓ, સાધકો, યુગપ્રવર્તકો અને શાસ્ત્રવેત્તાઓની જગતને ભેટ આપી છે. પુણ્યપુરુષોનો અમૂલ્ય વારસો હજી ક્રિયામાણ છે. ન વારસાનાં ચાર પ્રકારમાં શારીરિક, સાંપત્તિક અને સાંસ્કૃતિક વારસા સ્થૂળ ઈન્દ્રિયોથી ગમ્ય છે. જયારે ચોથો વારસો છે : આધ્યાત્મિક મંગલસ્વરૂપ વારસો. આ માંગલિક વારસો ન હોય તો ત્રણ વારસાઓથી સાધારણ જીવન જીવાય પણ તેથી કોઈ ઉચ્ચ પ્રકારનું - ધન્ય જીવન ન બને. એ જ આ ચોથા વારસાની વિશેષતા છે. જે માણસને પ્રજ્ઞા - ઈન્દ્રિય પ્રાપ્ત હોય, જેનું સંવેદન સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય, તે જ આ વારસાને ગ્રહણ કરી શકે છે. બીજાં વારસાઓ જીવન દરમ્યાન કે મૃત્યુ સમયે નાશ પામે છે. જયારે માંગલિક વારસો કદી નાશ પામતો નથી. એક વાર એ ચેતનામાં પ્રવેશ્યો એટલે જન્મજન્માંતર ચાલવાનો; એનો ઉત્તરોતર વિકાસ થવાનો, અને તે અનેક જીવોને સંપ્લાવિત - તરબોળ કરવાનો. આપણે કોઈ એવી પરંપરામાં જનમ્યાં છીએ કે જન્મતાંવેંત જ આવા માંગલિક વારસાનાં આંદોલનો આપણને જાણે - અજાણે સ્પર્શે છે. આપણે તેને ગ્રહણ ન કરી શકીએ; યથાર્થરૂપમાં સમજી ન શકીએ, કદાચ એમ પણ બને. પણ આ માંગલિક વારસાનાં આંદોલનો, સંતો - તીર્થંકરોનાં સહવાસી પુદ્ગલ - પરમાણુઓ આપણી ભૂમિમાં સહજ છે. अग्नो प्राप्तं तुं पुरुषं कर्मन्वेति स्वयंकृत्तम् । तस्मात् पुरुषो यत्नाद् धर्म संचिनुयाच्छनः ॥ અર્થાત્ : અગ્નિદાહ પ્રાપ્ત મનુષ્યની સાથે કેવળ એના સંચિત કર્મો જ જાય છે. તેથી માણસે પ્રયત્નપૂર્વક સુકૃત્યો (ધર્મ) નો સંચય કરવો ઘટે. • મહાભારત Page #8 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી મહાવીરાય નમ: | આસ્તિકતા – નાસિકતા સફી સંત જલ્લાઉદ્દીન રૂમીએ લખ્યું છે: » ‘હમ શું સબજા બારહા રોઈમદાઈમ' We like grass often sprouted from earth. અર્થાત્ : ઘાસની જેમ આપણે કેટલીયે વખત ધરતીમાંથી ફૂટી નીકળ્યાં. ચાર શબ્દોમાં રૂમીએ એક માર્મિક તથ્ય કહી દીધું છે. કેટલીયે વાર, વારંવાર ઘાસની જેમ ફૂટી જન્મ ધારણ કર્યો... અને તે પણ ઘાસની જેમ; જે માત્ર અલ્પજીવી હોય છે, એટલું જ નહી, જેનો વૃક્ષ જેવો વિકાસ નથી હોતો અને કોઈ ફળ નિષ્પત્તિ નથી હોતી. એટલે કે જન્મ પુનર્જન્મ, ઘાસના તણખલાંની જેમ ન વિતાવીએ. પણ જન્મ ધારણ કરી જ્ઞાનપ્રાપ્તિ દ્વારા વિકસીએ અને મોક્ષપ્રાપ્તિના ફળરૂપે વિરમીએ, એ રૂમીની ટકોરનો મર્મ છે. રૂમી પૂર્વજન્મમાં માનતા હતા એવો સંકેત એમના આ વિધાન પરથી મળે છે. ભારતમાં વિકસેલી ‘સતાર્યા' સૂફી પરંપરા પુનર્જન્મમાં માન્યતા ધરાવતી હતી. આ પરંપરા મહાન સંતો હઝરત શાહ વાઝીઉદ્દીન શાહ, અમદાવાદમાં થઈ ગયા. તેમજ પાણીપતનાં હઝરત ગૌસ અલી શાહ કલંદર અને તેમના શિષ્ય હઝરત શાહ ગુલ કલંદર થઈ ગયા. હઝરત ગૌસ અલીએ રામ, કૃષ્ણ વગેરે અવતારો પર કાવ્યો રચ્યાં છે. એમનો ગ્રંથ છે : ‘તઝકરેગોસીયા'. - અત્યંત પ્રાચીન સમયમાં જ્યારે આર્ય ઋષિઓએ પુનર્જન્મનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો, ત્યારે પુનર્જન્મના વિચારની સાથે જ કર્મ, પરલોકની કલ્પના વગેરે પણ આવ્યાં, કારણ કે કર્મ, ઈહલોક અને પરલોક તો પુનર્જન્મ સાથે અખંડપણે સંકળાયેલાં છે. છતાં આ વાત તે વખતે પણ ઘણા લોકો સ્વીકારવા તૈયાર ન હતાં. આને માત્ર એક મનસ્વી ધારણા ગણી લોકો નકારતા. આજે પણ આ સિદ્ધાંત વિશે આવો મતભેદ રહે જ છે. પુનર્જન્મ, કર્મ, પરલોકને ન માનનાર વર્ગ સાથે પુનર્જન્મના સમર્થકોનો વાદ-વિવાદ થયા કરતો. એક પક્ષ કહેતો હતો. પુનર્જન્મ છે. બીજે કહેતો હતો : પુનર્જન્મ નથી. “અસ્તિ” એટલે છે. નાસ્તિ એટલે નથી. પુનર્જન્મના શોધક અને સમર્થક લોકો આસ્તિક' કહેવાયા, અને વિરોધી લોકો નાસ્તિક જન્મ પુનર્જન્મ Page #9 -------------------------------------------------------------------------- ________________ ' કહેવાયા. આસ્તિક અને નાસ્તિક શબ્દનું આ જ અર્થઘટન હતું, બીજો કોઈ અર્થ અભિપ્રેત ન હતો. કાળક્રમે ઈશ્વરની માન્યતાનો પ્રશ્ન ઉદભવ્યો. એક પક્ષ માનતો હતો કે ઈશ્વર છે અને તે સૃષ્ટિને કર્તા છે. બીજો પક્ષ માનતો કે કોઈ અલગ સ્વતંત્ર ઈશ્વર જેવું તત્ત્વ નથી. અને હોય તો પણ સૃષ્ટિના સર્જન સાથે એને સંબંધ નથી. આ બંને પક્ષોની અનેક શાખાઓ અસ્તિત્વમાં આવી અને ત્યારે આસ્તિક-નાસ્તિક એ બે શબ્દો, જે એક કાળે પુનર્જન્મ સમર્થક અને પુનર્જન્મ વિરોધી માટે જ વપરાતા, તે ઈશ્વરવાદી અને ઈશ્વર વિરોધી માટે વપરાવા લાગ્યા. શબ્દોનો સંદર્ભ બદલાઈ ગયો, તેના અર્થનો વિસ્તાર થયો, - ઈશ્વરના અસ્તિત્વ નાસ્તિત્વ સુધી... હવે ખૂબી એ થઈ કે પુનર્જન્મમાં માનનાર વર્ગમાં પણ ઈશ્વરને માનનાર અને ઈશ્વરને ન માનનાર- એવા બે પક્ષ પડી ગયા. હવે પોતાને ‘આસ્તિક તરીકે ઓળખાવનાર આચાર્યોની સામે પણ પોતાની પરંપરાના જ બે ભિન્ન પક્ષ હતા, અને તે વખતે આસ્તિક શ્રેણીના પુનર્જન્મમાં માનનાર પક્ષને પણ ઈશ્વરમાં ન માનતા હોઈ, પોતાને નાસ્તિક' તરીકે ઓળખાવવાની ફરજ પડી, અથવા સામા પક્ષે એમને એ રીતે ઓળખાવ્યાં. અહીં સુધી પણ એ શબ્દોની પાછળ માનવું, ન માનવું એ સિવાય બીજો કોઈ ભાવ ન હતો. પુનર્જન્મવાદી આર્ય પુરુષોએ, પોતાના જ આસ્તિક પક્ષના વર્ગને પોતાનાથી અમુક માન્યતામાં જુદા પડે છે, એટલું જ દર્શાવવા નાસ્તિક કહ્યાં. - આ અર્થમાં, સાંખ્ય, મીમાંસક, જૈન અને બૌદ્ધ એક રીતે આસ્તિક છતાં બીજી રીતે નાસ્તિક કહેવાયા. આ દર્શનોના અભિપ્રાય સૃષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી. વળી એક બીજો પ્રશ્ન શાસ્ત્રના પ્રામાણ્યનો ઊભો થયો. વેદની ‘શાસ્ત્ર' તરીકે પ્રતિષ્ઠા રૂઢ થઈ ગઈ હતી. એક મોટો પક્ષ પુનર્જન્મને માનનાર અને ઈશ્વરને માનનાર તથા વેદનું સંપૂર્ણ પ્રામાણ્ય સ્વીકારનાર હતો; સાથે એવો જ મોટો અને પ્રાચીન પક્ષ પણ હતો, જે પુનર્જન્મમાં માનતો, વેદનું પ્રામાણ્ય સ્વીકારતો અને છતાં ઈશ્વરતત્વમાં ન માનતો. હવે અહીં આસ્તિક નાસ્તિક શબ્દોનો ભારે ગોટાળો થયો. ઈશ્વરને ન માનવાથી જો નાસ્તિક કહેવામાં આવે, તો પુનર્જન્મ અને વેદપ્રામાણ્ય સ્વીકારનાર પોતાના સગાભાઈ મીમાંસકને પણ નાસ્તિક કહેવો પડે, એટલે મનુમહારાજે આ ગૂંચમાંથી મુક્તિ મેળવવા નાસ્તિક શબ્દની વ્યાખ્યા ટૂંકાવી દીધી, અને તે એ કે વેદનિંદક હોય, તે નાસ્તિક. આ હિસાબે જે નિરીશ્વરવાદી હોઈ નાસ્તિક ગણાતા હતા, તે સાંખ્ય લોકો પણ જન્મ પુનર્જન્મ Page #10 -------------------------------------------------------------------------- ________________ વેદનુ પ્રામાણ્ય અમુક અંશે સ્વીકારતા હોવાથી ધીરે ધીરે નાસ્તિક મટી આસ્તિક ગણાવા લાગ્યા; અને જૈન, બૌદ્ધ જેવા જે પક્ષો વેદનું પ્રામાણ્ય તદ્દન ન જ સ્વીકારતા, તે ‘નાસ્તિક' વર્ગમાં ગણાયા. પાછળથી અમુક મત સમ્યક્ દષ્ટિ અને અમુક મત મિથ્યાદષ્ટિ એવા શબ્દપ્રયોગ પણ થયાં. વૈદિક દર્શનોના આચાર્યો જૈન દર્શનને નાસ્તિક ગણી તેનું ખંડન કરી ગયા છે, પણ તે યથાર્થ નથી. વસ્તુત: જૈનદર્શન કર્મ, પુનર્જન્મ, મોક્ષ આદિ તત્ત્વોમાં શ્રદ્ધા ધરાવતું હોવાથી તેને નાસ્તિક કહી શકાય નહિ. બૌદ્ધ દર્શનને પણ આ અર્થમાં નાસ્તિક ન કહી શકાય. જૈન, બૌદ્ધ, સાંખ્ય, યોગ, ન્યાય-વૈશેષિક વિગેરેની દૃષ્ટિએ ચૈતન્ય કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારાયું છે. જો કે તત્ત્વજ્ઞાનની ભૂમિકા પર દરેકની માન્યતામાં પરસ્પર ભેદ તો છે જ. જૈન, સાંખ્ય અને યોગ આ વિષયમાં મહદંશે સમાંતર-સમાન દષ્ટિકોણ ધરાવે છે. આ બધા દર્શનો અનુસાર, આત્મા અથવા જીવ પોતાનું સાતત્ય-પૃથત્વ જાળવી રાખે છે અને પોતાના કર્મ-સંસ્કાર પ્રમાણે સંસારની એક વણથંભી યાત્રા કરતો રહે છે. પુરાણા સમયમાં ચાર્વાક (લોકાયત) જેવું દર્શન હતું, જે પૂરેપૂરા અર્થમાં નાસ્તિક હતું. આજે વિજ્ઞાનને પણ નાસ્તિક કહેવાય છે. પરંતુ આજે વિજ્ઞાનના વર્તુળોમાં પણ એક જુદો સૂર સંભળાતો થયો છે. સામાન્ય જનતામાં વેદપ્રામાણ્યનો મુદ્દો હવે ઓછો રહ્યો છે. ઈશ્વરમાં કે કર્મમાં માનવા-ન માનવાનો મુદ્દો વધુ આગળ રહે છે. આસ્તિક-નાસ્તિક નામના વર્ગો આજે પણ દરેક દેશમાં છે. આ ચર્ચા યુગોથી ચાલુ છે. Some Orient Scholars translate Nastika as Atheist. But if this meaning is applied to Jainism and Budhism, because they reject an anthropomorphic God, then it should be applied also to many of the orthodox schools. The Sankhya philosophy for example denies God as Creator, yet it is held to be orthodox. ઈશ્વર, સ્વતંત્રતા અને અમરતા વગેરે મુદ્દા પણ કર્મ, મૃત્યુ, જન્મ સાથે સંકળાયેલા છે. પશ્ચિમના ફિલ્મ્સફો નીતિશાસ્ત્રની ગૃહીત માન્યતા તરીકે આ મુદ્દાને સ્વીકારે છે. શુદ્ધ તર્ક દ્વારા માનવી ઈશ્વરને સાબિત કરી શક્યો નથી. સ્વતંત્રતા એટલે પુરુષાર્થની સ્વતંત્રતા. મનુષ્યમાં કર્તવ્યની ભાવના રહી છે, જે બિનશરતી Unconditional છે. સદ્ગુણ સુખ ન આપે તો પણ મનુષ્ય સદ્ગુણનું આચરણ કરે છે! ત્રીજી માન્યતા અમરત્વની. નીતિમય જીવન, સદ્ગુણનું આચરણ વગેરેનું સુખદ પરિણામ વર્તમાન જન્મમાં ન મળે એવું પણ બને. પરંતુ શુભકર્મ ક્યારેય એળે જતું નથી. એ પછીના કોઈ જન્મે પરિપક્વ થઈને-ઉદયમાં આવીને સુખ જન્મ પુનર્જન્મ ૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ આપે એવું બને. તેથી જીવનનું સાતત્ય હોવું જોઈએ એમ કેન્ટ સ્વીકારે છે. માર્ટિનો કહે છે કે આપણી બુદ્ધિ અને અંતરાત્મા પોતાના માટે અને પાપ-પુણ્યના ન્યાય માટે ભવિષ્યની જિંદગીની ધારણા ઊભી કરે છે. અલબત્ત, અહીં પુનર્જન્મનો સ્પષ્ટ સ્વીકાર નથી. પરંતુ મૃત્યુ પછી જીવન છે, એટલું કહીને અમરતાને રજૂ કરાઈ છે. બે સંસ્કૃતિઓ : પ્રાચીન રોમમાં વીલ વગર માણસ મરી જાય, તો તેની નિંદા થતી. માણસ નિ:પુત્રિક મરે, તો અધોગતિ થાય એવી માન્યતા પ્રચલિત હતી. મરી ગયા પછી કોણ ખવડાવશે, એ એક ચિંતા. (૨) મૃત્યુ પછી નવો જન્મ કેવો? (૩) ફરી વાર જન્મ ન લેવો પડે તે માટે શું કરવું, - કઈ રીતે જીવવું, એનું ચિતંન. આ ત્રણેનું ચિંતવન આપણી સંસ્કૃતિમાં સૌથી વધારે થયું છે. શ્રાદ્ધ-તર્પણ, પુનર્જન્મ અને મોક્ષનું મહત્વ આપણી સંસ્કૃતિમાં નિ હિત છે. રોમનોમાં ઈહલોકની ચિંતા વધારે. પોતાના મરણ પછી લોકોને હેરાન ન થવું પડે, માટે પોતે જ વીલ કરવું. જ્યારે આપણી સંસ્કૃતિમાં સાંપરાય” એટલે કે પોતાના મૃત્યુ પછી પોતાની સ્થિતિની ચિંતા વધારે. ESCHATOLOGY: અંગ્રેજીનો અદ્ભુત શબ્દ છે. ઓછો પરિચિત છે. એનો સાદો અર્થ છે: The Doctirne of the last or final things, as death, judgment, the state after Death. અર્થાત્: મૃત્યુ પછીની અવસ્થા, મૃત્યુ પછી ફેંસલાનો દિવસ, જેવી છેવટની, આખરી અને અંતિમ બાબતો વિષેનો સિદ્ધાંત. પરંતુ એ શબ્દનાં સૂચિતાર્થ, ગર્ભિત અને વ્યાપક છે. એસકેટોલોજી એટલે મૃત્યુ પછીના જીવનમાં માન્યતા ધરાવનાર, સમર્થન આપનાર વિજ્ઞાનનો સિદ્ધાંત: Science that believes that there is life after Death! પશ્ચિમની કેટલીક પ્રાચીન તેમજ અર્વાચીન ધારણાઓ : પ્રાચીનતર તત્ત્વવેત્તાઓમાં થાલેસ, એનાક્ષીમેંડર, એનેક્ષીમેનેસ, પાયથાગોરસ, કસેનોફેનસ, હિરાલિકટસ, પારમેનીંડસ, એમ્પીડોકિલસ, ઝેનો વગેરે હતા. એનાક્ષીમેન્ડર, પાયથાગોરસ અને હિરાલિકટસ એક જ પ્રકારની વૈચારિક ગતિની પ્રક્રિયામાં સંકળાયેલાં હતાં એમ કહી શકાય. હિરાલિકટસ : (ઈ. સ. પૂર્વ ૨૩૨ થી પહેલાં) ઉપનિષદકારો ની જેમ સૂત્રાત્મક ચોટદાર ભાષામાં વિચારો વ્યક્ત કરનાર જન્મ પુનર્જન્મ Page #12 -------------------------------------------------------------------------- ________________ અને રૂપકથી ભરપૂર સુત્રોના કર્તા, ફિલસૂફ માનતો કે તમામ વસ્તુઓ સનાતન ગતિ અને પરિવર્તનશીલ હોય છે. Being is a perpetual Becoming. એનું પ્રસિદ્ધ સૂત્ર હતું કે તમે એક જ પાણીમાં બે વાર ભૂસકો ન મારી શકો. હિરાલિકટસ અને પારમોનીડસ તદ્ન સામસામેના છેડાના વિચારકો હતા. પાયથાગોરસ : (ઈ. સ. પૂર્વ ૫૮૦ ૫૦૦) પાયથાગોરસ થીએરમ થી જાણીતા ગણિતજ્ઞ અને તત્ત્વજ્ઞ ભારતમાં રહ્યાં હતા. શ્રમણ પરંપરાનો સારો અભ્યાસ હતો. શાકાહારથી પ્રભાવિત થયા. પાછા જઈ શાકાહારનો પ્રચાર કર્યો. પાયથાગોરસ પુનર્જન્મમાં માનતા હતા અને ભૂતકાળનાં જન્મ વિષે તેઓ સ્મરણશક્તિ ધરાવે છે. એવો તેમનો દાવો હતો. પાયથાગોરસ તત્ત્વજ્ઞાનના આધ્યાત્મિક સિદ્ધાંત, જીવનું ભ્રમણ, કર્મના સિદ્ધાંત વગેરેમાં માનતા. અમુક શાકભાજીને પણ તે નિષિધ્ધ ગણતા. સોક્રેટિસ : (જન્મ ઈ. સ. પૂર્વ ૪૬૯) સત્યાગ્રહી, તત્ત્વજ્ઞાનનો મહર્ષિ અને પ્રથમ શહીદ. લોકો અને શાસકો એના એકેશ્વરવાદ સામે પણ છંછેડાયાં હતાં. બધા અનેકેશ્વરવાદી હતા. સોક્રેટિસને જતો જોઈને ‘એકેશ્વરવાદી નાસ્તિક' કહી મજાક ઉડાવતા. એનું પ્રથમ સૂત્ર હતું Know Thyself : તારી જાતને ઓળખ ‘ગ્રોધિ સ્વતોન’. એ કહેતો, હું એટલું તો જાણું છું કે હું કાંઈ જાણતો નથી. ટોળાંશાહીએ મુકો ચલાવી દેહાંતદંડની સજા કરી. ઝેર પી સોક્રેટિસ અમર થઈ ગયો. પ્લેટો-અફલાતૂન : (ઈ. સ. પૂર્વ ૪૨૧-૩૪૧) સોક્રેટિસનો પરમ શિષ્ય. ‘ડાયાલોગ્સ' અને રિપબ્લીકના રચયિતા. સોક્રેટિસના મૃત્યુ પછી બાર વર્ષ ભ્રમણ કર્યું. મિસર, ઈટલી ઉપરાંત કહેવાય છે કે ભારત આવ્યો હતો. ઈ.સ. પૂર્વ ૩૮૧ માં એથેન્સ પાછો ફર્યો. એનું પ્રસિદ્ધ સુત્ર: તત્ત્વજ્ઞાની રાજા હોવો જોઈએ અને રાજા તત્ત્વજ્ઞાની હોવો જોઈએ. ન્યાય, સમાજ વ્યવસ્થા, શિક્ષણ, રાજ્યશાસન વગેરે વિષયો પર ઊંડુ ચિંતન કર્યું. પ્લેટો પુનર્જન્મમાં માનતા હતા. અમૂર્ત પ્રેમ એ જ સાચું તત્ત્વ છે. આજે પણ અમૂર્ત પ્રેમ ‘પ્લેટોનિક લવ' કહેવાય છે. Plato's threefold division of the soul (Republic IV) into Rational, the spirited or concupiscent, and the temperate. These are reconciled by Justice and Righteousness. Plato may have arrived at his conclusion through Indian Philosophy. એરિસ્ટોટલ : (ઈ. સ. પૂર્વ ૩૮૪ — ૩૨૨) ― પ્લેટોનો અતિ પ્રતિભાવંત તેજપુંજ જેવો શિષ્ય, સિકંદરનો શિક્ષક. જન્મ પુનર્જન્મ ૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ અનેક વિષયોનું ચિંતન કર્યું. એના મત પ્રમાણે જીવનની અપરિહાર્ય અને અનિવાર્ય આંતરિક પ્રેરણા ઉત્તરોત્તર, અધિકતર ઉચ્ચ કક્ષાએ પહોંચવાની છે. આ વિચારણા એ એના ઈશ્વર વિષેના વિચારોને આકાર આપ્યો. એના મત પ્રમાણે ઈશ્વર છે. પદાર્થ એ આ દિતત્વ છે. અનાદિ અને અનંત છે. પણ ગતિ અનાદિ અનંત નથી. ઈશ્વર જગતનો કર્તા નથી, પરંતુ જગતની ગતિનું કારણ છે. કર્તા સ્વપ્નદષ્ટ હોય, જે હમેશાં અસંતુષ્ટ હોય, અને અપૂર્ણ હોય. ઈશ્વર તો પૂર્ણ, નિરાકાર, નિરંજન, અભેદ્ય, અફર અને સનાતન છે. એને લાગણીઓ ને આકાંક્ષા ન હોય, જગતમાં રસ ન હોય. જગતને ઈશ્વરમાં રસ હોય છે. લોકો ઈશ્વરને પ્રેમ કરે છે પણ ઈશ્વર પોતે લોકોના સુખદુ:ખ પ્રત્યે નિર્લેપ છે. એ નિર્ગુણ છે, સર્જન કરતો નથી, એ માત્ર “લીલયાએવ” વિશ્વને ગતિમાન રાખે છે. એ વિશુદ્ધ ચૈતનશક્તિ છે. કોઈ વ્યક્તિ નથી, પણ ચાલક અને પ્રેરક બળ છે. વેદાંતના ઈશ્વરની જેમ “નેતિ નેતિ' જેવી ખાસિયતવાળો છે. એરિસ્ટોટલને મન માનવનો આત્મા એ ભૌતિક પદાર્થ નથી. એ દેહમાં અસ્તિત્વ ધરાવે છે, પણ દેહના નાશ સાથે સંપૂર્ણ નાશ પામતો નથી. આત્માની લાક્ષણિકતા અમર છે, આત્મા અમર છે. એ આત્મા કાયાના ભૌતિકતંત્રની આંતરિક ચાલક શક્તિ છે. વિભિન્ન કક્ષાના દેહતંત્રોમાં એ વિભિન્ન પ્રકારની લાક્ષણિકતાઓ વ્યક્ત કરે છે. એરિસ્ટોટલનું મહત્ત્વનું પ્રદાન છે તર્કશાસ્ત્ર. એનું પ્રખ્યાત ‘સિલોજીસમ” આજે પણ તર્કશાસ્ત્રનું પ્રથમ પગથિયું છે અને અભ્યાસક્રમમાં અગ્રીમ છે. તર્કશુદ્ધ વિચારણા સર્વજ્ઞાનનો એકમાત્ર પાયો છે. આશ્ચર્યકારક ઘટના છે કે એથેન્સની પોતાની ‘લીસેયુમ’ વિદ્યાપીઠમાં એરિસ્ટોટલ તર્કશાસ્ત્રના મંડાણ કરતો હતો ત્યારે ભારતની તક્ષશિલામાં લગભગ એ જ સમયે યુવાન આચાર્ય ચાણક્ય પોતાના કૌટિલ્ય અર્થશાસ્ત્રનું બીજ ઉગાડી રહ્યો હતો, જે વસ્તુત: ભારતીય તર્કશાસ્ત્ર છે, જેમાં તર્કશાસ્ત્ર ઉપરાંત રાજ્યસ્વરૂપ, રાજ્યવ્યવસ્થા, સમાજવ્યવસ્થા વગેરેના સ્વરૂપ પણ આલેખાયેલાં છે. એ રીતે ગ્રીક તત્ત્વજ્ઞાનની સર્વસ્પર્શી અને સર્વક્ષેત્રિય વિચારણાની પ્રણાલિકાનો એ સમાન્તર આવિષ્કાર જણાય છે. જો કે ભારતીય તત્ત્વજ્ઞાન પશ્ચિમની સરખામણીમાં ઘણું વહેલું વિકસેલું હતું. એરિસ્ટોટલ માનતો કે મનુષ્ય જન્મનો હેતુ છે સુખ. સુખ એટલે શુભ કાયથી જે પ્રકારની મન:સ્થિતિ નીપજે, તેનું નામ જ સુખ; જેને માટે સગુણ અનિવાર્ય છે. માનવીની આ વૃત્તિમાંથી સાહિત્ય, સૌંદર્ય, સંગીત, કલાનું સર્જન થાય છે, જેનો આનંદ સર્વોત્તમ હોય છે. જન્મ પુનર્જન્મ Page #14 -------------------------------------------------------------------------- ________________ સિકંદરની વિજયપરંપરાએ સિંકદરનો અહંકાર વધારી મૂક્યો. તે પોતાને ઈશ્વર માનવા લાગ્યો. એરિસ્ટોટલના એક ભત્રીજાએ સિકંદરનો વિરોધ કર્યો. એને મૃત્યુદંડ અપાયો ત્યારે એરિસ્ટોટલે એનો વિરોધ કર્યો હતો. બંને વચ્ચે સંબંધ બગડયાં. સિકંદર સાથેના ગાઢ સંબંધોને લીધે એથેન્સવાસીઓ એરિસ્ટોટલના શત્રુથઈ ગયા. ઈ. સ. પૂર્વે ૩૨૩માં સિકંદર અચાનક મૃત્યુ પામ્યો. એથેન્સવાસીઓ હરખાયાં. મેસેડોનિયાના શાસનને ફગાવી આઝાદીની ઘોષણા કરી. એરિસ્ટોટલ સામે તહોમતનામું મુક્યું કે એ પ્રાર્થના અને યજ્ઞનું કાંઈ જ મહત્વ નથી, એમ '', શીખવતો હતો. સોક્રેટિસ સામે હતી, તેના કરતાં પણ એરિસ્ટોટલ સામેની એથેન્સવાસીઓની લાગણી અનેકગણી ઉગ્ર બની. એરિસ્ટોટલ એથેન્સમાંથી નાસી છૂટયો. એણે કહ્યું કે : સોક્રેટિસને મારીને એથેન્સે મહાપાપ કર્યુ હતું. હવે પોતાને મારી નાખવાની તક આપીને એવું બીજું મહાપાપ આચરવાની હું એથેન્સને તક આપવા માગતો નથી. એથેન્સના કાયદા પ્રમાણે આરોપીને સ્વૈચ્છિક દેશવટો લેવાનો અધિકાર હતો, જેનો એરિસ્ટોટલે ઉપયોગ કર્યો. પણ મૃત્યુ એનો પીછો છોડે તેમ ન હતું. એ ભયંકર માંદગીમાં સપડાયો. ચોમેર ઘેરી વળેલી હતાશામાંથી છટકવા વિષપાનને આશ્રય લીધો અને બાસઠ વર્ષની ઉમરે ઈ. પૂ. ૩૨૨ માં મૃત્યુ પામ્યો. આમ એક જ વર્ષમાં વિખ્યાત વક્તા ડેમોસ્પેનીસ અને એરિસ્ટોટલ મૃત્યુ પામ્યા અને એ સમયે ગ્રીસનો ઉજ્જવળ યુગ અસ્ત પામ્યો. કોઈ પણ એક ચિંતકે ક્યારે પણ આટલાં બધાં ક્ષેત્રોનું આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરીને જગતમાં આટલો મોટો જ્ઞાનપ્રકાશ પ્રગટાવ્યો નથી. યુરોપ અને પશ્ચિમની વિચારણા પર સદીઓ સુધી એરિસ્ટોટલનો જબરદસ્ત અને વ્યાપક પ્રભાવ રહ્યો. એપિક્યુરસ : (ઈ. સ. પૂર્વ ૩૪૨ થી ૨૭૦) SAMOS નામના ટાપુમાં જન્મેલો એપિક્યુરસ સાદો અને નિસ્પૃહ હતો. એની ફિલસૂકી માટે ગ્રીક શબ્દ ATARAXIA પ્રયોજતો, જેનો અર્થ થાય છે : ‘સ્વસ્થ મનની નિર્લપ સ્થિતપ્રજ્ઞ જેવી પ્રશાંત અવસ્થા” ત્રણ હજાર જેટલાં ગ્રંથો લખ્યાં. ૨૫૦ વર્ષ પછી થયેલ તેના અનુયાયી LUCRETIAS ના મહાકાવ્ય ‘On the nature of Things' માંથી એપિપુરસના તત્ત્વચિંતન વિષે જાણવા મળે છે. સાહિત્યના ઈતિહાસમાં આ એક આગવું લાક્ષણિક મહાકાવ્ય છે, આ ગ્રંથ નાસ્તિકોના બાઈબલ તરીકે પણ ઓળખાય છે. એપિક્યુરસે પણ આચારાંગનો પ્રથમ પ્રશ્ન ઉઠાવ્યો હું કોણ છું?' અને હું જે કંઈ છું, તે શા માટે છે? એવો પ્રશ્ન મનુષ્ય ગંભીરપણે કરવો જોઈએ; આનો ઉત્તર આપતાં એપિક્યુરસ જણાવે છે કે, ઈશ્વરનો ભય અને મૃત્યુનો જન્મ પુનર્જન્મ Page #15 -------------------------------------------------------------------------- ________________ ભય એ બે ભય થી માનવજાત પરેશાન છે. ઈશ્વરનો ભય રાખવાનું કશું જ કારણ નથી. કારણ કે ન તો આપણને ઈશ્વરે બનાવ્યા છે, ન તો ઈશ્વરની આપણા ઉપર કોઈ જાતની સત્તા છે, આ જગતનું સર્જન ઈશ્વરે નથી કર્યું. વળી એ કહે છે કે આપણું પરિચિત જગત એ જ કઈં એકમાત્ર જગત નથી. બ્રહ્માંડમાં એવા અસંખ્ય જગત છે કે, જેમની પોતપોતાની પૃથ્વી, મહાસાગરો, પશુપક્ષીઓ અને મનુષ્યજાતિ સુદ્ધાં છે.' મૃત્યુ એ આપણા અસ્તિત્વનો આખરી અંજામ છે. શરીરના અંત સાથે જ આત્માનો અંત આવી જાય છે. આત્માનું સ્વરૂપ એક પ્રવાહી શકિત જેવું છે. જે શરીરમાં વ્યાપ્ત હોય છે અને શરીરનો નાશ થતાં જ આ શક્તિ અવકાશમાં અણુ-પરમાણુઓ રૂપે વિખેરાઈ જાય છે. અમર આત્મા, પરલોક, પુનર્જન્મ વગેરે ધારણાઓનો ઈન્કાર કરવા છતાં ખાવું, પીવું, મોજમજા કરવી એનો તો વાસ્તવમાં એપિક્યુરસે માત્ર વિરોધ જ નહિં, ખંડન પણ કર્યું. વળી આશ્ચર્યજનક રીતે એણે કામવાસનાનો વિરોધ અને બ્રહ્મચર્યનો આગ્રહ રાખ્યો છે. આહાર-વિહારમાં અત્યંત સાદાઈ હોવી જોઈએ, જેથી શરીર સ્વસ્થ રહે. કામભોગના પરિણામે પણ શરીર અનેક દુ:ખ અને ઉપાધિઓનું કારણ બને છે. આમાં કોઈ ઉચ્ચ આધ્યાત્મિક આદર્શ નથી, પરંતુ દુ:ખથી દૂર રહેવાના પ્રયત્નો જ છે. - ઈશ્વરનો ઈન્કાર કરનાર એપિક્યુરસ-દેવતાઓનો ઈન્કાર નથી કરતો. એના મતે આ દેવતાઓનું બંધારણ મનુષ્યના બંધારણ કરતાં પણ સૂક્ષ્મ અણુ-પરમાણુથી બંધાયેલ છે. એપિક્યુરસ કહે છે કે સુખી થવા માટેનો એકમાત્ર માર્ગ બીજાઓને પોતાના સુખમાં સહભાગી બનાવવાનો છે. વિવેકપૂર્વક ન્યાયસંયત અને ઉદારતાપૂર્ણ જીવન વિના પ્રસન્નતાથી જીવી શકાય જ નહિ. એટલા માટે જ એપિક્યુરસ અહિંસાનો પણ પુરસ્કર્તા બને છે. કોઈને પણ હાનિ ન પહોંચાડો, જીવો અને જીવવા દો' એ સૂત્ર પણ આપે છે. ઘણી બાબતોમાં જૈન સૂત્રો સાથે એની વિચારણા સુસંગત છે. તત્કાલીન સમયરંગ અનુસાર આવું ચિંતન હિંમતભર્યું લખી શકાય. સુખવાદીને “એપિક્યુરીઅન' કહેવાય છે, તે યોગ્ય નથી. માર્કસ ઓરેલિયસ : (ઈ. સ. ૧૨૧-૧૮૦) - એથેન્સ તત્ત્વચિંતનનું કેન્દ્ર બની ચૂક્યું હતું. સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલની ફિલસૂફીનો તત્કાલીન તત્વચિંતન પર ભારે પ્રભાવ હતો. એપિક્યુરસના વિચારોની પણ પ્રબળ અસર હતી. ત્યારે એક વિરક્તવાદી જન્મ પુનર્જન્મ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિચારધારા વિકસી હતી. આ સ્ટોઈક વિચારધારાનાં પ્રવર્તક ZENO- ઝેન (ઈ. પૂ. ૩૧૫) નું કહેવું હતું કે જીવનમાં સૌથી પરમ શ્રેય સગુણ છે' વૃત્તિઓ તેમ જ લાગણીઓ, સંવેદનો પર સંયમ કેળવવો, સુખ અને દુઃખ એ બેઉ પ્રત્યે નિર્લેપ રહેવું. તેમજ જે કઈ દુ:ખ આવી પડે, તેને ધીરજપૂર્વક વેઠવું વગેરે એનાં મુખ્ય સૂત્રો હતા. આ વિચારધારામાં ZENO પછી થયેલાં ચિંતકોમાં માર્કસ ઓરેલિયસનું નામ મહત્વનું છે. અગિયાર વર્ષની ઉમ્મરે માર્કસ ફિલસૂફ બનવાનો નિર્ણય કર્યો. લઘર-વઘર કપડાં પહેરતો. સાદું ભોજન લેતો. અને ચટાઈ પર સૂતો. અઢાર વર્ષની ઉમ્મરે સમ્રાટ કાકાએ એને દત્તક લીધો. રોમન સામ્રાજ્યનો વારસ બન્યો. કાકાના અવસાન પછી રોમન સમ્રાટ બન્યો. એક રીતે કહીએ તો Philosopher King ની પ્લેટોની કલ્પના માર્કસ ઓરેલિયસમાં ચરિતાર્થ થઈ. એ કહેતો માણસે સંપૂર્ણ નિર્લેપતા અને ઉપેક્ષાભાવથી જીવવું જોઈએ. ઈશ્વરને કયાં કોઈની પડી છે! ચાલો આપણે ઈશ્વરની જેમ જીવીએ.' લોકો સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર અને પોતાની નિયતિ પ્રત્યે ઉદાસીનતા એના સૌથી મોટા સદ્ગણ હતા. મૃત્યુ સામે જ ઊભું હોય તો પણ નિર્ભયતા માર્કસના ચિંતનની મુખ્ય વાત છે. એ કહેતો, “આહાર વિહાર અને નિદ્રાની : જેમ મૃત્યુ પણ તદ્દન સ્વાભાવિક બાબત છે. શરીરના જુદા જુદા દ્રવ્યો અને ઘટકોનું વિઘટન માત્ર છે. મૃત્યુ એ પ્રાકૃતિક ઘટના છે. અને જે કઈં પ્રાકૃતિક હોય, એ અનિષ્ટ ન હોઈ શકે. પોતાની જાતને જીતવા માટે આ પરમ સત્ય છે; કારણ કે જ્યાં કશું અનિષ્ટ નથી, ત્યાં કશો ભય પણ રહેતો નથી. સ્ટોઈક વિચારધારામાં મૃત્યુ પછીના જીવન વિષે કશીજ વિચારણા કરવામાં આવી નથી. અને કદાચ આથી જ તેઓ સ્થિતપ્રજ્ઞ જેવા રહી શકતા હોય! કારણ કે જો સમસ્યા જેવું કશું ન હોય, તો મૃત્યુની સાથે જ તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે. ખ્રિસ્તી માન્યતા જેવું Day of Judgment નું પણ સ્ટોઈક વિચારધારામાં કશું સ્થાન નથી. સમ્રાટ, સૈનિક અને ફિલસૂફ-ચિંતક, વિરોધાભાસી લાગે એવા માર્કસ જીવનભર સ્થિતપ્રજ્ઞતા અને સંતોષીપણાનો ઉપદેશ આપ્યો. દિવસે રણભૂમિમાં જૂરતા અને ભયાનક હિંસા વચ્ચે જીવતો, જ્યારે રાત્રે પોતાના અભ્યાસખંડમાં એક વિદ્વાન ચિંતક અને લાગણીશીલ કવિની જેમ ચિંતન કરતો, કે આ જગતને કેમ વધુ સુખી અને સુંદર બનાવવું! રોમમાં માર્કસ ઓરેલિયસનું ભવ્ય બાવલું અને સ્મારક છે. એનો મુખ્ય ગ્રંથ Meditations છે. જેમાં છૂટીછવાઈ ચિંતન કણિકાઓને સંગ્રહ છે. આ જન્મ પુનર્જન્મ Page #17 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથના અનેક ભાષાંતરો થયાં છે. George Long (1862), G. H. Rendall (1898)અને J. Jackson(1966).સસ્તું સાહિત્ય પ્રકાશને આ ગ્રંથોનો ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો છે. અનેક આવૃત્તિઓ થઈ છે. માર્કસ ઓરેલિયસ કહેતા : Spend your brief moments according to nature's law and serenly greet the Journey's end as an olive falls when it is ripe, blessing the branch that bore it and giving thanks to the tree that gave it life. સંત થોમસ એકિવનાસ : (ઇ. સ. ૧૨૨૫-૧૨૭૪) ઈટાલીનો મૂળ સરકારી અધિકારી, ધર્મશાસ્ત્રનો અભ્યાસી. એના SUMMA THEOLOGICA માં ઈશ્વરના પ્રમાણ આપ્યાં છે. ઈશ્વરને નિરાકાર સનાતન અને અપરિવર્તનશીલ માન્યા છે. માત્ર ઈશ્વરસ્મરણમાં જ સુખ હોવાની વાત અને બ્રહ્મચર્યની વાત થોમસ કરે છે. થોમસે એરિસ્ટોટલના તત્ત્વ ચિંતન અને બાઈબલનો સમન્વય કરવાનો પ્રયાસ કર્યો. રેને દેકાર્નેસ : (ઈ. સ. ૧૫૯૬ ૧૬૫૦) હું વિચારું છું, એટલે હું છું. I think, therefore I am. પરંતુ હું કોણ છું? નો ઉત્તર આપે છે, હું એ વસ્તુ છું. જે સંશય કરી રહી છે. આત્મા અને મન વચ્ચે દેકાતેં કોઇ ભેદ ગણતો નથી. ૧૧મી ફેબ્રુઆરી, ૧૯૫૦ માં ગંભીર માંદગી વચ્ચે વહેલી પરોઢે દેકાર્તે પૂછે છે ‘કેટલા વાગ્યા ?’ ‘સવારના ચાર વાગવા આવ્યા છે’ જવાબ મળે છે. ‘આત્માને જાગી ઉઠવાનો સમય' ધીમા અવાજે ગણગણી દેકાર્ને ચિરનિદ્રામાં પોઢી જાય છે. જહોન લોકે : (ઈ. સ. ૧૬૩૨ ―――――――――― ૧૭૦૪) બચપણ ઈંગ્લેન્ડમાં વીત્યું. માનવીમાં મૂળભૂત રીતે જન્મથી જ જ્ઞાન કે વિચારો પ્રાપ્ત થયેલાં નથી હોતાં, તો પછી અદ્ભુત અને અસીમ એવી કલ્પનાઓ અને વિચારોની સમૃદ્ધિ કયાંથી? લોકે એક શબ્દમાં એનો જવાબ આપે છે. ‘અનુભવમાંથી’. લોકે એ લાલસાઓ પર અંકુશની પણ વાત કહી. લોકેનો જવાબ પૂર્વજન્મ તરફ સંકેત કરતો હોય ! લીબનીઝ : (ઈ. સ. ૧૬૪૬-૧૭૧૬) લીબનીઝના પિતા જર્મનીની લીપઝીપ યુનિવર્સિટીના, નીતિશાસ્ત્રના અધ્યાપક હતા. પિતા સમૃદ્ધ ગ્રંથાલય અને અઢળક સંપત્તિ મૂકતા ગયા. લીંબનીઝે શિક્ષણ પુસ્તકોની સહાયથી લીધું. લીંબનીઝે દ્રવ્યોની અસીમ સંખ્યાનો ખ્યાલ આપ્યો. પ્રત્યેક દ્રવ્ય માટે Monad ની સંજ્ઞા આપી. જગતમાત્ર Monads થી ઠાંસોઠાસ ભરેલું છે. પ્રત્યેક Monad માં ચૈતન્ય છે. Monad અમર છે. શરીર જન્મ પુનર્જન્મ ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ એથી ભરેલું છે. મોનેડમાં એક સર્વસત્તાધીશ મોનેડ છે, જેને આપણે માનવીનો આત્મા કહીએ છીએ. જેન દર્શનમાં પણ જગત નિગોદના જીવોથી ઠાંસોઠાંસ છે, કંઈક અંશે એવી આ ધારણા છે. સ્પીનોઝા : (ઈ. સ. ૧૬૩૨ – ૧૬૭૭) યુરોપીય તત્વચિંતક સ્પીનોઝા કહેતો “મુક્ત માણસ મૃત્યુ વિષે સહેજે ઓછું વિચારતો નથી. અને એનું શાણપણ જ એ મૃત્યુનું નહિ, પણ જીવનનું ધ્યાન ધરવામાં હોય છે. સ્પીનોઝા તમામ વસ્તુઓનાં સત્યને, સાચી વાસ્તવિકતાને, પ્રકૃતિને અને ઈશ્વરને એક જ ગણે છે. એને મન ઈશ્વરની શકિત અને કુદરતના કાનૂન એક જ છે. એ ક્રાઈસ્ટને દેવ માનતો નથી; પણ માનવશ્રેષ્ઠ પયગંબર માને છે. એ કહે છે: સમગ્ર પ્રકૃતિમાં મનની તન્મયતાનું જ્ઞાન મોટામાં મોટ શ્રેય છે. વ્યક્તિગત અલગતા આ ભાસી છે. સમગ્ર પ્રકૃતિના કાર્યકારણના વ્યવસ્થાના કાનૂનોના- એટલે કે પરમાત્માનાં જ - આપણે અંગભૂત રીતે એક ભાગ છીએ! આ દષ્ટિ ભારતીય તત્ત્વજ્ઞાન સાથે ઘણું સામ્ય ધરાવે છે. જીવાત્મા એ પરમાત્માનો જ અંશ છે. એવો વિચાર આમાં ધ્વનિત થાય છે. ભારતીય તત્વજ્ઞાનની જેમ સ્પીઝા પણ માને છે કે દેહનો નાશ થાય છે, પણ એનું ચૈતન્ય તત્ત્વ, જે પરમાત્મ અંશ છે, તે તો અજર, અમર અને સનાતન છે, કેમકે સર્વમાં ઓતપ્રોત થઈને રહેલું પરમાત્મા તત્ત્વ પણ એ જ લક્ષણ ધરાવે છે. આ દષ્ટિએ આલેખાયેલાં માનવીને સગુણો માટે પરમાત્મા સારો બદલો આપે એવો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી; કેમકે સદગુણ તેમ જ પરમાત્માની ઉપાસના એ પોતે જ સ્વયંમેવ સુખપ્રદ છે. એટલે એનું જો કોઈ ફળ હોય, તો તે તેમાથી સર્જાતી સુખ ભાવનામાં જ છે. ઈશ્વર અને પ્રકૃતિનો સ્પીનોઝાનો ખ્યાલ ખ્રિસ્તીઓના આ અંગેના ખ્યાલ કરતાં તદ્દન જુદો છે. યહૂદી પ્રજામાં તે સમયે શાસ્ત્ર વિરૂદ્ધ વાત કરનારને પજવવામાં આવતો. સ્પીનોઝા યહૂદી તરીકે પ્રજામાંથી નાતબહાર થઈ ગયો. અને અન્ય પ્રજાઓથી પણ અછૂત જેવો થઈ ગયો. સ્પીનોઝા યુરોપનો અજોડ તત્ત્વજ્ઞાની હતો. એના વિષે કહેવાતું કે ખ્રિસ્તી ધર્મમાં બે જ ખ્રિસ્તીઓ થયા. એક ઈશુ પોતે અને બીજે સ્પીનોઝા. ચશ્માનાં કાચ સાફ કરીને સદાયે આજીવિકા મેળવી. કાચની સફાઈ સાથે વિચારોની સફાઈ કરી. તેની બહેને એનો વારસાભાગ પચાવી પાડયો. “સ્પીનોઝા તો ભગત માણસ. એને શું જરૂર હોય?' એવું વિચાર્યું હશે. સ્પીનોઝાએ બહેનના આ અયોગ્ય જમ પુનર્જન્મ ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ પગલાં સામે કેસ માંડયો. કેસ જીત્યો. કોર્ટની બહાર નીકળતાં મળેલી મિલકત બહેનને આપી દીધી. અન્યાયનો પ્રતિકાર, એ જ ધર્મયુદ્ધ. ૧૭૫૭) બાર્કલે : (૧૬૮૫ આયર્લેન્ડમાં જન્મેલો બાર્કલે માનતો કે જેને આપણે કાર્ય-કારણની શૃંખલા કહીએ છીએ એ ઈશ્વરના દિવ્ય સંકલ્પનું પ્રકટીકરણ છે. ભૌતિક જગતની સત્તા આધ્યાત્મિક છે. એનું પ્રસિદ્ધ સૂત્ર હતું : જે જે દશ્યમાન છે, તે જ અસ્તિત્વ ધરાવે છે. જોનાર છે, માટે જ હોવાપણું છે, - સમસ્ત અવકાશી પદાર્થો અને પૃથ્વી પરનો સઘળો સાજ-સરંજામ મળીને જે વિરાટ વિશ્વનું ચિત્ર આપણી સમક્ષ ઉપસે છે, તેમાં મન સિવાયનું કોઈ તત્ત્વ-સત્વ નથી. શંકરાચાર્યના માયાવાદ જેવી વાત કહી છે. ઊપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે : ‘ભવપ્રંપચ મનજાળકી, બાજી જૂઠી મૂળ’ ઈમેન્યુએલ કેન્ટ : (૧૩૨૮ – ૧૮૦૪) કેન્ટ કહે છે: આપણી લાગણી, ઈશ્વરના અસ્તિત્વની પ્રતીતિ, આપણા અંતરાત્માના માર્ગદર્શક તરીકે કરાવે છે. મૃત્યુ પછીના જીવનનું અસ્તિત્વ પણ આપણી લાગણી દ્વારા જ સમજી શકાય છે. એક શ્રદ્ધાળુની જેમ કેન્ટ કહે છે કે, આવા અદ્ભુત જગતની રચના ઈશ્વર સિવાય બીજું કોઈ કરી જ ન શકે. જેમ કળાકૃતિનો સર્જક કોઈ કલાકાર હોય જ, તેમ આ સૃષ્ટિનો સર્જક ઈશ્વર જ હોય. કલાકાર મહદ્ અંશે ઈશ્વરનાં સાંનિધ્યમાં જ હોય છે. એટલુંજ નહિ, પણ સામાન્ય માનવના જીવનમાં પણ ક્યારેક તો એવી ક્ષણ આવે છે, કે જ્યારે એને ઈશ્વરની ઝાંખી થાય છે. કેન્ટના ધર્મ અને નીતિશાસ્ત્ર સબંધી વિચારોથી ધર્મગુરુઓથી અકળાઈ ઉઠયા. રાજાએ ધર્મવિરૂદ્ધ લખવાનો નિષેધ ફરમાવ્યો. પણ એ અગાઉ બધાં જ લખાણો પ્રગટ થઈ ચૂકયાં હતાં. ૭૦ વર્ષની ઉમ્મરે રાજકીય બાબતો અંગે સ્પષ્ટ વિચારો જણાવવા લાગ્યો. ફ્રેન્ચ ક્રાન્તિના સમાચારથી ઉત્તેજિત થઈ હર્ષાશ્રુ સાથે એણે ઉદ્ગાર કાઢયા,‘હે ઈશ્વર તારો આ દાસ હવે શાંતિપૂર્વક વિદાય લઈ શકશે'' કેન્ટના ગ્રંથોના અંગ્રેજી અનુવાદકોમાં મેક્ષ મૂલરનું નામ નોંધનીય છે. હેન્રી બર્ગસાં : (૧૮૫૯ ૧૯૪૧) બર્ગસાં બુદ્ધિ અને સ્ફૂરણા વચ્ચે ભેદ સમજાવે છે. જીવન સતત સંઘર્ષમય પ્રગતિશીલ પ્રક્રિયા છે. ઉત્ક્રાંતિના માર્ગમાં જીવનનું સર્જનાત્મક તત્ત્વ સતત પ્રયોગો કરતું રહે છે, જેને આપણો ઈશ્વર કહીએ છીએ. જીવનતત્ત્વ અને ઈશ્વર એ બંને એક જ છે. પરંતુ આ ઈશ્વર સર્વશક્તિમાન નથી, સતત જડ પદાર્થોના અવરોધો ઓળંગી પ્રકાશ તરફ ગતિ કરે છે. તે (ઈશ્વર) અનંત જીવન છે, જન્મ પુનર્જન્મ ૧૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ કર્મ છે, મુક્તિ છે. સર્જનાત્મકતા વિષે લખતાં છેલ્લે કહે છે : creative self is universal self, the hope of all man who believe in their immortal destiny. બર્ગમાં પુનર્જન્મમાં માનતા. જ્યાં પોલ સાર્ગ: (૧૯૦૫ – ૧૯૮૦) ફાન્સનો અસ્તિત્વવાદી ફિલસૂફ, નોબેલ વિજેતા (૧૯૬૪). ડાર્વિન, ફૉઈડ અને કાર્લ માર્કસ જેવો પ્રભાવ જગતચિંતન પર પાડનાર. એ કહેતો: માનવીને મુકત રહેવું પડે છે. એ પોતાના કર્મોથી પોતાનું વ્યક્તિત્વ સર્જતો રહે છે. પાપ-પુણ્ય, સ્વર્ગ-નરક જેવી ધારણાઓનું સાસ્ત્રના ચિંતનમાં સ્થાન નથી. દયા દાખવી દુષ્કર્મો માફ કરવા ન્યાયાધીશ જેવા ઈશ્વરની કલ્પનાને પણ માત્ર નિરર્થક ગણાવે છે. પોતાના કર્તવ્ય માટે માણસ પોતેજ જવાબદાર છે. એનું નીતિશાસ્ત્ર કર્મવાદી છે. - સાત્રિના સરકાર વિરોધી વિચારોને કારણે ફાન્સના પ્રમુખ દગોલને તેના સાથીઓએ સાત્રને જેલમાં ધકેલવાની સલાહ આપી ત્યારે દગોલે કહ્યું: “સાત્ર એટલે ફ્રાન્સ. આખા ફેન્સને જેલમાં પૂરી ન શકાય. ફોન્સ પોતાનાં વત્તેરને કહી પકડતું નથી.” ચિંતકો પ્રત્યે કેટલો આદર ! ફન્સને સાહિત્યના અગિયાર નાબેલ પ્રાઈઝ મળ્યાં, એ માત્ર અકસ્માત નથી ! બટ્રાન્ડ રસેલ : (જન્મ : ૧૮૭૨) ૧૯૫૦ માં નોબેલ પ્રાઈઝ વિજેતા. Why am not a Christian ના લેખક Agnostic હતા. ન આસ્તિક, ન નાસ્તિક. તેઓ માનતા કે મૃત્યુ પછીનાં જીવનમાં કોઈ સબળ પોઝિટિવ પુરાવા નથી. Physical Entity Once over there is no Birth. શરીર સાથે જ બધું સમાપ્ત થઈ જાય છે. રસેલ શાંતિ માટે ઝઝૂમ્યાં. Conquest of happiness ના રચયિતા. ચાર્લ્સ બ્રેડલો : (૧૮૩૩ – ૧૮૯૧). Humanity's gain from unbelief ના અંગ્રેજ લેખક. પરમ નાસ્તિક. પાર્લમેન્ટના સભ્ય તરીકે ચૂંટાયા. તે સમયે ઈશ્વરના નામે સોગંદ લેવા પડતા. બ્રેડલોએ ઈન્કાર કરી દીધો. હું ઈશ્વરમાં માનતો નથી, તો એના નામે સોગંદ કેમ લઉં? શપથવિધિ ન થતાં બ્રેડલોએ સભ્યપદ ગુમાવ્યું. ત્યારબાદ ફરી ચૂંટાયાં, ત્યારે એ જ વિટંબણા આવી ઊભી રહી. છેવટે. solemnly affirm ગંભીરતા પૂર્વકના કે અંતરાત્માની સાક્ષીએ પદ સ્વીકારવાની વિધિ પ્રથમવાર થઈ. ત્યારથી આ વિધિ ભારતમાં પણ પ્રચલિત છે. બ્રેડલો હિંદીઓને ખૂબ ચાહતા. હિંદીઓમાં ખૂબ પ્રિય. ગાંધીજી વિલાયતમાં ભણતા હતા ત્યારે બ્રેડલોનો દેહાંત થયો. ગાંધીજીએ એમની અંતિમ ક્રિયામાં પણ હાજરી આપી હતી. બ્રેડલો નિષ્ઠાવંત હતા. બ્રેડલોને માનવીમાં અટલ શ્રદ્ધા હતી. જેને માનવીમાં શ્રદ્ધા હોય, તેને જન્મ પુનર્જન્મ ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ નાસ્તિક કેમ કહી શકાય? આવા મહાનુભાવો સૃષ્ટિના કર્તા તરીકે ઈશ્વરમાં ન પણ માનતા હોય તો પણ પરમતત્વમાં શ્રદ્ધા હશે જ, એમ માની શકાય. એનોનીમસે એક સ્થળે ઉદ્ગાર કાઢયા છે: I am an Atheist, Thank God! હુ ઈશ્વરનો પહાડ માનું છું કે હું નાસ્તિક છું! નાસ્તિક માણસને પણ પોતાની નાસ્તિકતામાં અટલ શ્રદ્ધા હોય છે. કવિ કોલેરિજે સરસ કહ્યું છે : “ઈશ્વરનો ઈન્કાર કરનાર નાસ્તિકને પ્રથમ તો ઈશ્વરની કલ્પના જ કેમ આવી હશે?' ‘પ્રારંભિક અવસ્થામાં ગાંધીજી ઈશ્વરને સૃષ્ટિકર્તા તરીકે માનતા. શ્રીમદ્ રાજચંદ્રના ગાઢ સંસર્ગ, પોતાના મંથન-ચિંતન પછી ‘ઈશ્વર એ સત્ય છે.” એવી માન્યતાથી ફંટાઈ ‘સત્ય એ જ ઈશ્વર છે.' એવા નિષ્કર્ષ પર આવ્યા. ગાંધીજી લખ્યું છે, ‘ઈશ્વરને હું વ્યક્તિ તરીકે જોતો નથી. મારા માટે સત્ય એ જ ઈશ્વર છે, ઈશ્વર એક શક્તિ છે, તત્ત્વ છે, શુદ્ધ ચૈતન્ય અને સર્વવ્યાપક છે.” There is no other God than Truth (હરિજન બંધુ તા. ૨૪-૧-૩૭) ‘ઈશ્વર એ સત્ય છે,” થી “સત્ય એ જ ઈશ્વર છે” ની વચ્ચેના ગાળામાં ગાંધીજીનો પ્રચંડ પુરુષાર્થ પથરાયેલો છે. આ સંઘર્ષ, આયાસ સમજવા-માણવા જેવો છે. ગાંધીજી કહેતા : હું ઈશ્વરને સત્યરૂપે ભજું છું. ગાંધીજીએ આફ્રિકાથી શ્રીમદ્ રાજચંદ્રને જે ૨૭ પ્રશ્નો પૂછયા હતાં, તેમાં બીજે પ્રશ્ન: ઈશ્વર શું છે? એ જગતકર્તા છે? એ પૂછયો હતો, જેનો જવાબ શ્રીમદે તા. ૧૧ ઓક્ટોબર, ૧૮૯૪ના પત્રમાં વિગતવાર આપ્યો છે. વિવેકાનંદ કહેતા : Every Soul is Divine. The mission of Religion is the manifestation of Divinity in the Soul. Caastie al qual fida પછી એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સૃષ્ટિકર્તા કોઈ એક ઈશ્વર નથી. કાઉન્ટ ફોક બનડોટે ઈશ્વર વિષે કહ્યું છે : જેમને શ્રદ્ધા છે, એમને માટે સ્પષ્ટતાની જરૂર નથી. જેમને શ્રદ્ધા નથી, એમને માટે કોઈ સ્પષ્ટતા શક્ય નથી. ગાંધીજી કહેતા : Faith demands no proof. કુન્દનિકા કાપડિયાએ એક મુલાકાતમાં કહ્યું : મારા જીવનમાં એમના (મકરન્દ દવે) આવ્યા પહેલાં ઈશ્વરનો પ્રવેશ નહોતો. કૃષ્ણમૂર્તિ કે બુદ્ધની વાતોમાં ક્યાંય ઈશ્વરની વાત આવે નહિં.. એટલે એમના થકી ઈશ્વરે મારા જીવનમાં પ્રવેશ કર્યો, એ બહુ મોટી વાત છે. God and the Soul are regarded by the Hindu mind not as concepts; speculative and problematical as is the case in Western Philosophy, but as things directly known, can be experienced not merely by a chosen few, but under right condition, by all humanity. This insistence upon immediate perception rather than abstract જમ્ પુનર્જન્મ ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ reasoning, is what distinguishes the Indian philosophy of Religion from philosophy as Western Nations know it. Immediate perception is the source from which springs all Indian thought. વિવિધ દર્શનોમાં આત્માની સંકલ્પના અત્યારે દુનિયામાં જેટલાં ધમોં જીવિત છે, એ બધાયના આંતરિક ‘સ્વરૂપનું જો વર્ગીકરણ કરવામાં આવે, તો મુખ્યત્વે એમને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય. ૧. પહેલો વિભાગ કે જે વર્તમાન જન્મનો વિચાર કરે છે. ૨. બીજો એ કે જે વર્તમાન જન્મ ઉપરાંત જન્માંતરનો પણ વિચાર કરે છે. ૩. ત્રીજો એ વિભાગ કે જે જન્મ જન્માંતર ઉપરાંત એના નાશ કે ઉચ્છેદનો પણ વિચાર કરે છે. અનાત્મવાદ : અત્યારની જેમ ઘણા પ્રાચીન સમયમાં પણ એવા વિચારકો હતા કે જેઓ વર્તમાન જીવનમાં પ્રાપ્ત થતાં સુખની પેલે પાર કોઈ સુખ છે, એવી કલ્પનાથી ન તો પ્રેરણા મેળવતા હતા, કે ન તો એનાં સાધનોની શોધમાં સમય વિતાવવો ઉચિત માનતાં હતાં. વર્તમાન જન્મના સુખ-ભોગ જ એમનું જીવન ધ્યેય હતું અને આ ધ્યેયને પાર પાડવા માટે બધાં સાધનોનો સંગ્રહ કરતાં હતાં. તેઓ માનતા કે આપણે જે કઈ છીએ તે આ જન્મ સુધી જ છીએ. મૃત્યુ બાદ આપણે ફરી જન્મ લઈ શકવાના નથી. બહુ બહુ તો આપણાં પુનર્જન્મનો અર્થ આપણી સંતતિ ચાલુ રહે એ જ છે. તેથી જે કાંઈ સારું કામ કરીશું, તેનું ફળ ભોગવવા માટે આપણે ફરી જન્મવાના નથી. આપણી કરણીનું ફળ આપણા સંતાન કે સમાજ ભોગવી શકે છે. એને ભલે પુનર્જન્મ નામ અપાય. આવો વિચાર કરનારા વર્ગને આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પણ અનાત્મવાદી કે નાસ્તિક કહેવામાં આવેલ છે. એ જ વર્ગ ક્યારેક આગળ જતાં ચાર્વાક તરીકે ઓળખાવા લાગ્યો. આ વર્ગની દષ્ટિમાં સાધ્ય પુરુષાર્થ એક માત્ર કામ અર્થાત્ સુખભોગ જ છે. એના સાધન તરીકે એ વર્ગ નથી ધર્મની કલ્પના કરતો, કે નથી જાતજાતનાં વિધિવિધાનોનો વિચાર કરતો. તેથી જ આ વર્ગને કેવળ કામ અને અર્થ, એમ બે પુરુષાર્થને માનનાર કહી શકાય. આસો સંવત ૧૯૫૧ ના પત્રમાં શ્રીમદ્ આવી ધારણાઓનો અનાયાસ જવાબ આપે છે: “ સર્વ જીવને અપ્રિય છતાં જે દુ:ખનો અનુભવ કરવો જમ પુનર્જન્મ ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ પડે છે, તે દુ:ખ સકારણ હોવું જોઈએ. એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચારશ્રેણી ઉદય પામે છે. અને તે પરથી અનુક્રમે આત્મા, કર્મ, પરલોક, મોક્ષ આદિ ભાવોનું સ્વરૂપ સિધ્ધ થયું હોય એમ જણાય છે. (પત્ર ક્રમાંક ૬૪૬) અંગ્રેજી સાહિત્યમાં અનંતતા, શાશ્વતી વગેરે માટે શબ્દો છે, પણ ‘અનાદિ’ માટે નથી. કારણ કે પશ્ચિમી વિચારપરંપરામાં ‘અનાદિ’ શબ્દ આવતો જ નથી. એટલે ‘અનાદિ થી અનંત' દર્શાવવા ખલિલ જિબ્રાને from pre-enternity to eternity વાક્ય પ્રબંધ પ્રયોજ્યો; અનંતતાની અગાઉથી અનંત સુધી. r જૈનદર્શન અનુસાર સૃષ્ટિ અનાદિ અનંત છે. એની શરૂઆત નથી. તેમ અંત નથી, એટલે કે એના સર્જન વિસર્જનનો સવાલ રહેતો નથી. સૃષ્ટિમાં કેટલાક નિયમો છે. દરેક પદાર્થ પ્રકૃતિના નિયમ અનુસાર વર્તે છે. કર્મનો નિયમ પણ એવો જ એક નિયમ છે. આત્મા એક અનાદિ, અનંત ચૈતન્યરૂપ પદાર્થ છે. પોતે અમૂર્ત, સ્વતંત્ર, સર્વથા પવિત્ર હોવા છતાં પરપદાર્થના-પુદ્દગલના સંયોગે દેહધારી, પરાધીન અને મિલન બને છે. એ કર્મ કરે છે અને તેનું ફળ ભોગવે છે. પુનર્જન્મ છે, જો ન હોય તો કર્મનું વ્યવસ્થાતંત્ર નિરર્થક ઠરે. જૈન મત મુજબ કર્મ કરનારને તેનું ફળ આપોઆપ પ્રાપ્ત થાય છે. કર્મફળ આપવા માટે ઈશ્વર જેવી કોઈ સત્તાની આવશ્યક્તા નથી. જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે, તેમ ફળ ભોગવવામાં પણ સ્વતંત્ર છે. તેજ રીતે જૈન દર્શન ઈશ્વરને અધિષ્ઠાતા પણ નથી માનતું. એની માન્યતા મુજબ સૃષ્ટિ અનાદિ અનંત હોવાથી, કોઈએ ઉત્પન્ન કરી નથી, તથા એ પોતેજ પરિણમનશીલ હોવાથી ઈશ્વરના અધિષ્ઠાનની અપેક્ષા રહેતી નથી. તીર્થંકરો છે, તે પણ સૃષ્ટિના સંચાલક એવા ઈશ્વર નથી. તેઓ વીતરાગ છે. આત્મવિકાસના સર્વોચ્ચ પદે પહોંચેલા હોવાથી પૂછ્યું છે. ગીતામાં શ્રીકૃષ્ણે સ્પષ્ટ કર્યું છે : न कर्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः । कर्मफल संयोगं, स्वभावस्ते प्रवर्तते ॥ न (અ. ૫, શ્લોક ૧૪) અર્થાત્ : પ્રભુ લોકને સર્જતો નથી; તે કર્તા નથી. તેમ જ લોક સર્જન એ તેનું કામ નથી. વળી તે કર્મના ફળનો સંયોજક પણ નથી. પરંતુ દરેક વસ્તુ પોતપોતાનાં સ્વભાવ પ્રમાણે વર્તે છે. કર્મનુ બંધન છે ત્યાં સુધી જન્મ-મરણ છે. કર્માનુસાર આત્મા વિવિધ જીવયોનિમાં જન્મ ધારણ કરે છે. માનવજન્મ ઉત્તમ છે; કારણ કે મનુષ્ય ગતિમાંજ મોક્ષપ્રાપ્તિ સંભવિત છે. હિંદુ-વૈદિક ધર્મની બધી શાખાઓ, જૈન દર્શન, બૌદ્ધ દર્શન-આ બધા જન્મ પુનર્જન્મ ૧૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ પુનર્જન્મમાં માને છે, મોક્ષ અથવા નિર્વાણનો પણ સ્વીકાર કરે છે. આત્માના અસ્તિત્વ સુધી તો સર્વ ધર્મોમાં એકવાક્યતા છે. ચાર્વાકદર્શન સિવાય બધા ભારતીય દર્શનોમાં આત્મા કે ચેતન તત્ત્વનું અસ્તિત્વ સ્વીકૃત છે, એથી જ ભારતીય સંસ્કૃતિમાં કર્મ, પુનર્જન્મ, મોક્ષના વિચારો ખૂબ ઊંડે સુધી ગૂંથાયેલા છે. વૈદિક પરંપરાઓમાં થોડા થોડા ફેરફાર સાથે આત્માનું અમરત્વ સ્વીકારાયું છે. બૌદ્ધ મતમાં પુનર્જન્મનો સ્વીકાર છે,છતા આત્માની શાશ્વતતાનો અક્ષણ રૂપે સ્વીકાર નથી. નિત્ય આત્માને ન માનવા છતાં જન્મ-પુનર્જન્મને તે માને છે, બુદ્ધના પૂર્વજન્મોની કથાઓ, જાતકકથાઓ આનો પુરાવો છે. પુનર્જન્મની બૌદ્ધ સંકલ્પના : બૌદ્ધ દર્શન એમ કહે છે કે આત્મા પાંચ સ્કંધોનો સમુદાય માત્ર છે. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન. આ પાંચ '. સ્કંધ (સમુહ)થી અતિરિક્ત એવો કોઈ આત્મા નથી. રૂપમાં ચાર મહાભૂતો(પૃથ્વી, જળ, તેજ અને વાયુ) આવે છે. વેદના એટલે સંવેદના, લાગણી. સંજ્ઞા એટલે ઇંદ્રિયો દ્વારા થતું જ્ઞાન, સંસ્કાર એટલે અનુભવાવેશો. વિજ્ઞાન એટલે વિચાર. રૂપરૂંધમાં ચાર શારીરિક તત્ત્વો, ભૌતિક તત્ત્વો અને બાકીના ચાર સ્કંધમાં માનસિક તત્ત્વોનો સમાવેશ થાય છે, આત્મા આ પાંચ સ્કંધોનો સમુદાય માત્ર છે. આ તથાગતનો માર્ગ છે. ભગવાન ન હોય તો કઈ નહિં, પણ પંચ સ્કંધો તેના પરિણામો તો છે ને! બૌદ્ધ દર્શન એમ કહે છે કે આ સંઘાત બે ક્ષણ સુધી પણ એકરૂપ રહેતો નથી. એ નિરંતર પરિવર્તનશીલ છે. આ નિયમ દરેક વસ્તુને લાગુ પડે છે. હેરાલિટસ અને બર્ગમાં પણ બુદ્ધ જેવી જ વાત કરે છે. અવિરત ઉત્પાદ અને વ્યય, જગતની દરેક વસ્તુ આ નિયમને આધીન છે. નદીના જળમાં એક બિંદુ પણ સતત પરિવર્તિત થતું રહે છે. છતાં નદીમાં એકવાક્યતા રહે છે. એટલે જ scary so s you cannot bathe in the same river twice :- 24's or નદીમાં તમે બે વખત સ્નાન ન કરી શકો! કારણ કે બીજી વાર ભૂસ્કો મારે, ત્યાં સુધી તો પાણી બદલાઈ ગયું હોય. એવું જ સ્કંધ સમૂહમાં થાય છે. માનવદેહ ભિન્ન અવસ્થાઓમાંથી પસાર થાય છે અને એ અવસ્થાઓ અનિત્ય છે, તો જીવન એ અવસ્થાઓની પરંપરા છે-પ્રવાહ છે. દરેક અવસ્થા પૂર્વની અવસ્થા પર આધાર રાખે છે અને દરેક અવસ્થા પોતાના પછીની અવસ્થા સર્જે છે. કાર્યકારણના નિયમના સિદ્ધાંત અનુસાર. વિલીયમ જેમ્સ વિજ્ઞાનના અતૂટ પ્રવાહ- an unbroken stream of consciousness ની જે વાત કરે છે, તે લગભગ ઉપરોક્ત પ્રક્રિયાને મળતી છે. જો કર્યા વિના કર્મ થઈ શકે, તો પુનર્જન્મ પામનાર વ્યક્તિ વિના પુનર્જન્મ જમ પુનર્જન્મ ૧૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ પણ સારી રીતે થઈ શકે. બૌદ્ધ દર્શને આવો પુનર્જન્મ તો સ્વીકાર્યો જ છે, પણ તે ઉપરાંત પ્રત્યેક પળે પુનર્જન્મ થતો માન્યો છે. કર્મનું સંક્રમણ કે સંચરન જેમ વ્યક્તિના જીવન દરમ્યાન થાય છે, તે રીતે તેના મરણ વખતે પણ થાય એ સંભવિત છે. શરીર કામ કરતું અટકી જાય તો પણ માનસિક અને અપાર્થિવ શક્તિઓ-પરિબળો તો એનું કામ કર્યા જ કરે છે. બૌદ્ધ મીમાંસા કહે છે કે ઈચ્છાશક્તિ, તૃષ્ણા, જિજીવિષા, ભવત્ (Becoming) ની પ્રક્રિયા એક પ્રબળ શક્તિ છે. જે અખિલ અસ્તિત્વને ગતિ આપે છે. એ પ્રચંડ શક્તિ મૃત્યુ પછી જુદા સ્વરૂપે જારી રહે છે. એ પુનર્જન્મનું કારણભૂત થાય છે. જે નિયમથી આ જીવન ચાલે છે તે જ નિયમથી મૃત્યુ પછીનું જીવન ચાલે છે . બંનેમાં પ્રક્રિયા એક જ છે. ૬૦ વર્ષનો વૃદ્ધ ૫૦ વર્ષ પહેલાંના બાળક જેવો નથી, છતાં તે એનાથી જુદી વ્યક્તિ પણ નથી. તે જ રીતે અહીં જે માણસ મરે છે અને બીજી જગ્યાએ જન્મે છે, તે, તે જ માણસ નથી, તેમ જુદો માણસ પણ નથી. જ્યાં સુધી આ સાતત્ય, સંસારને ટકાવનાર તૃષ્ણા જિજીવિષા અને પૂર્વપ્રેરણાઓ (Pre-dispositions) છે, ત્યાં સુધી સંસાર ચાલુ રહેશે. જ્ઞાનકર્મથી એ બધાનું ઉન્મેલન થાય, તો માનવી નિર્વાણને પ્રાપ્ત કરી શકે. પુનર્જન્મ ઉત્પન્ન કરનાર બીજ જ જો ભસ્મ થઈ જાય, તો શેષ શું રહે? બૌદ્ધ ગ્રંથોમાં ગોધિક, સત્યદાસ, વકલી અને સિંહાના આત્મવિલોપનના દષ્ટાંતો જોવા મળે છે. અને એ વિશેષ મહત્વના છે, કારણ કે પુનર્જન્મ પામવાના એક માત્ર હેતુથી કરેલા આત્મવિલોપનને બૌદ્ધ માન્યતા સમર્થન આપે છે, તે આનાથી ફલિત થાય છે. (એન્સાયકલોપેડીયા, રીલીજીઅન એન્ડ એથીકસ. (Vol. XII, P. 34) તિબેટનાં બૌદ્ધશાસ્ત્રમાં ‘જીવંત બુદ્ધ એક એવી વ્યક્તિ હોય છે, કે જે મૃત્યુ પછી મોક્ષે જાય છે, પરંતુ અન્યોને મદદ કરવા માટે વારંવાર પુનર્જન્મ લેવાનું પસંદ કરે છે. તાજેતરમાં એક આઠ વર્ષનો બાળક “જીવંત બુદ્ધ' બન્યો છે. એની પસંદગી જીવંત બુદ્ધનાં ૧૭ માં પુનર્જન્મ તરીકે કરવામાં આવી છે. ચીનની સામ્યવાદી સરકારે પ્રથમવાર “જીવંત બુદ્ધને માન્યતા આપી છે. લ્હાસાથી દૂર એક મઠમાં ૨૭ મી જૂન ૧૯૯૨ નાં એની પસંદગી કરવામાં આવી હતી. જીવનાં પૂર્વભવનાં અસ્તિત્વમાં કરેલાં પાપ-પુણ્ય ભાવ (શુભ-અશુભ) જ વર્તમાનની જીવદશા નિશ્ચિત કરે છે. (બુદ્ધિઝમ, પં. શિઓ નેરીન, પ્ર. ૩૨) બૌદ્ધ પરંપરાના લામા ગુરુઓએ તિબેટી યોગમાં મૃત્યુની ક્ષણ, મૃત્યુ પામવાની કળા, મૃત્યુ પછીની અવસ્થા, અને Yogic Art of choosing a womb, Bardo of Rebirth [all (que 241 522 . (Tibetan Yoga and ૧૮ જન્મ પુનર્જન્મ Page #26 -------------------------------------------------------------------------- ________________ Secret Doctrines), લામાં કાઝી દવા સંમપુદપનો ઉપદેશ; સંકલન W. Y. Evans-Wentz. (Oxford University Press) Budha like Plato sought to find the state beyond flux - ભાવ-નિરોધ-નિભાનામ્ - To withdraw from flux is to attain Nirvana. ભારતમાં ‘લોકાયતિક’ નામે ઓળખાતા એક સંપ્રદાયના પ્રણેતા ચાર્વાક પ્રષિએ આત્માના અસ્તિત્વને જ નકારી કાઢેલું. આથી કર્મ, પૂનર્જન્મ, મોક્ષ જેવી વાતો પણ એમના મત મુજબ નિરર્થક ઠરે છે. આથી ધર્મ, આરાધના, સાધના વગેરે પણ કોઈ કામના ન રહે એ દેખીતું છે. તેથી જ તેમણે કહ્યું હતું : માવજત જીત, ઢગં કૃત્વા ધૃત પિત! ભસ્મીભુતસ્ય દેહસ્ય પુનરાગમન કુત: ? અર્થાત્ : જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સુખે જીવીએ (વ્યર્થ કષ્ટ ભોગવવું નહીં) કરજ કરીને પણ ઘી પીવું, કારણ કે ભસ્મ થયેલ દેહ કંઈ પાછો આવવાનો નથી. વૈજ્ઞાનિકો, બુદ્ધિવાદીઓનેં આજે જે અભિમત છે, તેવી જ માન્યતાઓ સેંકડો વર્ષ પુરાણા આ મતમાં પ્રચલિત હતી. આ એક વિલક્ષણ મત અવશ્ય છે. ભારતની મત સહિષ્ણુ સંસ્કૃતિએ ચાર્વાકને પણ ઋષિ ગણ્યા છે. આ લોકાયત મતને આ એક શ્લોકમાં પૂરો કરી શકાય નહિં. તેમ છતાં જીવન અને મરણ વિષે માનવજાતે ઊંડાણથી વિચાર્યું છે અને દેહધારીઓ માટે મરણ નિશ્ચિત છે એ સમજનો સ્વીકાર તો કરવો જ પડે છે. એટલે આ દર્શનનું સત્ય સ્પષ્ટ છે. તજીવનચ્છરીરવાદ : ત્રેવીસ માહેના એક વાદ તજજીવનચ્છરીરવાદ તરીકે ઓળખાય છે. આ મત અનુસાર સંસારમાં જેટલા શરીર છે, તેમાં દરેકમાં આત્મા છે. વળી એ આત્મા શરીરની હયાતિ સુધી જ ટકી રહે છે. શરીરના નારા સાથે જ શરીરીનો વિનાશ થાય છે. આ લોક સિવાય પર’ એટલે બીજો કોઈ લોક નથી. પુણ્ય કે પાપ જેવું કશું જ નથી. પરલોકે જનારો કોઈ આત્મા શરીરથી જુદો નથી. કોઈ તત્વો એક જન્મથી બીજા જન્મમાં જનારાં નથી. એટલે કે આ વાદ પાપ - પુણ્ય અર્થાત્ કર્મના સિદ્ધાંતમાં કે આત્માની નિત્યતામાં, કે અન્ય લોકમાં, કે કોઈ અન્ય જન્મમાં માનતો નથી. ટૂંકમાં શરીર એ જે આત્માનો આવિર્ભાવ એવું તારણ નીકળે. કાળક્રમે આ વિચારધારા વિલય થઈ ગઈ. જીવન અને મરણનું રહસ્ય શોધવાની જિજ્ઞાસામાંથી આવાં જુદાજુદા ઉત્તરો સામે આવ્યા. હજી પણ શોધ ચાલુ છે. અનાત્મવાદી હોય તે પુનર્જન્મ કે પરલોકમાં ન માને. જ્યારે બુદ્ધધર્મે પુનર્જન્મ, તેના કારણ, તેમજ કર્મની નિવૃત્તિ અને નિર્વાણ જન્મ પુનર્જન્મ Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉપર ખાસ ભાર આપી ચાર આર્યસત્યોને પોતાની આગવી શોધ બતાવી છે. (૧) દુ:ખ. (૨) તેનું કારણ તૃષ્ણા (૩) નિર્વાણ અને (૪) એનો ઉપાય એટલે અષ્ટાંગિક માર્ગ. એજ ચાર આર્યસત્યો જૈન પરિભાષામાં બંધ, આમ્રવ, મોક્ષ અને સંવર છે. જ્યારે ન્યાયવૈશેષિક પરિભાષામાં સંસાર, અજ્ઞાન, અપવર્ગ અને તત્વજ્ઞાન છે. તેમજ સાંખ્યયોગ પરિભાષામાં સંસાર, અવિવેક, મોક્ષ , અને વિવેક છે. બધા જ બ્રાહ્મણ - શ્રમણ દર્શનો મુખ્ય વસ્તુમાં એકમત થઈ જતા હોવાથી શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે : નિશ્ચય સર્વ શાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માંય. (આત્મ સિદ્ધિ ૧૧૮) આત્માનું શાશ્વત સ્વરૂપ ભવાંતરણનાં સિદ્ધાંતનો મૂળભૂત આધાર છે. , પુનર્જન્મ અને જીવનું ક્ષેત્રમંતરાણ ધાર્મિક જીવનનો દઢ અને શક્તિશાળી 'આધારસ્તંભ છે. યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામમાં અંતિમ ક્રિયામાં દફન વિધિ હોય છે. જ્યાં દફન વિધિ હોય છે, ત્યાં પુનર્જન્મની માન્યતા નથી હોતી. ફરી દેહ ધારણ કરવાનો હોતો નથી. જરથુષ્ટ્ર, યહુદી, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મપરંપરામાં કર્મની ગતિ સીધી રેખામાં Lineal કે Linear હોય છે. હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મપરંપરામાં કર્મની ગતિ વર્તુળાકારે -circular હોય છે. વર્તુળનો આદિ કે અંત શોધી શકાતો નથી. . જરથુષ્ટ્રપંથીઓ માને છે કે આખરી સમયે સોશચોસ-મસીહ પૃથ્વી પર આવશે. ધરતી પર પીગળેલી ધાતુનો લાવારસ પથરાઈ જશે. દુષ્ટો અને દુષ્ટોનાં દુકૃત્યો એમાં હોમાઈ જશે. પવિત્ર માણસો ચંદનની શીતલતા પામશે. પછી નવી પૃથ્વી અને નવા સ્વર્ગ પર શાશ્વત શાંતિ પથરાશે. આવું બનશે ત્યારે મોટેરાંઓ કાયમને માટે ૪૦ ની વયનાં અને બાળકો પંદર વર્ષની વયનાં હશે. યહૂદી પંથીઓ પણ મસીહાની પ્રતીક્ષા કરે છે. યહૂદી પરંપરા માને છે કે માનવજાતની શરૂઆત ઈડનના બગીચામાં થઈ, જ્યાં વસનારાઓનું સ્વર્ગ હતું. બધા પૂર્ણ હતા. અંતે ફરી ઈડનના બગીચામાં બધા એકત્ર મળશે. પૂર્ણતા પ્રાપ્ત કરશે. સમગ્ર પૃથ્વી પર ઈઝરાયેલનું શાસન હશે. શાંતિ અને સમૃદ્ધિ હશે. દ્રાક્ષનાં વેલાઓ પર હજારો ઝુમખાંઓ હશે. યહૂદી પરંપરા સગુણ, સવિચાર અને સદાચારની ભાવનાને પુષ્ટિ આપે છે, તેમજ પરલોકમાં માન્યતા ધરાવે છે. , ખ્રિસ્તી પરંપરામાં Day of Judgement કે Last Judgment કે Doom's જન્મ પુનર્જન્મ Page #28 -------------------------------------------------------------------------- ________________ day સૃષ્ટિના પ્રલય પછીનો અંતિમ દિવસ ગણાય છે. આ દિવસે મરેલાં બધા જીવતાં થશે, કબરમાંથી. પુનરૂત્થાન- Resurrection ની માન્યતા છે. બધાને પોતાનાં કૃત્યો અનુસાર આખરી ચુકાદો સંભળાવવામાં આવશે. જે અલ્પ સમયનું હોય, તે પ્રથમ ભોગવવાનું આવે. જે દીર્ઘ હોય, તે પછી. આ ચુકાદા અનુસાર સ્વર્ગ કે નરકનો વાસ હોય. ઘણાં પ્રબુદ્ધ ખ્રિસ્તીઓ પુનર્જન્મમાં માનતાં હતાં. ઈસ્લામપંથીઓ પણ આખરી ચુકાદામાં કયામતમાં માને છે. Day of Reckoning. સૃષ્ટિના પ્રલયનો આખરી દિવસ, તે જ કયામતનો દિવસ.કયામતના દિવસે મરેલાઓ જીવતાં થશે અને આખરી ચુકાદો પામશે. અને તે મુજબ દોજખ કે ઝન્નતવાસી થશે. સૂફીઓને પ્રથમ પંક્તિમાં ઊભા રાખવામાં આવે છે. સૂફી ખુદાના પ્રિય પાત્ર ગણાય છે. સૂફ એટલે પંક્તિ. તે પરથી સૂકી શબ્દ પ્રચલિત થયો. સૂફી એટલે સાફ, પવિત્ર, નિર્મળ મનના હોવાથી “સૂફી' કહેવામાં આવે છે. પરંતુ પ્રચલિત માન્યતા એવી છે કે “સૂફી' શબ્દ ‘સૂર’ એટલે ઉન ઉપરથી આવ્યો છે. સખત ગરમીમાં પણ કષ્ટ વેઠી ઉનના વસ્ત્ર પહેરનાર, સૂફી નામથી પ્રસિદ્ધ થયા. એક મત એવો છે કે સોફિયા એટલે જ્ઞાન. એ ઉપરથી જ્ઞાનીને સૂકી કહેવાય છે. ઈસ્લામ એટલે શરણાગતિ. અલ્લાહ સમક્ષ સંપૂર્ણ શરણાગતિ. ખિસ્તી અને ઈસ્લામ પરંપરામાં આ રીતે ઘણું જ સામ્ય જોવા મળે છે. સરવાળે આત્માની ગતિ ક્યાંક તો થાય જ છે. ટૂંકમાં આ પરંપરાઓમાં કમ સીધી રેખમાં ગતિ કરી મૃત્યુ સાથે અટકી જાય છે. જ્યારે હિંદુ, જૈન અને બૌદ્ધ પરંપરામાં કર્માનુસાર ફરી જન્મ ધારણ કરવો પડે, • જ્યાં સુધી સંપૂર્ણ કર્મોને ક્ષય અને મુક્તિ ન થાય ત્યાં સુધી. એટલે કર્મોની ગતિ વર્તુળાકાર છે. સંસારચક્ર શબ્દ પણ વર્તુળાત્મક ગતિનો સૂચક છે. વૈદિક પરંપરા કર્મમાંથી કર્તાભાવ દૂર કરીને કર્મફળત્યાગની ભાવના કેળવીને નૈષ્કર્મ, સંન્યાસ અને ધ્યાનને પગલે મુક્તિ - બ્રહ્મનિર્વાણનો માર્ગ ચીંધે છે. જૈન પરંપરા કર્મની નિર્જરા દ્વારા નિર્વાણ - શિવાણંનો રસ્તો બતાવે છે. બૌદ્ધ પરંપરા તૃષ્ણા ત્યાગ અને કરુણાના અનુશીલનથી ધ્યાનમાર્ગે પુરુષાર્થ કરવાનું નિર્દેશ છે, જેથી બોધિસત્વ અનેક જન્મે નિર્વાણ પામી શકે. - સમણસુરમમાં કહ્યું છે. જ્યાં નથી દુ:ખ, નથી સુખ, નથી પીડા, નથી બાધા, નથી મરણ અને નથી જન્મ, એનું નામ નિર્વાણ. (ડૉ. ગુણવંત શાહ) એક આગવી પરંપરા : - જરથુષ્ટ્ર પરંપરાના અનુયાયીઓ મૂળત: આર્યો જ છે. મરણોત્તર અનેક વિધિઓ વૈદિક સંસ્કૃતિ સાથે ઘણું સામ્ય ધરાવે છે. જમ પુનર્જન્મ , ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ આ એક આગવી પરંપરા છે. જેમાં અંત્યેષ્ટિ ક્રિયામાં નથી દફનવિધિ, કે નથી અગ્નિસંસ્કાર; પણ ધાર્મિક વિધિઓ પછી મૃતદેહને ‘દોખમા’ માં મૂકી દેવામાં આવે છે. કોઈ સ્વજનો પણ ત્યાં સુધી જઈ શકતાં નથી.' આ પરંપરામાં શાશ્વત, સનાતન આત્માની માન્યતા તો છે જ. મૃત્યુ પછી પ્રથમ દિવસથી પ્રાર્થના અથવા ગાથાનું રટણ બે દિવસ ચાલે છે. ત્રીજા દિવસે ઉઠમણું અને સાથે પ્રાર્થના હોય છે. ચોથે દિવસે ચહારમની પ્રાર્થના હોય છે. મૃત્યુ પછીની ગતિમાં આત્મા સુખરૂપ રહે; શાંતિ પામે, તે માટે ચાર દિવસની ક્રિયાઓ પ્રાર્થનાયુક્ત હોય છે, અને અત્યંત મહત્વની છે. છેલ્લે દિવસે માત્ર કુટુંબીઓ પૂરતું ભોજન હોય છે. આ ચાર દિવસની વિધિ પાછળની સંકલ્પના એવી છે, કે જીવાત્માનો આ સૃષ્ટિ સાથેના સંબંધ દેહમૃત્યુ પછી પણ ચાર દિવસ સુધી રહે છે. ચોથા દિવસે આ સંબંધનો વિચ્છેદ થઈ જાય છે. દુન્યવી સંબંધો પૂરા થાય છે. ગતિ કરતાં આત્માને પવિત્ર ઝરણા Blissful stream પરનાં ચિનવદ કે પૂલ પરથી પસાર થવાનું હોય છે. આત્મા શાંતિથી સુખરૂપ એ પૂલ પરથી પસાર થઈ શકે, તે માટે નળિયા જેવું ધરાવવાની વિધિ હોય છે અને આત્માની સુખરૂપ યાત્રા અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે, આત્માને સુખરૂપ ભાવપૂર્વક વિદાય આપવામાં આવે છે. સ્વજનો, - સંગાઓ પ્રાર્થના કરતાં રહે, તો આત્મા રખડતો ન રહે, અને એની અધોગતિ ન થાય. - ત્યારબાદ દર વષીએ - દર પુણ્યતિથિએ વિધિવત્ પ્રાર્થના થાય છે, જેમાં એવી ભાવનાઓ થાય છે કે અમે પ્રવેશી આત્માઓને અને તમને યાદ કરીએ છીએ. આવીને મળીએ છીએ, આપ જમીને ખુશી થઈને જાવ. અમારા આશીર્વાદ Blessing આપની સાથે છે. દોજખમાંથી બેહસ્તિ તરફ ગતિ થાય, એવી શુભ પ્રાર્થના કરવામાં આવે છે. બેહસ્તિ અથવા સ્વર્ગમાં આત્મા મુક્ત અનંત અને અક્ષય આનંદની અવસ્થામાં રહી સુખ પામે છે. કોઈ આત્માને ફરી દેહ ધારણ કરવો પડતો નથી. પુનર્જન્મની સંકલ્પના આ વિચારધારામાં નથી. પરંતુ હવે ઘણા વિદ્વાનો - આ પરંપરાના નિષ્ણાતોસ્કોલરો પુનર્જન્મના સિદ્ધાંતમાં માન્યતા ધરાવે છે. - આત્માની સદ્ગતિ અર્થે બારમા કે તેરમાની વિધિ, ભોજન, વર્ષ શ્રાદ્ધ, તર્પણ વગેરે વૈદિક પરંપરાની વિધિઓ અને જરથોસ્ત્ર પરંપરાનું સામ સ્પષ્ટ છે. વૈદિક પરંપરા અનુસાર બાર દિવસ આત્મા આ સૃષ્ટિ પર જ રહે છે. પછીની વિધિઓ વિદાયની વિધિઓ છે. જરથુષ્ટ્ર પરંપરા અનુસાર ચાર દિવસ સુધી જન્મ પુનર્જન્મ Page #30 -------------------------------------------------------------------------- ________________ આત્મા આ સુષ્ટિ સાથે જોડાયેલાં રહે છે. પછી વિધિવત્ વિદાય સાથે શુભકામના કરવામાં આવે છે. કર્મવાદ-પુનર્જન્મની આવશ્યક સંરચના કર્મના સિદ્ધાંતના સંદર્ભમાં પુનર્જન્મનો નિર્દેશ કરતાં જર્મન વિદ્વાન . મેકસ મૂલરે લખ્યું છે: “એ તો નિશ્ચિત છે કે કર્મના સિદ્ધાંતનો પ્રભાવ માનવજીવન પર બેહદ પડ્યો છે. જો માનવી એ જાણે કે વર્તમાન જીવનમાં કોઈ જાતનો અપરાધ કર્યા વગર પણ મારે જે કંઈ દુ:ખ વેઠવું પડે છે, એ મારા પૂર્વ જન્મના કર્મનું જ ફળ છે, તે એ જૂનું દેવું ચૂકવનાર માનવીની જેમ શાંતપણે એ સંકટને સહન કરી લેશે અને સાથે સાથે જો એ માનવી એટલું પણ જાણતો હોય કે સહનશીલતાથી જૂનું દેવું ચૂકતે કરી શકાય છે, તથા એથી જ ભવિષ્યને માટે ધર્મની મૂડી ભેગી કરી શકાય છે, તો એને ભલાઈને માર્ગે ચાલવાની પ્રેરણા આપોઆપ જ મળી જવાની. ધર્મશાસ્ત્રનો આ સિદ્ધાંત અને ભૌતિકશાસ્ત્રનો બલસંરક્ષણ સંબંધી સિદ્ધાંત એ બંને એક સરખાં છે. બંને સિદ્ધાંતોનો સાર એટલો જ છે કે કોઈનો પણ નાશ નથી થતો. કોઈ પણ ધર્મશિક્ષણના અસ્તિત્વ વિશે ગમે તેટલી શંકા કેમ ન હોય, પણ એટલું તો સુનિશ્ચિત છે કે કર્મનો સિદ્ધાંત સૌથી વધારે સ્થાનોમાં સ્વીકારમાં આવ્યો છે. એનાથી લાખો માનવીઓનાં કષ્ટો ઓછાં થયા છે અને એ જ સિદ્ધાંતને લીધે માનવીને વર્તમાન સંકટ સહન કરવાની શકિત પેદા કરવાનું તથા ભવિષ્યનું જીવન સુધારવાનું ઉત્તેજન મળતું રહ્યું છે” કર્મ અંગે જે કંઈ કહેવામાં, લખવામાં આવ્યું છે તેની સંગતિ ત્યારે જ થઈ શકે છે, કે જ્યારે આત્માને જડથી જૂદ તત્વ માનવામાં આવે. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જે પ્રમાણોથી જાણી શકાય છે એમાં એક છે : પુનર્જન્મ. વર્તમાન શરીર પછી આત્માનું અસ્તિત્વ માનવામાં ન આવે તો, ઘણા પ્રશ્નો વાણ ઉકેલ્યાં રહી જવા પામે છે. એવું જોવામાં આવતું હોય છે, કે જેઓ આ જન્મમાં પ્રામાણિક જીવન વીતાવે છે તેઓ રહે છે દરિદ્ર; અને એવા માણસો પણ જોવામાં આવે છે. કે જેઓ ન્યાય, નીતિ કે ધર્મનું લેશમાત્ર પણ પાલન કરતાં નથી છતાં બધી રીતે સુખી હોય છે. એવા પણ કિસ્સા બને છે, કે જેમાં ગુન્હો એક કરે છે અને એની સજા કે ફળ અન્યને ભોગવવાં પડે છે. ખૂન એક કરે છે ને ફાંસીએ જન્મ પુનર્જન્મ ૨૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ બીજે ચડે છે. આ ઉપરથી એ વિચાર કરવો જોઈએ કે જેમને પોતાના સારા કે ખરાબ કૃત્યનો બદલો આ જન્મમાં નથી મળતો, એમનું કૃત્ય શું એમ જ નિષ્ફળ જવાનું? આવી બધી બાબતોને ધ્યાનમાં લેતાં એમ માનવું અનિવાર્ય થઈ પડે છે કે ચેતન એક સ્વતંત્ર તત્ત્વ છે અને એ જાણતાં કે અજાણતાં જે કંઈ કર્મ કરે છે, એનું ફળ ભોગવવું જ પડે છે, અને એ માટે પુનર્જન્મના ચક્રમાં ફરવું પડે છે. પુનર્જન્મનો સ્વીકાર આત્માના સ્વતંત્ર અસ્તિત્વને માનવાનો પ્રબળ પુરાવો છે. આ સિદ્ધાંતનો ફલિતાર્થ એ છે, કે જીવન માત્ર વર્તમાન જન્મમાં પૂરું થતું નથી. એ તો પહેલાં પાગ હતું, અને આગળ પણ ચાલવાનું. એવું એક પણ સ્થૂલ કે સૂક્ષ્મ, માનસિક, વાચિક કે કાયિક કર્મ નથી, જે આ જન્મમાં કે પર જન્મમાં પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય વિલય પામે. કર્મવાદીની દષ્ટિ દીર્ઘ છે, ત્રણ કાળને સ્પર્શે છે. ચાર્વાકની દષ્ટિ સીમિત છે. તે માત્ર વર્તમાનને સ્પર્શે છે. કર્મવાદની દીર્ધદષ્ટિમાંથી ફલિત થતી વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક કે વૈશ્વિક જવાબદારીઓ અને બંધનમાં મોટો ફેર પડી જાય છે. એ બંને દષ્ટિઓનો તફાવત અહીં વિસ્તારથી જોઈએ: કર્મના ફળ કે પુનર્જન્મને ન માનનાર પક્ષ માટે જીવનમાં કામ” (ભોગ) અને તેના સાધનરૂપ “અર્થ” (ધન) સિવાય બીજા કોઈ પુરુષાર્થનું સ્થાન નથી. જરૂર નથી. બીજો એક વર્ગ એવો હતો કે જે મરણ પછી જન્માંતર છે એમ માનતો હતો, અને પુનર્જન્મની માન્યતાને આધારે કર્મતત્ત્વનો સ્વીકાર કરતો હતો. આવા કર્મવાદીઓના પણ મુખ્ય બે પક્ષ છે. એક પક્ષ જન્માંતરમાં શુભ ફળ અને તેના સાધનરૂપે ધર્મનું પ્રતિપાદન કરતો હતો. તેમના માટે અર્થ અને કામ ઉપરાંત ધર્મ પણ માનવીના પુરુષાર્થનું ક્ષેત્ર હતું, એની દષ્ટિમાં ‘મોક્ષનું સ્થાન ન હતું. એના મતે પાપ - પુણ્ય જન્મ-પુનર્જન્મનું ચક્ર ચાલતું જ રહે છે, એને ઉચ્છેદ શક્ય નથી. એ પક્ષ શિષ્ટ અને વિહિત આચરણ કરવા પર ભાર મૂકતો. નિંદ્ય અને નિષિદ્ધ આચરણથી અધર્મ અને તેના પરિણામે પાપ થતું હોવાથી ભવિષ્યમાં તેનું ફળ દુ:ખરૂપે મળે, માટે તેનાથી બચવાનું કહેતો. આમ આ પક્ષ સામાજિક સુવ્યવસ્થા અને સુખશાંતિ તરફ ધ્યાન આપતો. વૈદિક કર્મકાંડો, મીમાંસક દર્શન વગેરે પ્રવાહો આ પ્રકારના હતા. - કર્મવાદીઓનો બીજો પક્ષ એમ માનતો હતો કે પુનર્જન્મનું કારણ કર્મ છે. વિહિત આચરણ કરવાથી ધર્મ થાય છે અને તેથી સ્વર્ગ મળે છે એ સાચું, પણ એ ધર્મ પણ અધર્મની જેમ સર્વથા હેય (ત્યાજ્ય) છે. એક અન્ય દિશા પણ છે, ચોથો પુરુષાર્થ છે-મોક્ષ. માનવી કર્મથી અને જન્મ-મરણથી મુક્ત જન્મ પુનર્જન્મ ૨૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ થઈ શકે છે. મોક્ષને માટે બધાય કર્મ-પુણ્યરૂપ કે પાપરૂપ-બંધન છે. એનો પણ નાશ પ્રયત્નથી શક્ય છે. આ પક્ષનું ધ્યેય સર્વ બંધનોથી મુક્તિનું છે; શ્રમણમાર્ગ, પરિવ્રાજકો, યોગ, સાંખ્ય વગેરે દર્શનો આવા નિવૃત્તિલક્ષી છે. આગળના પક્ષને પ્રવૃત્તિમાર્ગ કહી શકાય. નિવર્તક માર્ગમાં ચોથો પુરુષાર્થ મુખ્ય છે. જેમણે પોતાના અસ્તિત્વનાં મૂળને જાણવાનો પ્રબળ પુરુષાર્થ કર્યો તેમણે આત્મતત્ત્વ શોધી કાઢ્યું. પુનર્જન્મને અટકાવવાનું સાધન તેમને મળી આવ્યું. મુક્તિની-મોક્ષની શક્યતા તેમણે જોઈ. વસ્તુત: ચોથા પુરુષાર્થને ‘મોક્ષને’ બદલે જ્ઞાનપુરુષાર્થ અથવા શુદ્ધિ કે શોધપુરુષાર્થ કહેવો જોઈએ-મોક્ષ તો એની અંતિમ ફળશ્રુતિ છે. મનુષ્ય ધર્મ, અર્થ અને કામને પ્રયત્નથી શોધે છે-ખોળે છે, તે માટેની પ્રવૃત્તિ કરે છે, છેવટે પોતાને અને જગતને શોધે છે, શુદ્ધ કરે છે, અને અંતે જગતના-જીવનના મૂળ કારણને પણ શોધી લે છે. જ્ઞાની ધર્મ કે નીતિના નિયમનમાંથી મુક્તિ નથી મેળવતો, પણ ધર્મને વધુ સૂક્ષ્મ સ્તરે સમજે છે, આચરે છે. વિવિધ જવાબદારીઓ અને તેની મર્યાદાઓને બરાબર જાણે છે અને સમજણપૂર્વક સ્વીકારે છે. આ પુરુષાર્થ માટે પ્રવૃત્તિમાત્રથી નિવૃત્ત થવું જોઈએ-એવી અંતિમ છેડાની માન્યતા નિર્માણ થઈ છે. કિંતુ પુનર્જન્મમાંથી છૂટવું અને તે માટે કર્મ નાશનો ઉપાય કરવો એટલો જ અર્થ મોક્ષપુરુષાર્થનો નથી. પુનર્જન્મના ડરથી જ મોક્ષપુરુષાર્થ કરવાનો નથી; પણ જિજ્ઞાસાથી, સત્યશોધનની ભાવનાથી તથા શુદ્ધ થવાની આકાંક્ષાથી એ પ્રયાસ કરવાનો હોય. એ પુરુષાર્થ જ્ઞાનનો હોય. જે પરંપરાએ મોક્ષ તો અપાવશે જ. જ્ઞાનની સાધનામાં તો ‘પુનર્જન્મ નથી’ એમ માનતા હોઈએ તો પણ અટકવાનું નથી. જ્ઞાન પુરુષાર્થથી સ્વયંને અજવાળવો એજ લક્ષ્ય છે. આ પુરુષાર્થમાં કર્મો તો સ્વયં ખરી જ પડવાનાં છે. મોક્ષ એ આત્માની સહજ અવસ્થા છે. કર્મની વ્યવસ્થા તો અનુષંગિક છે. It is a secondary mechanism. It is mechanical also, કર્મની યંત્રણા અનુસાર જન્મ મરણનું ચક્ર આપોઆપ સમાપ્ત થઈ જાય છે. એ inicidental નિષ્પત્તિ છે. આત્મા એના શાશ્વત નિવાસસ્થાનમાં પહોંચી જાય, તો એને અન્ય નિવાસ-દેહની કોઈ આવશ્યકતા રહેતી જ નથી. માણસે જિજ્ઞાસુ હોવું જોઈએ, શ્રેયાથી થવું જોઈએ. શુશુત્સુ (શુદ્ધિની ઈચ્છાવાળા) હોવું જોઈએ. પરિણામે અજ્ઞાન, અધૂરું જ્ઞાન અને અનિશ્ચિતતામાંથી મુક્તિ મળે છે. આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક: એ ભેદ આપણે પાડેલાં છે. અધ્યાત્મવિજ્ઞાન એ જ ખરો શબ્દ છે. વૈજ્ઞાનિક તથ્યોને કે જીવનને સમજવા અને સરવાળે જન્મ પુનર્જન્મ ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારવા માટે કેટલાંક Basic Assumptions ગૃહીતો કે Premises, અર્થાત Origin, કે Starting Point, કે ધારીલો કે થી પ્રારંભ કરવો પડે છે. જો ગૃહીત ખોટું કે યથાર્થ ન હોય, તો તેને આધારે ટકેલાં અનુમાનો, પ્રમેયો, સાબિતીઓ અને ઉપપ્રમેયો ખોટાં ઠરે. ભારતીય સંસ્કૃતિ પુનર્જન્મની માન્યતાના પાયા પર ઊભેલી પરંપરા છે; એટલે એ પરંપરામાં પુનર્જન્મના ગૃહીતોનું મહત્વનું સ્થાન છે. પુનર્જન્મના ગૃહીત વગર કર્મનો સિદ્ધાંત, કાયદો અને પરંપરા ટકી ન શકે, પુરુષાર્થ – સાધના – ઉપાસના મૂલ્યહીન થઈ જાય. સદાચાર નગણ્ય થઈ જાય. મોક્ષ કે મુક્તિનો ખ્યાલ ટકી ન શકે. વૈદિક, જૈન અને બૌદ્ધ ધર્મના પાયામાં પુનર્જન્મની સંકલ્પના રહેલી છે. માનવીને કર્મ કરવાની સ્વતંત્રતા આપેલી છે. કર્મના સિદ્ધાંત વગર જન્મ - પુનર્જન્મની માન્યતા ટકી ન શકે. ઈશ્વર કે કુદરત નથી કર્મનું સર્જન કરતાં કે નથી ફળ આપવા બેસતા. એ બધું સૃષ્ટિક્રમ પ્રમાણે સ્વયં સંચાલિત છે. ઓટોમેશનની જેમ ચાલતું જ રહે છે. શુભકર્મ શુભચિંતન, યજ્ઞભાવના, ન્યાયની સંકલ્પના વગેરે જન્મ-પૂનર્જન્મની માન્યતા વગર ટકી ન શકે, અને આવી ભાવનાઓ વગર જન્મ-પુનર્જન્મની માન્યતામાં શ્રદ્ધા ઉત્પન્ન ન થાય. Action and Reaction are equal and opposite. માત્ર ક્રિયા જ નહિ, પણ મનસા કર્મ પણ કર્મ છે. બધા કર્મોમાં ક્રિયા ન પણ હોય, પણ પ્રતિભાવ તો હોય જ છે. કારણ-કાર્ય- cause and Effect નો નિયમ બધા કર્મોને લાગુ પડે છે. જીવનના સઘળાં વ્યાપારો કારણ-કાર્યની સાંકળથી જોડાયેલા છે. હરેક ઘટના પાછળ કારણ હોય છે, અને હરેક કારણ કોઇક પ્રતિભાવ ઘટના નિર્માણ કરે જ છે. આ પ્રકિયા ચોક્કસ હોવાથી, નિયત હોવાથી determined હોવાથી આવી પ્રક્રિયા ને Determinism કહે છે. 'નિયતિ' એટલે નિયમ. આમ કર્મના કાયદાનું કેંદ્ર નિયતિવાદ છે. આ કર્મનો કાયદો ન્યાય (Justice) ઉત્ક્રાંતિ (Evolution) ના પાયા પર આધારિત હોવાનું માની શકાય. ન્યાયનો સંબંધ પ્રત્યેક કર્મ (Cause) સાથે જોડાયેલ (Effect) ફળ સાથે રહેલ છે. આ સાંકળ સતત ચાલતી જ રહે છે. તત્વચિંતક બર્નસાં કહે છે : 'પ્રત્યેક ક્ષણ માત્ર નવી જ નહિં, અધ્ય પણ છે. પરિવર્તન મૂળગામી છે. પરિવર્તન એટલે પરિપકવતા- નવસર્જન.' માનવી પ્રગતિશીલ જીવનપ્રવાહની સભાન અભિવ્યક્તિ છે. Creative Evolution માં વિકાસની ચરમ સીમાની વાત કહી. નિરપવાદ કર્મની ગતિવિધિ જન્મ-પુનર્જન્મનાં માળખામાં નિહિત છે. આ કાયદો સર્વને લાગુ પડે છે, સ્વયંસંચાલિત છે. વિશ્વની સંરચનાનુ ચાલક પરિબળ છે. બૌદ્ધ ધર્મમાં એક જન્મ પુનર્જન્મ Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉક્તિ પ્રચલિત છે : મૃત્યુનું કારણ રોગ નથી, પણ જન્મ છે. (ગુણવંત શાહ) પ્રખર નિરીશ્વરવાદી જર્મન ફિલસૂક ફેડરિક નિજો કર્મચક્રે પ્રવર્તાવેલ પુનર્જન્મમાં માને છે. ભારતીય નીતિશાસ્ત્રમાં કર્મના સિદ્ધાંત દ્વારા કર્તવ્ય અને પુણ્ય-પાપને સાંકળી લેવામાં આવ્યાં છે. ક્યાં કર્મનું કયું ફળ? ક્યું કર્મ ક્યા જન્મમાં ફળ આપશે? વગેરે બાબતોની માનવીને ભલે સ્પષ્ટ સમજ ન હોય, પણ એટલું નક્કી કે પૂર્વકર્મ જ વર્તમાન જીવનમાં સારું કે નરસું ફળ આપે છે. અલબત્ત, ભારતીય નીતિશાસ્ત્રમાં એવા લૌકિક ખ્યાલ પ્રવેશ્યા કે કર્મનો સિદ્ધાંત જ દંડ અને પુરસ્કારનું કાર્ય સંભાળે છે, સુખ અને દુ:ખ આપે છે. સુખ કોને કહેવું અને દુ:ખ કોને કહેવું એ પણ લૌકિક, કે ભૌતિક ધારણાઓથી જ નિશ્ચિત થાય છે. લૌકિક ખ્યાલ અનુસાર નવો જન્મ એ જાણે એક શિક્ષા જ છે. વધુ સૂક્ષ્મ સ્તરે એમ પણ કહેવાયું કે નવો જન્મ ધારણ કરવો પડે છે, તે અહંતવને કારણે. જો આત્મા જાણે કે “અહંતા” જન્મ અને સુખ-દુ:ખનું કારણ છે, તો એ જ્ઞાન મુક્તિનું લક્ષણ બની જાય. હિંદુ ધર્મની વૈષ્ણવ અને તાંત્રિક પરંપરામાં ભક્ત ઈશ્વરની સેવા કરી ફરી ફરી જન્મ લેવા ઈચ્છે છે. એના માટે જન્મ એ કઈ પૂર્વકર્મની શિક્ષા નથી. નરસિંહ મહેતાએ એટલે જ ગાયું કે વૈકુંઠ નથી જાવું! તુલસીદાસે પણ મુક્તિ નથી વાંછી, પણ રામની ભક્તિ જ જન્મોજન્મ વાંછી. અદ્વૈત વેદાંતમાં શંકરાચાર્યના મત અનુસાર મુક્તિ એ પરાત્પર તથ્ય છે. માનવી મુક્ત જ છે, પણ તે એ જાણતો નથી, અજ્ઞાન-અવિધાનું આવરણ દૂર થાય, કે તેની મુક્તિ સ્વયં પ્રગટ થાય છે. ઋણાનુબંધ : આખો સંસાર ઋણાનુબંધના આધારે ચાલે છે અને ટકે છે. જીવે કરેલું દેવું', દેવું જ પડે છે ! જ્યાં સુધી કરમનું લેવું -દેવું શેષ રહ્યું છે, ત્યાં સુધી સંસાર છે. જમા-ઉધારનાં પાસાં સરખાં થઈ જાય, એટલે કે કિંચિત્ માત્ર ત્રણ ન રહે, ત્યારે જીવ મુક્ત થાય છે. સમસ્ત ખેલ ‘લેણાદેણી' ન કહી શકાય. ભવોભવના ભણકાળ દરમ્યાન જીવ અનેકાનેક અન્ય જીવોના સંબંધમાં આવે છે, અને સંજોગો મુજબ પરસ્પર રાગ-દ્વેષના કર્મો બંધાય છે. આ રાગદ્વેષની સાંકળ તે જ ઋણાનુબંધ. ઋણ એટલે કરજ-દેવું, અને અનુબંધ એટલે તેને અનુસરતો અનુરૂપ ફળ દેનાર બંધ. આ શુભાશુભ ઋણની પતાવટ અર્થે જ જીવ ઋણાનુબંધી જીવો સાથે સંસારી સંબંધોથી જોડાય છે. મા-બાપ, પુત્ર-પુત્રી, જન્મ પુનર્જન્મ Page #35 -------------------------------------------------------------------------- ________________ ભાઈ-બહેન, પત્ની, મિત્ર-શત્રુ, અન્ય સગાંઓ, વ્યાપારી ભાગીદારી, વગેરેનો નિકટ સંબંધ પ્રથમવારનો નથી હોતો. પરસ્પરનો જૂનો હિસાબ-કોઈક ભવનો બાકી રહેલો હિસાબ પૂરો કરવા જ આવા સબંધો બંધાય છે.... નિકટના કે દૂરના, દીર્ઘ કે અલ્પ કાળના સંબંધ કે ક્ષણવારનાં સંબંધ પણ કોઈક ઋણાનુબંધના આધારે ઘટે છે. અન્ય જીવો સાથે અનુરાગ-અણરાગ, સંયોગ-વિયોગ, સુખ-દુ:ખના અનુભવોનો આધાર ઋણાનુબંધ છે. ક્યારેક તદ્દન અજાણ્યો માનવી અચાનક આપણી મદદે આવી જાય છે. અને આપત્તિમાંથી ઉગારી લે છે. ક્યારેક તદન નિકટના સબંધીઓથી માત્ર ક્લેશ જ ઉત્પન્ન થાય છે. જેના પ્રત્યે સ્નેહભાવ રહ્યો હોય, પરિશ્રમ કર્યો હોય, તેના તરફથી કશું શુભ વર્તન પણ નથી મળતું. જ્યારે જેના માટે કશું જ ન કર્યું હોય, તેના તરફથી શુભવર્તન કે આર્થિક લાભ પણ પ્રાપ્ત થાય છે. કર્મ અને ઋણાનુબંધની વ્યવસ્થામાં શુભ કર્મ કે અશુભ કર્મ ફળ આપ્યા વગર રહેતો નથી. એક પ્રત્યે શુભ કર્મ કરીએ, પણ તેનું શુભ ફળ-પ્રતિભાવ કોઈ અન્ય તરફથી મળે. એ જ વ્યકિત તરફથી મળે, એવો નિયમ નથી. આપણો ફેંકેલો દડો આપણી પાસે પાછો ન પણ આવે, પણ બદલામાં કોઈનો ફેંકેલો દડો આપણા હાથમાં આવી જાય ! સરવાળે કોઈક ખૂણેથી તો ફળ મળે જ. ઋણાનુબંધના નિયમ વગર આવી યંત્રણા શક્ય નથી બનતી. આ યંત્રણાને સમજવી કઠિન છે, કારણ કે કાર્ય-કારણની જન્મોજન્મની દૃખંલા સકંળાયેલી છે. માણસ જે આપે છે, તે જ પામે છે. માણસના વિચારો, કાર્યો, રાગ, દ્વેષ, તિરસ્કાર, શબ્દો પણ મોડા વહેલા - આ ભવમાં કે અન્ય ભવમાં અદ્ભુત ચોકકસાઈથી તેના ભણી જ પાછાં વળે છે. આ જ કર્મનો અફર નિયમ છે. કશું જ એળે જતું નથી, કશું ભુલાતું નથી, કશું લુપ્ત થતું નથી. કયારેક કોઈ સુપાત્ર જીવ પુત્ર કે પુત્રી રૂપે એક કુટુંબમાં અવતાર લે અને કુટુંબની દશા અને દિશા ફરી જાય છે. એને પગલે સુખ ઐશ્વર્ય અને સમૃદ્ધિ આવે છે. અરે કોઈ ગાય કે કૂતરો પણ ઋણાનુબંધે ઘરમાં આવે છે. સમૃદ્ધિ લઈને આવે છે. કુટુંબના સભ્ય બની થાય છે. કોઈ આધ્યાત્મિક વ્યક્તિ કષ્ટમય જીવન ભોગવતી હોય છે. કોઈ દુર્જન સાહેબીમાં મહાલતો હોય છે, આ વિરોધાભાસ અનેક જન્મોનાં સંચિતકર્મોનાં પરિપાકરૂપ હોય છે. બધી સુવિધાઓ પ્રાપ્ત છતાં માણસ જો નવાં કમોં બાંધતો જ જાય. તો ફરી એને ફેડવા દેહ ધારણ કરવાં જ પડે છે. ગમે તે ગતિમાં. અને જન્મ-પુનર્જન્મનું ચક્ર ચાલુ જ રહે છે.* અણુવિજ્ઞાનથી જેમ નાનકડા અણુમાં રહેલી પ્રચંડ શક્તિનું ભાન થાય જન્મ પુનર્જન્મ - ૨૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ છે, તેમ કર્મગ્રંથ-કે કર્મસિદ્ધાંતના પરિશીલનથી કાર્યણ અણુઓનું સામર્થ્ય સમજાય, અને વિશ્વ વ્યવસ્થાનો મહાનિયમ - વાવો તેવું લણો - કે કરો તેવું પામો સમજાય. સદંતર મૌન અવસ્થામાં કે ગુફામાં સાધના કરતાં પણ એક વિચાર સુદ્ધાં કરીએ, તોયે એનું ફળ અચૂક મળવાનું - એ સનાતન નિયમમાં વિશ્વાસ દઢ થાય. સારી કે નરસી છૂપી ઉર્મિ, આવેગ, કષાય અચૂક પરિણામ લાવે છે. આવી શ્રદ્ધા સ્થિર થયા પછી માણસ પાપવૃત્તિમાં લીન થઈ શકે ખરો ? પોતાનાં સુખદુ:ખ, યશ-અપયશ, શક્તિ, સમૃદ્ધિ, કે કષ્ટ, વેદના, રુગ્ણાવસ્થા તમામ પોતાના જ કર્મનાં ક્ષય કે ક્ષયોપશમ કે ઉદય અનુસાર છે, એમાં બીજા તો નિમિત્તમાત્ર છે, એવી સમજણ પ્રગટે, તો કષાયની ઉપશાંતિ સરળ બને, કશું મળ્યું ન મળ્યું તેનો મદ કે ખેદ ન થાય, અને આ બધી પુણ્ય- પાપની લીલા છે, એવી સભાનતા પ્રગટે, તો સમત્વ જાળવવું સુલભ બને. આમ કર્મવિષયક સૂત્રોના જ્ઞાનથી વર્તમાન સ્થિતિમા ગર્વ કે દીનતા ન .થતાં તેને પ્રસન્નતાથી વધાવી લેવાનું ધર્ય મળે, બીજાના દોષો પ્રત્યે, - મજબુરીઓ પ્રત્યે સહાનુભુતિભરી લાગણી જાગે, સુખી-ગુણી આત્માઓ પ્રત્યે ઈર્ષ્યા-મત્સર ન થાય, અને અધમ જીવો પ્રત્યે ઘૃણા ન જન્મે. આવો માનસિક અભિગમ સાધ્ય થાય, તો તે નાની સૂની સિદ્ધિ નથી. કર્મસિદ્ધાંતમાં અટલ શ્રદ્ધા ઘણી વિટંબણાઓ. વિષમતાઓનું નિરાકરણ લાવી દે છે. ચિત્તની નિર્મળતા અને સમદષ્ટિને જ્ઞાનનો માપદંડ કહી શકાય. જ્ઞાન વિના શ્રદ્ધા ન પ્રગટે, શ્રદ્ધા વિના અનુરૂપ આચરણ ન થાય. દેહ છોડીને જનારા જીવાત્મા સાવ કોરાકટ નથી જતાં. એ જાય, ત્યારે જેમ વાયુ પુષ્પની સુગન્ધને સાથે લઈ જાય તેમ વાસનાઓ, વૃત્તિઓ, સૂક્ષ્મ સંસ્કારો લેતા જાય છે. વાયુ ગંધને લઈ જાય તેમ (વાયુર્ગન્ધાનિવાશયાત્). સૂત્રકારે આ શબ્દોમાં મૃત્યુનું રહસ્ય પ્રગટ કર્યું છે. શરીર મરે છે, પણ કર્મો મરતાં નથી. શરીરના મૃત્યુ સાથે, માત્ર માટી માટીમાં મળે છે. પરંતુ માનવીનું સૂક્ષ્મ અસ્તિત્વ તો કાયમ જ રહે છે. અર્થાત આત્માને વળગેલા કોષમાં જીવનભર પ્રાપ્ત કરેલાં સારા નરસાં સંસ્કારો જન્માંતર (Transmigration) ની પ્રક્રિયા કે યાત્રા દરમ્યાન સાથે જ રહે છે. પુનર્જન્મની માન્યતાનાં મૂળમાં, અને જીવનની સદ્ગતિ, દુર્ગતિ ના મૂળમાં, જીવાત્મા સાથે જનારા સૂક્ષ્મ સંસ્કારો રહેલાં છે. જીવ ફરી દેહ ધારણ કરે એટલે ફરીથી પાંચ જ્ઞાનેંદ્રિયો - ક્ષોત્રં ચતુ: સ્પર્શનં ચ રસનું પ્રાણમેવ ચ, ધારા વિષયોનું સેવન શરૂ થાય છે અને પરિવર્તનનો ખેલ ચાલુ રહે છે. (ગુણવંત શાહ) મૃત્યુ પરિવર્તનનો ઉત્સવ છે. અસ્તિત્વની પરિસમાપ્તિ નથી. બુદ્ધ કહેતા ‘‘આપણુ નિર્વાણ આપણા હાથમાં છે. તેમાં કોઈની કૃપાની જન્મ પુનર્જન્મ : ૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ જરૂર નથી.” ભારતીય દર્શનશાસ્ત્રોમાં (૧) પુનર્જન્મ (૨) એનું કારણ (૩) પુનર્જન્મ ગ્રહણ કરનાર કોઈ તત્વ (૪) સાધન વિશેષ દ્વારા પુનર્જન્મના કારણોનો નાશ. આ પ્રમેયોને સાક્ષાત્કારના વિષયો માનવામાં આવે છે. - સુપ્રસિદ્ધ જૈન ચિંતક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે લખ્યું છે : પુનર્જન્મ સાથે પૂર્વભવ) નો વિચાર ત્રણ રીતે થાય : અનુભવ, તક અને શ્રદ્ધાથી. મને એવો કોઈ અનુભવ નથી, જેને આધારે હું નિશ્ચિતપણે કહી શકું કે પુનર્જન્મ અને પુર્વભવ છે જ. પણ બીજાઓ, જેને એવો અનુભવ થયો છે, તેમાં શ્રીમદ્ રાજચંદ્રનાં વચનોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. પૂર્વભવ અને પુનર્જન્મ વિશે અનુભવથી વિશ્વાસપૂર્વક તેમણે કહ્યું છે. આ અનુભવની હું અવગણના કરી શકતો નથી.. બે ગ્રંથોએ મને આ ચિંતનમાં સારી એવી મદદ કરી છે. એક છે; પ્લેટનો મહાન સંવાદ ફીડો' અને બીજો શ્રીમદ્ રાજચંદ્રની ‘આત્મસિદ્ધિ'. બીજા પાણ ગ્રંથો છે. સમયે સમયે વાંચતા કોઈ વખત કોઈ પ્રકાશ પડે છે. છેલ્લું પગલું શ્રદ્ધાનું છે. પણ તે આંધળી શ્રદ્ધા નહિં, પણ બુદ્ધિગમ્ય. બુદ્ધિની પેલે પારની જ્ઞાનમય શ્રદ્ધા છે.' કોઈ વિજ્ઞાની કહેશે કે આત્મા જેવું કંઈ નથી. It is a mere chemical combination. શ્રીમની આત્મસિદ્ધિમાં જેમ શિષ્ય શંકા વ્યક્ત કરી છે: દેહયોગથી al ud at Ecrant 1121. Dust Thou art, to dust thou returneth. Hiel છે, ને માટીમાં મળી જવાનું છે. પૂર્વભવ કે પુનર્જન્મનો અનુભવ બધાને હોતો નથી પણ એક વિજ્ઞાનની જેમ ‘હાઈપોથેસીસ' તરીકે સ્વીકારી સંશોધન કરવું જોઈએ, તો એ જ નિર્ણય આવે કે પુનર્જન્મ અને કર્મસિદ્ધાંત ન હોય તો જીંદગીનો તાળો મળતો નથી. સારા કૃત્યોની કોઈ કિંમત રહેતી નથી. પણ સદ્વર્તનનું મૂલ્ય ઓછું થતું નથી. સારા કૃત્યોને લાભાલાભની દષ્ટિએ મૂલવી ન શકાય. Virtue is its own Reward. સારો ગુણ, સારું વર્તન એ સ્વયં એનો બદલો છે. ગાલિબે કહ્યું : ગમે - હસ્તીકા “અસદ' કિસસે છે જઝ - મર્ગ ઈલાજ, શમ્મા હર રંગમે જલતી હૈ સહર હોને તક. જિંદગીના દુ:ખોનો મૃત્યુ સિવાય ઉપાય કયાં છે? છતાં મીણબત્તી પ્રત્યેક રંગમાં - આપત્તિમાં જલતી રહે છે, તેમ માણસે ઝૂક્યા વિના જીવતા રહેવાનું છે. ગાલિબે પુરુષાર્થનો મહિમા ગાયો છે. વિલિયમ શેક્સપીયર સંભવત: પુનર્જન્મમાં ન્હોતા માનતા એવો સંકેત હેમ્લેટ” ના સંવાદમાં મળી રહે છે. જન્મ પુનર્જન્મ ૩૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ That undiscoverd Country from Whose bourn, no traveller returns. અર્થાત્ : મૃત્યુ પછી જીવ કોઈ અજ્ઞાત પ્રદેશમાં જતા હશે, જ્યાંથી કોઈ પ્રવાસી પાછો ફરતો નથી. આત્મા છે અને અમર છે, અને પુનર્જન્મ છે, એમ માનીએ તો પણ મરણ ભયનું કારણ નથી. આ દેહ છોડી ક્યાં જવાના છીએ તે કાંઈ જાણતા નથી. આથી સારી દશામાં કેમ જવાનું ન હોય? વળી એમ પણ વિચાર આવે કે જિંદગીનો અંત મૃત્યુ હોય અને મૃત્યુ પછી કઈજ નહિ, Nothing to look forward to તો જિંદગી જીવવા જેવી લાગશે ખરી? જિંદગીનો વિચાર આવે કે મૃત્યુ કોયડો બનીને સામે ઉભું રહે, - જોડિયાં ભાઈની જેમ. અનેક તાત્વિક ગહન પ્રશ્નો ઉદ્દભવે છે. ફિલસૂફ ડેવીડ ઘુમ (૧૭૧૧ – ૧૭૭૬) ગંભીર બિમારીમાં પટકાયા - ૩૭ વર્ષની ઉમ્મરે. સાક્ષાત મૃત્યુ સામે આવીને ઉભું હોય એવું લાગ્યું. ત્યાં એમને નર્ક દેખાયું યમદૂત દેખાયા. એ બચી ગયા, ઘણું જીવ્યા - પણ મૃત્યુનો ડર તો પેસી જ ગયો. એ ડરને દૂર કરવા પોતાના મનમાં એવું ઠસાવી દીધું કે મૃત્યુ જ જિંદગીનો અંત છે - પછી કશું જ નથી. મૃત્યુ સમયની, તે પછીની પીડાની ભીતિનો એહસાસ એટલો તીવ્રતમ હતો કે તેમણે જાણે અજ્ઞાતપણે પીડાના અંત માટે આત્માનો પણ અંત ઝંખ્યો! આથી ડેવીડ હ્યુમ આત્માની અમરતામાં માનતા નથી. આ વિષય જ એવા તરલ Fluid છે, કે કોઈ પણ માન્યતા ચોક્કસપણે અપનાવવી મુશ્કેલ બની જાય છે. આત્માને અમર માનનારા - આત્માને નાશવંત માનનારા, પુનર્જન્મમાં શ્રદ્ધા ધરાવનારા, પુનર્જન્મનો ઈન્કાર કરનારા - બન્ને પક્ષોની દલીલો • તને સાંભળીએ ત્યારે બન્ને પક્ષ સાચા લાગે ને ક્યારેક બન્ને પક્ષની દલીલોમાં શંકા જાગે! જિંદગીનો કાયમી અંત મૃત્યુ છે, It is logical termination of life. એવું માનવી વિચારતો હશે એટલે જ સંભવત: જીવન આટલું વહાલું લાગતું હોય, અને જીવનને કોઈ પણ ભોગે વળગી રહેવાની વૃત્તિ બળવત્તર થતી હશે? કે પછી આત્મા અમર છે અને આ સૃષ્ટિ પરનો વર્તમાન જન્મ આત્માની - અનંત યાત્રાનો માત્ર એક મુકામ જ છે, અલ્પવિરામ. માટે તેને ક્યારેક અત્યંત પ્રિય અને ક્યારેક અત્યંત અકારી ભાસતી હશે? જન્મજન્માંતરના ચક્રમાં માત્ર અલ્પવિરામ છે - પૂર્ણવિરામ તો કેવળ મુક્તિમાં છે. આ જ જિંદગીનું વ્યાકરણ છે. માણસના સદવર્તનનો આધાર આવા અનેક પ્રશ્નોના ઉકેલ ઉપર અવલંબિત નથી, ન હોવો જોઈએ. અલબત્ત આવું જ્ઞાન હોય તો તેને શ્રદ્ધાનું બળ મળે છે. અને સદ્વર્તનને આધાર મળે છે. કેટલાક ધર્મો આત્માને માને છે, પણ જન્મ પુનર્જન્મ Page #39 -------------------------------------------------------------------------- ________________ પુનર્જન્મને માનતા નથી. છતાં બધા ધર્મોએ સર્તનને જીવનના સુખનો પાયો માન્યો છે, અને ઉપદેશ્યો છે. દયા, ક્ષમા, કરુણા, મૈત્રી, ત્યાગ આ ગુણોને સર્તનનો પાયો કહ્યો છે - પુનર્જન્મ હોય કે ન હોય, તો પણ સુખની ચાવી આવાં વર્તનમાં જ છે. તમામ ધર્મની આધારશિલા સદાચાર છે. સવ્વ સુજિંગ સફલ નરાણું મનુષ્યના સર્વ સદાચાર સફળ થાય છે (ઉત્ત. અ. ૧૩, ગા. ૧૦) પુનર્જન્મ છે, કર્મ છે, મોક્ષ છે એવી માન્યતાથી ઘણા પ્રશ્નોનો ઉકેલ મળે છે અને સર્તનનો પાયો દઢ થાય છે. આ બધું ખરેખર માનતા હોઈએ તો આપણું વર્તન જૂદાં પ્રકારનું જ હોય. તો બીજા સવાલો વર્તનેન લગતા છે. મારૂં વર્તન કેવું હોવું જોઈએ કે જેથી હું સુખી થાઉં, મારી આસપાસના બધા સુખી થાય અથવા હું કોઈને દુ:ખી ન કરું. આવાં અંતિમ પ્રશ્નો વિષે આપણી જે માન્યતાઓ હોય, તે મુજબ જાણે અજાણ્યે આપણું વર્તન થાય છે. આત્મા, પુનર્જન્મ, કર્મ જેવું કાંઈ નથી એમ માનતા હોઈએ, તો ખાવું, પીવું ને મોજ કરવી એવી વૃત્તિ રહે, તો પછી મુક્તિની ઝંખના અને મોક્ષની અભીપ્સા જેવું પણ કશું સંભવી ન શકે. ન આ દેહના અંત સાથે બધાનો અંત આવે છે, અને આગળ પાછળ કાંઈ જ નથી, એમ માનીએ, તો મરણ ભયનું કારણ નથી. અંત આવી ગયો, છૂટી ગયા, દુ:ખ કે ચિંતાને કોઈ અવકાશ નથી, પણ તેથી સર્તન તો છોડવું જ ન જોઈએ. પુનર્જન્મના વિષયને માત્ર તર્કથી, કે માત્ર શ્રદ્ધાથી સમજી કે માની ન શકાય. શ્રદ્ધા એટલે Openess of Mind પૂર્વ ધારણાઓ - પૂર્વ ગ્રહોથી મુક્ત મન અને Will to believe; Intuitive belief. અંત:સ્ફૂરણાથી ઉદ્ભવતી આસ્થાકે Workig belief. સાધનામાં સાધ્ય પ્રત્યેની તીવ્ર જિજ્ઞાસા. એક સમયે એવી માન્યતા હતી કે Where reason ends, Faith begins. તર્ક - બુદ્ધિની હદ પૂરી થાય છે, ત્યાંથી શ્રદ્ધાનો પ્રદેશ શરૂ થાય છે. આજે પરિસ્થિતિ જુદી છે. Faith is the continuation of Reason. શ્રદ્ધા, તર્ક - બુદ્ધિનું અનુસંધાન છે. Reasonableness - વ્યાજબીપણા પર આધારિત વિચારનો સ્વીકાર કરવાની નૈતિક પ્રમાણિકતા જાગે, તો જ સત્યનો સ્વીકાર થાય. સત્યનો નિ:શંક સ્વીકાર એ જ સત્ય શ્રદ્ધા. Faith is the effort of will. એમર્સન કહેતા : મેં જે જોયું છે, તે મેં જે નથી જોયું, તેમાં શ્રદ્ધા રાખવા પ્રેરે છે. જન્મ પુનર્જન્મ ૩૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ પોતા પર શ્રદ્દા, પરમતત્વ પર શ્રદ્ધા, માનવજાત પર શ્રદ્ધા, કુદરતના અટલ નિયમો પર શ્રધ્દા, એ સર્વનું વ્યાપક નામ છે : આસ્તિકતા. માનવીનાં સૌહાર્દમાં આસ્થા રાખનારને અસ્તિત્વ થાકવા નથી દેતું. જન્મ-પુનર્જન્મમાં માનીએ કે ન માનીએ, મહત્વની વાત એ છે કે આત્મસાધનામાં ક્યાં પણ કરક ન પડવો જોઈએ. પરમ સત્યને પામવા તર્કબુદ્ધિ, પુરુષાર્થ સાથે શ્રદ્ધા ન હોય. તો કોઈ તપ નિગ્રહ સંપન્ન થતાં નથી. શ્રદ્ધા એ તપનો આધાર છે. માનવીનું ચાલક બળ છે. સતશાસ્ત્રમાં શ્રદ્ધાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનને આચરણમાં મૂકવા પણ શ્રદ્દા આવશ્યક છે. સત્યે પ્રતિષ્ઠિતો ધારણા-શ્રદ્ધા, સત્યમાં ધારણાનું પ્રતિષ્ઠિત થવું, એ શ્રદ્ધા છે. કાર્યકારણની શૃંખલા, પ્રબુદ્ધ પુરુષોના અનુભવો, પામેલા પ્રાજ્ઞ પુરુષોના ઉદ્ગારો, શાસ્ત્રવચનો, વૈજ્ઞાનિક સંશોધનો - પરિક્ષણો - પ્રયોગોથી તારવેલાં નિષ્કર્ષો, વિવિધ પ્રયોગોમાં, ચકાસણીમાં યથાર્થ સાબિત થયેલી અનેક પ્રમાણ ભૂત ઘટનાઓ, આત્મા, કર્મ, કર્મબંધ, અને મુક્તિ જેવી સર્વભૌમ વિભાવનાઓ, વગેરે અનેક મૂલભૂત તથ્યો અને પાસાંઓનો સમગ્રપણે વિચાર-ચિંતન કરતાં, તેમજ શુભકાર્યમાં શ્રદ્ધા માનવીને અપરિમિત બળ આવે છે, તે લક્ષમાં લેતાં, સંપ્રદાય નિરપેક્ષપણે, તટસ્થભાવે અવલોકતાં પુનર્જન્મનો ઈન્કાર કરવો મુશ્કેલ બની જાય છે. · પુનર્જન્મ - સંશોધનની એરણ પર G વિજ્ઞાનમાં અત્યાર સુધી ઉત્ક્રાંતિવાદ અને યાંત્રિકતાના સિદ્ધાંત પર રચાયેલી માન્યતાઓ અંગે રૂપર્ટ શેલડ્રેક જેવા વિજ્ઞાનીએ રજૂ કરેલી MORPHOGENTEIC FIELD ની ઉત્કલ્પનાને કારણે પુનર્વિચારણા શરૂ થતાં ૧૯૨૦ થી ૧૯૫૪ ના ગાળામાં ઉંદરો પર હજારો પ્રયોગો થયાં. અમુક બાબતો ઉંદરોને શીખવવામાં આવે, તે પેઢી દર પેઢી શીખવાતી રહે, તેને પરિણામે પછીની પેઢીઓને એ બાબત શીખવામાં ઓછો ને ઓછો સમય લાગતો જાય છે. સાડાત્રણ દાયકા સુધી ચાલેલા આ પ્રયોગોએ ભૂતકાળની સંગૃહિત સ્મૃતિઓની શક્યતાનો અણસાર આપીને પુનર્જન્મની માન્યતા અંગે ખૂલ્લું મન રાખવાની ભૂમિકા તૈયાર કરી છે. વળી ઉંદરોને જે બાબત શીખવાય, તે બાબત હજારો માઈલ દૂર વસતા તે યોનિના ઉંદરોને શીખવવામાં ઓછો સમય લાગે છે, તેવું જન્મ પુનર્જન્મ ૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગોથી સિદ્ધ થયું છે. રૂપર્ટે આ અંગેનું પુસ્તક દક્ષિણ ભારતમાં આવેલ એક આશ્રમમાં રહીને લખ્યું છે. એને ભારત ગમી ગયેલું. એનું સંશોધન કાર્ય કેમ્બ્રીજ પછી હૈદ્રાબાદમાં ચાલ્યું. રૂપી કહે છે, “ ભારતમાં બધું જ શકય છે.' દરેક પેઢી આગલી પેઢીના ખભા પર ઉભી હોય છે, વધુ જાણી - જોઈ - સમજી શકે છે. એટલે જ કહ્યું છે: Son is the extension of Father. પુત્ર વધુ ઊંચો લાગે છે, કારણ કે એને પિતાની ઊંચાઈ મળી હોય છે. ફિટજોફ કાપ્રા અને રૂપર્ટ શેલ્ટેક જેવા વિજ્ઞાનીઓના પ્રદાન દ્વારા અધ્યાત્મ અને વિજ્ઞાન નજીક આવી રહ્યાં છે. The Tao of Physics; A New Science of Life. - ગાંધીજીને પુનર્જન્મમાં શ્રદ્ધા હતી. તેઓ કહેતા: ‘‘જો મારે ફરી જનમવાનું હોય તો મારો જન્મ અસ્પૃશ્ય તરીકે થવો જોઈએ, કે જેથી હું તેમનાં દુ:ખો અને યાતનાઓમાં સહભાગી બની શકે અને મારી જાતને તે દયાજનક પરિસ્થિતિમાંથી મુક્ત કરવા માટે પુરુષાર્થ કરી શકું. આથી હું પ્રાર્થના કરું છું કે મારે ફરી જનમવાનું હોય તો બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર તરીકે નહીં, પણ અતિ શૂદ્ર તરીકે મારે જનમવું છે.' - જ્યોર્જ બર્નાર્ડ શો પુનર્જન્મમાં માનતા. તેમણે એક વાર કહેલું, “આવતા ભવે મારો જન્મ ભારતમાં થાય અને તે પણ જૈનકુળમાં થાય એમ ઈચ્છે.” આજનો યુગ વૈજ્ઞાનિક યુગ છે. વિજ્ઞાન સાબિતીઓ પર ચાલે છે. અધ્યાત્મનું કાર્ય “શ્રદ્ધા થી ચાલી જાય છે. વિજ્ઞાનમાં ‘શંકા” થી શરૂ કરી સત્ય સુધી પહોંચવાનુ હોય છે, ધર્મમાં શ્રદ્ધા થી શરૂ કરી સત્યનો સાક્ષાત્કાર કરવાનો હોય છે. એક સમયે , વિજ્ઞાને પુનર્જન્મ જેવા વિષયને લંબગ” ગણી કાઢીને તેને આઘો જ હડસેલી મૂક્યો હતો. પણ હવે તે આ વિષયને વિચારણાના મેજ પર લેવા જેટલું ઠરેલ બન્યું છે. પુનર્જન્મની સાબિતી હવે વૈજ્ઞાનિક પરીક્ષણો દ્વારા પણ મળી રહી છે. આધ્યાત્મિક વિચારોને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા મૂલવવાનો પ્રયાસ શરૂ થયો છે અને તેથી માનવીને ઘણા ભ્રમ અને શંકાઓનુ નિરસન થાય એવી આશા જન્મે છે. જાતિ સ્મરણ એ પુનર્જન્મની સિદ્ધિનું પ્રબળ સાધન છે જાતિસ્મરણની એક વિશ્વપ્રસિદ્ધ ઘટના છે - “લામાવતાર'. થોડાંક વર્ષ અગાઉ સ્પેનના એક અઢી વર્ષના બાળકની બૌદ્ધ લામા તરીકે પસંદગી કરવામાં આવી. આ ઘટનાએ ઘણી જિજ્ઞાસા જગાડી. તિબેટ અને નેપાળના બૌદ્ધ ધર્મગુરુઓ ‘લામાં કહેવાય છે. લામાની જુદી જુદી કક્ષાઓ હોય છે. દલાઈ લામા સર્વોચ્ચ ગણાય છે, જે બૌદ્ધ મંદિરો, મઠો અને સાધુઓના અધિપતિ હોય છે. દલાઈ લામાની પસંદગી કરવાની એક વિશિષ્ટ પ્રણાલિકા છે. કોઈ લામાનું જ્યારે અવસાન થાય છે, ત્યારે તેમનો પુનર્જન્મ ક્યાં થયો હશે જન્મ પુનર્જન ૩૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ તેનું અનુમાન કરીને તેને શોધી કાઢી, ફરીથી દીક્ષા આપવામાં આવે છે. નેપાળના કોપાન નામના મઠના અધિપતિ લામા યેશે ૧૯૮૪ માં ત્રીજી માર્ચે અવસાન પામ્યા. એમના પટ્ટશિષ્યે ત્યાર પછી લામા યેશેએ ક્યાં અવતાર ધારણ કર્યો હશે તેની શોધ ચલાવી. એમ કરતાં સ્પેનના એક દંપતી મારિયા અને પાકોના પુત્ર ઓસેલને લામા તરીકે ઓળખી કાઢ્યા હતા. એમણે બીજા નવ બાળકો પણ પસંદ કર્યા હતા. હિમાચલ પ્રદેશના ધર્મશાળા નામના નગરમાં યેશેના સ્થાને આવેલ દલાઈ લામા સમક્ષ, એ દસ બાળકોમાંથી લામાના અવતાર મનાતા બાળક એસોલે લામા યેશેના વસ્ત્ર, માળા, પટ્ટો વગેરે જાણે પોતાના હોય એમ ઉપાડી લીધાં હતાં. આ ઉપરાંત, ઓસેલની માતને આવેલું સ્વપ્ન, લામા યેશેના સ્થાને આવેલા નવા લામા તેનઝોપાને આવેલું સ્વપ્ન, બાળક ઓસેલના મેળાપ વખતનું બાળકનું વર્તન, વગેરે કેટલીક ઘટનાઓ બની, કે જે પૂર્વજન્મના સંકેતરૂપ ગણાઈ. બાળક ઓસેલનું વર્તન જાણે પૂર્વજન્મનું જ્ઞાન થયું હોય, તેવું જોવા મળ્યું. પુર્વજન્મની ભીતરમાં : પશ્ચિમ જર્મનીના મનોચિકિત્સક હેઈડે ફિતાકાઉએ આ દિશામાં વ્યાપક સંશોધનો કર્યા છે. તાજેતરમાં તેઓ ભારત આવ્યા હતા. બહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા બેંગલોરમાં આયોજિત ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઑફ સાયન્ટીસ્ટ, ટેકનોલૉજીસ્ટ ઍન્ડ ટેકનોક્રાફ્ટમાં હાજરી આપવા અહીં આવેલા ડૉ. ફિતાકાઉએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ‘“અત્યાર સુધી વૈજ્ઞાનિક ભૂમિકા ન હોવાનું જણાવી જેની અવગણના કરાઈ રહી હતી, તે પુનર્જન્મના સિદ્ધાંતનો માનસ ચિકિત્સકો માનસિક ભય અને બીજી માનસિક બિમારીના ઈલાજ માટે વધુ ને વધુ ઉપયોગ કરી રહ્યા છે. એક જન્મમાં બનેલી ઘટનાઓની અસર પછીના જન્મોમાં જોવા મળે છે. પુનર્જન્મની ઘટનાઓના વિવિધ પાસાંઓ તપાસવામાં આવ્યાં છે. અને અંતિમ સ્વરૂપના વૈજ્ઞાનિક પુરાવાઓમાં એવો નિર્દેશ સાંપડયો છે, કે આ એક હકીકત છે.’’ સંશોધનોના કેટલાંક તારણો રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે દર્દીના ભૂતકાળની સમીક્ષા કરીને અથવા ‘હિપ્નોટિઝમ’ દ્વારા વિસ્તૃત ઘટનાઓને તાજી કરાવી બિમારીનું કારણ શોધી શકાય છે; એવી જ રીતે ઘણી વાર બિમારી કે ભય જેવી ગ્રંથિઓનું કારણ ચાલુ જિંદગીમાં ન હોતાં, પાછલી જિંદગીમાં હોવાનું જાણવામાં આવ્યું છે. એક દર્દીને માત્ર લોહી જોતાં જ ડર લાગતો. ચિકિત્સામાં આનું કારણ એ બહાર આવ્યું કે આગલા જન્મમાં આ દર્દીની કરપીણ હત્યા થઈ હતી ! આ જાણ્યા જન્મ પુનર્જન્મ ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ પછી તેની માનસિક સારવાર કરવામાં આવી અને તેને ડરમાંથી મુક્તિ મળી. બેહોશીની અસરવાળા દર્દીઓની તપાસમાં અને તુર્કીના એક ગામના ૩૦ બાળકોના અભ્યાસમાં પૂર્વ જન્મના પુરાવા સાંપડ્યા હતા. બેહોશી “કોમા” માંથી બહાર આવેલા પ૮૦ જેટલા દર્દીઓએ ચિકિત્સકોને જણાવ્યું હતું કે તેમણે શરીરથી અલગ થઈ ગયાનો અનુભવ કર્યો હતો. પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકામાં વિવિધ સ્થળોએ આ દર્દીઓને જે અનુભૂતિઓ થઈ તેના દસ્તાવેજો તૈયાર થઈ રહ્યાં છે. - કબ્રસ્તાનની કબરોના પત્થરો પર ઉદાસ બેસી રહેતા અને ઘણાં વર્ષો પહેલાં નાશ પામેલા એક ગામના ખંડિયેર વચ્ચે લાંબો સમય ગાળતા, ભમતા, તુર્કસ્તાનના બાળકોના વિચિત્ર વર્તનના અભ્યાસે આગલા જન્મ સાથે આ જન્મની મજબૂત કડી હોવાનો નિર્દેશ આપ્યો છે. મનોવૈજ્ઞાનિકોએ બાળકોને સંમોહિત કરી તેમની સાથેના વાર્તાલાપ દ્વારા શોધી કાઢયું કે, આ તમામ બાળકો આગલાં જન્મમાં આ નાશ પામેલા ગામના રહેવાસીઓ હતા. આ બાળકોએ આપેલી ભૂતકાળની ઘટનાઓની વિગતો ઐતિહાસિક નોંધ સાથે મળતી આવતી હતી. ટૂંકમાં મનોચિકિત્સામાં માત્ર આ જ જીવનના ભૂતકાળની ઘટનાઓ - અનુભવો નહિં, પણ પૂર્વજન્મોની જિંદગીની ઘટનાઓ પણ મદદરૂપ થઈ પડે છે. વધુ ને વધુ લોકો પુનર્જન્મમાં માનતાં થયા છે. જે ધર્મપરંપરાઓમા પુનર્જન્મની માન્યતા નથી, તેમાં ઉછરેલા જન્મેલા અનેક ચિંતકો, લેખકો પુનર્જન્મમાં માનતા હતા અને માને છે. કેટલાંક ચિંતકો પુનર્જન્મનો ઈન્કાર કરતાં હોવા છતાં પણ આ એક જ જન્મ છે, બીજો નથી જ, એને ખાત્રીપૂર્વક ઈન્કાર કરી નથી શકતાં! ખલિલ જિબ્રાનના The Prophet - ‘વિદાય વેળાએ'માં અંતિમ વાત અદ્ભુત રીતે કહી. અલમુસ્તફાએ કહ્યું : ઓર્ફોલીસના નાગરિકો! હું વિદાય લઉ છું પણ ફરીને આવીશ. ભૂલતા નહિ. ફરીને હું તમારી પાસે ભરતીના મોજાંની પેઠે આવવાનો છું. હું લુપ્ત થતો નથી. માત્ર જાઉં છું. ' ઘડી બે ઘડી અને મારી અતૃપ્ત ઈચ્છાઓ મારા ધૂળકણોને ફરી ભેગા કરશે. મોજઓની ફીણથી ફરી મારો દેહ ગૂંથાશે. વાયુની લેરખી પર પળ બે પળનો વિરામ, અને વળી બીજી જનેતા મને ધારણ કરશે, પોતાના અંકમાં સ્થાપશે.” 'Forget not that I shall come back to you. A Little while and my longing shall gather dust and foam for another body. A little while, a moment of rest upon the wind, જન્મ પુનર્જન્મ Page #44 -------------------------------------------------------------------------- ________________ વ્હાણ લંગર ઉઠાવે છે અને અલમુસ્તફા ક્ષિતિજમાં ઓગળી જાય છે. ખલિલ જિબ્રાન ખ્રિસ્તી હતા. ખ્રિસ્તીઓ ઈશુને પ્રભુનો પુત્ર માને છે. જિબ્રાને Jesus the Son of Man નામનું પુસ્તક લખ્યું. Spirit Rebellious,આત્માનો વિદ્રોહ લખ્યું. ચર્ચમાંથી એને બહાર મૂકવામાં આવ્યો. એમ તો ટાગોરે પણ જિસસ અંગે Son of Man નામનું કાવ્ય રચ્યું છે. પુનર્જન્મ અને પરામનોવિજ્ઞાન : જાતિસ્મરણની ઘટનાઓ એટલા બહોળા પ્રમાણમાં, એટલા વિશ્વસ્ત રૂપમાં અને પૃથ્વીના લગભગ દરેક ખંડમાં પ્રકાશમાં આવતી રહી છે, કે વિજ્ઞાને એની નોંધ લીધા વિના હવે ચાલે તેમ નથી. વસ્તુત: માત્ર નોંધ જ નહીં, ગંભીરપણે તેનું અધ્યયન પણ શરૂ થયું છે. જાતિસ્મરણ-પુનર્જન્મની ઘટનાઓનો અભ્યાસ મનોવિજ્ઞાનની એક શાખા-પરામનોવિજ્ઞાન Parapsychology માં સ્થાન મેળવી ચૂક્યો છે અમેરિકાની ‘ડ્યૂક પેરાસાઈકોલોજી ઈન્સ્ટીટ્યૂટ' તથા અન્ય સંસ્થાઓ આ દિશામાં સંશોધનકાર્ય કરી રહી છે, જેના વ્યાપક પરિણામોએ પુનર્જન્મમાં ન' માનનાર પશ્ચિમને ખળભળાવી મૂક્યું છે. જ્યાં ધાર્મિક સંપ્રદાયોએ પણ પુનર્જન્મને સ્વીકૃતિ નથી આપી, ત્યાં પણ નિર્ણયાત્મક પરિણામોને કારણે પુનર્જન્મનો સિદ્ધાંત હવે ઝડપભેર માન્ય બની રહ્યો છે. જયપુરની પેરાસાઈકોલાજી ઈન્સ્ટીટ્યુટે જાતિસ્મરણના વિષયમાં ‘પ્રભુ’, ‘ઈસ્માઈલ’, ‘યુનેશ’ વગેરે પુસ્તિકાઓ દ્વારા અહેવાલ બહાર પાડયો છે. ઈન્ટરનેશનલ સ્પીરીચ્યુઆલિસ્ટ ફેડરેશન (ઝયુરીચ, સ્વીટઝરલેન્ડ) ના ભૂતપૂર્વ પ્રમુખ કાર્લ મૂલર કહે છે : ‘‘જુદા જુદા દેશોમાંથી કોઈ પણ અપવાદ વિના છેલ્લા એંશી વર્ષના ગાળામાં એકત્ર કરાયેલા સાતસો કિસ્સાઓનું અમે જે વિભાગીકરણ કર્યુ છે, તેમાંના વૈવિધ્ય અને પ્રકારભેદો જોતાં પુનર્જન્મનો ઈન્કાર કરવો અત્યંત મુશ્કેલ બની જાય છે. કેટલાંક ગૌણ મુદ્દા જેવા કે સ્ત્રી મટીને પુરુષ અને પુરુષ મટીને સ્રી થાય કે નહી? મૃત્યુ તથા નવા જન્મ વચ્ચે કેટલો ગાળો રહે છે ? વગેરે પ્રશ્નો ઉપસ્થિત થતા હોવા છતાં પુનર્જન્મની મૂળભૂત હકીકતની તરફેણ કરતો પુરાવો પ્રબળ છે.’' પુનર્જન્મ એ અપવાદ નથી પણ ચેતનાનું લક્ષણ છે. કર્મોના નિયમોને આધિન ચેતનાની સહજ ગતિ છે. આ પૃથ્વી પરની માનવ વસતિમાંથી મોટી સંખ્યાએ પૂર્વે અહીં જન્મ ધારણ કરેલ છે, એવો નિર્દેશ Age-Regression ‘એજ-રીગ્રેશન’ ના પ્રયોગો પણ આપી જાય છે. પુનર્જન્મ વિષયક સંશોધનમાં જાતિસ્મરણના કિસ્સાઓના અભ્યાસ ઉપરાંત એક નવી પદ્ધતિનો પણ પ્રયોગ થઈ રહ્યો છે. એ છે ‘હિપ્નોટિક એન્જ જન્મ પુનર્જન્મ ૩૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ રીગ્રેશન'. આજે માનસ ચિકિત્સામાં હિપ્નોટિઝમ-સંમોહન વિદ્યાનો ઉપયોગ અમેરિકામાં છૂટથી થઈ રહ્યો છે, રોગના મૂળમાં કોઈ માનસિક ગ્રંથિ (Complex) કે કોઈ પ્રચંડ આઘાતજનક અનુભવ (Traumatic Experience) કારણભૂત છે કે કેમ તે શોધી કાઢવા માટે દરદીને ગાઢ ઉંધ જેવી સ્થિતિમાં લાવી ભૂતકાળની સ્મૃતિઓ જાગૃત કરાવાય છે. દરદીને દશ, પંદર, વીંશ કે તેથી વધુ વર્ષો પૂર્વે - છેક બાળપણ સુધી પાછો લઈ જવાય છે. આવા પ્રયોગો દરમ્યાન પછી થી એ પણ જાણવામાં આવ્યું કે કોઈકવાર દરદી આ જન્મમાં ન બની હોય એવી વાતો પણ કરવા માંડે છે. આ હકીકતે પુનર્જન્મનો વિરોધ કરનાર ડો. .એલેકઝાંડર કેનન જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ડોક્ટર અને વૈજ્ઞાનિકને પણ પુર્નજન્મમાં દૃઢ શ્રદ્ધા ધરાવતા બનાવી દીધા. ડો. એલેકઝાંડર લખે છે : ‘‘વર્ષોથી પુનર્જન્મના સિદ્ધાંતથી હું ભડકતો હતો અને એને ખોટો પુરવાર કરવા હું મારાથી બધું કરી છૂટતો. ‘‘ટ્રાન્સ’’ માં રહેલા મારા દરદીઓ જ્યારે એની વાત કરતા ત્યારે હું કહેતો કે તેઓ મુર્ખાઈભર્યો પ્રલાપ કરી રહ્યા છે. પરંતુ જેમ વર્ષો પસાર થતાં ગયાં અને એક પછી એક દરદીઓ આની આ જ વાત કહેવા લાગ્યા ત્યારે એનું તથ્ય જાણવા માટે મેં તપાસ આદરી. સુધીમાં હું એક હજાર ઉપરાંતના કેસોની ચકાસણી કરી ચૂક્યો છું. અને મારે કબૂલ કરવું પડે છે કે પુનર્જન્મ એ એક હકીકત છે. એક હજારથીએ વધુ કેસોમાંના એકે એક કેસમાં આ જીવન પૂર્વે બે, ત્રણ, જન્મ, કે તેથી પણ હજારો વર્ષ પહેલાં આ પૃથ્વી પર જન્મ થયેલ હોવાનુ જાણવા મળેલ.’ આજ "" પોતાના સંશોધનોની થોડી વિગતો આપી આગળ જતાં તેઓ કહે છે: ‘‘વાચક જોઈ શકશે કે મેં આ માત્ર કલ્પનાના આધારે નહિ પણ કડક ચકાસણીના અંતે મળતા પુરાવાના બળે કહ્યું છે. આજ (૧૯૫૦) સુધીમાં ચકાસાયેલ તેરસો કેસોમાં એકધારો સ્થિર પુરાવો સાંપડયો છે કે જે અત્યંત નોંધપાત્ર અને ઉત્સાહપ્રેરક છે. આ પુરાવો અત્યંત ભૌતિક સિદ્ધાંતવાદીઓના હુમલાઓની સામે ટક્કર ઝીલે તેવો છે. ગમે તેવી કટ્ટર, દોષદશી અને શંકાશીલ વ્યક્તિ પણ એની ઉપેક્ષા કરી શકે તેમ નથી. "" ‘હિપ્નોસિસ’ (Hynosis) એ હિપ્નોટિઝમની અસર નીચે ઊંધ જેવી એક અવસ્થા છે. જેને ‘સોમ્નાબ્યુલિસ્ટિક ટ્રાન્સ' (Somnabulistic Trance) કહેવામાં આવે છે. તેમાં અતીન્દ્રિય જ્ઞાનશક્તિનો ઉઘાડ થઈ જતો અને દેશકાળના મર્યાદાની પાળ તૂટી જતી જોવામાં આવે છે. એ અવસ્થામાં માત્ર પૂર્વભવની જ નહિ, પણ અનેક જન્મોની સ્મૃતિ જાગૃત થઈ શકે છે. માત્ર સ્મૃતિજ નહિ, ૩૮ જન્મ પુનર્જન્મ Page #46 -------------------------------------------------------------------------- ________________ જ નહિ, પણ અનેક જન્મોની સ્મૃતિ જાગૃત થઈ શકે છે. માત્ર સ્મૃતિજ નહિ, પણ યાદ કરાતા સમયની અવસ્થાને અને પ્રસંગને અનુરૂપ અવાજ, હાવભાવ વગેરે પણ વ્યક્ત થાય છે. દા.ત. બાળપણનો પ્રસંગ હોય, તો બાળક જેવો અવાજ અને કાલી કાલી ભાષા, દુ:ખનો પ્રસંગ હોય તો વેદનાભર્યો સ્વર વગેરે, જાણે સ્મૃતિમાં લવાતો પૂર્વજીવનનો પ્રસંગ કોઈ નિષ્ણાત અદાકાર દ્વારા અત્યારે જ ભજવાઈ રહ્યો ન હોય ! આ હકીકત તે માત્ર કલ્પનાનો તરંગ નથી પણ પૂર્વે અનુભવેલ પ્રસંગ છે, એની પ્રતીતિ કરાવનાર સબળ પુરાવો બની રહે છે. આ વિષયમાં રસ ધરાવનારે “એ સર્ચ ફોર બ્રાઈડે મફ' એ પુસ્તક વાંચવા જેવું છે. હિપ્નોટિક ટ્રાન્સમાં “એજ-રીગ્રેશન” કેવી રીતે કરાવવામાં આવે છે, એ દ્વારા કેવી અદ્ભુત માહિતી સાંપડે છે, પૂર્વજન્મના સિદ્ધાંતને એથી સજ્જડ પુષ્ટિ કેવી રીતે મળે છે. અને આવા સંશોધનો ના પરિણામે અમેરિકામાં ઉપલા થરના બુદ્ધિજીવી સમાજમાં પણ પુનર્જન્મનો સિદ્ધાંત કેટલી વ્યાપક માન્યતા મેળવી રહ્યો છે, વગેરેનું વિસ્તૃત નિરૂપણ, એક વ્યક્તિ ઉપર કરવામાં આવેલ એજ-રીગ્રેશન'ના પ્રયોગનો અથથી ઇતિ સુધીનો અહેવાલ ટાંકીને, નવલકથા જેવી ચિત્તાકર્ષક શૈલીમાં અમેરિકાના એક બેંકરે કર્યું છે. વર્જીનીયા બીચનો ચમત્કારિક માનવી : “વર્જીનીયા બીચના ચમત્કારિક માનવી' લેખાતા અમેરિકાના એડગર કેસી નામના માણસે પુનર્જન્મના સિદ્ધાંતને પ્રતિષ્ઠા અપાવવામાં મોટો ફાળો આપ્યો હતો. એડગર નવમાં ધોરણ સુધી પણ ભાગ્યો ન હતો ! કેસી એકવીસ વર્ષની ઉંમરે માંદગીમાં પટકાયો. એમાંથી એ સાજો તો થયો, પણ એણે વાચા ગુમાવી દીધી. એની વાચા પાછી લાવવાના બધાજ ઉપચાર નિષ્ફળ ગયા. એક વખત એક પ્રવાસી હિપ્નોટીસ્ટે એને ટ્રાન્સમાં નાખી બોલતો કર્યો, પરંતુ ટ્રાન્સમાંથી જાગ્યા બાદ એ બોલી ન શક્યો. પહેલી ટ્રાન્સ વખતે હાજર રહેલા એક શિખાઉ હિપ્નોટીસ્ટે વિચાર કર્યો કે કેસી ટ્રાન્સમાં બોલી શકે છે. તે વખતે ન બોલી શકવાનું કારણ કદાચ એની પાસેથી જાણી શકાય. એણે અખતરો કર્યો. ટ્રાન્સમાં રહેલ, નવમાં ધોરણથી આગળ કદી ન ભણેલ કેસીએ એક દાકતરની અદાથી, દાકતરી પરિભાષામાં દરદનુ નિદાન, કારણ અને ઉપચાર કહી બતાવ્યા! એ પ્રમાણે ઉપચાર થતાં કેસી પૂર્વવત્ બોલતો થઈ ગયો. ધીરે ધીરે આ વાત દાકતરો સુધી પહોંચી. તેઓ પણ પોતાના ગૂંચવાડાભર્યા કેસોમાં કેસીનું માર્ગદર્શન લેવા માંડ્યા. એ રીતે એડગર કેસીના ત્રીસ હજાર “હેલ્થ રીડીંગ્સ' ના પગરણ મંડાયા. સમય જતાં એડગર કેસીમાં એવી ક્ષમતા આવી ગઈ કે દરદીની જન્મ પુનર્જન્મ ૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ ગેરહાજરીમાં પણ એ નિદાન કરી શકતો. માત્ર દર્દી ક્યા સ્થળે છે, એટલું જ કહેવું પડતું. કેસી આપમેળે ટ્રાન્સમાં સરી પડતો અને દર્દીનું શરીર ‘એકસરે’ જોતો હોય એમ બોલવા માંડતો. દાકતરો આજે પણ એના રેકર્ડ ફંફોળે છે. ઓહિયો (અમેરિકા)ના આર્થર લેમર્સ નામના એક સાધનસંપન્ન પ્રકાશકે એક મિત્ર પાસેથી કેસીની આ અદભુત શક્તિ વિષે સાંભળ્યું, ત્યારે એને વિચાર આવ્યો, કે જે માણસ આવી અતીન્દ્રિય શક્તિ ધરાવે છે, તે માણસ સદીઓથી મુંઝવી રહેલા ગૂઢ કોયડાઓ જેવાં કે માનવીના જીવનનો હેતુ શો ? મૃત્યુ પછી શું થાય છે? વગેરે - ઉપર પણ પ્રકાશ ન નાખી શકે? લેમર્સ ખાસ આ કામ માટે આલબામા આવ્યો. પ્રથમ બેઠકમાં જ કેસીએ ધડાકો કર્યો કે લેમર્સ પોતે પૂર્વના ભવમાં એક સાધુ હતો ! ૧૦ ઑગસ્ટ ૧૯૨૩ ના દિવસે કેસીને અચાનક ખબર પડી કે એ પૂર્વભવમાં ડોકિયું કરી શકે છે. અહીંથી કેસીના ‘“લાઈફ રીડિંગ્સ’” શરૂ થયાં. કેસી પૂર્વભવની વાત જણાવીને, ગત જીવનની વર્તમાન જીવન ઉપર કેવી અસર પડશે, એ પણ જણાવતો. જે વ્યક્તિને કદી જોઈ ન હોય, એનાં સ્વભાવ, ખાસિયતો, માનસિક વિકાસ, નિદાન, ઉપચાર, આગાહીઓ વગેરેનો પણ એ ચોક્કસ નિર્દેશ આપતો, જેની સચ્ચાઈ આશ્ચર્યજનક રીતે યથાર્થ નીવડતી. ઈ. સ. ૧૯૪૫ માં અડસઠ વર્ષની ઉંમરે કેસી મૃત્યુ પામ્યો એ પહેલાં એના પ્રશંસકોએ એના નામે એક સંસ્થા પણ ઊભી કરી દીધેલી. એ સંસ્થાએ એડગરના ત્રીસ હજાર ‘‘હેલ્થ રીડીંગ્સ’’ અને અઢી હજાર ‘“લાઈફ રીડીંગ્સ’’ સાચવી રાખ્યાં છે. આમ એડગર કેસીએ અમેરિકામાં પુનર્જન્મના સિદ્ધાંતને પ્રતિષ્ઠા અપી. મેલબોર્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. રૈયનોર જોન્સન, અનેક વર્ષોના અભ્યાસ પછી The Imprisioned Splendour' પુસ્તકમાં પરામનોવૈજ્ઞાનિક સંશોધનોની ચર્ચાનો ઉપસંહાર કરતાં અંતે લખે છે કે ‘ટૂંકમાં મૃત્યુ આપણા અસ્તિત્વનો અંત નથી આણી દેતું, એમ માનવાને આપણી પાસે પૂરતા વિશ્વસનીય પુરાવાઓ છે.’’ પુર્વજીવનની સ્મૃતિ આ જીવનમાં થાય છે, એ હકીકતે માત્ર પુનર્જન્મની જ સાબિતી નથી આપી, પણ આપણી સ્મૃતિ મગજના કોષો પર આધારિત છે, એવી આધુનિક વિજ્ઞાનની માન્યતાને પણ પડકારી છે. જે શરીર નાશ પામ્યું-રાખમાં કે ધૂળમાં મળી ગયું, તે શરીર જ્યારે હતું, વિદ્યમાન હતું, તે સમયની સ્મૃતિઓ, અન્ય ધારણ કરેલા શરીરમાં જાગૃત કરી શકાય છે, એજ સિદ્ધ કરે છે કે સ્મૃતિઓનો આધાર દેહ નહિ, પણ કોઈ સ્વતંત્ર તત્વ છે. જન્મ પુનર્જન્મ ૪૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ આ રીતે ગત જન્મોની સ્મૃતિની હકીકત ત્રણ વાત સિદ્ધ કરે છે. ૧) જ્ઞાનનો આધાર દેહ નથી. ૨) દેહથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર કોઈ જુદું તત્ત્વ દેહમાં છે. અને, * ૩) દેહના નાશ સાથે એ તત્ત્વનો નાશ થતો નથી. ન્યૂયોર્કના એક માનસચિકિત્સકે તો ત્યાં સુધી કહી દીધું છે કે “એવું લાગે છે કે જન્મ પૂર્વેનું મનોવિશ્લેષણ, આપણને જકડી રહેલ વિજ્ઞાનના ભૌતિકવાદની રહીસહી કડીઓના ભૂકા બોલાવી દેશે.'' સર ઓલીવર લૉર્ડસ, પ્રો વિલીયમ મેકાથ, રહાઈન, ડૉ. કેનન, રેયનોર - જેન્સન વગેરે સંશોધકોએ આત્માના અસ્તિત્વ અને પુનર્જન્મના સિદ્ધાંતને વૈજ્ઞાનિક સ્તર પર લાવી દીધો. હવે પ્રશ્ન રહ્યો પુનર્જન્મનું સ્થળ વિષે. આધુનિક ખગોળ વિજ્ઞાન અનેક તારાવિશ્વોની વાત કરે છે. હોઈલ (Hoyle) ના મતે આપણા તારાવિશ્વમાં ૧૦૦ અજબ તારાઓમાંથી એક કરોડ તારાઓ ગ્રહો વાળા હશે, જેમાંથી દશ લાખ ગ્રહો પર જીવસૃષ્ટિ હોવાનો સંભવ છે. અમેરિકન વૈજ્ઞાનિક ડો. સ્ટીફેન્સ એચ. ડૉલના કહેવા મુજબ એકલા આપણા તારાવિશ્વમાં જીવનની સંભાવનાવાળા પૃથ્વી જેવા પચાસ કરોડ ગ્રહો વિદ્યમાન હશે. એમાના દર દશ હજાર ગ્રહે. એક ગ્રહ બુદ્ધિશાળી જીવવાળો' હોય, તોય પચાસ હજાર ગ્રહો પર બુદ્ધિની ઉત્કૃષ્ટ લીલાઓની આશા રાખી શકાય છે. બીજી જ્યોતિઓમાંથી નિયત અંતરે સ્પંદનો આવી રહ્યાં છે, એવું તો આજે વિજ્ઞાન સ્વીકારે છે. જો આવાં સ્પંદનો કૃત્રિમ હોય, તો તેમને મોકલનાર આપણા કરતાં વધુ વિકસિત કોઈ અન્ય ગ્રહો પરના જીવો હોઈ શકે, એવું સંભવી શકે. એજ રીગ્રેશન' ના અખતરાઓમાં આ પૃથ્વી સિવાય અન્યત્ર પૂર્વ જીવન વિતાવ્યાની બાતમી ઘણી વ્યક્તિઓ પાસેથી મળી છે. આવા એક હજાર ત્રણસો ને ખાસી અખતરા કરનાર ડો. એલેકઝાંડર કેનન વગેરેના સંશોધનો બતાવે છે કે આ પૃથ્વી સિવાય અન્યત્ર જીવસૃષ્ટિ છે. એટલું જ નહિં પણ શાસ્ત્રોમાં વર્ણવેલ દેવલોક જેવી પરિસ્થિતિવાળા સ્થાનો પણ વિશ્વમાં છે. એક કિસ્સામાં ડો. એલેકઝાંડર કેનને ટ્રાન્સમાં રહેલી એક વ્યક્તિને એના જન્મના પાંચ વર્ષ પૂર્વની સ્મૃતિઓ જાગ્રત કરવા કહ્યું, એ વ્યક્તિએ કહ્યું કે “હું શુક્ર ઉપર છે. તમે સમયનું જે માપ દર્શાવો છો, એથી ગૂંચવાડો ઊભો થાય છે, કારણ કે તમારી પૃથ્વી ઉપર છે, એવો સમય અહીં નથી ત્યાંની-શુક્ર ઉપરની-જીવનની અન્ય પરિસ્થિતિ વિષે પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં જન્મ પુનર્જન્મ ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ એણે જણાવ્યું કે “જીવનની કળા શીખવી એ જ ત્યાંની મુખ્ય પ્રવૃત્તિ છે. પૃથ્વી પર જે અર્થમાં સમજીએ છીએ, તે અર્થમાં કોઈ કામધંધો ત્યાં નથી. ત્યાં રાત-દિવસ નથી. હમેશાં અત્યંત તેજસ્વી પ્રકાશ રહે છે. એટલો તેજસ્વી કે વધુમાં વધુ પ્રકાશવાળા દિવસે પણ પૃથ્વી “અંધારિયા ગ્રહ જેવી લાગે.” એન્ટ્રલ વર્લ્ડ : અમેરિકા (Puelbo colarado) ની એક ગૃહિણી રથસીમોન્સ એજ રીગ્રેશન પ્રયોગ દરમિયાન પોતાના પૂર્વભવની વિગતો આપતાં કહ્યું કે “ હું એન્ટ્રલ વર્લ્ડમાં છું. અહિં અમારે ખાવાની કે ઊંધવાની જરૂર નથી પડતી, કે નથી થાક લાગતો.'' ‘ત્યાં તમારો સમય શી રીતે પસાર કરતા?' બસ જોયા કરવાનું'. ‘તમે ત્યાં હતા ત્યારે પૃથ્વી પર શું બની રહ્યું છે, તે તમે જાણતા હતા?' અમે ધારીએ તો જાણી શકીએ” ઈચ્છામાત્રથી તમે ધારો તે જોઈ શકો?' સંકલ્પમાત્રથી ત્યાં તમે માત્ર વિચાર કરો.ને બધું દેખાય'. ‘ત્યાં એસ્ટ્રલ વર્લ્ડમાં વૃદ્ધાવસ્થા, રોગ, મૃત્યુ જેવું કંઈ ખરૂ?” ‘ત્યાં મૃત્યુ નથી. તમે માત્ર ત્યાંથી અલોપ થઈ જાઓ... બીજા જીવનમાં ચાલ્યા જાવ.... બસ..... ત્યાં મૃત્યુ નથી.” અને કોઈ રોગ?' ‘ના’. એસ્ટ્રલ વર્લ્ડમાં તમે હતા, ત્યારે ભવિષ્યમાં શું થવાનું છે, તેની ખબર પડી શકતી ?' “હા... દા.ત. ત્યાં રહેલાને બીજે જન્મ થવાનો હોય, એની પહેલાં..એને ખબર પડી જાય છે કે પોતાને ત્યાંથી જવાનું છે... તેઓ જોઈ શકે છે, શું થવાનું છે.'' - આ કોઈ શાસ્ત્રોએ કહેલાં કરેલાં, વર્ણનો નથી. આ છે આધુનિક પરામનોવિજ્ઞાનના પ્રયોગોનો નિષ્કર્ષ. શાસ્ત્રોમાં દેવલોકના વર્ણનો: ત્યાં રાત-દિવસ નથી. નિત્ય અત્યંત તેજસ્વી પ્રકાશ છે. દરેક દેવને અમુક મર્યાદામા અતીન્દ્રિય જ્ઞાન હોય છે, જેથી તે ભૂત-ભાવિમાં નજર નાખી શકે છે. દેવોને ઊંધ કે આહારની જરૂર નથી રહેતી. સમય પસાર થઈ જાય છે એમ એમને લાગતું નથી. છ મહિના અગાઉ બીજી ગતિની ખબર પડી જાય છે. જન્મ પુનર્જન્મ ૪૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ આહારની ઈચ્છા થતાં આહાર લીધા વિના જ તૃપ્તિ થઈ જાય છે. આયુષ્ય પૂર્ણ થાય એ અગાઉ એમને એની ખબર પડે છે. ઉત્પન્ન થતાંની સાથે જ પુખ્ત યુવાન શરીર પ્રાપ્ત થાય છે, વગેરે સાથે આ હકીકતો કેવી આબેહૂબ મળતી આવે છે! દેવલોકમાં ઉત્પન્ન થતાં પુખ્ત કાયા મળે છે, એની પ્રતીતિ કરાવતું બીજું દષ્ટાંત પણ અહેવાલમાં છે. પૃથ્વી પરની મૃત્યુની છેલ્લી પીડાભરી ક્ષણો યાદ કરી એક મહિલા અનુભવ વર્ણવે છે : ‘એકાએક મારી વેદના દૂર થઈ ગઈ. હું ક્યાં હતી? મારા ઘરમાં ન હતી. હું એક સુંદર બગીચામાં આવેલ ઘેઘૂર ઝાડની છાયામાં સૂતી હતી. મેં આંખો ઉઘાડી. આસપાસ કોઈ ન હતું. એક માણસ મારી તરફ આવતો હતો'. એનાં વસ્ત્રો ચાંદની જેવા શ્વેત હતાં. “ચાલો ઉઠો હું તમને બધું બતાવું” મારી નજીક આવી એણે કહ્યું. અહી શું જોવાનું છે?' ‘તમારી જગા અને બીજું ઘણું બધું.” ‘મેં ધીમેથી ઉઠવાનો પ્રયાસ કર્યો. કશી પીડા વિના હું ઉઠી શકી. મેં ચાલી જોયું. હું ધમધમ ચાલતી હતી. મને કોઈ પીડા ન હતી. હું તદ્દન સાજી હતી. મારી નજર મારા શરીર પર ગઈ. મારું શરીર સાવ બદલાઈ ગયું હતું. મારું શરીર હલકું તેજસ્વી અને સુંદર હતું. પેલું શરીર ક્યાં ગયું? મારે એ શરીર નથી જોઈતું. એ શરીરમાં તો પીડાનો પાર ન હતો. મારે હવે પીડા જોઈતી નથી. સામેથી રૂપાળાં સ્ત્રી-પુરુષોનું ટોળું આવતું હતું. કેટલાંકના હાથમાં વાધો હતાં. કેટલાંક ગાતાં હતાં. કેટલાંકનાં હાથમાં મઘમઘતાં ફૂલોવાળી સુંદર ડાળીઓ હતી.” “આ બધા કોણ છે?' મેં પેલા માણસને પૂછયું ‘યક્ષો, કિન્નરો, ગંધર્વો,' ‘માં જાય છે?' ‘આનંદયાત્રાએ” ‘હું એમની સાથે જઈ શકું?” ‘હા’ હું એમની સાથે આનંદયાત્રામાં જોડાઈ. જોડાતાંની સાથે જ હું પૃથ્વી ઉપરની તમામ વસ્તુઓ ભૂલી ગઈ. શાસ્ત્રોએ કહેલ દેવલોકના જેવું જીવન વિશ્વમાં ક્યાંક છે, એની ખાતરી જમ પુનર્જન્મ ૪૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ આ વાતો નથી આપતી? આજે પરામનોવૈજ્ઞાનિક પોતાના સંશોધનકાર્યમાં માનવમનની અતીન્દ્રિય જ્ઞાનશક્તિનો ઉપયોગ કરી રહ્યો છે. તેથી ઈન્દ્રિયોની પહોંચની બહારના જગતમાં પણ હવે વિજ્ઞાન પ્રવેશવા માંડયું છે. એલેકઝાંડર કેનન કહે છે. પૃથ્વી માત્ર ભૌતિક દેહધારીઓથી વસેલી છે એવું નથી, પણ અન્ય સૂકમ- “એલ'' અને ઈથીરિક- દેહધારીઓનો પણ એના ઉપર વાસ છે. ચેતનાના અન્ય સ્તરોના અસ્તિત્વનો અને એકબીજામાં ઓતપ્રોત પણ પરસ્પર જ્ઞાન-સંપર્ક વિનાની એકની અંદર બીજી દુનિયાના અસ્તિત્વનો માત્ર નિર્દેશ જ નહિં, પણ કશી પણ આશંકાને અવકાશ જ ન રહે એવી પ્રતીતિ પણ મને મળી છે. 9. Thomas Sugrue 'There is a river's 2013 Sailaj G92462. 2. Noel Langley. Edgar Cayce on Re-incarnation (Warner Books. New York 1967) 3. Jess Stearn. Edgar Cayce- The sleeping Prophet (Bantam Books, New York). આમ પુનર્જન્મ અને દેવલોક વગેરે બાબતોને પરામનોવિજ્ઞાન હવે નિષ્ઠાપૂર્વક તપાસવા લાગ્યું છે. આ તપાસનો પ્રાથમિક અહેવાલ પણ આશ્ચર્યજનક રીતે પ્રાચીન સિદ્ધાંતોનો સમર્થક નીવડ્યો છે, ત્યારે આ શોધખોળના અંતે કેવાં રોમાચંક પરિણામો આવશે? આશા રાખીએ કે એ સમય વહેલો આવે. બે જન્મની વચ્ચે : પુનર્જન્મ માનનારા દરેક દર્શનની સામે અંતરાલગતિ સંબંધી પાંચ પ્રશ્નો ઉપસ્થિત થાય છે : ૧. જન્માાર માટે અથવા મોક્ષ માટે જ્યારે જીવ ગતિ કરે છે ત્યારે, અર્થાત અંતરાલગતિના સમયે સ્કૂલ શરીર ન હોવાના કારણે, જીવ કેવી રીતે પ્રયત્ન કરે છે? ૨. ગતિશીલ પદાર્થ ગતિ કરે છે તે ક્યા નિયમથી? ૩. ગતિકિયાના કેટલા પ્રકાર છે? ક્યા ક્યા? જીવ કઈ કઈ ગતિક્રિયાના અધિકારી ૪. અંતરાલગતિનું જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કાલમાન કેટલું? તે કાલમાન કયા નિયમ પર અવલંબિત છે? ૫. અંતરાલગતિના સમયે જીવ આહાર ગ્રહણ કરે છે કે કેમ? જો નથી કરતો, તો જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કેટલા સમય સુધી ? અને અનાહારક સ્થિતિનું કાલમાન ક્યા નિયમ ઉપર અવલંબિત છે? આત્માને વ્યાપક માનનારા દર્શનોને પણ આ પાંચ પ્રશ્રો ઉપર વિચાર જમ પુનર્જન્મ - ૪૪. Page #52 -------------------------------------------------------------------------- ________________ કરવો જરૂરી છે. કેમકે તેઓને પણ પુનર્જન્મની ઉત્પતિ માટે છેવટે સૂક્ષ્મ શરીરનું ગમન અને અંતરાલગતિ માનવાં પડે છે, પરંતુ જેન તો પોતે દેહવ્યાપી આત્મા માનતું હોવાથી આ પ્રશ્નોનો ઉચિત વિચાર તત્ત્વાર્થસૂત્રમાં કર્યો છે, (અધ્યાય ૨, સૂત્ર ૨૬ થી ૩૧). અંતરાલગતિ બે પ્રકારની છે; ઋજુ અને વક્ર. જુગતિથી સ્થાનાંતરે જતા જીવને નવો પ્રયત્ન કરવો પડતો નથી, કેમકે જ્યારે તે પૂર્વ શરીર છોડે ત્યારે તેને પૂર્વ શરીરજન્ય વેગ મળે છે. તેથી બીજા પ્રયત્ન વગર ધનુષ્યમાંથી છૂટેલા બાણની જેમ સીધો જ નવા સ્થાન પર પહોંચી જાય છે. બીજી ગતિ વક્ર-વાંકી હોય છે. આ ગતિથી જનાર જીવને નવો પ્રયત્ન કરવો પડે કેમકે પૂર્વ શરીરજન્ય પ્રયત્ન, જીવને જ્યાંથી વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે. વળવાનું સ્થાન આવતાં જ પૂર્વદેહજનિત પ્રયત્ન મંદ પડે છે, માટે ત્યાંથી સૂકમ શરીર, કે જે જીવની સાથે એ સમયે પણ હોય છે, તેનાથી થાય છે. એ આશયથી સૂત્રમાં કહ્યું છે કે વિગ્રહગતિમાં કર્મણયોગ જ છે. એટલે કે વક્રગતિથી જતો જીવ માત્ર પૂર્વશરીરજન્ય પ્રયત્નથી નવા સ્થાને પહોંચી શકતો નથી... ઋજુગતિ સરળ રેખામાં હોય છે. વક્રગતિમાં સરળ રેખાનો ભંગ થાય છે, અને ઓછામાં ઓછો એક વળાંક લેવો જ પડે છે. - જીવ અને પુદગલ બન્ને ગતિના અધિકારી છે. અહીંયા મુખ્ય પ્રશ્ન જીવનો છે. શરીર છોડીને બીજે સ્થળે જનારા જીવો બે પ્રકારના છે. ' ૧. સ્થળ અને સૂક્ષ્મ, બન્ને શરીર છોડી સ્થાનાંતર કરનારા જીવો. તેઓ ‘મુમાનમોક્ષે જતા કહેવાય છે. ૨. જેઓ પૂર્વ સ્થૂળ શરીર છોડી નવા સ્થૂળ શરીર પ્રાપ્ત કરે છે, તે જીવો અંતરાલગતિના સમયે સૂક્ષ્મ શરીરથી અવશ્ય વીંટળાયેલા હોય છે. એવા જીવો સંસારી કહેવાય છે. મુચ્ચમાન જીવો મોક્ષના નિયત સ્થાન ઉપર ઋજુગતિથી જ જાય છે... મુક્તિ સ્થાનમાં જતાં આત્માની માત્ર એક સરળ ગતિ જ હોય છે, અને પુનર્જન્મ માટે સ્થાનાંતર કરતા જીવોની સરળ તથા વક બન્ને ગતિઓ હોય છે... આનું કારણ એ છે કે પુનર્જન્મના નવીન સ્થાનનો આધાર પૂર્ણ કરેલાં કર્મ ઉપર છે. અને કર્મ વિવિધ પ્રકારના હોય છે. જુગતિનું બીજું નામ ‘ઈષગતિ પણ છે. કેમકે ધનુષના વેગથી પ્રેરાયેલા બાણની ગતિની માફક પૂર્વશરીરજનિત વેગથી માત્ર સીધી હોય છે. વક્રગતિનાં ‘પાણિમુકતા; લાંગલિકા, અને ગૌમૂત્રિકા એવાં ત્રણ નામ છે. જે એક વળાક, બે વળાંક અને ત્રણ વળાંક દર્શાવવા વપરાય છે. જીવની કોઈ પણ એવી વક્રગતિ નથી હોતી કે જેમાં ત્રણથી અધિક વળાંક લેવાં જન્મ પુનર્જન્મ ૪૫. Page #53 -------------------------------------------------------------------------- ________________ પડે. જીવનું નવું ઉત્પત્તિસ્થાન ગમે તેટલું વિશ્રેણિ પતિત-વક્રરેખાશ્રિત હોય, તો પણ તે ત્રણ વળાકમાં અવશ્ય પ્રાપ્ત થઈ જાય છે. પુદ્ગલની વક્રગતિમાં વળાંકની સંખ્યાનો કશો યે નિયમ નથી. અંતરાલગતિ ઓછામાં ઓછા એક ‘સમય’ (કાળનું ન્યૂનતમ પ્રમાણ) ની અને વધુમાં વધુ ત્રણ સમયની હોય છે આ સમય દરમ્યાન સ્થૂળ શરીર ન હોવાથી એટલા સમય સુધી જીવુ ‘અનાહારી’ રહે છે. અન્યથા જીવ પ્રતિક્ષણ ‘આહાર’ કરતો જ હોય છે. પૂર્વભવ સમાપ્ત થતાં જ સંસારી જીવ નવો ભવ ધારણ કરે છે. જન્મ ધારણ કરવાના પણ ત્રણ પ્રકાર છે: સંમૂર્છિમ, ગર્ભ અને ઔપપાતિક સંમૂર્છિમ એ પ્રથમ પ્રકાર નિમ્નસ્તરીય જંતુ, વનસ્પતિ વગેરેમાં જોવા મળે છે. બીજો પ્રકાર ગર્ભુજ, એ પશુ, પક્ષી, માણસમાં જોવા મળે છે; જેમાં જીવ માતૃગર્ભથી આવે છે. ત્રીજા પ્રકાર ઉપપાતમાં એકદમ પ્રગટ થવું, ઉપપાત જન્મ લેવું, એ દેવ અને નારકીમાં હોય છે. (અ.૨, સૂત્ર ૩૨ થી ૩૬) વળી જન્મ એટલે શરીરનો આરંભ. એટલે શરીરના પ્રકારો અને તેને લગતા પ્રશ્નોનું વિવરણ પણ જૈન દર્શનમાં મળે છે. જૈન શાસ્ત્ર અનુસાર સંસારમાં રહેલા જીવોના શરીરના પ્રકાર પાંચ છે: ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ. ભવાંતરમાં જતો જીવ તૈજસ અને કાર્મણ શરીર સાથે લઈને જાય છે. આત્માની સાથે એ અનાદિ સંબંધવાળાં છે. (અ. ૨, સૂત્ર ૩૮ થી ૪૮) જ્ઞાનના પ્રકાર જૈન દર્શનમા ચાર પ્રકારનાં ધ્યાન દર્શાવ્યાં છે. (૧) ધર્મધ્યાન, (૨) શુક્લ ધ્યાન, (૩) આર્ત ધ્યાન અને (૪) રૌદ્ર ધ્યાન. પ્રથમ બેને શુભ ગણ્યા છે. યોગમાં ધ્યાન-ધારણા-સમાધિ ને ‘સંયમ’ એવા શબ્દમાં વર્ણવી એકાત્મતા દર્શાવી છે. ધર્મધ્યાનનું ફળ આત્મધ્યાન અને તે દ્વારા આત્મજ્ઞાન તરફ પ્રયાણનું હોય છે;- થઈ શકે. જ્યારે શુક્લ ધ્યાનનું ફળ તેની જ ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને અંતિમ ધ્યેયરૂપ મોક્ષ પ્રાપ્તિ પણ તેની જ પરિણતી ગણી શકાય. શુક્લ ધ્યાનની શરૂઆતની દશા યોગસૂત્રમાં જણાવેલ સંપ્રજ્ઞાત સમાધિ સમાન ગણાવી શકાય. શુક્લ ધ્યાનના પ્રથમ બે ચરણોમાં લેશ્યા શુદ્ધ હોય છે. જન્મ પુનર્જન્મ ૪૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા ચરણોમાં તે પરમ શુક્લ અને ચોથું ચરાણ લેશાતીત હોય છે. યોગશાસ્ત્ર અનુસાર સમાહિત ચિત્તની પૂર્વવૃત્તિ શાંત થતાં સમાધિ પર્યત રહેલું ધ્યાન તે સમાહિત ધાન છે; અને સંયમત્રી દ્વારા અતીત અનાગતનું જ્ઞાન અને આ સંસ્કાર પરિણામરૂપ પૂર્વમતિજ્ઞાન અને પ્રત્યયમાં પરચિત્તજ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને છે, જે જૈન પરિભાષામાં “અવધિ’ ‘જાતિસ્મરણ” અને ‘મન:પર્યવ જ્ઞાનના સમાનાર્થી ગણી શકાય. જેન શૈલીમાં આત્મવિકાસની આ શ્રેણી ગુણસ્થાનક્વારા સમજાવવામાં આવી છે. યોગશાસ્ત્ર અનુસાર કે જેનદર્શન અનુસાર, આવશ્યક પૂર્વ તૈયારી બાદ જીવ જ્યારે નિષ્ઠાપૂર્ણ સાધનામાં પ્રવૃત્ત થાય છે. ત્યારે લૌકિક અને અલૌકિક ફળ પ્રાપ્તિ માટે યોગ બનતો જાય છે અને ઉત્તરોત્તર આત્મગુણની ઊંચી અને ઊંચી શ્રેણી પ્રાપ્ત કરતો જાય છે. આ સાધના દરમ્યાન તેને ક્રમાનુસાર અનેક લબ્ધિઓ, સિદ્ધિઓ, શકિતઓ પ્રાપ્ત થતી રહે છે,-અનાયાસે મળતી જાય છે. પરંતુ જે જીવ લોકસામગ્રીમાં, લોક એપાણામાં લપટાઇ જાય, સિદ્ધિઓનુ લૌકિક પ્રદર્શન, એ દ્વારા મળતી પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા, અર્થકામના વિગેરે જેથી દુન્યવી લાલચમાં સરી પડે, તો આત્મવિકાસ ત્યાં જ અટકી પડે. આત્મસાધનામાં આવી સિદ્ધિઓ સહજપણે ઉત્પન્ન થાય છે, પણ તેનાથી ખૂબ સાવધ રહેવું પડે છે. इहा अपोहः विमर्श: मार्गणा च गवेषणा। संजा स्मृति: मति: प्रज्ञा सर्वम् अभिनिबोधिकम् ॥ અર્થાતું : "હા, અપહ, મીમાંસા, માર્ગણા, ગષણા, સંજ્ઞા, શક્તિ, મતિ અને પ્રજ્ઞા - એ સર્વ અભિનિબોધિક યા મતિજ્ઞાન છે. અભિનિબોધિક જ્ઞાનનાં બે પ્રકાર છે : • ૧. શ્રુતિનિશ્રિત : સૂત્ર યા સંહિતાધારિત જ્ઞાન. ૨. અશ્રુતનિશ્ચિત : સૂત્ર યા સંહિતા પર જે આધારિત ન હોય. બન્નેમાં ચાર પ્રભેદ છે : પ્રથમનાં ઉગહ, ઈહા, અપાય અને ધારણા. બીજાનાં ખાતિક, નાયિક, કાર્મિક અને પરિણાર્મિક. (નંદીસૂત્ર : ૪૬ થી ૮) चिन्तितमचिन्तितं वा, अर्ध चिन्तितमनेकभेदगतम्। - મન: પર્વત: તિ જ્ઞાન યજ્ઞનતિ તg વરનો અર્થાત્: જે જ્ઞાન મનુષ્યલોકમાં સ્થિત જીવના ચિંતન, અચિન્તિત, અર્ધ ચિત્તત આદિ અનેક પ્રકારના અર્થથી મનને પ્રત્યક્ષ જાણે છે એ મન:પર્યવ જ્ઞાન છે. પંચવે હોંતિ ગાણા.. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવલમાં પ્રથમ ચાર જ્ઞાન લાયોપક્ષમિક છે; અને કેવલજ્ઞાન ક્ષાયિક છે. એક દેશ ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન હોવાના કારણે ચાર જ્ઞાન અપૂર્ણ છે, અને સમસ્ત કર્મોના ક્ષયથી ઉત્પન્ન હોવાને કારણે પાંચમું કેવળજ્ઞાન પરિપૂર્ણ છે. જન્મ પુનર્જન્મ Page #55 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન લોક અને અલોકને સર્વત: પરિપૂર્ણરૂપથી જાણે છે. ભૂત - ભવિષ્ય અને વર્તમાનમાં એવું કશું નથી જેને કેવળજ્ઞાન નથી જાણતું અવધિજ્ઞાનને સીમાંજ્ઞાન પણ કહેવાય છે. મતિયુતાવધિમન: પર્યાયકેવલાનિ જ્ઞાનમ- તત્વાર્થસૂત્ર અ.૧, સૂક મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ પાંચ જ્ઞાન છે. અને ચેતનાશકિતના પર્યાય છે. એમનું કાર્ય પોતપોતાના વિષયોને પ્રકાશ કરવાનું હોવાથી બધાં જ્ઞાન કહેવાય છે. પરંતુ મતિ, શ્રુત અને અવધિ, જ્ઞાન અને અજ્ઞાનરૂપ મનાય છે. જેમકે મતિજ્ઞાન, મતિઅજ્ઞાન; શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાન; અવધિજ્ઞાન, અવધિઅજ્ઞાન-વિભજ્ઞાન. મિશ્રાદષ્ટિના મતિ, મૃત અને અવધિ ત્રણે જ્ઞાનાત્મક પર્યાયો અજ્ઞાન જ છે. અને સમ્યગદષ્ટિના ઉક્ત ત્રણે પર્યાયો જ્ઞાન જ માનવાં જોઈએ. * મન:પર્યવના બે ભેદ છે. ઋજુમતિ અને વિપુલમતિ. વિશુદ્ધિ અને પુન:પતનના અભાવથી એ બેમાં તફાવત છે. વિષયને જે સામાન્યરૂપે જાણે છે, તે ‘ઋજુમતિ મન:પર્યાય. અને જે વિશેષરૂપે જાણે છે, તે ‘વિપુલમતિ મન:પર્યાય'. વિપુલમતિ વિશુદ્ધતર હોય છે, કેમકે જામતિ કરતાં સૂક્ષ્મતર અને અધિક વિશેષોને સ્કૂટ રીતે જાણી શકે છે. બીજો ભેદ એ છે કે ઋજુમતિ ઉત્પન્ન થયા પછી કદાચિતું ચાલ્યું પણ જાય છે. પરંતુ વિપુલમતિ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. જેમ આગલા જન્મોના સંસ્કારો બીજા જન્મમાં જાય અને જિંદગી સુધી કાયમ રહે છે, તેમજ અવધિજ્ઞાન બીજો જન્મ થયા છતાં આત્મામાં કાયમ રહે અથવા કેવલજ્ઞાનની ઉત્પત્તિ સુધી કે જીવન પર્યત સ્થિર રહે, તે “અવસ્થિત.” જળરંગની જેમ કદી વધે ઘટે, પ્રગટ થાય કે તિરોહિત થાય, તે ‘અનવસ્થિત.” નારકી અને દેવોને જન્મસિદ્ધ અવધિજ્ઞાન હોય છે - ભવપ્રત્યય. કોઈ કોઈ મનુષ્યને અવધિજ્ઞાન જન્મથી હોય છે. પણ એ ગુણપ્રત્યય સમજવું. કેમકે યોગ્ય ગુણ ન રહે. તો અવધિજ્ઞાન જીવન પર્યત કાયમ રહેતું નથી. ક્ષયોપશમ સિવાય અવધિજ્ઞાન પ્રગટતું નથી. કેટલાંક આત્મામાં એક, કેટલામાં બે, કેટલામાં ત્રણ અને કેટલામાં ચાર જ્ઞાન એક સાથે સંભવે છે. પાંચ એકી સાથે ન હોય. જ્યારે એક હોય, તે કેવળજ્ઞાન. કેમકે કેવળજ્ઞાન પરિપૂર્ણ હોવાથી એ સમય અન્ય અપૂર્ણ બીજાં જ્ઞાનનો સંભવ નથી. એકી સાથે ચાર શકિતઓ હોય. તો પણ એક સમયમાં કોઈ એક જ શક્તિ કાર્યશીલ હોય છે. અન્ય શક્તિઓ તે સમયે નિષ્ક્રિય રહે છે. (તત્વાર્થસૂત્ર અ. ૧, સૂ. ૨૧ થી ૩૩.) જમ પુનર્જન્મ Page #56 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણ જ્ઞાન તિસ્મરણ જ્ઞાન એટલે પૂર્વના ભવનું જ્ઞાન. જ્ઞાતિ સંસ્કૃત શબ્દ છે. જેનો એક અર્થ થાય છે : જન્મ. એનો બીજો એક અર્થ થાય છે : પૂર્વનું અથવા પૂર્વજન્મનું. જાતિસ્મરણ એટલે પૂર્વના કોઈ એક અથવા વધુ જન્મનું એટલે કે ભવનું સ્મરણ થવું, તે. જૈનધર્મમાં આ પ્રકારના સ્મરણને જ્ઞાનના એક પ્રકાર તરીકે ઓળખાવવામાં આવે છે. માટે તેને જાતિસ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે. જાતિસ્મરણ માટે ‘જાતિસ્મર’, ‘જાતિસ્મૃતિ’, ‘જાઈસર’, ‘જાઈસ્મર’, ‘જાઈસ્મરણ’, ‘જાઈસુમિણ’ વગેરે સંસ્કૃત કે પ્રાકૃત શબ્દો પ્રચલિત છે, અને તેના ઉપરથી ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે કેટલીક અર્વાચીન ભારતીય ભાષાઓમાં જાતિસ્મૃતિ અથવા ‘જાતિસ્મરણ’ શબ્દ પ્રચલિત છે. તે નામ તરીકે તેમજ વિશેષણ તરીકે પણ વપરાય છે. ‘જાતિસ્મરણ’ ની નીચે મુજાબ વ્યાખ્યા આપવામાં આવે છે. ૧. અતીત જન્મવૃત્તાંત સ્મૃતિ. ૨. જાતિ સ્મરતીતિ જાતિસ્મર: ૩. જાતિસ્મરોડનુ ભૂતભવસ્મર્તા. ૪. જાતિસ્મર: અનિબોધિકજ્ઞાન વિશેષ:. જૈન ધર્મમાં જાતિસ્મરણ જ્ઞાનના જેટલાં કિસ્સા જોવા મળે છે, તેટલાં અન્ય ધર્મમાં જોવા નથી મળતાં. અનેક ધર્મ કથાઓ અને તીર્થંકરોના ચરિત્રોમાં જાતિસ્મરણ-પૂર્વ જન્મની સ્મૃતિ થવાની ઘટનાઓ જોવા મળે છે. મહાવીર સ્વામીનાં ૨૭ પૂર્વભવોની કથાઓ જાણીતી છે. જૈનધર્મ અનુસાર શ્રીમદ્દ રાજચંદ્રે નીચે મુજબ જ્ઞાનનો ક્રમ દર્શાવ્યો છે : ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યંવ જ્ઞાન, ૫ પરમાવધિ જ્ઞાન, ૬ કેવળજ્ઞાન. જાતિ સ્મરણ એ મતિજ્ઞાનનો જ એક પ્રકાર છે. પૂર્વભવ અથવા ભવોના પ્રસંગો આદિની સ્મૃતિ થવી તેને જાતિસ્મૃતિજ્ઞાન કહે છે. મતિજ્ઞાનના ધારણા નામના ભેદમાં આ જ્ઞાન સમાય છે. મતિજ્ઞાનના મુખ્યતાએ ચાર ભેદ છે, (૧) અવગ્રહ (૨) ઈહા, (૩) અવાય અને (૪) ધારણા. તે સમજવા માટે અંગ્રેજી શબ્દો આ પ્રમાણે છે:- (1) Perception (2) Conception (3) Decision અને (4) Retention. આ ચાર ભેદ જ્ઞાનની ઉત્તરોત્તર વિશેષતા બતાવનાર છે. ‘આ કંઈક છે’ એવું અસ્પષ્ટ જ્ઞાન તે અવગ્રહ; ‘એ શું છે?' એ જાણવા માટે અંદરમાં ઉહાપોહ થવો, અને ‘તે આ છે, કે તે છે’ તે ઈહા; વિશેષ વિચારના બળથી ‘તે આ જ છે’, એવો સ્પષ્ટ નિર્ણય, તે અવાય; અને તે નિર્ણય અંદરમાં દઢ પણે કોતરાઈ જાય અને ટકી રહે, તે ધારણા. જેમ સ્મૃતિ છે, તેમ વિસ્મૃતિ પણ છે, એટલે મતિજ્ઞાનમાં જન્મ પુનર્જન્મ ૪૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણજ્ઞાનને વિષે સ્મૃતિ અને વિસ્મૃતિ બન્નેનો સંભવ રહે છે. ' જન્મોજન્મના અનુભવોનું જ્ઞાન ધોરણામાં સમાય છે અને ટકીને સ્થિર રહે છે, તો તેનું સ્મરણ એટલે પૂર્વભવનું જ્ઞાન. હરેક જીવ પોતાનું વર્તન પૂર્વના સંસ્કાર અને અન્ય જીવો સાથેના સંબંધને આધારિત કરે છે. કેટલાંક કારણો તેમજ સંજોગોની સહાયથી આ પૂર્વના સંસ્કાર કે અન્ય જીવો સાથેનો પોતાનો સંબંધ સ્મૃતિપટ પર અંકાઈ જાય છે, અને વર્તમાન પ્રસંગ કે વર્તમાનની કડી ભૂતકાળના કોઈ ભવમાં મળી આવે છે. આ પ્રકારની સ્મૃતિ થવી તે જાતિસ્મૃતિજ્ઞાન. આ જ્ઞાનનો પ્રકાશ દરેકને એકસરખો હોતો નથી. તેમજ દરેકને ચિરકાલીન રહેતો નથી. કાયમ એકસરખો પણ રહેતો નથી, એમાં વધઘટ થવાનો સંભવ હોય છે. મિથ્યાત્વસહિત અજ્ઞાનદશા હોય તો પણ પૂર્વોક કારણોસર જાતિસ્મૃતિજ્ઞાન થવું સંભવે છે. તે જ્ઞાન સાત વર્ષની વય પૂર્ણ થતાં પહેલાં થયું હોય અને તપાસમાં સત્ય જણાયું હોય, તો પણ તેની વિસ્મૃતિ થોડા જ કાળમાં થઈ જાય છે, અને તે પરમાર્થે ઉપકારી થઈ શકતું નથી. આઠમા વર્ષના પ્રારંભ પછી ગમે તે વયે પૂર્વભવ જ્ઞાનનો ઉઘાડ થયો હોય, તો તે ટકી રહે છે અને આત્મજ્ઞાનના અપૂર્વ લાભનો અધિકારી બનાવે છે. તેમ છતાં કેટલાંકને કેટલાંક દિવસ સુધી તે જ્ઞાન રહે છે; એ પછી કાયમને માટે ચાલ્યું જાય છે. કેટલાંક ને વધુ સમય રહે છે. ઘણી વખત : સાત વર્ષની વય સુધીમાં પૂર્વભવની સ્મૃતિમાં પોતાનું જન્મસ્થળ, ગામ, નામ ઉપરાંત પોતાના કુટુંબીજનો જેવાં કે મા, બાપ, પત્ની, પુત્રાદિનું નામ સહિત જ્ઞાન આવે છે. આવા ઘણાં દષ્ટાંતો છાપાં કે પુસ્તક દ્વારા જાણવામાં આવ્યાં છે ને આવ્યાં કરશે. સત્યાસત્યનો નિર્ણય તો ચકાસણી બાદ થઈ શકે. કોઈ ઘટના બને, ત્યારે લાગે કે, આ તો પહેલાં પણ બની ચૂકી છે. આ પ્રસંગ તો ફરી ભજવાય છે. આવું અગાઉ પણ હું કરી ચૂક્યો છું, એવી લાગણી થાય. કોઈ અજાણ્યા સ્થળે ફરવા ગયા હોઈએ; તેવામાં કોઈ રસ્તો જોતાં કોઈ કારણ વિના તત્કાળ અંદરમાં તે દશ્ય પરિચિત હોય એવું સુખદ ભાન થાય, તેવું ક્યાંક ક્યારેક પણ જોયું છે, એવી સ્મૃતિનો ઝબકારો આવે, તે આ જ્ઞાનમાં સમાય છે. ક્યારેક, સતત એવો પ્રત્યક્ષ ભાસ થાય છે, આ પરિચિત ચીલો કેમ વારેઘડીએ આવતો હશે? : - કોઈ વખત્ રસ્તે ચાલતાં સામે કોઈ અજાણી વ્યક્તિનો ચહેરો પરિચિત લાગે છે અને ક્યાં પણ જોયો હોય તેવી ઝાંખી થાય છે. તે પૂર્વ પરિચયની ઝાંખી, તે પણ જાતિસ્મૃતિજ્ઞાનનો એક પ્રકાર છે. કોઈક વ્યક્તિ સાથે અલ્પ જન્મ પુનર્જન્મ ૫૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ સમયમાં વર્ષો જૂનો પરિચય હોય. તેમ ગાઢ મૈત્રી બંધાઈ જાય છે. જાણે અનેક ભવથી તે વ્યકિત આપણી સાથે જ ચાલતી આવી છે! * કોઈ વાર્તાનો ગ્રંથ કે નવલકથા કે આધ્યાત્મિક શાસ્ત્ર કે અન્ય કોઈ પુસ્તક વાંચતા હોઈએ, ત્યારે તેમાંની કોઈ વાત અથવા તેવો પ્રસંગ જાણે પોતે ક્યારેક . અનુભવ્યો હોય તેવી સ્પષ્ટ છાપ અંદરથી ઉપસી આવે, તો સમજવું કે તે જાતિસ્મૃતિ જ્ઞાનનો કોઈ પ્રકાર છે. તે સ્થિરતા થોડી ક્ષણ માટે હોય છે અને તેટલા અતિ અલ્પ કાળમાં પૂર્વાનુભવની સ્મૃતિ સન્મુખ થાય છે. જાતિસ્મરણ જ્ઞાન મહદ્ અંશે જીવની નિર્દોષ અને નિર્મળ અવસ્થામાં પ્રગટ થાય છે. આવી સ્થિતિ બાલ્ય કાળમાં વિશેષ હોય છે. મોટી ઉંમરમાં પણ થઈ શકે. આ જ્ઞાન ક્યારેક આભાસ કે ઝલકના રૂપમાં પણ થાય. આવા જ્ઞાનની જાહેરાત, પ્રદર્શન કે આડંબર થાય, તો તે અલ્પજીવી નીવડે છે. અને અધ્યાત્મિક રીતે નુકસાનકારક પણ બની શકે છે. જો આ જ્ઞાન થયા પછી ચિંતન-મનન અને એકાગ્રતા કેળવવામાં આવે, તો તેમાં વધારો પણ થાય છે. જીવન અને મરણ-એ બે એવી મોટી ઘટનાઓ છે કે જેને કારણે જીવનો દેહાધ્યાસ ઘણો વધી જાય છે. જેમ દેહાધ્યાસ વધુ તેમ જ્ઞાનનો ઉઘાડ ઓછો. કોઈ કોઈ જીવોને દેહાધ્યાસ ઓછો હોય છે. અંત સમયે પણ દેહની કે અન્ય અભીપ્સાઓ ઓછી હોય છે. તેવા જીવોના જ્ઞાનનાં સંસ્કાર કેટલેક અંશે સચવાઈ રહે છે. ઘણીવાર અમુક ઘટનાઓ કે સંબંધોના અતિ તીવ્ર સંસ્કાર પડેલા હોય છે. આવા જીવોને જાતિસ્મરણ થવાની શક્યતા વધારે હોય છે. સામાન્ય રીતે નવો જન્મ થતાં મગજની પાટી કોરી થઈ જાય છે. જેથી સ્મરણ થતું નથી. અંત સમયે દેહાધ્યાસ બહુ ઓછો હોય, અન્ય સાંસારિક વાસનાઓ કે આસક્તિ નિર્મૂળ થઈ ગઈ હોય, આત્મામાં લીન પણ વિશેષ હોય, તેવા નિર્મળ જીવોને જન્મ જન્માંતરના જ્ઞાનાવરણીય કર્મના તેવા પ્રકારના ક્ષયોપશમને લીધે જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પરંતુ આવી વ્યક્તિઓ હજારો કે લાખોમાં એક હોય. જાતિસ્મરણ જ્ઞાન થવા માટે સમય કે વ્યક્તિની બાબતમાં કોઈ નિશ્ચિત નિયમો હોતાં નથી. જે નિયમ છે, તે જ્ઞાનાવરણીય કર્મના અને સાથે સાથે દર્શનાવરણીય તથા મોહનીય કર્મના ક્ષયોપશમનો જ છે. - આચાર્ય હરિભદ્રસૂરિ ‘યોગબિન્દુ' માં કહે છે : બ્રહ્મચર્ય વડે, ત૫ વડે, સત્યવેદના અધ્યયન વડે, વિધામંત્રવિશેષથી, સત્યતીર્થના સેવનથી, પૂજ્ય માતા પિતા વગેરે ઊંચા સ્થાને રહેલાંની સેવાભક્તિ કરવાથી, ગ્લાને વૃદ્ધોને ઔષધિ વગેરે આપવાથી, દેવગુરુધર્મની શુદ્ધિ કરવાથી (ધર્મસ્થાનકોના ઉદ્ધાર કરવાથી). ભવ્યાત્માઓને જાતિસ્મરણ - એટલે કે પૂર્વભવનું જ્ઞાન થાય છે. જમ પુનર્જન્મ પ૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રમાં પણ ભગવાન મહાવીરે આત્મજ્ઞાન થવાનાં કારણોમાં જાતિ સ્મરણ જ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. તીર્થંકરોના સમયમાં, ચોથા આરામાં અનેક લોકોને જાતિસ્મરણ જ્ઞાન થયાનાં ઉલ્લેખો મળે છે. વર્તમાન સમયમાં એ જ્ઞાન થવાનો સંભવ ઘટતો ગયો છે. કાળના પ્રભાવને કારણે જીવોની તે માટેની યોગ્યતા ઘટતી ગઈ છે. એટલે આવી ઘટના વિરલ બનતી હોવાને કારણે એની વાત સાંભળતાં અનેક લોકાને કૌતુક થાય એ સ્વાભાવિક છે. જૈન માન્યતા પ્રમાણે જાતિ સ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનનો જ પ્રકાર છે. ઈન્દ્રિયાતીત કે અતીન્દ્રિય ચમત્કાર નથી. એ કોઈ દેવદેવીઓએ કરેલો ચમત્કાર પણ નથી. ભગવાનનો સાક્ષાત્કાર નથી. એટલે જૈન ધર્મમાં એ જ્ઞાનનું જેમ એક અપેક્ષાએ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે, તેમ અન્ય અપેક્ષાએ એનું બહુ મૂલ્ય આંકવામાં નથી આવતું. એ જ્ઞાન જવલ્લેજ કોઈકને થાય છે, માટે લોકોને તે ચમત્કારરૂપ ભાસે છે. જેને જાતિ સ્મરણ જ્ઞાન થાય, તે વ્યક્તિ અચાનક અસંબદ્ધ બોલતી હોય તેવું લોકોને લાગે છે. એમાં જો કોઈ સાબિતી મળે, કંઈ અણસાર મળે, તો તે વાત ફેલાય છે. લોકોને જિજ્ઞાસા થાય છે. પરંતુ લોકો તેવી વ્યક્તિને પ્રશ્નો પૂછીપૂછીને એના ચિત્તને થકવી નાખે છે. પરિણામે એના જ્ઞાનની વૃદ્ધિ થતી નથી. એથી કેટલીક વાર જ્ઞાન વહેલું ચાલ્યું જાય છે. જો આવી વ્યક્તિ આ જ્ઞાનનો બાહ્ય ઉપયોગ, પ્રદર્શન ન કરતાં એકાંતમાં રહીને આત્માર્થે જ ઉપયોગ કરે, તો વૃદ્ધિ સાથે પોતાના પૂર્વભવોનુ વધુને વધુ દર્શન થતું જાય છે. જ્ઞાન વધતું જાય છે અને જીવ ઉત્તરોત્તર વધુ નિર્મળ બને છે. અને તે જ્ઞાન આત્મસ્વરૂપનું ભાન કરાવનાર અને અધ્યાત્મ સાધનામાં ઉપકારક નીવડે છે. એટલે જ પોતાને થયેલા જાતિસ્મરણ જ્ઞાનની ઘટનાની જાહેરાત આત્માર્થીઓ માટે ઉપયોગી મનાતી નથી. જાતિ સ્મરણ જ્ઞાન એ અવધિજ્ઞાનનો પ્રકાર નથી. અવધિજ્ઞાન જાતિ સ્મરણ કરતાં ચડિયાતું છે. જેને જાતિસ્મરણ જ્ઞાન થયું હોય, તે દૂરના કોઈ સ્થળ કે ઘટના કે વ્યક્તિઓ વિષે બોલવા લાગે છે. એમાં વર્તમાનની તત્ક્ષણ બનતી જતી ઘટનાઓની વાત હોતી નથી. પરંતુ પૂર્વે બની ગયેલી ઘટનાઓનું સ્મરણ હોય છે. અને તે પણ નિશ્ચિત સ્થળ અને સમય પૂરતું મર્યાદિત હોય છે. વળી જેને જાતિસ્મરણ જ્ઞાન થાય, તેને પૂર્વભવ કે પૂર્વભવોનું જ સ્મરણ થાય છે. પરંતુ તેને ભાવિ વિશે કશું જ્ઞાન હોતું નથી. અવધિજ્ઞાનમાં તો ભૂત, વર્તમાન અને ભાવિ એ ત્રણે કાળનું પોતપોતાની સ્થળ અને કાળની સીમા અનુસાર જ્ઞાન થાય છે. જાતિસ્મરણ જ્ઞાન એ અવધિજ્ઞાનનો પ્રકાર નથી એ સ્પષ્ટ સમજી લેવું જરૂરી છે. અવધિજ્ઞાનમાં વ્યક્તિ પોતે ઉપયોગ મૂકે, ત્યારે તેને તે જ્ઞાન જન્મ પુનર્જન્મ Page #60 -------------------------------------------------------------------------- ________________ થાય છે. જાતિસ્મરણ જ્ઞાનમાં અવધિજ્ઞાનની જેમ એ રીતે ઉપયોગ મૂકવાની વાત સામાન્ય રીતે હોતી નથી. જાતિ સ્મરણ જ્ઞાન ક્યારેક કશા પણ નિમિત્ત વગર થાય છે. કેટલીક વાર પૂર્વભવમાં જોયલ કોઈ વ્યક્તિની કે આકૃતિનો આસાર, કોઈ ઘટના કે કોઈ શબ્દો સાંભળતાં મતિજ્ઞાન ઉપરનું આવરણ હટી જાય છે, અને પૂર્વભવ સ્પષ્ટ ભાસે છે. આમ જાતિસ્મરણ જ્ઞાન સનિમિત્તિક અને અનિમિત્તિક એ બે પ્રકારનું “અભિધાન રાજેન્દ્રકોશ” માં દર્શાવાયું છે. મનુષ, દેવ, તિર્યંચ અને નારકી એ ચારેય ગતિઓના જીવોને આ જ્ઞાન થઈ શકે છે. તિર્યંચ ગતિમાં માત્ર પંચેન્દ્રિય સંજ્ઞી જીવને (પાંચ ઈન્દ્રિય અને મન જેને હોય તેવા જીવને) આ જ્ઞાન થઈ શકે છે, બીજાને નહિ. મુખ્યત્વે જ્ઞાનવરાગીય કર્મનો ક્ષયોપશમ થવાથી ચિત્તનો વિશિષ્ટ ઉઘાડ થતાં જાતિસ્મરણ જ્ઞાન થાય છે. મહાવીર સ્વામીના સમયમાં ચંડકૌશિક સર્પન, દેડકા રૂપે અવતરેલા નંદ મણીયારના જીવને, હાથીની ગતિમાંથી આવનાર મેઘકુમારને આવું પૂર્વભવનું સ્મરણ થયું હતું. શાસ્ત્રોમાં આવે છે : ઋષભદેવ ભગવાનને જોતાંજ એમના પ્રપૌત્ર શ્રેયાંસકુમારને એટલો ઉલ્લાસ આવ્યો કે એને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. આઠ ભવ પહેલાનું તે આ શરીર ન હતું, છતાં તેમને જોતાં જ ખ્યાલમાં આવી ગયું કે આ જ જીવ આઠ ભવ પહેલા મારા પતિ તરીકે હતો. પછી તો આહારદાનની વિધિ પણ ખ્યાલમાં આવતાં વિધિસર ભગવાનને આહારદાન આપ્યું. કેવળ જ્ઞાનીનું જ્ઞાન ન કરે તેમ આ પરોક્ષ એવા મતિજ્ઞાનની ધારણામાંથી આવેલું જાતિ સ્મરણ કરતું નથી. તદુપરાંત મહ્નિકુંવરીએ અશુચિ ભાવનાની સમજણ આપવાથી રાજકુમારોને, અભયકુમારે મોકલાવેલી જિનેશ્વર ભગવાનની પ્રતિમા જોતાં, આકુમારને, ફૂલોનો ગુચ્છ જોતાં, બ્રહ્મદત્ત ચક્રવતીને. દીક્ષા’ શબ્દ સાંભળતા, વજ સ્વામીને અને આર્ય સુહસ્તિસૂરિને જોતાં સંપ્રતિ મહારાજને જાતિ સ્મરણ જ્ઞાન થયાનાં ઉદાહરણો છે. વીસમાં તીર્થકર મુનિસુવ્રત સ્વામી પ્રતિષ્ઠાનપુરમાં હતા તે વખતે એક અશ્વને પ્રતિબોધ પમાડવા માટે વિહાર કરી ભરુચ પધાર્યા અને ત્યાં લોકોને દેશના આપી. એ સમયે યજ્ઞ માટે લાવેલા ઘોડાએ એ દેશના સાંભળી, પ્રભુને જોતાં અને પરિચિત ઉપદેશ સાંભળતાં ઘોડાને જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું. તિર્યંચ ગતિમાથી મનુષ્યગતિમાં આવેલા જીવોને પોતાના તિર્યંચ ભવનું પણ જ્ઞાન થાય છે. ભરુચમાં નર્મદા નદીને કાંઠે વૃક્ષમાં માળો બાંધીને એક સમડી રહેતી હતી. એને એક જમ પુનર્જન્મ Page #61 -------------------------------------------------------------------------- ________________ દિવસ એક મલેચ્છે બાણ મારી ધરતી પર પાડી. તે વખતે ત્યાંથી પસાર થઈ રહેલા એક મુનિએ તરફડતી સમડીને જોઈને એને નવકારમંત્ર સંભળાવ્યો. નવકારમંત્ર ધ્યાનથી સાંભળી સમડીએ દેહ છોડ્યો. મૃત્યુ પામીને સમડી સિંહલદ્વીપની રાજકુમારી થઈ. એક વખત રાજસભામાં છીંક આવતાં ઋષભદત્ત નવકારમંત્રનું પહેલું પદ “નમો અરિહંતાણં' બોલ્યા. એ સાંભળતાં જ રાજકુમારીને થયું કે પોતે આવું ક્યાંક સાંભળ્યું છે. તરત એવી ચિંતનધારાએ ચડી જતાં જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું. જાતિસ્મરણ જ્ઞાન એક સાથે વધુ વ્યક્તિને પણ ઉત્પન્ન થાય. સુપ્રસિદ્ધ ઉદાહરણ છે : મલ્લિકુંવરી (મલ્લિનાથ) ના જીવનનો પ્રસંગ. મલ્લિકુંવરીના પૂર્વના જન્મના છે મિત્રો વર્તમાન ભવમાં જુદા જુદા નગરનાં રાજકુમાર થયા હતાં. છ એ રાજકુમાર મલ્લિકુમારીને પરણવા આતુર હતા. બધાંને મલ્લિકુમારીએ અશુચિ ભાવના સમજાવી પૂર્વભવની વાત કહી. એ સાંભળી છે એ રાજકુમારોને એક જ વખતે જાતિસ્મરણ જ્ઞાન થયું અને બધાંએ દીક્ષા ગ્રહણ કરી. આગમગ્રંથોમાં જાતિસ્મરણ જ્ઞાનનો ઉલ્લેખ ઉત્તરાધ્યયન સૂત્રના મૃગાપુત્રીય અધ્યયનમા થયેલો છે: બલભદ્ર રાજા અને મૃગારાણીનો બલક્ષી નામનો પુત્ર મૃગાપુત્ર' તરીકે જાણીતો હતો. એકવાર મૃગાપુત્ર રાજમહેલની અટારીએ થી અચાનક એક સંયમધારી સાધુને જુએ છે - જોઈ રહે છે. એને થાય છે કે મેં આવું પહેલાં ક્યાંક જોયું છે, એવા ભાવમાં ઊંડા ઊતરી, જતાં તેને જાતિસ્મરણજ્ઞાન થાય છે. આમ સાધુના દર્શન થતાં અને અધ્યવસાયોની નિર્મળતા થતાં એને પૂર્વભવની સ્મૃતિ થઈ (દેવલોક થી આવી તે મનુષ્યભવમાં આવ્યો, સમનસ્ક જ્ઞાન ઉત્પન્ન થતાં તેને પૂર્વજન્મની સ્મૃતિ ઉત્પન્ન થઈ) અને મહર્બિક મૃગાપુત્રને પૂર્વજન્મ અને પૂર્વકૃત સાધુપણાની સ્મૃતિ થઈ આવી. આસક્તિ નીકળી ગઈ અને દીક્ષા લેવાની ઈચ્છા માતા-પિતા પાસે દર્શાવી. જાતિસ્મરણજ્ઞાન ફકત સમકિતી જીવોને જ થાય એવું નથી. તે સમકિતી ને થાય અને મિથ્યાત્વીને પણ થાય. એવા બધા જીવો બહુ ઊંચી કોટિના હોય, એ અનિવાર્ય નથી. એવું માની પણ ન લેવું. જાતિસ્મરણજ્ઞાન વિષે - બબ્બે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ પ્રકારના જ્ઞાન વિષે જૈનધર્મમાં જેટલી સૂક્ષ્માતિસૂક્ષ્મ અને વિશદ્ વિચારણા કરવામાં આવી છે, તે અન્યત્ર જોવા મળતી નથી. જૈન માન્યતા અનુસાર તીર્થકરોને જન્મતાંવેંત જ મતિ, ધૃત ઉપરાંત અવધિજ્ઞાન સહજપણે હોય છે. ભગવાન મહાવીરના શિષ્યોમાથી તેરસો મુનિઓને અવધિજ્ઞાન જન્મ પુનર્જન્મ ૫૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ અને પાંચસો મુનિઓને મન:પર્યવજ્ઞાન થયાનો ઉલ્લેખ છે. અવધિજ્ઞાન નારકી અને દેવોને સહજ હોય છે. જન્મથી જ હોય છે. તિર્યંચ તથા મનુષ્યોને આ જ્ઞાન વિશિષ્ટ લબ્ધિથી પ્રાપ્ત થાય છે. મન:પર્યવ અને કેવળજ્ઞાન માત્ર મનુષ્યને જ પ્રાપ્ત થાય છે. અને તે માટે વિશિષ્ટ અવસ્થાની અપેક્ષા રહે છે. માણસ માત્ર ભૌતિક તત્ત્વોનો બનેલો નથી. એ ઉપરાંત પણ કંઈક છે તેનું સૂચન ઓ જ્ઞાનશકિતમાંથી જ મળે છે. એને આપણે ચેતના, આત્મા કે અતિમનસ વગેરે ગમે તે નામ આપીએ, પરંતુ તેનું અસ્તિત્વ ઈન્દ્રિયોથી પર છે, ઈન્દ્રિયોને આધીન નથી, એ તબ જાતિસ્મરણની ઘટનાઓ પણ સિદ્ધ કરે છે. આજે જાતિસ્મરણ વિશે ઘણા દેશોમાં અભ્યાસ થઈ રહ્યો છે, અનેક : વિદ્યાપીઠો દ્વારા થયેલા સંશોધનોમાં આવા કિસ્સા બહાર આવ્યા છે. પુનર્જન્મ. જેવું કશુંક છે. એ વાત હવે વધુ સ્વીકાર પામતી જાય છે. સાંપ્રત મનોવિજ્ઞાનમાં ઈન્દ્રિયની મદદ વિના થતા જ્ઞાનને Extra Sensory Perception (ટૂંકમા ESP) કહે છે. આ વિભાગમાં જ્ઞાનના વિવિધ પ્રકારો સમાય છે. જેના અભ્યાસ - સંશોધન પેરા સાઈકોલૉજી - પરામનોવિજ્ઞાનના વિષયો છે. જો કે જાતિસ્મરણજ્ઞાન વાસ્તવમાં ઈન્દ્રિયાતીત જ્ઞાન નથી. પરંતુ હાલનું મનોવિજ્ઞાન તેને અતીન્દ્રિય ગણે છે. અતીન્દ્રિયજ્ઞાનમાં સમાવિષ્ટ છે: INTUITION: સહજ જ્ઞાન. અંત: સ્કૂરણા. ઘણી વાર કેટલીક વ્યકિતઓ વર્તમાન કે ભવિષ્યની ઘટનાઓ સહજ સ્કૂરણાથી, ઈન્દ્રિયના આધાર વગર જાણી લેતી હોય છે. આત્માની શક્તિઓ અનંત હોય છે. TELEPATHY (ટેલિપથી): કોઈ પણા બાહ્ય સંપર્ક વિના સેંકડો માઈલ દુર રહેલી વ્યક્તિને પણ પોતાના મનના વિચારો મોકલવાની પ્રકિયા. Purportedly the ' communication between one mind and another by means other than through five senses. Thought transference. CLAIRVOYANCE : Power of seeing without the use of eye, events taking place at a distance. સેકંડો કે હજારો માઈલ દૂર, સ્થળ વગેરેની કેટલીક મર્યાદામાં ભીંત કે અન્ય અવરોધોને પાર રહેલી વસ્તુ, વ્યકિત કે ઘટનાનું જ્ઞાન કરાવતી આત્માની અતીન્દ્રિય શક્તિ. જે સમયે ઘટના બની રહી હોય, તે જ સમયે તે યથાસ્વરુપ જોઈ શકવાની શક્તિ. આમાં, ભાવિ ઘટનાનો સમાવેશ થતો નથી. અવધિજ્ઞાનના માત્ર એક પાસાંનો સમાવેશ થાય છે. PREMONITON અવધિજ્ઞાનના અન્ય એક પાસાંની શક્તિ. પ્રીમોનીશન એટલે જન્મ પુનર્જન્મ ૫૫. Page #63 -------------------------------------------------------------------------- ________________ બનનાર ઘટનાની અગાઉથી જાણ થઈ જવી. ભવિષ્યની ઘટનાનો ચિત્રપટની જેમ તાદશ ચિતાર આવી જતો હોય છે. ખાસ કરીને અકસ્માત કે ગંભીર ઘટનાઓના આવા ઘણા કિસ્સાઓ નોંધાયા છે. 100 Days ચિત્રપટમાં આ કથાવસ્તુ હતી. એક અપેક્ષાએ Intuition અંત સ્ફૂરણામાં પણ આ જ્ઞાનનો સમાવેશ થાય છે. મન: પર્યવજ્ઞાન : બીજાનાં મનમાં ચાલતા વિચારો, મનોવ્યાપાર, વાંચવાની જાણી લેવાની શક્તિ. જૈન માન્યતા અનુસાર જ્ઞાનની શ્રેણીમાં અવધિજ્ઞાન પછી આવતું જ્ઞાન. સાંપ્રત મનોવિજ્ઞાનમાં આ જ્ઞાનના સંશોધનો અલ્પ છે. ઘણીવાર પૂર્વજન્મમાં સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તો તે પછીના ભવમાં જાતિસ્મરણ ન થાય તો પણ જે તે વિષયમાં તે બહુ જલદીથી આગળ વધી જાય છે. જે મુકામે આગલા જન્મની જ્ઞાન કે સાધનાની યાત્રા અટકી હોય છે, ત્યાંથી આ ન્મમાં આગળ વધે છે. કલા, સંગીત જેવી અનેક સાધનાને આ નિયમ લાગુ પડે છે. દા. ત. ચારેક વર્ષનું બાળક હાર્મોનિયમના પરિચયમાં આવતાં જ ગમે તે ધૂન સાંભળી વગાડતો થઈ જાય છે. આપણે એને કુદરતી બક્ષીસ કહીએ છીએ. વસ્તુત: પૂર્વભવના અભ્યાસનું એમાં અનુસંધાન હોય છે. જર્મનીનો વુલ્ફોંગ મોઝાર્ટ Music’s Wonder Child તરીકે વિખ્યાત થઈ ગયો. ચાર વર્ષની ઉંમરે ‘કલેપીયર' (પિયાનોનું પ્રાચીન સ્વરૂપ) વગાડતો થઈ ગયો. પાંચમે વર્ષે વાયોલીન વગાડવું શરૂ કર્યું. ૬ વર્ષની ઉંમરે સંગીતના ‘નોટેશન્સ’ લખતો - વાંચતો થઈ ગયો. નવ વર્ષની ઉંમરે સીમ્ફનીના એક - એક સૂર યાદ રાખતો થઈ ગયો. ૧૪ વર્ષની ઉમરે એ પોતે સીમ્ફની રચવા લાગ્યો. એની બંદિશો ભારતીય સંગીતને ઘણી મળતી આવે છે. એક ચમત્કારિક સંગીતકાર હતો.ભારત સરકારે મોઝાર્ટની સ્મૃતિમા ટપાલ ટિકીટ પણ બહાર પાડી છે. ‘Believe it or not’ માં રિપ્લેએ લખ્યું છે કે શાસ્ત્રોક્ત સિતાર વગાડતાં શીખતાં ૧૫૦ વર્ષ લાગે. ! જેને જન્મજાત સ્વરજ્ઞાન કહેવાય છે, તે પૂર્વભવની સાધાનાનું પરિણામ હોય છે. મુંબઈમાં એક ધારાશાસ્ત્રીનો દીકરો અઢી વર્ષની ઉંમરે ઉચ્ચ કક્ષાની અંગ્રેજી બોલવા લાગ્યો. પૂર્વજન્મમાં એ નેવલ કમાંડર (નૌસૈન્યનો અધિકારી) હતો એવું એણે જણાવ્યુ. આગલા ભવમાં એણે બીજા વિશ્વયુદ્ધમાં કામગીરી બજાવી હતી. તેને નૌકાદળના અફસરો પાસે લઈ જવામાં આવ્યો. અફસરોએ તેને અનેક પ્રશ્ન પૂછયાં. અફસરોને ખાતરી થઈ કે નેવીમાં કામ કર્યા સિવાય આટલી ટેકનિકલ જાણકારી ન હોઈ શકે. જન્મ પુનર્જન્મ ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ આ છોકરો ભણવામાં પણ હોશિયાર નીવડયો. એના વડીલોએ આ ઘટનાને પ્રસિદ્ધિ આપી નહીં. ધીરે ધીરે એની પૂર્વ જન્મની સ્મૃતિ ઓછી થઈ ગઈ. આચાર્ય રજનીશે એક ઘટના સવિસ્તર કહી હતી. જબલપુરની જ એક યુવતી. તેને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ. આગલા જન્મમાં સાઠેક વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામી હતી. આ જન્મમાં વીસ વર્ષની ઉંમરે પણ એને યૌવન સહજ કોઈ વાતમાં રસ ન હતો. એની માનસિક પ્રગભતા ૬૦+૨૦= ૮૦ વર્ષની! શરીરની ઉમર ૨૦ વર્ષની ! બંનેની વચ્ચે કોઈ તાલમેલ નહીં. મા-બાપ એને શ્રી રજનીશ પાસે લઈ આવ્યા. રજનીશે એક માર્ગ બતાવ્યો કે એની પૂર્વજન્મની સ્મૃતિ ભૂલાવી દો, તો એ પાછી ૨૦ વર્ષની થઈ જાય ! પણ એ માર્ગ તેમને માન્ય ન હતો. કોઈ માનવીનું શરીર ઓસ્કાર વાઈલ્ડના ડોરી અને ગ્રેની જેમ સદા યુવાન હોય, તો માનવીને કેમ ખબર પડે કે તેની વય ૫૦ વર્ષની છે? એની સ્મૃતિ થકી જ ખબર પડે. સ્મૃતિનો બોજ એ જ વયનો બોજ. જેની સ્મૃતિ કોઈ કારણસર ચાલી ગઈ હોય, એને પોતાની ઉંમરનો કોઈ અણસાર હોતો નથી. ! વિનોબાજીના ભાઈ બાળકોબાજીએ પંતજલિના યોગસૂત્રનું ભાણ કરીને તેના પર વિવરણ કરતી વખતે કેટલાંક સૂત્રો બાકાત રાખ્યાં, તે વિષે વિનોબાએ લખ્યું છે : પતંજલિના સૂત્રોનું ચિંતન અને મનન કરવાનો મને વર્ષોનો અભ્યાસ છે. બાળકોબાજીએ ભાગના છોડેલાં સૂત્રો ઉપર પણ સ્વભાવિક ચિંતન થયું. મને માલમ પડયું કે એમની કેટલીક સિદ્ધિઓ કાલ્પનિક છે, તો કેટલીક વાસ્તવિક. વિશ્લેષણ કરવાથી ધ્યાનમાં આવે છે કે એમાની કેટલાક સિદ્ધિઓ ચિત્તશુદ્ધિના પરિણામ સ્વરૂપ આવે છે. કરવામાં આવતી નથી. પરંતુ કેટલીક સિદ્ધિઓ એવી છે, જે ભક્તિ, પ્રેમ કે કરુણાના ઉત્પરથી” થાય છે, ઉત્પર શબ્દ યોગસુત્રનો જ છે. એનો અર્થ છે : પરિપૂર્ણ કરુણા, પ્રેમ, ભક્તિ જ્યારે ઉભરાય છે, ત્યારે કેટલીક સિદ્ધિઓ થાય છે. કેટલીક સિદ્ધિઓ ધ્યાનજન્ય હોય છે. કેટલીક હેતુપૂર્વક કરવામાં આવે છે. એમાંથી કેટલીક સિદ્ધિઓને મને અભ્યાસ છે. ઉદાહરણ તરીકે પૂર્વજાતિજ્ઞાનમ્ અથવા પૂર્વજન્મનું કઈંક ધ્યાન : આપણા સંસ્કારો પર ધ્યાન, ધારણા, સમાધિ કરીને પાછળ પાછળ જતાં પૂર્વજન્મનો પણ કઈંક ભાસ મળી જાય છે. એની મર્યાદા મેં એ માની કે, પૂર્વજન્મનો જ ઉત્કટ પ્રયોગ હશે. હેતુપૂર્વક કરેલો પ્રયોગ નહિં. આજના કામ માટે જરૂરી છે કે પૂર્વજન્મનું પુણ્ય આપણી સાથે હોય, અને એનું બળ આપણને મળે. એ તો મળે જ છે. એને જન્મ પુનર્જન્મ ૫૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ જાણવાની જરૂર નથી. વગર જાણે પણ મળી જ જાય છે. જેણે જાણ્યું એને વધુ મળશે, અને જેણે નથી જાણું એને ઓછું મળશે, એવી કોઈ વાત નથી... એથી એ દિશામાં મેં પોતે ચિત્ત જવા દીધું નથી. | વિનોબાજીના અનુભવમાં મહત્ત્વની વાત છે : ચિત્તશુદ્ધિ. સંપૂર્ણ ચિત્તશુદ્ધિ થવાથી જે સહજસિદ્ધિ થાય છે, કરવામાં આવતી નથી, અહેતુક થાય છે, એ વાત જ સમજવા જેવી છે. અને એ જો સમજાય, તો પછી પૂર્વભવનું જ્ઞાન થયું હોય તોયે શું અને ન થયું હોય તોયે શું? આપણા આત્માના વિકાસમાં; ચેતનાના વિકાસમાં એવી સિદ્ધિઓનું મહત્વ ગૌણ છે, એમ સમજી શકાય. મહત્ત્વ ચિત્તશુદ્ધિનું છે, જેને માટે પરિશ્રમરતું રહેવું પડે. . આ કાળમાં આવું પૂર્વભવનું જ્ઞાન શ્રીમદ્ રાજચંદ્ર, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે અને વા. મો. શાહને થયું હતું. વિનોબાજીને પુનર્જન્મનાં પ્રમાણ પૂછતાં એમણે કહ્યું મારા માટે આ જન્મનાં જેટલાં પ્રમાણ છે, તેટલાં જ આગળપાછળનાં છે. સુષ્ટિમાં ક્યાંય આ અંત, આ આદિ, એવું નથી. સૃષ્ટિને અનાદિ-અનંત કહી છે. બીજું પ્રમાણ છે. : પુનર્જન્મને ન માનીએ તો કર્મવિપાકવાળી વાત પણ ઊડી જાય છે. જન્મતાંની સાથે જ સુખદુ:ખ શરૂ થયાં. જો આગળ-પાછળના જન્મ હોય જ નહિં, તો સુખદુ:ખ મારે શું કામ ભોગવવાં પડે? આગળ-પાછળનાં જન્મો જોડાયેલાં ન હોય, તો કર્મ અને કર્મફળનો નિયમ જ તૂટી જાય છે. ત્રીજું પ્રમાણ છે : સાક્ષાત અનુભવ. જેમ જેમ કાર્ય-કારણ- પરંપરા ખૂલતી જાય છે, તેમ તેમ ચિત્ત નિર્મળ થાય છે. અને પુરાણી વાતો યાદ આવે છે. બુદ્ધિ, સંસ્કારોથી જેટલી મુક્ત રહેશે, તેટલું જ પૂર્વજન્મોનું સ્મરણ વધારે રહેશે. બહુ વિગતે બધું યાદ ન આવે, પણ કઈક ઝાંખી થાય. કઈક વિશેષ કામ કે પ્રયોગ કર્યા હોય, તે યાદ આવી શકે. બાબા ચારેક વર્ષના હતા. પૂનામાં હતા. એમની મા એમને એક જગાએ લઈ જવાના હતા. બાબાએ એ જગ્યાનું, ઘરનું વર્ણન કર્યું. આવું આંગણું હશે, આવો કૂવો હશે વગેરે. અને હૂબહૂ એવું જ ઘર-સ્થળ હતું. માને વાત કરી ત્યારે મા એ કહ્યું “પૂર્વજન્મનો કોઈ ઋણાનુબંધ હશે.' બાબાને એવો ભાસ થતો કે પૂર્વજન્મમાં એ બંગાળી હતા. આ ભવમાં બંગાળ પહોંચ્યા. ત્યાં અન્ય ભાષાઓની અપેક્ષાએ બંગાળી એમને ઓછી મહેનતે જલ્દી આવડી ગઈ. નાનપણમાં બાબાને એમનો મિત્ર સિનેમામાં ખેંચી ગયો. બાબા સાથે ગુણપાટનો કોથળો લઈ ગયા હતા. બાબા તો ત્યાં જઈ સૂઈ ગયા. આ પરથી જન્મ પુનર્જન્મ ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ એમણે અંદાજ બાંધ્યો કે આ વસ્તુનો અનુભવ એ પૂર્વજન્મમાં લઈ ચૂક્યા છે. બાબાને શેતરંજ ખૂબ ગમતી. એક વાર સપનામાં શેતરંજ આવી. એમને થયું કે આ રમત તો એમના પર સવાર થવા માંડી. બીજા જ દિવસથી શેતરંજ છોડી. એ આ જન્મની કમાણી થઈ. બાબાએ લખ્યું છે : ‘આમ અંદાજ, અનુભવ અને શાસ્ત્રવચનથી એ વાત નિશ્ચિત થાય છે કે પુનર્જન્મ છે.’ બાબા કહેતા ‘‘પુનર્જન્મની યાદ નથી હોતી, એ સારું જ છે. જો બધું યાદ રહે, તો કદાચ હું તમને લાત મારત, એમ કહીને કે ‘ગયા જન્મે તું કૂતરો હતો અને હું ગધેડો હતો. તે વખતે તું મને કરડેલો. અને વળતી લાત લગાવવાનું રહી ગયેલું. એટલે હવે લાવ આજે મારી લઉં'. પરંતુ હું ભૂલી ગયો છું કે હું ગધેડો હતો અને તમે ભૂલી ગયા છો કે તમે કૂતરા હતા. એટલે આપણી આ સભા ચાલી શકે છે. પરમેશ્વરની એ કૃપા છે કે જ્યાં મૃત્યુની છાયા આવે છે, ત્યાં ભૂલવાની શક્તિ પણ મળે છે. નવા જન્મમાં માણસ બધું ભૂલી જાય છે. અને કેવળ યાદ કરવા યોગ્ય વસ્તુ જ એને યાદ આવે છે. પરમેશ્વરનો આ કીમિયો છે. એને કારણે આપણે જિંદગી જીવી શકીએ છીએ'. ઈસ્લામ પરંપરામાં છેવટના દિવસે ન્યાય થાય છે. બાબાએ પ્રશ્ન પૂછ્યો કે એક બાળક જન્મીને બે મિનિટમાં જ મરી જાય છે, તો છેવટના દિવસે. બાળકનાં બે મિનિટનાં પાપપુણ્ય પરથી પરમેશ્વર એનું શું ભવિષ્ય નક્કી કરશે ? એક જીવ અનંત કાળ સુધી અવ્યક્ત રહે, પછી બે મિનિટ માટે વ્યક્ત થાય, અને વળી પાછો અનંત કાળ સુધી અવ્યક્ત રહે એ કઈ સમજાતું નથી. માત્ર બે જ મિનિટ માટે પેલો જીવ શા માટે પૃથ્વી પર આવ્યો ? એનો જવાબ પુનર્જન્મનાં સિદ્ધાંત ન માનીએ, તો નથી મળતો. Y વળી પુનર્જન્મનાં સિદ્ધાંતમાં ન માનીએ, તો જીવનમાં રસ જ શું રહે? માનો કે હમણાં જ કોઈ સાપ મને કરડી જાય, ને હું મરી જાઉં, તો શું એનો અર્થ એ કે આજ સુધી મેળવેલું બધું જ્ઞાન પાણીમાં ગયું ? સાપ જેવા બુદ્ધિવિહોણા અને ક્ષુદ્ર પ્રાણીના કરડવાને લીધે મારું તમામ જ્ઞાન એક ક્ષણમાં નાશ પામી શકે, તો જ્ઞાન પ્રાપ્ત કરવાની મારી જ્ઞાન-પિપાસા જ ખતમ થઈ જાય. પરંતુ મને તો વધુ ને વધુ જ્ઞાન મેળવવાની ઝંખના થાય છે, કારણ કે હું પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવું છું. શ્રીમદ્ રાજચંદ્રની જાતિસ્મરણની ઘટના સુપ્રસિદ્ધ છે. એ ઉપરાંત એમને અનેક લબ્ધિઓ હતી. શ્રીમદ્ કવિત્વશક્તિ લઈને જનમેલા. આઠ વર્ષની વયે તેમાણે કવિતા રચવાની શરૂઆત કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ જણાઈ હતી. ટાગોરે પ્રથમ કવિતા આઠ વર્ષની વયે રચી હતી. શ્રીમદે દસ જન્મ પુનર્જન્મ ૫૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ વર્ષની વયે તો ધર્મ ઉપર છટાદાર પ્રવચન કરછ - ભૂજમાં આપ્યું હતું. ' સોળ વર્ષ ઉંમ્મરે એમણે “મોક્ષમાળા ત્રણ દિવસમાં રચી. એ જ અરસામાં રચાયેલાં બારસો નીતિસૂત્રો, 'પુષ્પમાળા’ ‘બોધવચન” અને ‘વચન સપ્તશતી’ વિગેરેમાં સંગ્રાયેલા છે. પુષ્પમાળા' વિશે ગાંધીજીએ પં. સુખલાલજીને કહેલું : “અરે આ પુષ્પમાળા તો પુનર્જન્મની સાક્ષી છે.' શ્રીમની અદભુત અવધાન શકિત એમની પૂર્વજન્મની પ્રજ્ઞાનું જ પરિણામ હોઈ શકે. બાળક રાયચંદ ઉપર સ્નેહ રાખનાર અમીચંદનું અવસાન થયું. સાત વર્ષનાં બાળકને મૃત્યુની ઘટના સમજાઈ નહિં - કોઈ સમજાવી ન શકયું, તેઓ છાનામાના સ્મશાને પહોંચ્યા. એક ઝાડ પર ચડી જોયું, સ્વજને માનવદેહને સળગાવી રહ્યા હતા ! એમના ચિત્ત પર ઘેરી અસર થઈ, અચાનક ચિત્ત પરથી પડદો હટી ગયો અને પૂર્વજન્મની ઝાંખી થઈ. બાવીસ વર્ષની વયે પૂર્વજન્મોની સ્પષ્ટ અનુભૂતિનો ચિતાર આપતાં શ્રીમદે . લખ્યું છે : અંતર્લાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી, કે જે કાળમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય!” વિ. સ. ૧૯૪૯ માં કારતક વદ ૧૨ ના રોજ તેમણે કૃપગદાસ આદિ મુમુક્ષુ ભાઈઓને લખ્યું હતું કે ““પુર્નજન્મ છે. જરૂર છે. એ માટે અનુભવથી હા કહેવામાં અચળ છું” એ વાકય પૂર્વભવના કોઈ જોગનુ સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને પૂર્વજન્માદિ ભવ કર્યા છે, તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે.' ( શ્રીમદે લખ્યું છે : જેમ બાલ્યાવસ્થાને વિશે જે કંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય, તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય, ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે, ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વ દેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિશે જીવ વળગી રહી મરણ કરે છે, અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વ પર્યાયનું ભાન રહે નહિં. આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલો અવકાશ રાખ્યો હોય, તેને પૂર્વના ભવ અનુભવમાં આવે છે. પૂર્વ પર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણોને લઈને, દેહ ધારણ કરતાં ગર્ભવાસને લઈને, બાલપણામાં મૂઢપણાને લઈને અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને, પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહિ; જમ પુનર્જન્મ Page #68 -------------------------------------------------------------------------- ________________ તેથી કરીને તે નહોતા એમ નથી; તેમ ઉપરના કારણોને લઈને પૂર્વ પર્યાય સ્મૃતિમાં રહે નહિ, તેથી કરીને તે ન્હોતા એમ કહેવાય નહિ; તેવી રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે, તેમાં સાનુકૂળતા હોય તો ફળ થાય છે, તેમ જો પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને ક્ષયો પક્ષમ આદિ સાનુકૂળતા (યોગ્યતા) હોય તો જાતિસ્મરણ જ્ઞાન થાય. પૂર્વ સંજ્ઞા કાયમ રહેવી જોઈએ. અસંજ્ઞીનો ભવ આવવાથી જાતિ સ્મરણ જ્ઞાન ન થાય'. પ્રથમ ભાદ્ર સુ. ૬, સવંત ૧૯૪૬ના પત્રમાં શ્રીમદે લખ્યું છે. વળી મરાગ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહિ જીવી શકે, એવા કેટલાંક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંતવાર છોડતાં, તેનો વિયોગ થયાં, અનંત કાળ પાગ થઈ ગયો તથાપિ તેના વિના જિવાયું, એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે જે વેળા તેવો પ્રતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો, એવો પ્રતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં; જેને કોઈ કાળે ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત એવા ‘પથી એવા રૂપે જન્દુ પડયું ! અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી, કહો એ સ્મરણ થતાં આ કલેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે છે. વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે, ભ્રાંતિ પણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે, કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. મહાત્મા ગાંધીએ આફ્રિકાથી શ્રીમદ્રને પત્રમાં ૨૭ પ્રશ્નો પૂછયાં હતાં. તેમાં ૧૩ મો પ્રશ્ન હતો “ આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે? અથવા અગાઉ શું હતા તેની ?'' શ્રીમદે ઉત્તર આપ્યો છે : “તેમ બની શકે. નિર્મળજ્ઞાન જેને થયું હોય, તેને તેવું બનવું સંભવે છે. વાદળાં વગેરે ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વકારણ કેવાં હોવાં જોઈએ, તે પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય. તેમજ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે, તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય, એને તેને વિશેષ વિચારતાં કેવો ભવ થવો સંભવે છે, તેમ જ કેવો ભવ હતો, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે.' શ્રીમદ રાજચંદ્રએ અષાઢ સુદ ૯, ૧૯૫૬ ના પત્રમાં પોતાના અનુભવ વાર્ણવતાં લખ્યું છે : જમ પુનર્જન્મ ૬૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ ‘પૂર્વ સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે યથાસ્થિત સાંભરે.’ પોતાનું દૃષ્ટાંત આપતાં જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી, ત્યાં વાવ પછી ત્યાં થોડી ઉંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગા હતી. તે જગ્યાએ પોતે સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે, કારણ કે તે ક્ષયોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. મહાવીરના સમયમાં પણ પોતે હતા, એવો ઉલ્લેખ શ્રીમદ રાજચંદ્રના લખાણોમાંથી મળે છે. શ્રીમદે ભારપૂર્વક જણાવ્યું છે કે આરંભ - પરિગ્રહની નિવૃત્તિ એ તમામ પ્રકારના જ્ઞાનના હેતુસ્વરૂપ છે. અનેક પ્રકારનાં જ્ઞાન ઉપર જે આવરણો છે, એ થકી એ જ્ઞાનનો ઉઘાડ થતો નથી. અને કર્મબંધ એ જ આવા આવરણોનું કારણ છે. કર્મ - નિર્જરા થી જ આવા આવરણો છેદી શકાય છે. નારી જીવને જાતિસ્મરણ જ્ઞાન હોય છે. એનું મુખ્ય કારણ એ, કે જે ફળ મળતું હોય, તે પૂર્વના કયા કર્મોનું ફળ છે, તે જાણી શકે. મનુષ્યભવમાં બહુધા કર્મો ઉદયમાં આવે ત્યારે ભોગવવાં પડે. પણ કયા પૂર્વના કે વર્તમાનના કર્મોનો શું ભોગવટો થયો કે થાય છે, તે જાણમાં આવતું નથી. શ્રીમદે જયેષ્ટ સુદ ૪, રવિ ૧૯૪૫ના પત્રમાં મુમુક્ષુ એ પુનર્જન્મ સંબંધી પૂછેલાં પ્રશ્નોનો ઉત્તર આપતાં લખ્યુ છે : મારૂં કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ મહાત્માઓ ગતભવને જાતિસ્મરણ જ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કલ્પિત નહીં, પણ સમ્યક્ હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ - જ્ઞાનયોગ અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે. જયાં સુધી ભૂતભવ અનુભગમ્ય ન થાય, ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે; અને શંકાસહ પ્રયત્ન એ યોગ્ય સિદ્ધિ આપતું નથી. ‘પુનર્જન્મ છે’ આટલું પરોક્ષે - પ્રત્યક્ષે નિ:શંકત્વ જે પુરૂષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય, એમ શાસ્ત્રશૈલી કહેતી નથી. શ્રીમદે આ પત્રમાં પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલો જે આશય એમને અનુભવગમ્ય થયો હતો, તેની વિગતે વાત કરી છે અને આ કાળમાં અનેકને એ વિષે નિ:શંકતા નથી થતી; તેના કારણોમાં સાત્વિકતાની ન્યૂનતા, ત્રિવિધતાપની મુઇના, સત્સંગ વિનાનો વાસ, સ્વમાન અને અયથાર્થ દ્રષ્ટિ વિગરે જન્મ પુનર્જન્મ ૬૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ ગણાવ્યાં છે અને લખ્યું છે : પુનર્જન્મ છે, તે યોગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક સપુરુષોને સિદ્ધ થયેલ છે. . - આશો વદ ૧૦ (દશેરા) ૧૯૪૮ પત્રમાં શ્રીમદે લખ્યું છે : ભગવતી વગેરે સિદ્ધાંતોને વિષે જે કોઈ કોઈ જીવોના ભવાંતરનુ વર્ણન કર્યું છે, તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી. તીર્થકર તો પૂર્ણ આત્મસ્વરૂપ છે. પરંત જે પુરુષો માત્ર યોગધ્યાનાદિક અભ્યાસબળ વડે સ્થિતિ હોય, તેમાનાં ઘણા પુરુષો પણ ભવાતર જાણી શકે છે. અને એમ બનવું એ કોઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે. ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય, તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી, એમ કહેવા તુલ્ય છે; તથાપિ એમ તો નથી. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. પોતાના તેમજ પરના ભવ જાણવાનું જ્ઞાન કોઈ પ્રકારે વિસંવાદપણાને પામતું નથી (પત્ર ક્રમાંક ૪૧૧) આસો ૧૯૫૧નાં પત્રમાં શ્રીમદ્દ લખે છે: ‘વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું હોય, તો ભુતકાળને વિષે પણ તેનું વિદ્યમાનપણું હોવું જોઈએ, અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. " આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષ જીવને કર્તવ્ય છે. કોઈ પણ વસ્તુનું પૂર્વપશ્ચાત હોવાપણું ન હોય, તો મધ્યમાં તેનું હોવાપણું ન હોય, એવો અનુભવ વિચારતાં થાય છે. વસ્તુની કેવળ ઉત્પતિ અથવા કેવળ નાશ નથી. સર્વકાળ તેનું હોવાપણું છે, રૂપાંતર પરિણામ થયાં કરે છે. વસ્તુતા ફરતી નથી, એવો શ્રી જિનનો અભિમત છે, તે વિચારવાયોગ્ય છે.” (પત્ર ક્રમાંક ૬૪૬) આયુષ્યકર્મનો ઉલ્લેખ કરતાં શ્રીમદે સ્પષ્ટ લખ્યું છે : આયુષકર્મ એક જ ભવનું બંધાય. વિશેષ ભવનું આયુષ્ય બંધાય નહી. જો બંધાતું હોય તો કોઈને કેવળજ્ઞાન ઉપજે નહિં - (ઉપદેશ છાયા ૮) અષાઢ સુદ ૯ શુક ૧૯૫૬ પત્રમાં શ્રીમદે લખ્યું છે : એક સુંદરવનમાં તમારા આત્મામાં શું નિર્મળપણું છે, જે તપાસતાં તમોને વધારે વધારે સ્મૃતિ થાય છે કે નહિં? તમારી શક્તિ પણ અમારી શક્તિની પેઠે સ્કુરાયમાન કેમ ન થાય? તેના કારણો વિદ્યમાન છે. પ્રકૃતિબંધમાં તેના કારણો બતાવ્યાં છે. જાતિસ્મરણજ્ઞાન” એ મતિજ્ઞાનનો ભેદ છે. ઈડરના તે વખતના મહારાજા સાહેબે શ્રીમદ્ રાજચંદ્રજીની બે વખત મુલાકત લીધેલી. તે દરમ્યાન જ્ઞાનવાર્તા થયેલી, તેનો સાર દેશી રાજય” નામના માસિકમાં ઈ. સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયો હતો. જમ પુનર્જન્મ - ૬૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ આ વાર્તાલાપમાં મહારાજ સાહેબે એક પ્રશ્ન પૂછયો હતો. એનો ઉત્તર અહીં નોંધવા લાયક છે. કારણ કે એમાં શ્રીમદે પોતાના પૂર્વજન્મનો ઉલ્લેખ કર્યો છે. - આ પ્રદેશમાં ઐતિહાસિક પ્રાચીન સ્થાન જોતાં તેમને અસલની, તેમાં વસનારાંઓની પૂર્ણ વિજયી સ્થિતિ અને તેમની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિનો પુરાવો આપે છે. જુઓ તમારો ઈડરિયો ગઢ, તે ઉપરનાં જૈન દેરાસરો, રૂખીરાણીનું માળિયું - રણમલની ચોકી. મહાત્માઓની ગુફાઓ અને ઔષધિ - વનસ્પતિ, આ બધું અલૌકિક ખ્યાલ આપે છે.” આ વિષય ઉપર અનેક પ્રસંગે શ્રીમદે ઉત્તર આપી છે. શ્રીમને પૂર્વના અનેક ભવોનું જ્ઞાન ઉત્પન્ન થયું હતું. જન્મોના સંસ્કારની મદદ વડે carried Forward culture ના સિદ્ધાંતની રૂએ નાની વયમાં જ્ઞાન થતાં તેમની પ્રજ્ઞા પ્રકાશી ઉઠી. ૩૩ વર્ષનાં અલ્પ આયુમાં લીલા સંકેતી લીધી. પૂર્વભવનું જ્ઞાન જેને થાય તે જીવને આ બધું હું અગાઉ કરી ચૂક્યો છું, સંસારના બધા તબકકામાંથી પસાર થઈ પરિણામ પણ જોઈ ચૂક્યો છું, તેની સભાનતા-સ્મૃતિ માનવીને સાંસારિક એષણાઓની નિરર્થકતા (Futility) નું ભાન કરાવી દે છે અને વૈરાગ્યની ભાવના પુષ્ટ કરે છે. આ જ્ઞાનનો આત્મ-સાધના અર્થે ઉપયોગ થાય તો જ તે સાર્થક છે. સંત જ્ઞાનેશ્વરે ૧૫ થી ૧૭ વર્ષની વયમાં જ્ઞાનેશ્વરીની રચના કરી અને ૨૨ વર્ષે ભૂમિ સમાધિ લીધી. આ પણ પૂવર્જન્મના સંસ્કારોને લીધે.” શંકરાચાર્ય ૩૩ વર્ષ જીવ્યા. બાળપણથી પ્રગટેલી વૈરાગ્ય ભાવના અને અપૂર્વ પ્રજ્ઞાનું પૂર્વ-સંસ્કાર સિવાય કયું કારણ હોઈ શકે? ઈશુને ૩૨ વર્ષની વયે ફાંસીએ ચડાવવામાં આવ્યા; સ્વામી હંસદેવજીએ - ૧૪ વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો. વિકટર હ્યુગોએ ૧૪ વર્ષની વય સુધીમાં સેંકડો કાવ્યો રચ્યાં હતાં. કવિ કાન્ત ૧૫ વર્ષની વયે કાવ્યરચનાનો પ્રારંભ કર્યો હતો. સમર્થ કવિ કલાપી અને કિટસ્ માત્ર ૨૬ વર્ષ જીવ્યા. શેલીની જીવન લીલા ૨૯ મે વર્ષે સંકેલાઈ ગઈ. વીરચંદ રાઘવજી શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ગયા ત્યારે ૨૯ વર્ષનાં હતા. અંધ, બધિર અને મૂક હેલન કેલરે પોતાની આત્મકથા - સ્વહસ્તે ૨૨ વર્ષની ઉમ્મરે લખી હતી. બનડ શોનાં “પિગમેલિયન’પરથી ઉતરેલ ચિત્રપટ માય ફેર લેંડી” ના | સર્જક ફેડરીકે ૧૩ વર્ષની વયે સૌથી નાના પિયાનોવાદક તરીકે પ્રવેશ મેળવ્યો. ૧૫ વર્ષની ઉમરે કરીના’ નામનું ગીત લખ્યું. - ગણિતજ્ઞ રામાનુજ, થોમસ હાડી, કવયિત્રી એમીલી બ્રોન્ટ (દેહાંત જન્મ પુર્જન્મ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૦વર્ષે), વિલીયમ હેઝલીટ, વૉલ્ટર સ્કૉટ, ખલિસ જિબ્રાનની પ્રતિભા નાની વયે ઝળકી ઉઠી હતી. કલાનાં ક્ષેત્રે નાની વયે પદાર્પણ કરનારા કલાકારો ની યાદી ઘણી લાંબી છે. પૂર્વજન્મના જ્ઞાન-ભાન સ્મૃતિ-સંસ્કાર ઉપરાંત આ જન્મમાં તેમના પુરૂષાર્થ વડે જ જગતને અલ્પ સમયમાં તેઓ મહત્વનું પ્રદાન કરી શકયા. સ્વામી વિવેકાનંદ ૩૯ વર્ષનું જ આયુષ્ય ભોગવ્યું. દીર્ઘ તો ન જ કહી શકાય. પણ તેમનું પ્રદાન મહત્ અને ચિરંજીવ છે. આવા અનેક દૃષ્ટાંતો આપી શકાય, જે પૂર્વભવના જ્ઞાનની યથાર્થતા અને ઉપયોગીતા નિ:શંક સાબિત કરે છે. ત્રિકુટી ભેદથી જે સહજજ્ઞાન પ્રાપ્ત થયું, જે વડે પૂર્વભવની વાત યોગીએ મકરન્દ દવેની હાજરીમાં એક સર્પદંશથી મૃત્યુ પામેલી છોકરીના સંદર્ભમાં કહ્યું જેનું રોચક બયાન મકરન્દ દવેએ યોગી હરનાથના સાંનિધ્યમાં કર્યું છે (પૃ ૩૭-૪૧) સૂફી રંગે રંગાયેલા પૂ. ધનજીબાપુએ કેટલાંક પ્રશ્નોના ઉત્તરમાં જણાવ્યું છે : ‘જેનું સર્જન તેનું વિસર્જન. તમામ દુન્યવી બાબતોનો આ ક્રમ છે. સોપાધિક દષ્ટિએ કર્મ, કર્મફળ અને પુનર્જન્મની બાબત અમારી દષ્ટિએ તદ્ન યુક્તિસંગત છે. શાસ્ત્રીય રીતે સુસંગત છે. અંગત અનુભવની દૃષ્ટિએ પણ પુનર્જન્મની બાબતમાં મને કશી શંકા નથી. અંગત વાત કહું તો મારા જન્મ અગાઉ મારી નાનીમાને કેટલાંક સંકેતો મળ્યા હતા. મારા શરીર પરના કેટલાંક ચિહ્નો અંગે પણ એમણે અગાઉથી સંકેતો આપ્યા હતા. બધું સંકેતો પ્રમાણે જ થયું અને હતું. આમ તો પુનર્જન્મની બાબત વિવાદાસ્પદ રહેવાની. પરંતુ આપણા નિરીક્ષણમાં એવા અનેક દાખલાઓ મળશે, કે જેમાં આખરે પૂર્વના સંગ્રહિત સંસ્કારો હોવાનું સ્વીકાર્યા સિવાય કશો ખુલાસો મળે નહિં. મારા પૂવર્જન્મ અંગે મને કશુ જ્ઞાન નથી. જ્યાં સુધી અવિઘાયુક્ત અહમ્ છે, ત્યાં સુધી આસકિત છે. અને જ્યાં સુધી આસકિત છે, ત્યાં સુધી પુનર્જન્મ છે. (પૂ. ધનજીબાપુના સાંનિધ્યમાં : માવજી કે. સાવલા) ભરતમુનિને તપ કરતાં પણ મૃગ સાથે પ્રીતિ બંધાઈ ગઈ હતી. કલાપીએ કાવ્યામાં કહ્યું કે આવતે જન્મે ભરતઋષિ ભૃગરૂપે જન્મ ધારણ કરશે. પુર્વજન્મનાં સબંધીઓ આ ભવે જૂદા સબંધે પ્રાપ્ત થયાં હોય, ઋણાનુબંધ પૂરા કરવાં આ ચક્ર ચાલતું હોય એ પણ સંભવિત છે આધ્યાત્મિક પુરૂષની અનુભવવાણી ઘણી બાબતોને નિ:શંક સાબિત જન્મ પુનર્જન્મ ૬૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ કરે છે. ઋષિતુલ્ય સાધક શ્રી. મકરંદ દવેએ એક મુલાકાતમાં પોતાના અનુભવની વાત કરતાં કહ્યું. “તમને એક વાત કહું જે સ્થળ બુદ્ધિમાં નહિં ઉતરે. સૂક્ષ્મ બુદ્ધિની વાત છે. મને મારા ઘણા જન્મો યાદ છે. ૮ થી ૧૦ જન્મો યાદ છે. પણ આ બધું કહેવાય નહિં, કારણ ભૂત પ્રતિબંધ હોય છે. એટલે જો આપણો વિકાસ સાધવો હોય, તો તે ભૂલી જવાનું.” હેલન કેલરે સુંદર શબ્દોમાં કહ્યું : આ જીવન બે શાશ્વતી વચ્ચે કાળની એક ઝલક માત્ર છે. અને મોટા ભાગનું સત્ય, વધુમાં વધુ સૌંદર્ય, વધુમાં વધુ ભવ્યતા, સાર્થકતા પણ આ બે શાશ્વતતામાં નિહિત છે. ઉર્દૂ લેખિકા ઈસ્મત ચુગતાઈએ એક શેરમાં કહ્યું : કૂલ તો કરમાઈ જશે, પણ ખુશબુ રહેશે. ફરી મૌસમ – વસંત આવશે, ત્યારે સુગંધ પાછી ફેલાઈ જશે... હું પણ આ ધરતી પર પાછી આવીશ! કવિ ન્હાનાલાલની પંક્તિઓ યાદ આવી જાય ! આ વસન્ત ખીલે શત પાંખડી, હરિ આવો ને, આ સૃષ્ટિએ ધરિયા સોહાગ, હવે તો હરિ આવોને. રસકવિ રસખાને પોતે બીજા ભવમાં મનુષ્ય, પશુ, પક્ષી કે પત્થર થાય તો કયાં વસવું ગમે, તેનું સુંદર વર્ણન કર્યું છે : માનુષ હૌં તો વહીં રસખાની, બસૅ નિત ગોકુલ ગાંવકે વારન, મેં પશુ હાઁ કહાઁ બહું મેરો, ચરૌત્તિ નંદકી ધેનુ મંઝારન, પાહન હૌં તો વહી ગિરીકો, જે ધર્યો કર છત્ર પુરંદર ધરન, જો ખગ હૌં તો બસેર કરો, મિલિ કાલિંદી કુલ કદંબકી કારન. અર્થાત્ : જે મનુષ્યભવ મળે તો ગોકુલનો ગોવાળીઓ બની જાઉં; જો પશુ બનું તો નંદની ગાયો વચ્ચે વસું જો પાપાણ બનું, તો જે ગોવર્ધન પર્વત કૃષગે ઉચકી બધાને આશરો આપ્યો, તેનો પત્થર બનું, જો પક્ષી બનું તો કાલિંદી નદીના કિનારા પરના કદંબ વૃક્ષ પર મારો વાસ હો! અર્થાત જે જે સ્થળ શ્રીકૃષ્ણના સ્પર્શથી સ્પંદિત અને પવિત્ર હોય, ત્યાં જ વસવાની અભિલાષા કવિ કરે છે. - ટાગોર પણ કવિ રસખાનની જેમ કહે છે : વૃંદાવનમાં કોઈ ગામડામાં પરોઢિયે છાશ-વલોણાનું લયબદ્ધ સંગીત સંભળાતું હોય, ત્યાં અશોક વાટિકાની છાયામાં હું જન્મી શકું! ભવિષ્યની કોઈ સુખદ પળે મને વૃંદાવનમાં ગોવાળીયા તરીકે જન્મ ધારણ કરવાનો અવસર પ્રાપ્ત થાય, તે માટે હું મારા તમામ સંસ્કારોની મૂડી ખોઈ મારા ઘરમાં હું મરવા તૈયાર છું.’ કવિ વળી આકાંક્ષા સેવે છે. કોઈક દિવસે, કોઈ અન્ય સૃષ્ટિનાં સૂર્યોદયમાં જમ્ પુનર્જન્મ Page #74 -------------------------------------------------------------------------- ________________ હું ફરી તારાં ગીતો તને સંભળાવીશ.' ટાગોરે ત્રણ હજાર ઉપરાંત ગીતો રચ્યાં, મુખ્યત્વે પ્રભુને સર્મપિત. છતાં પણ કશુંક બાકી રહી જ ગયું. છેલ્લે ટાગોરે લખ્યું : The Songs I never sang to you, remain hidden behind my tears. જે ગીતો હું તને ગાઈ-સંભળાવી નથી શકયો, તે મારાં આંસુની પછીતે છુપાયેલાં છે. થોરો નસીબદાર હતા. કહેતા : સૌથી કિંમતી સ્થાનમાં અને બરાબર યોગ્ય સમયે મારો જન્મ થયો છે. એ જોઈ મને જે આશ્ચર્ય ઉત્પન્ન થયું છે, તેનાથી હું હજી પણ મુક્ત થઈ શકયો નથી. પૂ. શ્રી મોટા શ્રી દેહ ધરીને પોતાનું પુનરાગમન ઈચ્છે છે, તેમણે સ્વમુખે આ કહેલું છે. લોકો આવતા ભવમાં પણ એ જ માતાનો ખોળો મળે, એ જ પિતા, પુત્ર, પુત્રી, પત્ની, સ્વજનો કે મિત્રો મળે, એવી અભિલાષા સેવતા હોય છે. આની પાછળ એક કારણ એ પણ ગણાવી શકાય, કે બધું મળ્યા છતાં કશીક અધૂરપ વર્તમાન જીવનમાં રહી જ ગઈ હોય છે. જીવનમાં વ્યક્તિનીં, વસ્તુની અને વાતાવરણની એક સાથે સાનુકૂળતા સુલભ નથી હોતી. માતા પિતા હોય છે, ત્યારે સંજોગો અનુરૂપ નથી હોતાં. સંજોગો સુધરે, ત્યારે માતા વિદેહી થઈ ગયાં હોય છે. સ્થળ, કાળ અને પ્રિયજનોનો ત્રિવેણીસંગમ દુર્લભ હોય છે. એટલે કેટલાક અભાવ તો રહી જ જાય છે. જેની પૂર્તિ માટે લૌકિક દિષ્ટએ માણસો બીજા ભવમાં ઈચ્છાપૂર્તિ માટે આકાંક્ષા સેવે છે. પિતા The time place and loved one are seldom together. પ્રમાણિત ઘટનાઓ : તાજેતરમાં જ ટી. વી. માં બી. બી. સી. પરથી પુનર્જન્મના પ્રમાણિત કિસ્સાઓ રજૂ થયેલાં. ઉત્તર પ્રદેશના એક ગામડાનો આઠેક વર્ષનો છોકરો. મા-બાપને કહેતો : ‘તમે મારાં મા-બાપ નથી’. એ સતત કહેતો ‘હું તો બસ અહીં આવી ગયો છું. દિવસ ગુજારી રહ્યો છું. આ શરીર મારૂં નથી.’’ વળી કહેતો ‘હું આગ્રાનો છું. ત્યાં મારાં મા-બાપ, પત્ની અને બે બાળકો છે. મારી રેડિયો - ટીવીની દુકાન છે. હું તો અહીં આવી ગયો છું.' મા-બાપને પ્રથમ તો આ વાતો લવારારૂપ લાગતી. પણ સુરેશ મા-બાપને પણ મા-બાપ માનવા તૈયાર જ ન હતો. એક દિવસ સુરેશને આગ્રા લઈ ગયાં. સુરેશે દુકાનનું સરનામું આપ્યું. અને ખરેખર ત્યાં રેડિયોની દુકાન હતી. દુકાનની બધી વસ્તુઓ ઓળખી, પાછળથી શું ફેરફારો થયાં છે, તે કહી બતાવ્યાં. દાદાજીનો ફોટો ઓળખ્યો. જન્મ પુનર્જન્મ ૬૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ દુકાન આધેડ વયની એક સ્ત્રી સંભાળતી હતી. સુરેશે એ સ્ત્રીને પત્ની તરીકે ઓળખી કાઢી. નામ પણ કહ્યું. એની સાથે વાતો કરી. પેલી સ્ત્રીને પણ ખાત્રી થઈ ગઈ કે આ જ મારો પતિ છે. પછી દસ વીસ છોકરાઓ જોડે એનાં બે બાળકોને બેસાડી દીધાં. સુરેશે પોતાના બાળકો ઓળખી કાઢયાં... એમને નામથી બોલાવ્યાં. પછી સુરેશને આગલા જન્મના મા-બાપ પાસે લઈ જવામાં આવ્યો. સગા મા-બાપ હોય એમ વહેવાર કર્યો. મા-બાપે અનેક પ્રશ્નો પૂછયાં. એમને ખાત્રી થઈ ગઈ કે આ એમનો જ દીકરો છે. આગલા જન્મમાં સુરેશ ત્રીસ વર્ષની ઉમ્મરે મૃત્યુ પામ્યો હતો. ગાડી ચલાવતાં ગોળી વાગી અને સ્ટીયરીંગ વ્હીલ ઉપર જ મૃત્યુ થયું હતું. સુરેશે વિગતવાર વાત કહી ગોળી છોડનારનું નામ પણ આપ્યું. ડાબા લમણાં પર ગોળી વાગી હતી. એના વાળ કાપવામાં આવ્યાં. અને એ જ જગાએ ગોળીનું નિશાન હતું. મૃત્યુ વખતે કેવા કપડાં પહેર્યા હતાં તે કહ્યું. વળી ‘ઘરવાળાઓએ - મને બાળી નાખ્યો અને રાખ નદીમાં નાખી દીધી” કહેતાં નદીમાં જ્યાં રાખ નાખી, તે જગા પણ બતાવી. બધી વિગત અક્ષરશ: સાચી હતી. પોલીસમાંથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ કઢાવ્યો. રિપોર્ટમાં પણ લમણામાં કાનથી કેટલા અંતરે ગોળી વાગી હતી, તે વિગત હતી, જે બંધબેસ્તી હતી. સુરેશના આગલા જન્મની પત્નીએ કહ્યું તું મને તારે ઘેર લઈ જઈશ?' ત્યારે સુરેશે કહ્યું “હું તો ગામડામાં ખેડુતના ઘરમાં રહું છું. ત્યાં તને નહિં ફાવે. અહીં જેટલી સગવડો નહિં હોય, તું અહીં જ રહે.” બી. સી. સી. એ ઘટના સ્થળ પર જઈ મૂળ વ્યક્તિઓ સાથે આ ફિલ્મ ઉતારી હતી. બીજા એક કિસ્સામાં લંડનમાં જન્મેલી એક છોકરીએ પોતાનું આગલા જન્મનું નામ આપ્યું. પોતાની પાસે એક કૂતરો હતો. પોતે જ્યાં રમતી, તે જગા, જ્યાં પોતાની કેટલીક વસ્તુઓ દાટી હતી તે જગા બતાવી. પોતે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામી હતી. એનાં વર્તમાન મા-બાપ એ છોકરીને બધી જગાએ લઈ ગયા. એક એક વિગત સાચી સાબિત થઈ. - અન્ય કિસ્સામાં એક ચૌદ વર્ષના આરબે પૂર્વભવની વિગતો આપતાં કહ્યું કે પોતે ૩૦૦ વર્ષ અગાઉ આરબ નારી તરીકે જન્મ્યો હતો. તે સમયની આરબ Tribe, એના સરદાર, એમની પ્રથાઓ વિશે વિગતવાર વાત કરી, જે સાચી સાબિત થઈ. એક કિસ્સામાં આઠ વર્ષના છોકરાએ પોતે જાપાનનો સુમેરાઈ લડવૈયો જન્મ પુનર્જન્મ Page #76 -------------------------------------------------------------------------- ________________ હતો - પૂર્વભવમાં. એણે ‘હારાકીરી, તેમજ તે અંગેની વિધિવત્ પ્રાર્થનાઓની સચોટ વિગતો આપી, જે સાચી હતી. ક્યારેક કોઈ કિસ્સાઓ બનાવટી પણ માલુમ પડ્યા છે. કડક ચકાસણીમાં ઊણાં ઉતર્યાં છે. થોડા વર્ષ અગાઉ Reincarnation of Peter Proud અંગ્રેજી ચિત્રપટ ઉતર્યું, જે સત્ય ઘટના પર આધારિત હતું. પીટર પ્રાઉડને પોતાને પૂર્વજન્મની પૂરી સ્મૃતિ હતી. હર એક વાત એને ગઈ કાલની જેમ યાદ હતી. અદ્ભુત ચિત્ર હતું, જે પરથી હિંદીમાં ‘કર્ઝ’ ઉતર્યું. બીજું, સત્ય ઘટના પર આધારિત ENTITY ચિત્રપટ આવ્યું. એક દેહવિહિન આત્માની અઘોર લીલાનું ચિત્રણ છે. એનો ભોગ બનતી સ્ત્રી હજી જીવે છે. હજી એને તકલીફ છે. પણ ઓછી થતી જાય છે. વિજ્ઞાનીઓએ ઘણી રીતે એ ‘આત્મા’ કે ENTITY જે નામ આપો તે, એને પકડવાની કોશિષ કરી, પણ શરીરના જેને બંધન નથી હોતા, એવી ચેતનાની શક્તિઓ અમાપ હોય છે. વિજ્ઞાનીઓને કોઈ સફળતા મળી નહિ. આવા પ્રયોગો પણ ચિત્રપટમાં દર્શાવવામાં આવ્યા છે. પુનર્જન્મની કથાવસ્તુ લઈને ઘણા ચિત્રપટો ઉતર્યા છે, અને હજી ઉતરે છે. છેલ્લે ‘Ghost’ આવ્યું, જેમાં મૃત માનવીનો આત્મા ફરી ધરતી પર આવે છે, અને પોતાના ખૂનનો બદલો લે છે, અને પ્રેમિકાને ખૂનીથી બચાવે છે. પ્રેક્ષકોની સગવડ ખાતર એને દેહધારી બતાવ્યો છે, પણ એને કોઈ જોઈ શકતું નથી. એ માત્ર માધ્યમ સાથે જ વાતચીત કરી શકે છે, અને માધ્યમ દ્વારા જ મિત્રો સાથે સંપર્કમાં રહી પોતાનું કામ પૂરું કરે છે. છેલ્લે એનો પ્રકાશમય ઓળો દેખાય છે, ને એની પ્રેમિકા પણ જુએ છે, અને એ ઓળો પ્રકાશમય જ્યોતિમાં વિલીન થઈ જાય છે. Ghost પરથી હિન્દીમાં ‘પ્યાર કા સાયા' ‘માં’ વગેરે ઉતર્યાં. આધુનિક મનોવિજ્ઞાને મન: પર્યવજ્ઞાનના માત્ર અંશને સ્પર્શ કર્યો છે; ક્લેરવાયન્સ અને ટેલીપથી છે, પરંતુ પરમાવધિજ્ઞાન અને કેવળજ્ઞાનથી હજી સુધી મનોવિજ્ઞાન અજ્ઞાત છે. અતીન્દ્રિય શક્તિની ઘણી ઘટનાઓ ઈતિહાસના ચોપડે નોંધાયેલી છે. અતીન્દ્રિય જ્ઞાનના ચમકારા : ડૉ અર્નેસ્ટો સ્પ્રીનેલી નામના વિજ્ઞાનીએ નાના બાળકોને પાર્ટીશનની બે બાજુ બેસાડી ટેલીપથી - વિચાર વહનના પ્રયોગો કર્યા હતાં. એક બાળક આકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે, સામેની બાજુએ બેઠેલું બાળક આકૃતિની કલ્પના કરી જન્મ પુનર્જન્મ ૬૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ કાગળ પર ઉતારે, જે સરખી જ હોય! હજારો બાળકો પરના પ્રયોગોને અંતે ડૉ. સ્ત્રીનેલીએ તારવ્યું કે નાની વયમાં ટેલીપથીની શક્તિ મોટા પ્રમાણમાં હોય છે. ઉંમર વધે એમ સજાગતા આવે અને શક્તિ મંદ પડતી જાય ! બ્રિટનના લોકપ્રિય ટી. વી. કોમેડીયન માઈકલ બેન્ટાઈન પણ આવી શક્તિ ઉપરાંત ભાવિ ઘટનાઓ જાણી શકતા. અમેરિકાની એલચીખાતાનાં કર્મચારીઓ ઈરાનમાં બાન પકડાયાં હતાં, ત્યારે માઈકલ સ્પેનની સફરે હતા. એમને અચાનક આભાસ થયો કે તેમને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ થઈ રહ્યો છે. તેમણે તરત બ્રિટનના એમ. પી. ને સંદેશો મોકલાવ્યો... બીજે દિવસે સવારે જ નિષ્ફળ પ્રયાસની કરુણ કથા અખબારોમાં ચમકી... ! વિચારોના આદાન પ્રદાનના વ્યાપકરૂપના સફળ પ્રયોગો માઈકલે કર્યા છે. કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ ટેલીપથી દ્વારા સંપર્કમાં રહેતા ! આઝાદી પહેલાંની ઘટના છે. એક ભાઈ આર. એસ. શર્માએ શ્રી અરવિંદની મુલાકાત માગી. શ્રી અરવિંદને અંદરથી આંદોલનો આવ્યાં કે મુલાકાત આપવામાં જોખમ છે. શ્રી અરવિંદે મળવાનો ઈન્કાર કરી દીધો. પેલા ભાઈ મળ્યા વગર ચાલી ગયા. પાછળથી ખબર પડી કે એ મુલાકાતી બ્રિટીશ જાસૂસ હતો. થોડા સમય બાદ અંગ્રેજ સરકારે આર. એસ. શર્માને નાઈટહૂડથી ‘સર' બનાવી નવાજ્યો ! વિયેનાના અદ્ભુત માનવી : ડૉક્ટર લેન્સગ્નર વેન્કુવેર શહેરમાં લાખોની ઝવેરાતની લૂંટનો કેસ મહિનાઓથી વણઉકેલ્યો પોલીસને દફતરે હવા ખાતો પડયો હતો... શકમંદોની ધરપકડ કરવા છતાં પોલીસને કોઈ કડી મળતી ન હતી. અખબારોમાં રોજ પોલીસતંત્ર પર માછલાં ધોવાતાં. પોલીસ ફોજ ગળા સુધી આવી ગઈ હતી. અને એક વહેલી સવારે ડૉક્ટર લેન્સચર પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા... સીધા પોલીસ વડાની કેબિનમાં પ્રવેશ્યા. હસ્તધૂનન કરી, પોતાનો પરિચય આપી લૂંટના કેસમાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી... વડાએ લૂંટ - કેસની ફાઈલ ધરી દીધી. “મને ફાઈલ નથી જોઈતી. માત્ર શકમંદોની કોટડીમાં મને અડધો અડધો કલાક બેસવાની રજા આપો.'' “અડધો કલાક શા માટે? બે કલાક બેસો. અને જે પૂછપરછ કરવી હોય તે કરો...'' પોલીસ વડાએ ઉત્સાહપૂર્વક કહ્યું. ફૂલ ચાર શકમંદો પકડાયાં હતાં. ત્રીજા શકમંદની કોટડીમાંથી બહાર આવી જન્મ પુનર્જન્મ ૭૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ ડૉક્ટરે કહ્યું. “આપણો કેસ ઉકેલાઈ ગયો છે.” બહાર ઓફિસમાં આવી ડૉકટર કડકડાટ બોલી ગયા : આરોપીની જીના નામની પ્રેમિકા છે. ગ્રીન સ્ટ્રીટના નાકા પરની બિલ્ડીંગમાં ત્રીજે માળે રહે છે. ઘરની દિવાલો પીળા રંગની છે. અંદરના બેડરૂમમાં મોટા પલંગની પાછળ દિવાલ પર જિસસની છબિ છે. છબિની પાછળ ભીંતમાં બાકોરું પાડી તિજોરી જેવું નાનું ખાનું બનાવેલ છે. જેમા ઝવેરાત પડેલું છે. ઝવેરાત મૂકી એ દિવાલ પાછી ચણી દેવામાં આવી છે.” ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્તબ્ધ બની સાંભળી રહ્યાં... સાયરન વગાડતી પોલીસની જીપો ગોળીની જેમ વછૂટી અને કલાકની અંદર ભીંત તોડી ઝવેરાત કબજે કર્યું અને જીના પોલીસ સમક્ષ હાજર...! વિયેનાના ડૉ. લેન્સક્સર અતીન્દ્રિય શક્તિ ધરાવતા - બીજાના મનમાં ચાલતા , વિચારો વાંચી શકતા અદ્ભુત માનવી હતા. ગ્રેટ બ્રિટન, ઈરાન, ઈજિપ્ત, ફન્સ, કેનેડા વગેરે દેશોએ એમની અલૌકિક શક્તિનો લાભ લીધો હતો. ૧૯૨૮ મા કેનેડામાં એકી સાથે થયેલાં ચાર ખૂનનો ભેદ કોઈ રીતે પોલીસ ઉકેલી ન શકી, ત્યારે ડૉ. લેન્સશરને બોલાવવામાં આવ્યા. અને એમણે પોતાની અધિભૌતિક શક્તિ વડે ભેદ ઉકેલી આપ્યો. ડૉ લેન્સક્સર ફોઈડના સાથીદાર હતા. ઘણા વર્ષ એમની સાથે કામ કર્યું. એમની જિજ્ઞાસા જોઈ ફ્રોઈડે ડૉ. લેન્સગ્નરને ભારતની યાત્રા કરવાનું સૂચન કર્યું. ડૉ. લેન્સગ્નર ભારત આવ્યા. કલકત્તા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ઉપરાંત ઘણા યોગી મહાત્માઓના સંપર્કમાં આવ્યા. ઘણું શીખ્યા અને અહીંના અનુભવ બાદ એમની શક્તિઓ વધારે ખીલતી ગઈ. કેનેડાનો કેસ ઉકલ્યો ત્યારે એમનું ભવ્ય સન્માન થયું. ત્યાંથી એમણે અલાસ્કા તરફ પ્રયાણ કર્યું. એમણે કહ્યું “મારે એસ્કીમોના માનસનો અભ્યાસ કરવો છે. મેલેસીઅન્સ ને પોલીસીઅન્સ એ દક્ષિણ પેસીફિકની બેઉ સંસ્કૃતિ ઉપર પશ્ચિમી સંસ્કૃતિઓનો સારો જેવો પ્રભાવ પડતો રહે છે, છતાં પણ તેઓમાં સહજજ્ઞાન (Intuition) ની શક્તિઓ કાયમ છે. સહજફુરણાથી ભયના એંધાણ તેમજ હવામાનના ફેરફારો એમને ખબર પડી જાય છે. એમનું મન જાણે આંગળીઓનાં ટેરવાં પર હોય, તેમ ઘણી બાબતો તેમને સ્લરી આવે છે. એમની સાથે એ સ્તરે વિચારોનું સંધાન કરી સમસ્ત પ્રક્રિયા જાણવાની ઈચ્છા છે.' અલાસ્કા માટે વિદાય આપતાં પોલીસ અફસર માઈકે કહ્યું “અલાસ્કાથી પાછા ફરતાં અહીં જરૂર આવજો. અમે તમારી રાહ જોઇશું.' “માઈક, એલાસ્કા મારૂ છેલ્વે સ્ટેશન છે. હું ત્યાંથી પાછો નહિં ફરું, જન્મ પુનર્જન્મ ૭૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ ફરી મળીશું કોઈક ભવમાં” ડોક્ટરે કહ્યું. પોલીસ બેન્ડે સરોદો સાથે સલામી આપી, ટોળાંએ હર્ષનાદો કરી વિદાય આપી. થોડા જ સમયમાં ડૉ લેન્સગ્નર એલાસ્કામાં જ અવસાન પામ્યા. કેનેડાના એડમન્ટન શહેરમાં જાહેર રજા પાળવામાં આવી અને ચર્ચમાં પ્રાર્થનાઓ થઈ. ડૉ. લેન્સગ્નરની અદભુત પ્રજ્ઞાને ઉદાત્ત સલામી અપાઈ. અનાયસ પ્રાપ્ત સિદ્ધિઓ : કેટલીક વાર કોઈકને અસામાન્ય શક્તિ અનાયાસ પ્રાપ્ત થઈ જાય છે, જેમાંની કેટલીક ધ્યાનાદિ સાધના દ્વારા થયેલી ચિત્તશુદ્ધિના પરિણામે સ્વયં ઉપલબ્ધ થતી હોય છે, તો કેટલીક આ જન્મની કોઈ સાધના દ્વારા નહિં, પૂર્વ જન્મોના સંસ્કારવશ શકિતકેંન્દ્ર જાગૃત થઈ જતાં પ્રાપ્ત થાય છે. - પ્રથમ પ્રકારનાં અનેક દષ્ટાંત યોગસાધકોનાં જીવનચરિત્રોમાં મળી આવે છે. જ્યારે ઈંગ્લેન્ડમાં જન્મેલી જોઆન ગ્રાંટ - Joan Grant -ને બાલ્યાવસ્થાથી પોતાનાં પૂર્વજન્મોની સ્મૃતિ અનાયાસ મળેલી. તેની આ શક્તિ મોટી ઉંમરે પણ ટકી રહેલી. તે પોતાના પૂર્વજીવનમાં ડોકિયું કરી શકતી. “Many Lifetimes' પુસ્તક પૂર્વજીવનોની સ્મૃતિઓના આધારે તેણે તેના માનસચિકિત્સક પતિના સહયોગમાં લખ્યું છે. એટલું જ નહિ પણ બીજાઓનાં પૂર્વજન્મોમાં પણ તે ડોકિયું કરી શકતી હતી! આ શક્તિને લાભ એના માનચિકિત્સક પતિ લેતા હતા. હઠિલા કેસોમાં તેઓ જ્યારે એજ - રિગ્રેશન દ્વારા દરદીનાં પૂર્વજીવનમાં રહેલી ગ્રંથિઓ ખોળી કાઢવામાં સફળ ન થતા, ત્યારે તેઓ, જોઆનને તેમનાં પૂર્વજીવનમાં ડોકિયું કરી, તેમના રોગ સાથે સંબંધિત ગ્રંથિઓ શોધી આપવા કહેતા. અને, તેમાં તેમને સફળતા મળતી. બીજા પ્રકારની શક્તિનું સુપ્રસિદ્ધ દષ્ટાંત છે હોલેન્ડના પિટર હરકોસનો કિસ્સો. સામાન્ય રંગારો. રંગ લગાડતાં ત્રીસેક ફૂટની ઊંચાઈએથી તે નીચે પટકાયો. દિવસો સુધી બેશુદ્ધ રહ્યો. પછી એ ભાનમાં આવ્યો ત્યારે બીજાના ભૂત - ભાવિ જીવનમાં ડોકિયું કરવાની શક્તિ તેને પ્રાપ્ત થઈ હતી ! એની જોડેના ખાટલા પરના દરદીને હૉસ્પિટલમાંથી રજા મળતાં, વિદાય વેળાએ એણે પિટર સાથે હસ્તધૂનન કર્યું. એની સાથે જ પિટર સમક્ષ એનું જીવન છતું થઈ ગયું. એના ગયા પછી પિટરે નર્સને કહ્યું કે આ માણસ બ્રિટીશ જાસૂસ છે, આજથી ત્રીજે દિવસે રસ્તા વચ્ચે જ એનું ખૂન થશે. તે વખતે તો નર્સને લાગ્યું કે માથામાં થયેલી ઈજાના કારણે એ પ્રલાપ કરી રહ્યો છે, પણ ત્રીજા દિવસે આગાહી મુજબ, પેલા માણસનું ખૂન થયું અને પોલીસની તપાસમાં બહાર આવ્યું કે જન્મ પુનર્જન્મ ૭૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ તે બ્રિટિશ જાસૂસ હતો! પછી તો લોકો વિવિધ મુશ્કેલીઓમાં માર્ગદર્શન મેળવવા પિટર પાસે આવવા લાગ્યા. મોટા ઔદ્યોગિક એકમોમાં તોતિંગ યંત્રો ખોટવાઈ ગયાં હોય, અને ઈજનેરો નિષ્ફળ રહ્યાં હોય, ત્યારે મોટા ઉદ્યોગપતિઓ પણ પિટરને પોતાના કારખાનાની મુલાકાતે બોલાવતા. ચોરી કે ખૂનના કિસ્સાઓમાં ગુનેગારોના સગડ મેળવવા સ્કોટલેન્ડયા- ઈંગ્લેન્ડની છૂપી પોલીસ પણ પિટરની સહાય મેળવતી. જેના વિશે માહિતી જોઈતી હોય એ વ્યકિતના સંપર્કમાં આવેલી કોઈ વસ્તુ - રૂમાલ, ચાવી, પેન, ચંપલ, વાળ ઇત્યાદિ ગમે તે ચીજ - હાથમાં લેતાં જ પિટર એ વ્યક્તિનું વર્ણન આપતો; વર્તમાનમાં એ ક્યાં છે, શું કરી રહી છે તે પણ એ કહેતો અને એણે ગુનો કેવી રીતે કર્યો છે તેનું ભાન પણ આપતો. એણે આપેલી માહિતી સચોટ નીવડતી. - બ્રિટનના ઉમરાવો, રાજકુટુંબ, યૂરોપના ઘણા દેશોએ તેમ જ અમેરિકાએ એનો લાભ લીધો. મુંબઇના એક સજજનનો દીકરો ખોવાઈ ગયો. દીકરાની મુંડન વિધિ વખતે દીકરાના વાળ સાચવી રાખેલા. એ સજને દીકરાનો વાળ પિટરને મોકલી દીકરા વિષે પૂછાવ્યું. પિટરે જવાબમાં લખ્યું કે તમારો દીકરો હયાત છે. હમણાં સરકસમાં કામ કરે છે. અને અમુક સમયે તમને મુંબઈમાં આવીને મળશે” અને ખરેખર એ છોકરો સરકસમાં જ કામ કરતો હતો. એ સરકસ જ્યારે મુંબઈમાં આવ્યું, ત્યારે આપમેળે દીકરો ઘેર આવ્યો! પિટરને ક્યારેક સ્વયંભૂ આંદોલનો. Vibrations આવતા અને પૂછ્યા વગર પણ ઘણી ભવિષ્યની ઘટનાઓ કહી આપતો, ૧૯૫૧-૫રમાં એક વખત ટ્રેનમાંથી ઉતરતાં જ પિટરને આંદોલન આવ્યાં કે ઉતારૂઓનાં ટોળામાં હિટલર છે! પિટરે શહેરની અખબાર કચેરીમાં જઈ આ સમાચાર આપ્યા. રાત્રે એની હોટેલની રૂમ પર બે પહલેવાન ગેસ્ટપોનાં માણસો આવ્યાં અને પિટરને ધમકી આપી કે હિટલર વિષે કશું બોલ્યા છો તો જાન થી જશો. ૧૯૫૫ માં પાકા સમાચાર પ્રગટ થયાં હતાં કે હિટલર જીવે છે. આ વિવાદ હજી પણ ચાલુ છે. | પિટરને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, તેથી ચિત્તપરથી કોઈ આવરણ હટી ગયું હોય, તેથી આ ત્રિકાળજ્ઞાન જેવી શક્તિ ઉત્પન્ન થઈ હતી? પણ ખૂબીની વાત એ હતી કે પિટર પોતાના ભવિષ્ય વિષે કશું પણ જાણી શકતો ન હતો ! હરેક આવા જ્ઞાનને કોઈ શાપ હોય જ છે! ડૉ. જ્યૉર્જ સાવાએ ‘ફ્રેન્જ કેસીસ” માં એક કિસ્સો આપ્યો છે. એક માણસને આવી અતીન્દ્રિય શક્તિ અચાનક પ્રાપ્ત થઈ ગઈ. વ્યક્તિને જોતાં ભવિષ્ય કહી આપતો. સરવાળે એક સંભવિત કારણ એ જણાયું કે એની થાઈરોઈડ ગ્રંથિની કામગીરીમાં ગડબડ હતી ! ત્યારે હજી આંત:સ્ત્રાવી ગ્રંથિ થાઈરોઈડમાંથી જન્મ પુનર્જન્મ - ૭૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ કરતા રસની કામગીરીનો પૂરો ખ્યાલ દાક્તરી વિજ્ઞાનને ન હતો! સીલ્વન મુલ્હનને તેની માત્ર બાર વર્ષની વયે, આકસ્મિક રીતે જ, ધૂળ શરીરમાંથી બહાર નીકળી, સૂક્ષ્મ શરીરે બંધ ઓરડાની ભીંતમાંથી કશી જ નડતર વિના પસાર થઈ ઈચ્છિત સ્થળે લટાર મારી, ત્યાં જે બની રહ્યું હોય તે જાણી લઈ, પોતાના સ્થાને પાછા ફરવાની શક્તિ પ્રાપ્ત થયેલી. શરૂઆતમાં તો એની વાત કોઈ માનતાં નહિ, પણ પાછળથી સૌને એની વિરલ શક્તિની પ્રતીતિ થઈ, મુલ્હને એક પુસ્તક પણ લખ્યું. જેમાં તેણે સૂક્ષ્મ દેહે કરેલી યાત્રાઓનું બયાન આપ્યું છે, અને સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહને અલગ પાડવાની એણે પોતે વિકસાવેલી પદ્ધતિઓનું પણ નિરૂપણ કર્યું છે. એ પુસ્તક ખૂબ લોકપ્રિય થયું. આવો જ બીજો જાણીતો કિસ્સો છે રોબર્ટ મનરોનો. એને પણ સૂક્ષ્મ દેહને ધૂલ શરીરથી છૂટો પાડવાની શક્તિ આકસ્મિક આવી મળી હતી. સ્થૂળ દેહે ઘરમાં એની હાજરી હોવા છતાં, સૂક્ષ્મ દેહે બહાર જઈ આવી, પડોશમાં બની રહેલી ઘટનાઓનું જ્ઞાન એ પ્રાપ્ત કરી શકતો. Muldoon and Carrington : 'The Projection of the Astral Body', Robert Monroe : Journeys out of the Body. પરલોક સંપર્ક - સહાય : મુનિશ્રી અમરેન્દ્રવિજયજીએ લખ્યું છે : કોઈને અપાર્થિવ સૃષ્ટિના આત્માઓના સહયોગ દ્વારા પણ આવી કેટલીક અલૌકિક શક્તિઓ અનાયાસ ઉપલબ્ધ થાય છે. પૂર્વના કોઈ ઋણાનુબંધને લીધે, કે તેની સાત્ત્વિકતાથી આકર્ષાઈને કે પોતાની કોઈ વાસનાની પૂર્તિ અર્થે અપાર્થિવ લોક ‘astral world' - ના આત્માઓ એની પાસે ખેંચાઈ આવે છે અને ચમત્કારો” સજે છે. માનવીની જેમ અપાર્થિવ લોકના આત્માઓમાં પણ કામનાઓનો આવેગ હોય છે, એમને પણ સારી - માઠી બંને પ્રકારની કામનાઓ હોય છે. મૃત્યુલોકના જીવનકાળમાં ઉપાડેલું કોઈ કાર્ય અધૂરું રહી ગયું હોય અને, એની પાછળ રહેલી કામનાનો આવેગ પ્રબળ હોય તો, એ અતૃપ્ત વાસનાની તૃપ્તિ અર્થે, અપાર્થિવ લોકના આત્માઓ યોગ્ય માનવ વ્યક્તિનો સંપર્ક કરવા પ્રયત્ન કરે છે અને તેના માધ્યમથી પોતાની કામના પૂર્ણ કરે છે. અતૃપ્ત શુભ કામનાનું ઉદાહરણ એ પ્રકારે મળી આવે કે કોઈ યોગભ્રષ્ટ સાધક અપાર્થિવ લોકમાં અવતર્યો હોય અને પૂર્વજીવનમાં એણે ધર્મપ્રચારની કામના રાખી હોય, પણ એ જીવનકાળ દરમ્યાન તે સફળ ન થઈ હોય, એ કામના પૂર્ણ કરવા હવે તે કોઈ યોગ્ય માનવ - માધ્યમ શોધીને તેના દ્વારા પોતાનો અભીષ્ટ ધર્મપ્રચાર કે જ્ઞાન પ્રસાર કરવા પ્રયાસ કરે છે. માધ્યમવ્યક્તિ લોકોનો વિશ્વાસ-શ્રદ્ધા સંપાદન કરી તેનું કાર્ય જમ્ પુનર્જળમ * ૭૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ . સરળતાથી આગળ ધપાવી શકે તે માટે તેને કેટલીક, ચમત્કારિક કહી શકાય એવી, શક્તિઓ પણ તે બક્ષે છે - જેવી કે સંપર્કમાં આવતી વ્યક્તિના મનના વિચારો જાણી લેવાની શક્તિ કે ભૂત - ભાવિ ધટનાઓનું જ્ઞાન. માધ્યમ ત્યાગી હોય કે ગૃહસ્થ - આવી શક્તિઓના પ્રભાવે એ સિદ્ધપુરુષ તરીકેની ખ્યાતિ પામે છે અને ભાવુક જનતા, એની અસાધારણ શક્તિઓને એની ઉચ્ચ આત્મિકદશાની ઘોતક માનીને, એના પ્રત્યે આંધળી શ્રવ્વા રાખી એને અનુસરે છે; અને, ઘણીવાર નાસ્તિક માણસો પણ એની ચમત્કારિક શક્તિઓથી પ્રભાવિત થઈ યોગ - અધ્યાત્મ - ધર્મમાં શ્રદ્ધાવાન બને છે. સાત્ત્વિક માધ્યમો અપાર્થિવ લોકના આત્માના અનાયાસ સાંપડેલા આવા સહયોગનો દુરુપયોગ ન કરે તોયે, બહુધા તેઓ પોતાને પ્રાપ્ત શક્તિઓ અને સિદ્ધિઓના પ્રયોગ વડે તેમના ભક્તોની ભૌતિક કામનાઓ સંતોષવામાં અટવાઇ રહી જીવન પૂરું કરે છે અને, તેમના અનુયાયીઓની દૃષ્ટિ પણ વર્તમાન જીવનનાં સુખદુ:ખ પર જ કેન્દ્રિત રહી જાય છે. કામના પૂર્તિ નહિં પણ કામના મુક્તિના ધ્યેય સાથે, ચિત્તનું અતિક્રમણ કરીને સ્વની સાચી ઓળખ મેળવવાના યથાર્થ સાધનામાર્ગે તેઓ પદાર્પણ કરી શકતા નથી. કોઈ તિબેટી આત્માના આગ્રહવશ આવા કાર્યમાં પોતાને કેવી રીતે સહભાગી બનવું પડ્યું તેની વાત કરતાં પોતાની આત્મકથા - Unfinished Autobiograhy માં મિસિસ એલીસ બેઈલ લખે છે કે ‘એક દિવસ બાળકોને શાળામાં મોકલ્યા - પછી, હું ઘરની નજીકની એક ટેકરી પર જઈને બેઠી, અને વિચારે ચડી.... એટલામાં મને એક અવાજ સંભળાયો ‘કેટલાંક પુસ્તકો જનતા માટે લખાય એવી ઈચ્છા છે. તમે તે લખી શકો તેમ છો. એ કામ કરશો?'' મે તત્ક્ષણ ના પાડી દીધી. ત્રણેક અઠવાડિયાં બાદ તિબેટી આત્માએ ફરી સંપર્ક કર્યો.... અનેક આનાકાનીને અંતે કેટલીક શરતો સાથે મેં એમને સંમતિ આપી. ૧૯૧૯ આ ઘટના બની. ૧૯૪૯ માં બેઈલનું અવસાન થયું. ત્યાં સુધીમાં તિબેટી મહાત્મા સાથેના સહયોગ દ્વારા યોગ, ટેલિપથી, સૂક્ષ્મ શરીરો, ગૂઢવિદ્યા વગેરે વિષયક - From Intellect to Intuition, Occult Letters વગેરે વીસ ઉપરાંત ગ્રંથો તૈયાર થયાં, જે આજે પણ મોજૂદ છે. અને ગૂઢવિદ્યા Occult Philosophy માં રસ ધરાવનાર વર્ગમાં વ્યાપકપણે વંચાય છે. મેલી વિદ્યાની સાધના વડે ‘સિદ્ધિ' નો દેખાડો : મોહગર્ભિત વૈરાગ્યવાળા - તામસી કે રાજસી વૃત્તિના - સાધકો તો લોકોમાં મહત્ત્વ મેળવવા કે પોતાની કોઈ મિલન વાસનાને સંતોષવા અર્થે સામે ચડીને, મંત્ર - તંત્રની કોઈ મેલી સાધનાથી પ્રેતાત્માઓને વશ કરીને, તેમના સહકારથી જન્મ પુનર્જન્મ ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ ચમત્કારોનો દેખાડો કરે છે. વશવતી પ્રેતાત્મા/ વ્યંતરદેવ અદશ્ય રહી એમની માગણી અનુસારની વસ્તુઓ અન્યત્રથી - કોઈની દુકાન કે ઘર વગેરે દેકાણેથી - તેને લાવી આપે છે. મંત્ર, તંત્ર હઠયોગ વગેરે દ્વારા સાત્વિક અસાધારણ શક્તિઓ પ્રાપ્ત થઈ શકે છે. મહર્ષિ પતંજલિએ યોગસૂત્રના વિભૂતિપાદમાં યોગ દ્વારા લાભ સિદ્ધિઓનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. આવી શક્તિઓની પ્રાપ્તિ પણ લપસણી ભૂમિ છે. આવા કહેવાતા સિદ્ધપુરુષોનું જીવન ઉર્ધ્વગામી બનવું તો દૂર રહ્યું, પરંતુ સાત્વિક અને નૈતિક ભૂમિકાનું પણ નથી રહી શકતું. મહમદ છેલનો દાખલો સુવિદિત છે. ટ્રેનમાં ટીકિટ ચેકરે ટીકિટ માગતાં ટીનના ડબ્બામાંથી ઢગલાબંધ ટીકિટો કાઢી હતી. આ વિદ્યાના જિજ્ઞાસુને કહેતો જે શીખે તેનું ધનોપતનોત નીકળી જાય એવો આ વિદ્યાને માથે શરા૫ છે.” ગોવામાં એક સાલ નામનું ગામડું છે. માસા થઇને જવાય છે. હોળીનો તહેવાર ત્રણ દિવસ ઊજવાય છે. ત્રણે દિવસ એક ડુંગર પરથી વનદેવતા હોળી રમવા આવે છે, ૧૨ થી ૮ની વચ્ચે. ડુંગર એનું સ્થાન છે. નીચે ભૂમિકા દેવીનું - મંદિર છે. ત્યાંના ભૂવાઓ - માધ્યમો ઘડી” તરીકે ઓળખાય છે. આ વનદેવતા જવાળા flame ના રૂપમાં આવે છે. ઘડીઓ સાથે સંતાકૂકડી રમે છે. કોઈ • શેટો લેવા જાય, તો એને થપ્પડ પડે. બીડી - સિગારેટ પણ સળગાવી શકાય નહિ. એક ઝાડથી બીજે ઝાડ વાળા કૂદકા મારતી જાય ... પલકમાં તો ક્યાંયે લાંબે પહોંચી જાય. રામનવમીના દિવસે આ વનદેવતા-જવાળા રામની પાલખી સાથે જ ચાલે. વિદ્વાન ધારાશાસ્ત્રી અને શતાવધાની શ્રી. મનહરલાલ બી. શાહે આ ઘટના નજરે નિહાળી છે. અને રૂબરૂ સવિગત વાત કરી છે. પ્રેતયોનિના જીવો, વ્યંતરદેવોમાં કેટલાક Benevolent હોય છે. લોકોને મદદ કરે છે, સપનામાં સંદેશો આપી તકલીફમાંથી ઉગારી પણ લે છે. નાસિકના શ્રી કિરસાગર હનુમાન ભકત હતા. એમણે મરાઠીમાં પરલોકવિદ્યા ગ્રંથ લખ્યો છે. તેઓ પ્રેતાત્માઓને બોલાવી શકતા. અનેક સંશોધકોએ આવા ગ્રંથો લખ્યાં છે. પ્રેતાત્માઓના ફોટાઓ પણ લીધા છે. પરંતુ આ ઘટનાને સમર્થન આપી શકાય એમ નથી. શુદ્ધ ચેતનાને સ્થૂળ સ્વરૂપમાં લાવી શકાતી નથી. આત્મા નિરાકાર હોય છે. સ્વ. મનહરલાલ શાહ પ્લેન્ચેટ પર આત્માને બોલાવી શકતા. ડૉ. દિનેશ ભટ્ટ પ્લેન્ચેટ પર આત્માને બોલાવી શકે છે. પ્લેન્ચેટ પર ક્યારેક દુષ્ટ આત્મા પણ આવી જાય છે. એમ મનાય છે. સરવાળે Occult Sciences ગૂઢ વિઘા નાં પ્રયોગોમાં પડવા જેવું નથી. જન્મ પુનર્જન્મ Page #84 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિઓનું મૃગજળ : અધ્યાત્મ સાથે સિદ્ધિઓને કશો સંબંધ નથી. પરંતુ, આમ જનતા તો સામાન્યત: એમજ સમજતી હોય છે કે યોગમોર્ગ એટલે સિદ્ધિઓ અને ચમત્કારનો માર્ગ. એટલે સાધકને જોતાં સામાન્ય જનને એ જિજ્ઞાસા રહે છે કે આટલાં વર્ષોની સાધનામાં એણે કઈ સિદ્ધિઓ મેળવી હશે? એને જાણવા મળે કે અમુક મહાત્મા એક દષ્ટિ નાખતાં જ તમારું મન વાંચી લે છે, કે અમુક દેવ - દેવી એમને હાજરાહજુર છે, તો બુદ્ધિજીવીઓમાં પણ સાધનાના અતીન્દ્રિય અનુભવોનું અને સિદ્ધઓનું ભારે આકર્ષણ જોવા મળે છે. અતીન્દ્રિય શક્તિઓ કે સિદ્ધિઓનું પ્રલોભન આપીને સાચા સંતો પોતાની શક્તિઓનું પ્રદર્શન કરતા નથી. અતીન્દ્રિય શક્તિ કે સિદ્ધિ હોવી એ કંઈ યોગસિદ્ધ પુરૂષની સાચી ઓળખાણ નથી; ‘સિદ્ધિઓ પાછળનું રહસ્ય, બહુધા, એના પ્રદર્શકનો આધ્યાત્મિક વિકાસ નહિ, પણ કોઈ પ્રેતાત્માનો સહયોગ હોય એવું પણ મનાય છે. જનસમૂહ તે ચમત્કારોમાં સંબંધિત ‘મહાત્મા’ ની દેવી શક્તિ કે યોગસિદ્ધિનું આરોપણ કરે છે, પરંતુ હકીકતમાં તે વ્યક્તિના આત્મવિકાસ કે યોગશક્તિ સાથે આવી ઘટનાને કશી નિસ્બત નથી હોતી. શ્રીમદ્ રાજચંદ્ર કહેતા : “ચમત્કારાથી યોગ સિદ્ધ કરે, તે યોગી નહિ,' ; શ્રીમદે સિદ્ધિઓનો કોઈ દેખાડો કે લૌકિક ઉપયોગ કર્યો નહિ. શતાવધાન પણ છોડી દીધાં હતાં. - ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા વધતાં ધ્યાનમાં સાધક ક્યારેક અનુભવે છે કે જાણે શરીર છૂટી ગયું છે, અને પોતે હવામાં તરે છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં આવા જાત અનુભવનો ઉલ્લેખ કર્યો છે. કાયાને પોતે દૂરથી જોતા હોય, એવો અનુભવ આચાર્ય રજનીશને થયો હતો. ૨૧ માર્ચ, ૧૯૫૩માં, શરીર નીચે, અને 'પોતે' ઝાડ ઉપર. (આ દિવસ બોધિદિન તરીકે ઉજવાય છે) આવો અનુભવ થતાં ‘આત્મસાક્ષાત્કાર થયો એમ માનવું ભૂલ કરેલું છે. 'ભેદજ્ઞાન’ કાયાથી પોતે ભિન્ન છે, એ અનુભવાત્મક પ્રતીતિ (સ્વાનુભૂતિ) વખતે જ્ઞાતા - શેય - જ્ઞાન એ ત્રણે એક થઈ જાય છે. જુદાં રહેતાં નથી, અહીં તો ‘કાયા દેખાય છે,” કઈક દેખાય • સંભળાય છે,’ એ અનુભવ જ્ઞાનનો છે, અજ્ઞાત નો નહિ. આવા અનુભવો સંભવત: સાધનામાં ઉપકારક થઈ શકે. પણ ત્યાં અટકી ન જવાની સાવધાની આવશ્યક છે. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી એ ચેતવણી આપી છે. મનોવિજ્ઞાનમાં એક એવી ઘટનાનો નિર્દેશ છે, જેને Hallucination કહેવાય છે. આમાં કશું ન હોવા છતાં દેખાય, કશા નિમિત્ત - કારણ વિના કશું સંભળાય. જન્મ પુનર્જન્મ Page #85 -------------------------------------------------------------------------- ________________ Sense perception without necessary sensory stimulus. રૂણ, કે વિક્ષિપ્ત મનોદશા, કે સંમોહિત - હિપ્નોટીક અવસ્થા, તેમજ ખાસ કરીને જાગૃત અવસ્થામાંથી ઊંઘમાં સરી પડતાં, એટલે કે પૂરી ઊંઘ આવતા પહેલાં કે ઊંધમાંથી પૂર્ણ રીતે જાગૃત થતાં પહેલાં આવા અનુભવો થવાની ઘણી શક્યતા હોય છે. જેને Hypnogogic હેલ્યુસીનેશન અને Hypnoponic હેલ્યુસીનેશન કહેવાય છે. Autoscopic Hallucination એક એવી યંત્રણા છે, જેમાં પોતાના શરીર કે “સ્વ” self નું ચિત્રણ થાય છે. આ યંત્રણામાં જો delusion - ભ્રમણા ભળે, તો જોનારને લાગે કે તે પોતાને જ દરથી અળગો રહી નિરપેક્ષપણે પ્રત્યક્ષ ભાળી રહ્યો છે. આમાં “સ્વ” અળગો થઈ શરીરને જૂદું જોઈ રહ્યો હોય એવું દશ્ય સર્જાય છે. ચિત્ત ઘણી કસરતો અને કરામતો કરાવી શકે છે. Illusion, Delusion અને Hallucination ના Interaction સંઘાતથી અવનવી સૃષ્ટિ નિર્માણ થાય છે. ચમત્કારિક રીતે આત્મિક શક્તિ કામ કરે છે અને ઈન્દ્રિયાતીત જ્ઞાન પ્રગટે છે. માત્ર એની પ્રક્રિયા આપણે જાણતા નથી એટલે ચમત્કાર જેવું લાગે છે. શેરલોક હોમ્સના સર્જક સર આર્થર કેનન ડોયલ ‘સ્પીરીટો' સાથે વાત કરી શકતા. પુનર્જન્મમાં પણ માનતા. નાટયલેખક જામનને એક કવિતા ખૂબ મૂંઝવતી હતી. છેલ્લી પંક્તિઓ પૂરી જ ન થાય. એમણે ખેંચેટ પર કલાપીના આત્માને બોલાવ્યો અને એમણે બે પંક્તિઓ પૂરી કરી આપી. કહેવાય છે કે શ્રી. અરવિંદની-સાવિત્રી મહાકાવ્યની રચના રાજા રામમોહનરાયના સ્પીરીટ કરાવી હતી. આવા પ્રકારના લખાણોને Aulomatic Writing પણ કહેવાય છે. અંગ્રેજ કવિ એસ. ટી. કોલેરિજને (૧૭૭૨ - ૧૮૩૪) દીર્ધ કાવ્ય ‘કુબલાખાન' સ્વપ્નાવસ્થામાં જ ર્યું હતું. મકબા નામની એક સ્ત્રી બ્રિટનમાં પ્રતિષ્ઠિત માધ્યમ લેખાતી. જીવાત્માઓને બોલાવી આપતી. વિખ્યાત લેખક ડૉ જ્યૉર્જ સાવાને એનો એક મિત્ર મકબા પાસે લઈ ગયો. ડૉ સાવાએ રાસપુટીનને બોલાવવાની ઈચ્છા વ્યક્ત કરી. રાસપુટીન આવ્યો. ડૉ સાવાએ એને સ્મૃતિ હોય, ત્યારથી પૂરું જીવનવૃતાંત રજૂ કરવાનું કહ્યું. રાસપુટીન બોલતો ગયો. ડૉ સાવા લખતી ગયા. આ વૃતાંત ત્રણ દિવસ ચાલ્યો. એ પછી ડૉ સાવાએ રાસપુટીનને રશિયાના ભવિષ્ય વિષે પૂછયું. એ વૃતાંત દોઢ દિવસ ચાલ્યો. ડૉ સાવાએ પૂરું વૃતાંત “Rasputin' નામના પુસ્તકમાં ગ્રંથસ્થ કર્યું છે. ડૉ સાવાએ પ્રારંભમાં જ ખુલાસો કર્યો છે કે “આની કોઈ ગતિ વિધિની મને સમજ પડી નથી. માત્ર જે મને કહેવામાં આવ્યું તે મેં અક્ષરશ: લખ્યું છે.' જન્મ પુનર્જન્મ Page #86 -------------------------------------------------------------------------- ________________ યુરોપના દાર્શનિક મહાત્મા સ્વીડનબૉર્ગને ૫૭ વર્ષની ઉમ્મરે આકસ્મિક રીતે અન્ય ક્ષેત્રના જીવાત્મા સાથે સંપર્ક થઈ ગયો. તે એમને બોલાવી શકતા. ૨૫ વર્ષ સુધી એ સંપર્કવ્યવહાર રહ્યો. પરંતુ સ્વીડનબોર્ગે આની કોઈ જાહેરાત કે જાહેર કાર્યક્રમો કર્યા નહિં, એ આધ્યાત્મિક પુરુષ હતા. ૨૫ વર્ષના સંબંધ પછી એમનાં તારણો ટૂંકમાં છે : માનવી મૃત્યુ પામે છે, ત્યારે એના આત્મા સાથે એક સૂક્ષ્મ કોષ પણ બહાર જાય છે. એ કોષમાં કર્મો સચવાયેલાં હોય છે. એ કર્મ અનુસાર એને ક્ષેત્ર મળે છે. અને પુનર્જન્મ મળે છે. કર્મોથી મુક્ત થયા વિના આત્મા મુક્ત થતો નથી. ફરી ફરી જન્મ ધારણ કરવો પડે છે. ભારતીય દર્શનોને જ સમર્થન આપ્યું. પશ્ચિમમાં દેહમાંથી આત્મા છૂટો પાડી - વિશ્વમાં ઘૂમી પાછો દેહમાં આવી જાય એના ઘણા પ્રયોગો ચાલી રહ્યાં છે. એ વિષે પુસ્તકો પણ પ્રગટ થયાં છે. માણસ પોતે જ પોતાના આત્માનો શરીરથી જૂદો અનુભવ કરી શકે, કે આત્માને પોતા જેવો જ દેહધારી સ્વાંગમાં સ્પષ્ટ જોઈ શકે, જેને Astral Experiences એવું નામ આપવામાં આવે છે. આવા અનુભવોના વૃતાંતો પણ પ્રગટ થતાં રહે છે. એનાં વર્ગો પણ ચાલતાં હોય છે. આવા કિસ્સાઓની ચકાસણી અસંભવ હોય છે. ઘણા કિસ્સાઓ બનાવટી પણ હોઈ શકે. આવા અનુભવોને કોઈ આત્મસાક્ષાત્કાર, આત્મજ્ઞાન કે સમાધિમાં ન ખપાવી શકાય. Not to confuse ન reveries, dreams, hallucinations and hypnotic spells with transcendental experiences. આપણી ઈન્દ્રિયો વિશ્વમાં રહેલ વિદ્યુત - ચુંબકિય તરંગોમાંથી અમુક જ તરંગોવાયબ્રેશન્સ પકડી શકે છે. યોગ વગેરેથી આવા સૂક્ષ્મ તરંગોની ગ્રાહકતાની આપણી સ્પર્શેન્દ્રિયની રેન્જ બદલાઈ જાય છે. આ વિષેના અનુભવો સલ્વરાજ ચેસુદી લિખિત યુરોપમાં લોકપ્રિય થયેલ પુસ્તક ‘યોગ ઍન્ડ હેલ્થ’ તેમજ વેરા સ્ટેનલી લિખિત ‘ધ ફાઈન્ડીંગ ઓફ ધ થર્ડ આઈ (પૃ. ૫) માં જોવા મળે છે. આ હકીકતો પર ચિંતન કરતાં એ સ્પષ્ટ થઈ જાય છે, કે જગતનું આપણું દર્શન કેવળ પદાર્થલક્ષી - Objective' દૃષ્ટિનિરપેક્ષ વાસ્તવિક વસ્તુદર્શન નથી હોઈ શકતું. એ દર્શન ઘણા અંશે આત્મલક્ષી Subjective યાને દૃષ્ટાસાપેક્ષ રહે છે. આ રીતે થઈ રહેલાં શ્રેણીબદ્ધ સંશોધનોના પરિણામે વિજ્ઞાન આજે જે સત્યોનું ઉચ્ચારણ કરી રહ્યું છે તેને ગઈ સદીનું વિજ્ઞાન અધ્યાત્મવાદીઓની મુર્ખાઈભરી ભ્રમણાઓ ગણી ઉવેખતું હતું. એસ્ટ્રલ વર્લ્ડ, કે દેવલોક કે કોઈ અન્ય સ્થળે સ્થિત ગત આત્માઓએ જન્મ પુનર્જન્મ ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી પરના માણસે સંપર્ક સાધ્યો છે. વાતચીત - સંદેશવહેવાર કર્યો છે, તેના અધિકૃત અનેક દાખલાઓ મળી આવે છે. વિલીયમ સ્ટેડ અને પુલી : જુલી નાની હતી ત્યારથી એના વડીલ - મિત્ર જેવા વિલિયમ સ્ટેડ સાથે હળમળી ગઈ હતી. કિશોરવયમાં જ લગભગ ૧૬-૧૭ વર્ષની વયે જ્યુલી અવસાન પામી. જુલી ૧૪ વર્ષ સુધી વિલીયમ સાથે સંપર્કમાં રહી. ત્યાંની સૃષ્ટિ અનુભવો વિગેરે વિશે વાત કરી. અને મુખ્ય વાત તો એ કે જયુલીએ કહ્યું કે “તમે જ હેતુ માટે આખી જિંદગી વેડફી નાખો છો, તેની નિરર્થકતા અમને સમજાય છે. લોકોને એની સમજ આપો. એ માટે એક સંસ્થા સ્થાપો.” અને વિલિયમે એક સંસ્થા પણ સ્થાપી. જુલી એકાદ વાર સદેહે પણ વિલિયમને મળી. કેટલીક વિટંબણાઓ પણ આગમચેતી આપી ટાળવામાં મદદપ થઈ. ઘણી બધી વાતો ગ્રંથસ્થ થયેલી છે. પૂ. શ્રી મોટાએ માતાને આપેલા વચન મુજબ પોતે અન્ય સ્થળે હોવા છતાં માતાને અંતિમ સમયે માતા સમક્ષ હાજર થઈ ગયા. એક જ સમયે તેઓ બે સ્થળે ઉપસ્થિત હતા! • Men have desire for Eternal Life which no economic or political contrivance can satisfy. - Dr. Radhakrishnan • If with this Life only in view, we have had hope in Christ, we are of all men the most to be pitied. - Saint Paul I Cor. 15:19 • Conquer yourself rather than the World. Descartes • Man is nothing else, but what he makes of himself. - The first principle of Existentialism જમ પુનર્જન્મ Page #88 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનો પ્રવાહ ચૈતન્યનું સાતત્ય માનવી એકલો અસહાય કે નિરાધાર નથી. માનવી વિશ્વચેતનાનો “અવિભાજ્ય અંગ છે, એવી શ્રદ્ધા માણસને અપરિમિત બળ આપે છે. એની આસપાસ અગણિત પરમાણુઓ છે. અખૂટ સાધનો છે. જેમાંથી કોઈ ને કોઈ એક અથવા બીજે રસ્તે એને માર્ગદર્શન કરાવે જ છે. તુચ્છ જેવી લાગતી વસ્તુઓ પણ આ માર્ગને સરળ બનાવે છે. - મહત્વ - મૂલ્ય, પુરુષાર્થની ફળશ્રુતિનું નથી, પણ પુરુષાર્થ કે આયાસના અનુભવનું છે. જીવનમાં જે વિચારધારા પ્રતીતિકર બની, જે વાત આંતરિક સત્યનિષ્ઠારૂપે વણાઈ ગઈ, જે તથ્ય અતળ શ્રદ્ધાની જ્યોત બની ગયું, એ જ એની મૂડી બની ગઈ. જીવનસમૃદ્ધિ બની ગઈ. આ મૂડી ક્યારે પણ ખોવાતી નથી. લૂંટાતી નથી. જીવન પછીના જીવનમાં આ જ મૂડી શક્તિનો સ્રોત બની, દીપિકા બની, પથ ઉજાળનાર અને આગળને રસ્તે ખપ લાગે તેવી સંપદા બની જાય છે. કેટલાંક મત કહે છે કે જયાં પુનર્જન્મ નથી, ત્યા આવી અર્થહીન દલીલ શા માટે? ચાર્વાકના સમયથી આવી દલીલો થતી આવે છે અને એને સમર્થન આપવા વિજ્ઞાન મથી રહ્યું છે, પણ પાછું પડી રહ્યું છે. વિજ્ઞાનવડે જ સૃષ્ટિ ચાલતી હોય, તો માણસ જે સાધનમાંથી જન્મે છે, એ સાધનમાં કઈ શક્તિ રહેલી છે ? એ શક્તિને શ્રદ્ધા કહીએ, પોતાની પ્રતીતિ કહીએ, સ્ફૂરણ, કુદરતી તત્વ કહીએ, કે અજ્ઞેય શક્તિ કે વ્યાપક ચેતના કહીએ, અનેક નામરૂપે આ જ વાત કહી છે. માનવીએ એક જન્મમાં જે જ્ઞાન - વૈરાગ્ય ઉપાર્જન કર્યું હોય, જે આત્મિક વિકાસ સાધ્યો હોય, વિકાસની ચરમ કોટિએ પણ પહોંચ્યો હોય, જે આયાસ પરિશ્રમ - પુરુષાર્થ કર્યાં હોય, તે તમામ પ્રાપ્તિ જો મૃત્યુની સાથે જ સમાપ્ત થઈ જતી હોય, તો તે તમામ જ્ઞાન પ્રજ્ઞા, વિકાસ, પુરુષાર્થ વ્યય બની જાય છે. એનું કોઈ મૂલ્ય રહેતું નથી. જે ભાથું બાંધ્યું હોય, તે આગળના જીવનમાં પાથેય ન બને, ઉપયોગી ન બને, તો તમામ પરિશ્રમ અર્થહીન થઈ જાય છે. કુદરતની વ્યવસ્થા આટલી ખામીભરી હોઈ ન શકે. કુદરતના નિયમો અટલ અને ચોક્કસ છે. આવડી મોટી ક્ષતિ કુદરત નિભાવી ન લે. જયાં સુધીની યાત્રા થઈ ત્યાંથી પાછા ફરવાંનુ હોય નહિં. અને નવસેરથી એ જ ચીલા પર યાત્રા કરવાનું પણ ન હોય. જન્મ પુનર્જન્મ ૮૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ - આત્મવિકાસનો ક્યારે ય લોપ થતો નથી. જીવ જે પામે છે, તે ક્યારેચ ખોવાતું નથી. કોઈ સાધના નિરર્થક ન હોઈ શકે. કારણ કે તમામ સાધનાનો હેતુ જ જન્મ - મરણના ચક્રમાંથી છૂટવાનો છે. આત્મા અવિનાશી, અમર, અજર છે. ગીતામાં કહ્યું છે : નૈનં છિન્દન્તિ શસ્ત્રાગિ નૈનં દહતિ પાવક: ન ચેન કલેદયત્સાપો ન શોષયતિ મારૂત: તેને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણીમાં તે ડૂબી શકતો નથી, વાયુ તેને સૂકવી નથી શકતો. એ ભીંજાતો નથી, છેદાતો નથી, બળતો નથી, સૂકાતો નથી, તે સર્વવ્યાપક, નિત્ય, થિર, નિશ્ચય, શાશ્વત, તેને અચિંત્ય, અવ્યકત અને નિર્વિકાર કહેવાય છે, તેથી તેવો પિછાણી શોક કરવો ઘટે નહિં. જન્માનું મૃત્યુ નિશ્ચિત છે. મરેલાનો જન્મ. માટે જે ન ટળે, તેનો શોક ઘટે નહિ. (અ.૨,૨૨, થી ૨૮) ન જાયતે પિયત વા કદાચિન્નાયે ભૂત્વા ભવિતા વા ન ભૂય: અો નિત્ય: શાશ્વતોડ્ય પુરાણો ન હન્યતે હજમાને શરીરે (અ. ૨, ૨૦) . શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવતાં કહે છે : દેહ, અને દેહમાં રહેલા આત્માનો ભેદ તું ભૂલી ગયો લાગે છે. દેહ મરે છે, આત્મા નથી મરતો. દેહમાં જુવાની અને ઘડપણ આવે છે, તેમ તેનો નાશ પણ છે. દેહનો નાશ થતાં દેહીનો નાશ થતો નથી. આત્મા તો અજન્મ છે; દેહને જન્મ છે. આત્માને નહિ. અને તે તો હવે પછી સદા રહેવાનો છે. જે દેહને વિષે તને મમત્વ છે, તેનો તો નાશ જ છે. તેમાં રહેલા આત્માનો વિચાર કરે તો તુરત સમજે કે તેનો નાશ કરવા કોઈ સમર્થ નથી. આજે કે કાલે મરે એવો નબળો દેહ, તે હું નથી શરીર કેવળ ઉપરનો નજીવો પોપડો છે. હું કદીયે ન મરનારો અખંડ તેમજ વ્યાપક આત્મા છું. શરીરના નારા સાથે આત્માનો નાશ નથી. ન હન્યતે હન્ય માને શરીરે. શરીર હણાય છે, આત્મા નહિ. જે નર એને જગતો નિત્ય, અવિનાશી, અજ, અવ્યય, તે નર કેમ ને કોને હગાવે અથવા હશે. (અ. ૨. ૨૧) જીર્ણ થયેલાં વસ્ત્રો તજી દઈ જેમ મનુષ્ય નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેમ જીર્ણ શરીર તજી દઈ આત્મા નવું શરીર ધારણ કરે છે (અ.૨.૨૨) • जीर्णेन वस्त्रेण तथा. बुधः देह न मन्यते जीर्णम्।.. देहेन जीर्णेन ज्ञानी तथा आत्मानं न मन्यते जीर्णम्॥ वस्त्रे प्रणष्टे यथा . बुधः देहं न मन्यते नष्टम। । જન્મ પુનર્જન્મ . ૮૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ नष्टे देहे ज्ञानी तथा आत्मानं न मन्यते नष्टम ॥ भिन्न वस्त्रमेव यथा जीव देहात् मन्यते ज्ञानी । देहमपि भिन्नं ज्ञानी तथा आत्मनः मन्यते जानीहि ॥ અર્થાત્ : જેવી રીતે કોઈ બુદ્ધિમાન પુરુષ વસ્ર જીર્ણ થતાં શરીરને જીર્ણ માનતો નથી. તેવી રીતે શરીર જીર્ણ થતાં આત્માને જીર્ણ માનતો નથી. વળી તેવો પુરુષ વસ્ત્ર નષ્ટ થતાં શરીરને નાશ પામેલું માનતો નથી, તેવી રીતે દેહનો નાશ થતાં, જ્ઞાની આત્માનો નાશ માનતો નથી. હે જીવ, જેવી રીતે દેહ અને વસ્ત્રનો ભેદ જાણનાર જ્ઞાની વસ્ત્રને શરીરથી જુદું જ માને છે, તેવી રીતે દેહ અને આત્માનો ભેદ જાણનાર ભેદજ્ઞાની દેહને આત્માથી ભિન્ન માને છે, એમ તું જાણ. યોગેન્દુદેવવિરચિત - પરમાત્મપ્રકાશ દ્વિતીય મહાધિકારમ્ ગા. ૧૭૯ થી ૧૮૧. મૃત્યુથી જીવન સમાપ્ત થતું નથી. જીવનધારા ચાલુ જ રહે છે. નવું કલેવર, નવી સૃષ્ટિ, નવાં આયામ, નવલાં સર્જન; મૃત્યુ માત્ર એક ઓરડામાંથી બીજા ઓરડામાં પ્રવેશવા જેવી જ વાત છે. મૃત્યુ એ નવા જીવનનો પ્રારંભ છે.આત્મા શાશ્વત છે શરીર - ખોળીયું બદલાય છે. મૃત્યુ સાથે જીવન થંભી નથી જતું. બધું સમાપ્ત નથી થઈ જતું. પુનર્જન્મ છે, આ એક જ વાત માનવીને અદ્ભુત સમાધાન અને સંતોષ આપે છે. એટલે આ જીવન છોડતાં જેઓ પુનર્જન્મમાં નથી માનતા, એમને જે ખેદ, ભય કે ક્લેશ થાય છે, તે આપણને નથી થતો. અને આપણે સ્વસ્થ રહી શકીએ છીએ, તેનું એક મહત્ કારણ છે પુનર્જન્મમાં શ્રદ્ધા. The Thought of Eternity consoles us for the shortness of Life. કર્મબંધ હોય ત્યાં સુધી કોઈ પણ ગતિમાં જીવે ભ્રમણ કવું જ પડે છે. સામાન્યપણે આયુષ્યનો બે તૃતિયાંશ કાળ પસાર થાય ત્યારે આવતા ભવનો બંધ પડી જાય છે. કર્મની વ્યવસ્થા નિરપવાદ છે. ફર્મો બાંધવા ન બાંધવા, સંવર કરવો, કે વેદવા, વેઠવા વિગેરે આપણા પોતાના પુરુષાર્થને આધીન છે. માનવી સ્વાધીન અને સ્વતંત્ર છે. કોઈકના પુરુષાર્થનું ફળ કોઈકને મળે, એવો કેઈ ઉલ્લેખ કે નિર્દેશ શાસ્ત્રોમાં મળતો નથી. આજનો પુરુષાર્થ એ આવતી કાલનું પ્રારબ્ધ. કર્મોના બંધ તો જન્મજન્માંતરના છે. એને ખપાવવા અનેક જન્મો પણ લાગે, પરંતુ છતાં આપણા હાથની વાત છે, માનવી અને એના કર્મની વચ્ચે કોઈ ત્રીજું તત્ત્વ દખલગીરી કરતું નથી, કરી શકતું નથી. Personal liberty is the paramount essential to the human dignity, human happiness and salvation from human bondage, માનવીય ગૌરવનું સન્માન સૌએ જન્મ પુનર્જન્મ ૮૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ જાળવવું જ રહ્યું. ફરી મનુષ્ય ભવનો ભરોસો નથી. આ ભવે જેટલું ખપાવી શકાય તેટલું ઉત્તમ. બાકી પુનર્જન્મોની વણઝાર તો છે જ. મુક્તિ પર્યત. Corolla sdal : Dealth is an ending to the son of the earth, but not to the soul, it is the start, the triumph of life. અર્થાત્ : “મૃત્યુ ધરતી પરના - ધરતીના પુત્રનો અંત હોઈ શકે, પણ આત્માનો અંત નથી હોતો. આત્મા માટે તો મૃત્યુ પ્રારંભ છે, પ્રસ્થાન છે; જીવનની વિજયપતાકા છે.' જ્ઞાનીઓ કહે છે : જીવવા માટે મરવું જોઈએ. મૃત્યુ સિવાય પુનર્જન્મ નથી. અજન્માં થતાં પહેલાં અનેક મૃત્યુઓમાંથી પસાર થવું પડે છે. - જિબ્રાને ગ્રીક પુરાણકથામાં આવતા ફિનીકસ પંખીની વાત માર્મિક રીતે કહી છે : અને એ જ પ્રમાણે તમારી લાગણીને બુદ્ધિના તંતૂ એટલો દોર આપી શકે કે એ, પોતાની જાતને જવાલાને સમર્પે, છતાં પોતે તો એમાંથી નવજીવન લઈને અમર્ય અગન પંખીની માફક પોતાની રાખને ખંખેરી કાઢે; તમારી બુદ્ધિને અને તમારી લાગણીને તમારા આત્માની જો આટલી પાંખ મળી જાય! (ફિનીકસ પંખી મૃત્યુ આવતાં અગ્નિમાં પડી રાખ થઈ જાય છે, અને એ રાખમાંથી ફરી જીવતું થાય છે !) વળી જિબ્રાન કહે છે : જ્ઞાન કરતાં પણ વધારે બળવાન એક વસ્તુ છે. માણસ ચૈતન્યનો શિશુ છે. એ ન જાણે તેમ ચૈતન્યની જ્યોત એમાં પ્રકાશતી હોય છે. - એના નિત વધતા પ્રકાશની, તમને તો જાણ પણ નથી હોતી. અને તમે તો તમારા વહી જતા દિવસોને શોક કરતા હો છે! મૃત્યુનો ભય એ જીવનને છે, જે શરીરના અંદરના જીવનમાં જ જીવન શોધે છે! ત્યાં જ જીવન હોવાનું માને છે! ‘પણ ખરી રીતે આહીં નથી મૃત્યુ, નથી કબર' જિબ્રાને “નહિં ઐસો જન્મ વારંવાર ની વાત પણ કહી છે. , આત્માના અનંત પ્રવાસ વિષે જિબ્રાન કહે છે : | ‘જે તૃપ્તિ ઈચ્છાઓની મૈત્રી બાંધે છે, અને જેની ઈચ્છાઓ પદાર્થોની મૈત્રી બાંધે છે, એ તૃપ્તિ પોતે જ અતૃપ્તિ બની રહે છે. અને એની શોધમાં ફરનારો, કેવળ રાખના રમકડાં મેળવે છે. ‘એટલે તૃપ્તિને તો, હે હૃદય! તું આહીં શોધે છે, પણ એ તો તારે ત્યાં રહે છે! અને આ કેવી નવાઈની વાત છે કે, જે તારે ત્યાં રહે છે, તેને તું આહીં શોધે છે! ને એ આહીં નથી મળતું ત્યારે તારી કમનસીબીને તું રોવા બેસે છે! જન્મ પુનર્જન્મ ૮૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ અને એક વધુ જાણવા જેવી વાત તો એ છે, કે તૃપ્તિની શોધ એ તારી - હૃદયની પેદાશ છે. પણ અતૃપ્તિ, એ તો આત્માની પેદાશ છે. એટલે તું તૃપ્તિને મેળવીને પણ, જ્યાં સુધી આત્માની અતૃપ્તિ નહિં મેળવે, ત્યાં સુધી હીંગુજી જેવું નાનકડું જ રહેશે. આત્માને તો જોઈએ છે અતૃપ્તિ, એ તો યુગ યુગથી ચાલી આવતી મહાન મુસાફરીનો મહાન મુસાફર છે, એ અનંત મુસાફરને આહીં તૃપ્તિનો ધામા કેવા? અને એ તૃપ્તિ તારા માટે ભલે શિખર હશે, પણ તારા આત્મા માટે તો, અતૃપ્તિના મહાન પંથની, એ શરૂઆત છે. એનો અતૃપ્તિનો મહાન પંથ, કોઈ દિવસ તૃપ્તિને જાણતો નથી. એ ન જાગવું, એનું નામ જ, અનંત વિકાસની કેડી છે! આત્માને એનું મૂળ ધામ મેળવ્યા પછી તૃપ્તિ - અતૃપ્તિ રહે છે જ ક્યાં? આગળ કહ્યું છે : “સાચી વાત તો આટલી જ છે કે તમારે ત્યાં માણસ જન્મે છે, એ મરણમાં જ જન્મે છે. મરણમાં જીવે છે, અને મરણમાં જ મરે છે! આહીં કોઈ જન્મીને જીવતું નથી. આ મૃત્યુભર્યા જન્મને જો કોઈ ભોમાં ભંડારે, તો એમાંથી જીવન જન્મે - પણ એ કામ કોણ કરે? આહીં જ્યાં બધાં જ મુડદાં, ચાવી દીધેલાં પુતળાંની જેમ દોડી જ રહ્યાં છે, ત્યાં આ જીવન છે, ને આ મૃત્યુ છે, એવું ફિલસૂકડું ડોળવાનો તો કોને વખત છે? ને કોને કામ છે? આત્મ દેવને ન ઓળખનારા ગુલામોની વચ્ચે રહેવું તેના કરતાં તે ગમે ત્યાં રખડ્યા કરવું, એ વધુ સાર્થક જીવન નથી? એ જીવન એકાકી છે, એકાકી રહેવા સરજાયું છે, પણ એ તો બીજું શું થાય? જ્યાં વધુ મરેલા છે, ને કોઈક જ જીવતા છે, ત્યાં બીજું શું થાય? એકાકી! ખલિલ જિબ્રાનનો એક અંતરંગ મિત્ર હતો : સારકિસ એપેન્ડી. લેબેનોનના બૌદ્ધિક વર્તુળમાં ખૂબ સન્માનનીય. એની પ્રકાશન સંસ્થા હતી. લીસેઈન - ઉલ : હલ નામનું દૈનિક અખબાર કાઢતો. આરબ સંગઠન અને સંસ્કૃતિના ઉત્કર્ષ માટે સ્થપાયેલી સંસ્થા Arab League of Progress એ ૧૯૧૨ માં કવિ મુતરામનું સન્માન કરવાનું નક્કી કર્યું. એફેન્ડી સન્માન સમીતિના પ્રમુખ હતા. જિબ્રાનને અમેરિકા નિમંત્રણ મોકલાયું, બેરૂતમાં આયોજિત સમારંભમાં જિબ્રાન પહોંચી શકે તેમ ન હતા એટલે જિબ્રાને એક વાર્તા મોકલાવી અને સન્માન સમારંભમાં વાંચવામાં આવે એવી ઈચ્છા પ્રગટ કરી. વાર્તા વંચાઈ. વાતાર્મા જિબ્રાને પુનર્જન્મમાં શ્રદ્ધા વ્યક્ત કરતાં સન્માનિત કવિમાં અવતરેલી મહાન આત્માની પ્રશંસા કરી છે : વાર્તાનું સ્થળ છે : બાલબંક નગર અને સમય છે : ઈ. પૂર્વ ૧૧૨. - વાર્તામાં એક અમીર પાસે ભારતથી એક ઋષિ આવે છે. જે ભારતના જન્મ પુનર્જન્મ ૮૫. Page #93 -------------------------------------------------------------------------- ________________ અનેક ધર્મોનો ઉલ્લેખ કરતાં આત્માના પુન:અવતારની વાત કરતાં કહે છે કે, જન્મજન્માંતર સુધી પેઢી દર પેઢી આત્મા પુન:અવતાર ધારણ કરે છે; આત્મા ઈશ્વર સમ થાય ત્યાં સુધી વધુમાં વધુ પૂર્ણ અવતારની ખોજમાં જન્મ ધારણ કરે છે. ઋષિ કહે છે : The spirits move from place to place in their quest for perfection, atoning in the present for sins committed in the past and reaping in one existence what they had sown in another પિના મુખે Transmigration of soul ની વાત જિબ્રાને ભારતીય દર્શનોની શૈલીમાં અદ્ભુત રીતે કહી છે. વળી એ ઋષિ ભારતનાં છે! જિબ્રાનનું જીવનસ્વપ્ન છે એક મહાન પ્રવાસીનું. એ મહાન પ્રવાસનો પંથ ધરતીથી આકાશ સુધી, આકાશ થી અનંતતા સુધીનો છે. કલાપીના શબ્દોમાં કહીએ તો એને વારંવાર લાગે છે : હું જે અનંત યુગનો તરનાર યોગી, અનંત યુગો હજી એ જનારો. એ અનંતયુગનો પ્રવાસ - એ જિબ્રાનનું જીવનસ્વપ્ન છે. એ સ્વપ્ન પાસે બધી જ દુન્યવી સમૃદ્ધિ, ધૂળ જેટલી પણ કીમતી નથી. - રાત્રિના અંધકારનું મૃત્યુ છે; જીવનમાં પ્રકાશ. એ જીવનનું મૃત્યુ છે, જે જીવન અંધ છે, અજ્ઞાન છે, ગુલામીભર્યું છે. અહંતા ભર્યું છે, અર્ધ વ્યવહારૂ સત્યોથી વીંટાયેલું છે, બહારના દેખાવમાં જ રાચે છે, પોતાની જ આસપાસ ફરે છે. એવા જીવનનું મૃત્યુ એનું નામ પુનર્જન્મ; આહીં જે પુનર્જન્મ પામતો નથી, તે કોઈ દિવસ જીવતો પણ નથી. પણ માણસનો આવો પુનર્જન્મ એના સંસાર સાથેના સંબંધોમાંથી જ એણે મેળવવો રહ્યો. અંતરંગ જીવનની એકલી સુવાસ વાંઝણી છે. એ સુવાસે આસપાસની ધરતીને સુવાસિત કરવી રહી. એનું બીજું સ્વપ્ન છે; જે શબ્દ બોલવો એ શબ્દ આચરો - એનું નામ જીવન. એ આચરવાનો પ્રયત્ન - એમાં મળતો પરાજય, ફેર પ્રયત્ન - ફેર પરાજય - આ ઘટમાળ એ જીવનનો, વિકાસનો પંથ. દરેક પરાજય એક નાનો વિજય. જેને પુનર્જન્મ નથી, જેને અનંત પ્રવાસીની ઝાંખી નથી. એ ભલે સો વર્ષ જીવે - એ એક પણ દિવસ જીવ્યો ન ગણાય. The Game of life and how to play it. Il faèdil zvoys scirat સ્કોવેલ શિન્ન (Florence Scovel Shinn) કહે છે : ‘મોટાભાગના લોકો જીવનને એક સંગ્રામ ગણે છે. પણ એ કાંઈ સંગ્રામ નથી. એ તો એક ખેલ છે. પણ એ એવો ખેલ છે, જે અધ્યાત્મના નિયમોનું જન્મ પુનર્જન્મ ૮૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ન હોય તો સફળપાણે રમી શકાય નહિં. શાસ્ત્રોમાંથી એક મહાન સંદેશ આપણને હમેશાં મળતો રહ્યો છે, કે માણસની સર્વ સંપત્તિનો સ્ત્રોત પરમાત્મા છે. માણસને ભરપુરપણે બધું મળતુ રહે, એ એનો દૈવી અધિકાર છે. તે માટે તેણે પોતાની ચેતનાની મર્યાદાઓ તોડી નાખવી જોઈએ. આપણે જે વસ્તુને શોધીએ છીએ. તે વસ્તુ આપણને પણ શોધતી હોય છે. ટેલીફોન, ગ્રેહામ બેલને શોધતો હતો! એક ચિંતકે આજ વાત કહી છે : Seeking the Truth is the first stage towards finding it. After the seeking comes the realization that Truth also is seeking the seeker himself. ઘણી વાર લોકો પૂછે છે “શા માટે કેટલાક માણસો સમૃદ્ધ અને સ્વસ્થ જન્મે છે, અને બીજા ગરીબ અને માંદા હોય છે? આનો ઉત્તર છે : પુનર્જન્મનો નિયમ ! માણસ સત્યદર્શન કરે, અને મુક્તિ થાય તે પહેલાં તે ઘણા જન્મો ને મૃત્યુમાંથી પસાર થાય છે. અધૂરી વાસનાને કારણે તે ફરી ફરી પોતાના કર્મોનું ઋણ ચૂકવવા કે નિર્માણ પૂરું કરવા પૃથ્વી પર આવે છે. સ્વસ્થ સમૃદ્ધ માણસોએ આગલા જન્મમાં પોતાના અર્ધજાગૃત મનમાં આરોગ્ય અને સંપત્તિના ચિત્રો અંકિત કર્યો હોય છે. ગરીબ રોગી માણસે દરિદ્રતા અને માંદગીના. જો કે જન્મ અને મૃત્યુ પણ માનવીય નિયમો છે. સાચો આધ્યાત્મિક માણસ અજન્મા છે, અમર છે. ફલોરેન્સે માનવી પુરુષાર્થ કરવા સ્વાધીન છે, એવું સમર્થન કર્યું છે. પૂર્વભવ - ભવાંતર ૧૦ મી જુલાઈ ૧૯૨૬ ના મહર્ષિ અરવિંદે નોંધ્યું છે; યોગની ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં મને મારાં કેટલાંક પૂર્વભવોનું જ્ઞાન થયું. મારા પૂર્વેના વ્યક્તિત્વોના તત્ત્વો - ઘટકો જે મારા ચારિત્રવિકાસમાં ઘડતરમાં હતાં, તે આ ભવમાં પણ કાર્યાન્વિત છે. મારી ક્ષમતાઓ તેમજ અક્ષમતાઓ મારા પૂર્વભવોમાંથી ઉતરી આવ્યાં છે. રાજકિય ક્ષેત્રમાં મારૂ સક્રિય કાર્ય તથા મારી યોગસાધનાનું કર્મ પૂર્વેનાં મારાં જુદા જુદા વ્યક્તિત્વોમાંથી ઉતર્યા છે. પણ મારા ચારિત્રના અન્ય તત્ત્વો-ઘટકો મારાં પૂર્વેનાં અન્ય વ્યક્તિત્વોમાંથી ઉતર્યા નથી. શ્રી અરવિંદ કહેતા કે આપણા પગનાં તળીયાંઓને પણ પોતાની નિજી સ્મૃતિ હોય છે. 'Stride, for the goal is far; rest not unduly, for The Master જન્મ પુનર્જન્મ Page #95 -------------------------------------------------------------------------- ________________ is waiting for Thee at the end of Thy Journey.' | ‘વસ્તુઓ - પદાર્થોનો પ્રારંભ અને અંત એ આપણા અનુભવગત પારંપારિક શબ્દ - સંજ્ઞાઓ છે. વાસ્તવમાં યથાર્થરૂપે તો આ પરિભાષા નિરર્થક છે. કશાનો નથી પ્રારંભ, નથી અંત.' કર્મ અને પુનર્જન્મ ભારતવાસીને નિરાશ નથી બનાવતા. કર્મ અને પુનર્જનમની યંત્રણા તેમને અપ્રતિમ સાહસ અને આત્મવિશ્વાસ - આત્મનિર્ભરતા અર્પે છે. માનવી પોતે જ પોતાની નિયતિ ઘડે છે. નિર્માણ કરે છે. ભારતીય જીવનરીતિમાં માનવીને વિચારવાની - ચિંતન કરવાની અને પુરુષાર્થ કરવાની એટલી બધી સ્વતંત્રતા, સ્વાધીનતા આપેલી છે, તેવી યંત્રણા અન્ય કોઈ દર્શન - ધારામાં જોવા મળતી નથી. જો આવી સ્વાધીનતાનો ઈન્કાર કરવામાં આવે તો નૈતિક વિભાવના અશક્ય બની જાય. યોગ સાધના કોઈ ઉભી કરેલી વ્યવસ્થા નથી. એ અનુભવનો વિકાસ છે. માણસે અનુભૂતિથી વિકાસ સાધવો જોઈએ. - ઈન્ગલેંડના રાષ્ટ્રકવિ - Poet Laureate લૉર્ડ આફ્રેડ ટેનીસનની જીવનસંધ્યા નજીક આવી રહી હતી. (૧૮૦૯-૧૮૯૨) સમય ઝડપથી વીતતો હતો. ટેનીસન આ વાત સુપેરે જાણતા હતા. પણ એમનાં ચિત્તમાં ભય કે ખેદનું નામોનિશાન ન હતું. એમના માટે મૃત્યુ એ અંત ન હતો, પણ પ્રારંભ હતો. મૃત્યુથી કોઈ છેવટનો પડદો મંચ પર નહોતો પડતો. માત્ર રંગમંચ પરનું દશ્ય બદલાતું હતું The Transition to another and perhaps an infinitely 'better life. અનંતગણા ઉત્કૃષ્ટ જીવનમાં સહજ પ્રવેશ. મૃત્યુને જ્યારે આવવું હોય, ત્યારે આવે. હું ભેટ બાંધી તેયાર બેઠો છું. મારી અગાઉ ગયેલા જીગરના ભાઈબંધો, સૌહાર્દપૂર્ણ મિત્રનો મળવા હુ ઝંખી રહ્યો છું.’ ટેનીસન વિચારતા. “Death be not proud' મૃત્યુ તું ફૂલઈશ મા... જહોન ડનની (૧૫૭૨-૧૬૩૧) triumphant - વિજયી પંક્તિઓ એ હૈયામાં વારંવાર દોહરાવતા. Death be not proud. A short sleep and I will wake again in eternity, a short voyage and I will meet my Maker Face to Face - એક નાનકડું ઝાકું, અને શાશ્વતીમાં મારી આંખ ખુલશે - નાનકડી મુસાફરી અને હું મારા સૃષ્ટિકર્તાને, મારા સર્જકને મુખોનુખ મળીશ. લોર્ડ ટેનીસન તો આત્મજ્ઞાની અને સંયમી પુરુષ હતા, આ સમયે એમણે અભુત કવિતા રચી. Crossing the Bar - જીવનસમુદ્ર પાર કરે ત્યારે... જન્મ પુનર્જન્મ Page #96 -------------------------------------------------------------------------- ________________ Sunset and evening Star, And one clear call for me... Twilight and evening bell And after that the dark! And may there be no sadness of Farewell, when I embark; For though from out our bourne of Time and place. The flood may bear me far, Thope to see my pilot face to face When I have crossed the Bar. ગોરજ ટાણેની સાંય આરતી - ઝાલર -, ચર્ચનો મધુર ઘંટારવ, ત્યારબાદ રાત્રિના અંધારા. હું પ્રસ્થાન કરૂં ત્યારે, કોઈ વિષાદ ન હો. કવિ વોલ્ટર લેન્ડોરે આવી જ વાત કહી. ૭૫ માં જન્મદિને રચેલાં કાવ્યમાં કહ્યું: જીંદગીના તાપાણે બેઉ હાથે ઉષ્મા, ગરમાવો મળ્યો. હવે ઝંખું નવપ્રયાણને ઉત્કંઠ પ્રાણે. કવિ ઉશનસ્ જીવનને શિયાળાનું તાપણું કહી બિરદાવે છે. - લોર્ડ ટેનીસને જે દિવસે crossing the Bar ની રચના કરી, તે જ દિવસે પોતાના પુત્રને વાંચવા આપી. આંખમાં આંસુ સાથે પુત્ર કાવ્ય વાંચ્યું અને ગદ્ગદ્ સ્વરે કહ્યું ‘તમારા સમસ્ત આયુષ્યના સર્જનકર્મની યશકલગી સમું 241 $149." This is the crown of your life's work. આ વર્ષે બ્રિટને ટેનીસનની શતાબ્દિ ઉજવી. ટપાલ ટિકિટ પણ બહાર પાડી. બંકિમચંદ્રએ જ્યારે વંદે માતરમની રચના કરી અને પુત્રીને બતાવી, ત્યારે પુત્રીએ કહ્યું આ ગીત તમને અમર કરી દેશે.' શોપનહેર કહેતા : Death is not an event. It is a process. મૃત્યુ જેને લાંબુ જીવવાની છૂટ આપે છે, તેની કિંમતરૂપે એવા લોકોને બોલાવી લે છે, જેને આપણે ચાહતા હોઈએ છીએ. - વિકટર હ્યુગો (૧૮૦૨ - ૧૮૮૫) કહેતા કે હું અનેક પ્રકારનુ સાહિત્ય સર્જન કરતો આવ્યો છું. અડધી સદીથી ફિલસૂફી, નાટકો, ગીત, કાવ્ય, વ્યંગ વગેરે, પણ મારે જે અભિવ્યક્તિ કરવાની છે, મારામાં જે છે, તેનો હજારો ભાગ પણ હુ વ્યક્ત કરી શક્યો નથી. આગળ એ કહે છે : 'When I go down to the grave, I can say like many others "I have finished my day's work", But I cannot say "I have finished my Life" My day's work will begin again the next morning. The Tomb is not a blind alley; It is a throughfare. It closes on the twilight, it opens on the dawn.. અર્થાત્: હું કબરને સ્વાધીન થાઉં ત્યારે અનેકોની જેમ કહી શકીશ કે મેં મારું આજનું કામ પૂરું કર્યું છે, પણ “મારું જીવન મેં પુરું કર્યું છે,’ એમ જમ પુનર્જન્મ Page #97 -------------------------------------------------------------------------- ________________ કહી શકું એમ નથી. મારૂ જીવનકાર્ય ફરી પાછું આવતા દિવસની પ્રભાતે શરૂ થશે. કબર એ કોઈ આંધળી ભિંત પર સમાપ્ત થતી ગલી નથી. એ તો રાહદારીનો રસ્તો છે. જે ગોરજ ટાણે બંધ થાય છે. અને સૂર્યોદય થતાં ઉઘડે છે.' અંગ્રેજ કવિ રોબર્ટ બ્રાઉનિંગ (૧૮૧૨-૧૮૮૯) અને કવિમિત્ર એલિઝાબેથ બેરેટનો કાવ્યના અનુબંધથી પ્રારંભ થયેલો પ્રણય અત્યંત રોમાંચક, રોચક અને સાહિત્ય જગતમાં અભિનવ અને લોકપ્રિય છે. બેઉ વચ્ચેનો કાવ્ય - સંવાદ સાહિત્યસૃષ્ટિની અણમોલ સંપદા છે. એલિઝાબેથ, રોબર્ટ કરતાં ઉંમરમાં મોટી. પ્રકૃતિ નાજુક. બેઉનું દાંપત્યજીવન માત્ર પંદર વર્ષનું રહ્યું. એલિઝાબેથના અવસાનથી રોબર્ટને જે આઘાત પહોંચ્યો, એની કળ વળતાં વર્ષો લાગી ગયાં. એનું કાવ્ય સર્જન ઠપ થઈ ગયું. એને કળ વળી, ત્યારે નવી દષ્ટિ અને શ્રદ્ધા પ્રાપ્ત થયાં. અને એક અનુપમ કાવ્ય એની કલમમાંથી સર્યું. Prospice' અર્થાત્ Look Forward, એની ઉઘડતી પંક્તિઓ છે. 'Fear Death?’ મૃત્યુનો ડર?નહિ. મૃત્યુને સહર્ષ સ્વીકારવાની વાત આવી. અંતે તો મારો વિજય જ છે, રોબર્ટે કહ્યું. છેલ્લે તો મારો એની સાથે મેળાપ થશે જ. અંતિમ પંક્તિઓ છે : 'The soul of my soul; I shall clasp thee again!" $2l į HIZI બાહુમાં હોઈશ. હું એ પળની વાટ જોઈને બેઠો છું, Look Forward. મૃત્યુ તો મંગલમય ઘટના હશે કે મારી પ્રિયતમા સાથે મારો મેળાપ થશે. આ કાવ્યનો દેશવ્યાપી પ્રભાવ પડ્યો. અનેક હતાશ લોકોને શ્રદ્ધા અને હિંમત મળ્યા. પત્રોને ઢગલો રોબર્ટને ત્યાં ઠલવાતો. મૃત્યુથી કશાનો અંત આવતો નથી. મૃત્યુ પછી પણ જીવન છે એવી શ્રદ્ધાનો લોકોમાં ઉદ્ભવ થયો. શ્રદ્ધા દઢ થઈ. એ જ અરસામાં ૧૨ મી સદીમાં થઈ ગયેલા સ્પેનના કવિ રબી અબ્રાહમ બેન મીર બેન અઝરાનાં કાવ્યો અને પ્રભાવિત કરી ગયાં. એની હતાશા હળવી થઈ ગઈ. ૩૨ કડીઓનું કાવ્ય રચ્યું. જેમાં એણે બેન અઝરાનું ચિંતન ગૂંથી લીધું. શ્રદ્ધા, હિંમત અને પુરૂષાર્થનું કાવ્ય, મૃત્યુથી-ઘડપણથી અન્ય બનાવતું કાવ્ય. બેન અઝરા કહેતાં : 'Approach the twilight of life with joy and hope. Apporoach the last of life with eagerness, not gloom. For the last of life is the best of life. Trust God and be not afraid. રોબર્ટે પોતાના રચેલ કાવ્યમાં લખ્યું : Grow old along with me! The best is yet to come. The last of life for which the first was made... જન્મ પુનર્જન્મ Page #98 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ નારદે વર્ષો પહેલાં આ જ વાત કહી હતી. મૃત્યુ માનવીને અંત નથી. જીવનધારા વહેતી જાય છે. કોઈ અન્ય સૃષ્ટિમાં ફરી સ્વજનો સાથે મેળાપ થશે. પુનર્જન્મની આટલી વિશ્વાસભરી વાત પશ્ચિમમાં કોઈએ રોબર્ટ જેટલી નિર્ભિકતાથી કહી ન હતી. સૃષ્ટિ - ધરતી બદલાઈ જાય છે, પણ આત્મા અને પરમાત્મા શાશ્વત છે. બેન અકરાની વાત રોબર્ટે અદ્ભુત રીતે કહી. ઘણાને માટે આ હકીકત જ અપૂર્વ સમાધાનકારી, આશ્વાસનરૂપ નીવડી. ૧૮૬૪ માં પ્રગટ થયેલ 'Dramatis Presonae' નામના કાવ્યસંગ્રહમાં રોબર્ટે બેન અઝરાને યથોચિત રજૂ કર્યા. લાખો લોકો આજે પણ રોબર્ટના કાવ્યથી અભિભૂત છે. આ કાવ્ય વાંચ્યા પછી Antiplanes લખે છે : ‘વિદાય લીધેલા મિત્રો માટે વધારે પડતો શોક ન કરતા. એમણે પોતાની યાત્રા પૂરી કરી છે, જે આપણા સૌને માટે પણ નિહિત છે. આપણે સૌએ એ સ્થળ - સૃષ્ટિ પર જવાનું છે જ્યાં, એ બધા ભેગાં થયા છે, અને એમની સાથે પણ રહેવાનું છે.'' Live together in another State of Being. એલિઝાબેથની અભૂત પંક્તિઓ છે : I love thee with the breath, Smiles and tears of all my life; And if God choose, I shall but love thee better after death!" - રોબર્ટની બાજુમાં જ્યારે એલિઝાબેથ છેલ્લા શ્વાસ લઈ રહી હતી, ત્યારે એ પંક્તિઓ રોબર્ટના ચિત્તમાં ઘૂમરાતી હતી. મારા જીવનના સમસ્ત - તમામ શ્વાસ, સ્મિત અને આંસુઓથી તને ચાહું છે. અને ઈશ્વર કરે, તો મૃત્યુ પછી તને વધારે સારી રીતે ચાહીશ! રોબર્ટી એલિઝાબેથને અર્પેલી કાવ્યાંજલિ અંગ્રેજી સાહિત્યમાં બેનમૂન છે. સાહિત્યકાર જેમ્સ ડ્રમોન્ડ બન્નેના છેલ્લા શબ્દો હતા : I have been dying for twenty years. Now I am going to live. અર્થાત્ વીસ વર્ષથી હું મરી રહ્યો હતો, હવે હું જીવીશ”! - વિકટર હ્યુગો પુનર્જન્મમાં માનતા. છેલ્લે એમણે કહ્યું: ‘એક સાદી છતાં . અભુત અનુભૂતિ છે. હું જેમ અંતની નજીક આવતો જાઉં છું, તેમ સ્પષ્ટપણે અન્ય સુષ્ટિની અમર સુરાવલિ સંભળાય છે, જેમને નિમંત્રી રહી છે.” - જહોન ગંથરે પોતાના દીકરાની અસાધ્ય માંદગીમાં પળ પળ વિલય થતો જોયો, પણ ભારે હિંમતથી ખમી લીધું. એની વીતકકથા એણે પુસ્તકમાં આલેખી છે. જેનું શીર્ષક આપ્યું છે : “Death be not proud!” પિતા - પુત્રના અન્વયની જન્મ પુનર્જન્મ ૯૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ ઊંડી સૂઝ અને દષ્ટિ આમાં છે, ઉપરાંત મૃત્યુને પડકાર! કસમયે ઘણા માબાપને પુત્રનો વિયોગ થાય છે. કવિએ સરસ પંક્તિઓ લખી છે, જે આશ્વાસનરૂપ એટલા માટે થાય છે કે પુનર્જન્મમાં કોઈ સ્થળે ફરી મેળાપની આશા છે. If somewhere else there is another dawn, if somewhere else your child lives again, surely it's life will be as good as ours, so be comforted. Take up your daily lives. Help each other. Hope that someday you will konw and love again the child you loved here. અર્થાતુ: જો બીજે ક્યાં નવો સૂરજ ઉગતો હોય, જે બીજે ક્યાં એનો પુનર્જન્મ હોય, તો એનું જીવન આપણા જીવન જેવું જ સુંદર હશે. એટલે સ્વસ્થ થા. તારું રોજિંદુ કાર્ય કરતો જા. અન્યોને મદદરૂપ થા. આશા રાખ કે કોઈક દિવસ ફરી તારા પુત્રનો મેળાપ થશે અને ફરી અહીંયા જેટલું હેત એના પર વરસાવ્યું એટલું જ હેત વરસાવી શકશે. આર્જેન્ટીનાના ક્રાંતિવાદી નેતા અને સાહિત્યકાર ડૉ. ચે. ગુએરવાર (૧૯૨૮-૧૯૬૧) એ પોતાના બાળકોને છેલ્લો પત્ર લખ્યો જેમાં છેલ્લે લખ્યું: મારાં બાળકો, આ તમને છેલ્લી વિદાય. તમને મળવાની હજૂ પણ હું આશા રાખું છે” સમગ્ર પત્ર અભુત અને લોકપ્રિય છે. અગાઉ પુનર્જન્મના સંદર્મભાં મૃત્યુ પછીનું જીવન Life after death એવો શબ્દપ્રબંધ થતો. આજે પશ્ચિમમાં પણ અભિગમ બદલાયો છે અને હવે તેના બદલે Life after Life જીવન પછીનું જીવન. એવો શબ્દપ્રયોગ પ્રચલિત છે. મૃત્યુ જેવું કશું છે જ નહિ. જીવન સતત વહે છે. માત્ર સ્થળ - સૃષ્ટિ બદલાય છે. ક્ષણની શાશ્વતી : પુનર્જન્મમાં શ્રદ્ધા ધરાવનાર મહાન ચિંતક - કવિ વિલિયમ બ્લેક Auguries of Innocence માં કહે છે : To see a world in a grain of sand, નિહાળવાં રેતીનાં કારમાં બ્રહ્માંડ, And Heaven in a wild Flower; અને વગડાનાં ફલમાં સ્વર્ગ; Hold inifinity in the Palm of your Hand, રમાડવી અનંતાને હથેલીમાં, And Eternity in an Hour. જાળવવી શાશ્વતી ક્ષણોમા. કવિ આગળ કહે છે કે, જે શિશુ જેવી શ્રદ્ધા ઉછેરે છે, તે, સ્વર્ગ અને નરક બેઉ પર વિજય પ્રાપ્ત કરે છે. એને ઈશ્વર દર્શન દે છે. અને ઈશ્વર પ્રકાશ જીવન ક્ષણિક હશે, પણ તેની હર ક્ષણ અમૃત ભરી છે, અને અનંતતાની જન્મ પુનર્જન્મ ; Page #100 -------------------------------------------------------------------------- ________________ સાથે સંકળાયેલી છે. અને તેથી એ પણ અનંત છે. એટલે જે ક્ષણમાં સાચું જીવન જીવે છે, તે અનંતમાં સાચું જીવન જીવે છે. દરેક ક્ષણનો ઉચિત ઉપયોગ, એમાં જ માનવીનું ગૌરવ છે. આત્માનો આગળ જવાનો પ્રવાસ તેનું નામ જીવન. પશ્ચિમના એક ચિંતકે જીવનની મહત્તાના સંદર્ભમાં જીવન પછીના જીવનની સચોટ વાત કરતાં લખ્યું છે : 'Life can be wonderful at any stage and age. Bodies are not created for immortality in this life. You get a new body as you get a new garment, when the need arises, It is my belief that our Creator has provided the place as well as the vehicle for us to occupy, just as He has here, when time arrives for us to continue our journey elsewhere. l'am increasingly qualifying for the bestowals that are awaiting me as my God given spirit continues its path towards soul evolvement, in whatever dimensions beyond this life that the Creator has prepared for me. Almost in a snap of fingers (244454441). you are in the Twilight Zone of Life on this Earth!" હરેક મનુષ્યએ મહાપ્રસ્થાનની તૈયારી સમયસર અને સમજપૂર્વક કરવી જોઈએ. બિસ્તરો બાંધી દેવો જોઈએ. You must be prepared for the transition in which there will be none of the things to which you have accustomed yourself. After death, your identity will have to respond to stimuli of which you have a chance to get a foretaste here. If you remain attached to the few things with which you are familliar, it will make you miserable. આધ્યાત્મિક અનિવાર્યતા : ચૈતન્યનું ઉદ્ઘકરણ ફોઈડના સાથી, અનુગામી મનોવૈજ્ઞાનિક કાર્લ યંગે માનવી માટે આધ્યાત્મિકતા અનિવાર્ય છે, એ સૂત્ર પર ભાર મૂક્યો. એણે સંશોધન - પરીક્ષણ પછી તારવ્યું કે માનવીના અજ્ઞાત ચિત્તમાં પણ ઉર્ધ્વગામી વૃત્તિઓ સતત માનવીને ઊંચે લઈ જતી હોય છે. માનવીને ઉન્નત બનાવતી રહે છે. માનવી જે છે, તેથી વધારે સારો, નીતિમાન અને સદાચારી બનવા ચાહે છે, • અજ્ઞાતપણે. માનવીથી અજાણ આવો દિવ્યઅંશ મનુષ્યને દિવ્યતા તરફ લઈ જાય છે. આવા Morally uplifting Trends of the Unconscious à Hallaald ‘ANEGOGIC' એવું નામાભિધાન આપ્યું છે. આવી વૃત્તિ નિહિત હોવા છતાં સાંસારિક ઈસાઓમાં લેપાયેલો માનવી એનાથી પરિચિત થવાનો ભાગ્યે જ પ્રયત્ન કરે છે. જન્મ પુનર્જન્મ ૯૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ ફોઈડના શબ્દોમાં કહીએ તો માનવી પોતે જ આંતરિક નરકમાં જીવી રહ્યો છે. તેનાથી પરિચય થાય તો તે આવા નરકમાંથી પણ મુક્ત થઈ જાય. આવું નરક પૃથ્વીથી પરે નથી, પણ માનવીની અંદર જ છે. | મનોવૈજ્ઞાનિક કારેન હાનીએ પણ કહ્યું છે : માણસ ધારે, ઈચ્છ, સંકલ્પ કરે, તો વધારે સારો, ઉન્નત બની શકે છે. - સાહિત્યકાર હની જેમ્સનાં ભાઈ અને હાવર્ડ યુનિવર્સિટીના પ્રો. વિલિયમ જેમ્સ તારવ્યું છે કે આપણી આંતરિક ક્ષમતાનો આપણે ક્યારેય પૂરો ઉપયોગ કરતા નથી. સંપૂર્ણ જાગરૂકતા, સતર્કતા રાખતા નથી. આપણે અહર્નિશ અર્ધ - નિદ્રાવસ્થામાં જ હોઈએ છીએ. આ બધા પ્રમાદના આવિષ્કાર છે. માણસ જીવે, ખાઈ - પી ને મરી જાય એના જેવી નિરર્થક ઘટના વિશ્વમાં કોઈ નથી. આપણે પોતાથી જ અજાણે રહી વિરમી જઈએ છીએ, એ સૌથી કમનસીબ બીના છે. માનવીની સ્વાધીનતા નિરૂપયોગ વેડફાઈ જાય એના જેવો બીજો કોઈ વેડફાટ નથી. રત્નચિંતામણિ જેવો મનુષ્યભવ નિષ્ફળ - કશું નિષ્પન્ન કર્યા વગર વહી જાય, એ માનવજીવનની સૌથી મહતુ કરૂણા છે. જે ભવમાં આત્માથી પરમાત્મા સુધીની યાત્રા સંભવ છે. | જીવન સંધ્યાએ, તા. ૨૭ જુલાઈ ૧૯૪૧ ના રવીન્દ્રનાથ ટાગોરે પ્રથમ દિનેર સૂર્ય કવિતા રચી. અસ્તિત્વનાં પ્રથમ કિરણો વખતે જે પ્રશ્ન પૂછયો હતો - સંધ્યાના આથમતાં કિરાણો વખતે જે પ્રશ્ન દોહરાવ્યો હતો, તેનું આલેખન કરતાં કવિ કહે છે એ જ આચારાંગના પ્રથમ પ્રશ્રની વાત. પ્રથમ દિવસના સૂર્ય અસ્તિત્વના આવિર્ભાવ વખતે પ્રશ્ન કર્યો હતો : 'તું કોણ છે? ઉત્તર મળ્યો ન હતો. મેલેનિ ઉત્તર. વર્ષો પછી વર્ષો વીતતાં ગયાં. અંતિમ દિવસના સૂર્ય પશ્ચિમસાગર તીરે નિ:સ્તબ્ધ સંધ્યામાં અંતિમ પ્રશ્ન ઉચ્ચાર્યો. ‘તું કોણ છે? ઉત્તર પામ્યો નહિં. પેલેનિ ઉત્તર. પ્રથમ દિવસે ઉત્તર મળ્યો નહિં અને અંતિમ દિવસે ઉત્તર પામ્યો નહિં. ઉત્તર મળ્યો નહિ અને ઉત્તર પામ્યો નહિં વચ્ચે જીવનભરનો આયાસ પથરાયેલો છે. પ્રથમ પ્રશ્ન અને અંતિમ પ્રશ્ન, પ્રથમ દિવસે અને છેલ્લા દિવસે, એ વચ્ચેના ગાળામાં ઉત્તર પામવા કવિએ શું પુરુષાર્થ નહિં હોય? સ્વપ્ન” કાવ્યમાં ટાગોર કહે છે : પૂર્વભવની પ્રિયાની વાત : ‘દૂર, બહુ દૂર સ્વપ્નલોકમાં ઉજ્જયિની નગરીમાં શિપ્રા નદીને કાંઠે એકવાર હું મારી પૂર્વજન્મની પ્રથમ પ્રિયાની શોધમાં ગયો હતો. એને મુખે લોઘરેણું, હાથમાં લીલાં પદ્મ, કર્ણમૂળમાં કુન્દની કળી, માથામાં કરૂબંકનું ફૂલ, પાતળી જન્મ પુનર્જન્મ ૯૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ એની કાયા પર રક્તામ્બર નીવીબધથી બાંધેલું. એના ચરણોમાં આછો આછો નૂપુરનો ઝંકાર, વસન્તના એ દિવસે હું ખૂબ દૂર સુધી રખડ્યો હતો.' આગળ જતાં કવિ કહે છે : “મને જોઈને પ્રિયા ધીમેથી દીપને બારણા, આગળ હેઠો મૂકી મારી સામે આવી - મારા હાથમાં હાથ રાખીને નીરવ કરૂણ. દષ્ટિએ માત્ર પૂછયું : “હે સખા, કુશળ તો છે ને?' એના મુખભણી જોઈ. હું બોલવા ગયો પણ હોઠે શબ્દ આવ્યા નહિ. એ ભાષા હું ભૂલી ગયો હતો. અમે બંનેએ બંનેનાં નામને ખૂબ યાદ કરી જોયાં, પણ કશું યાદ આવ્યું નહિ. • અમે બંને એકબીજા ભણી મીટ માંડીને જોતાં વિચારે ચઢી ગયાં. અમારા અપલક નયનોમાંથી ઝરઝર આંસુ સર્વે ગયાં. આંગણામાં વૃક્ષની નીચે અમે બેઉ કોણ જાણે શું શું વિચારતાં ક્યાં સુધી ઉભાં રહ્યાં. એનો સુકોમળ હાથ, સાંજ વેળાએ માળામાં પાછાં ફરતાં પંખીની જેમ, મારા જમણા હાથમાં આવીને લપાઈ ગયો. એનું મુખ, નમી પડેલી દાંડીવાળા પદ્મની જેમ ધીમેથી મારી છાતી પર ઝૂકી પડયું, વ્યાકળ, ઉદાસ નિ:શ્વાસ આવીને નિ:શ્વાસ સાથે નિ:શબ્દ મળી ગયો. રાત્રિના અંધકારે ઉજયિનીને એકાકાર કરી લુપ્ત કરી દીધી. બારણા આગળનો દીપ પવનની ઝાપટથી કોણ જાણે ક્યારે ઓલવાઈ ગયો. શિપ્રા નદીને તીરે શિવના મંદિરમાં આરતી થંભી ગઈ...! કવિની પૂર્વજનમની પ્રિયા સાથેના મિલનનું અદ્ભુત આલેખન કવિએ કર્યું છે. “મૃત્યુંજય' કાવ્યમાં કવિ કહે છે : - દૂરથી મેં મનમાં ધાર્યું હતું કે તું દુર્જય અને નિર્દય છે. તારા શાસનથી પૃથ્વી કંપે છે. તું વિભીષિકારૂપ છે. દુ:ખીની વિદીર્ણ છાતીમાં તારી લપલપતી જવાળાઓ જલે છે. જમણા હાથનું શલ્ય ઝંઝાવાતના મેઘ તરફ ઉંચુ થયું છે. ત્યાંથી વજને ખેંચી લાવે છે. બીતાં બીતો ધડકતી છાતીએ તારી સામે આવ્યો હતો. પંજર કંપી ઉઠયું. છાતીએ હાથ દાબીને મેં પૂછયું : “બીજું પણ કંઈ છે ખરું? છેવટનો વજપાત બાકી છે?'' આઘાત ઉતર્યો. આટલું જ? બીજું કશું નહિ? ક્યું ભાંગી ગયો. જ્યારે તારું વજ ઉગામેલું હતું ત્યારે મેં તને મારા કરતાં મોટો ગણી લીધો હતો. તારા આઘાતની સાથે તું ઉતરી આવ્યો - જ્યાં મારી પોતાની ભૂમિ છે. આજે તું નાનો થઈ ગયો છે. મારી બધી શરમ તૂટી ગઈ છે. ગમે તેવો હોય (તોય) તું કંઈ મૃત્યુથી મોટો નથી. હું મૃત્યુ કરતાં મોટો છું” (આમિ મૃત્યુ ચેયે બડો) એ છેવટનું વચન ઉચ્ચારીને હું ચાલ્યો જઈશ. જન્મ પુનર્જન્મ ૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ કવિના છેલ્લાં કાવ્યોમાં ભર્યાભર્યાપણાનો અને સંપૂર્ણતાનો પણ એક ભાવ રહેલો છે. જાણે એમણે જીવન અને જગત સાથે સમાધાન કરી લીધું ન હોય! જગતમાં દુ:ખ દારિદ્ર અને યાતના છે. અવયંભાવી મૃત્યુ છે, - જે જીવનનો પીછો પકડી રહ્યું છે. તેમ છતાં બધી અપૂર્ણતાવાળું આ જીવન કઈ નિરર્થક કે મૂલ્ય વગરનું નથી. અત્યંત મૂલ્યવાન છે. એ જીવને સુન્દર', 'મધુમયે પૃથિવીર ધૂલિ’ વગેરે કાવ્યોમાં મૃત્યુની ખીણની છાયામાં જીવનનાં વિજયનો જ ભાવ ભરેલો છે. ઉમર ખય્યામ એક રૂબાઈમાં એ જ મળભૂત પ્રશ્ન પૂછે છે : જન્મો આહીં, પાગ ન સમજું કેમ? ને કયાંથી આવ્યો? ઈચ્છે કે ના, સરિત સમ હું આમથી તેમ વહેતો, ને પાછો હા! પવનસમ હું ઉડીને ક્યાં જવાનો? જાણું ના તે: અકળ ઘટના! અર્થ શો આ બધાનો ?' , અન્ય રૂબાઈમાં કહે છે : આવું પાણીસમ જીવ ધરી, જાઊં છું વાયુવેગે.' એક રૂબાઈમાં કહે છે: ‘ઉડયો હું તો જગત પરથી, સાત ધારો વટાવ્યાં, ને બેઠો હું શનિ, ગૃહ તારા રાજ સિંહાસને જ્યાં; ખોલ્યા ભેદો કઠણ બહું જે આજ સુધી ગાગાતા, તોય ના મેં કિસ્મત અને મૃત્યુના ભેદ જગ્યા.” - ઉમર ખય્યામે હું કોણ છું' નો પ્રશ્ન પૂછયો, પણ એનો ઉકેલ લાવવાની પળોજણમાં પડ્યા નહિ, એ રહસ્યમય જ રહ્યું. એક રૂબાઈમાં કહ્યું : There was door to which I found no key; There was a veil through which I might not see.' ચાવી કોઈ નવ જડી મને ધાર એ ખોલવાને; દેખાયો ત્યાં ઘૂંઘટ; પણ ના પાર જોઈ શકાયું. અને કહે છે : માટીમાંહે શરીર તણી આ માટી ભેગી થશે જયાં; સૂનાં થાશે મ, ગીતો અને ગાયકો - સર્વે સૂનાં! એટલે માટીમાં માટી ભળી જતાં બધું શૂન્ય થઈ જાય છે. અને છેલ્લે ખાલી ખાલ ઉધો વાળી ‘તમામ સૂદ’ કહી રબાયત પૂરી કરી. ઉમર ખય્યામને એના મરણના સમયની અગાઉથી ખબર પડી ગઈ હતી. ખયામ “ઈલાહીયાતે શફા” ગ્રંથ વાંચી રહ્યો હતો. વાંચતા વાંચતા ‘એક’ અને ‘અનેક' ની ચર્ચા પર પહોંચ્યો, ત્યારે એના પર એવી અસર થઈ, કે જન્મ પુનર્જન્મ Page #104 -------------------------------------------------------------------------- ________________ તે એકાએક બે પાનાંની વચ્ચે દાંત ખોતરણી મૂકી ઉભો થયો. લોકોને બોલાવી વસિયત કરી. પછી નમાઝ પઢી. આખો દિવસ ઉપવાસ કર્યો. છેલ્લે ઈશાની નમાઝ (રાતની પ્રાર્થના) પછી તે બોલ્યો : “ઓ ખુદા, તું જાણે છે કે મેં મારી શક્તિ પ્રમાણે તને ઓળખ્યો. તું મને ક્ષમા કરી દે. તારી પિછાન એ જ મારા માટે સિફારસ છે. આમ બોલી એ સદાને માટે ચૂપ થઈ ગયો. એક એવી ગેરસમજ પ્રારંભમાં ફેલાઈ હતી કે ખામે દુ:ખ ભૂલવા માટે શરાબની હિમાયત કરી. એ AGNOSTIC (માત્ર દશ્ય પદાર્થ જ છે. ઈશ્વરનું અસ્તિત્વ જાણી શકાતું જ નથી એમ માનનાર નિરીશ્વરવાદી) હતો અને એની ફિલસૂફી HEDONISTIC ચાર્વાકની જેમ ખાઓ પીઓ લહેરે કરો એવી હતી. પણ ખધ્યામે સૂરા શબ્દ તેના સાંકેતિક રહસ્યમય અર્થમાં વાપર્યો છે. સ્થૂળ અર્થમાં નહિં, મરીઝની ઓછી મદિરા અને ગળતા જામની જેમ. સત્ય શોધન અને એનો અણસાર આપતી ખામની પંકિત છે : અહો! કેવા અનહદતણા ઢોલના નાદ ઘેરા. ખામ ભકત હતો. ખુદાનો બંદો હતો. જીવનના રહસ્યને ઉકેલવારૂપ ચાવીની આકાંક્ષા પણ એને હતી. એથી જ ખામ કહે છે: ભલે મારી ધાતુ હલકી રહી, પાગ સંભવ છે કે એવી ચાવી ઘડાય, કે જે સત્યનો દરવાજો ખોલી નાખશે. પછી સૂફીઓ બહાર ઉભાઉભાં ભલે મારી ઠેકડી કરતા! (રૂ. ૧૨, ૫૫) - સત્યના બંધ દરવાજાની વાત તો એવી છે, કે ખામને ચાવી જડી નહિ, પણ ચાવી બનાવી શકાશે એવી શ્રધ્ધા હતી. ઈશુએ કહ્યું “ખખડાવો અને ખુલશે,’ એ ખ્રિસ્તી પરિભાષા. સૂફીસંત રાબિયા કહે છે : દરવાજો ક્યારેય બંધ ન હતો. ઝેન પરિભાષા ઉateless Gate કહે છે. જે સર્વદેશીય હોય, તેને દરવાજો શી રીતે હોય? ને કૃષણમૂર્તિના કથન મુજબ Truth is pathless land જ્યાં દરવાજો જ નથી, ત્યાં તાળાની વાત ક્યાં આવી? મુલ્લા નસરૂદીનની વાત છે : મુલ્લાએ તુર્કસ્તાનમાં પોતાની કબર માટે જગા પસંદ કરી, અને એ કબરની દિવાલ ચાણી, બારણુ પણ મૂક્યું, અને તાળું લગાવી દીધું. ચાવી પોતાની કબરમાં દાટવા જણાવ્યું. લોકો કહે “અમે તાળું કેમ ખોલશું? ફૂલો કેવી રીતે ચડાવશું?” આણસમજુ લોકો મુલ્લાની કબર - મજારના બરણાને તાળું જોઈ પાછાં વળે છે. પણ જે મજારને પ્રદક્ષિણા કરે છે. તે જૂએ છે કે દિવાલ માત્ર એક જ છે, બારણાવાળી, જ્યારે બાકી ત્રણે બાજુ દિવાલ જ નથી! સત્યને ક્યાંયે દિવાલ નથી! દરવાજાનો પણ માત્ર એક આભાસ હોઈ શકે! જન્મ પુનર્જન્મ Page #105 -------------------------------------------------------------------------- ________________ ખવ્યામ પુનર્જન્મમાં તો માનતા નથી, સૃષ્ટિ એમને ગ્લાનીભરી લાગે છે. એ બદલવાની અભીપ્સા છે. કહે છે : Ah! Love! Could Thou and I with Fate Conspire, To grasp the sorry scheme of things entire, Would not we shatter it to bits and then, Remould it nearer to Heart's Desire ? અર્થાતુ : આપણે બેઉ ભાગ્ય સાથે કાવત્રુ કરી સૃષ્ટિની સમગ્ર દુખદ યોજનાને સમજી શકીએ, તો તેના ટુકડા કરીને, પછી એમાંથી મનભાવન નવ સર્જન ન રચીએ ? એમીલી ડિકિન્સન એક કાવ્યમાં કહે છે : Because I could not stop for death, He kindly stopped for me; The carriage held but just ourselves, And immortality હું મૃત્યુ માટે થોભી ન શકી, પણ મૃત્યુની ઘોડાગાડી મારા માટે થોભી - સૌહાર્દપૂર્વક. અને તેમાં અમે બે અને અમરતા હતાં. છેલ્લે કવયિત્રી કહે છે : સંકાઓ વીતી ગયા, દિવસથી પણ ટૂંકા લાગવા લાગ્યા. મને તો પ્રથમ લાગ્યું કે ઘોડાઓની દિશા - એમના મુખ અનંતતા તરફ હતા! અધ્યાત્મ લેખિકા મેરી કોરેલીએ The Life Everlasting માં શાશ્વત જીવનની વાત કહી છે. માત્ર શાશ્વત નહિં પણ દિવ્ય. શ્રી અરવિંદના Life Divine જેવું. એણે કહ્યું મૃત્યુ છે જ નહિ There is no death. What seems so is transition - transition into another and better Life. એક વધુ સારી અન્ય સૃષ્ટિમાં પ્રવેશ-પરાવર્તન નો જે ભાસ છે, એને મૃત્યુ સમજી બેઠા છીએ. અત્માની અમરતા શાશ્વતતા ઉપર ઓગે ભાર મૂક્યો. શ્રીકૃપગે અર્જુનને કહ્યું : “હું અને તું બન્ને જણા અનેક જન્મોમાંથી પસાર થયાં છીએ, તું એ બધા જન્મોને જાણતો નથી, પણ હું એ જાણું છું.' પુનર્જન્મ વિશે અનેક કવિઓએ પોતાની પ્રેરણા અને અંત: સ્કૂરણાની ક્ષણે લખ્યું છે. શેલી, વર્ડઝવર્થ, ટેનિસન, બ્રાઉનિંગ, રોઝેટી, લોંગફેલો, વ્હાઈટમેન વગેરે નામ ગણાવી શકાય. ઈવેલીન હોપ નામની ૧૫ વર્ષની બાળાનું જીવન ઓલવાઈ ગયું. રોબર્ટ બ્રાઊનીંગે એ બાળાને સમર્પિત એક કાવ્યમાં ભવિષ્યના, હવે પછીના જીવન વિષે વાત કરી છે. લખ્યું છે : જન્મ પુનર્જન્મ ૯૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ મારા પ્રેમને કાજે હજુ પણ હું તારી અપેક્ષા રાખું છું; ભલે ને તને મળવામાં અનેક જીંદગીઓ વીતી જાય ! હું એ માટે અનેક વિશ્વોમાંથી પસાર થઈશ, તને પ્રાપ્ત કરીશ તે પહેલાં ઘણું નવું શીખવાનું હશે, ને ઘણું વિસ્તૃત પણ થયું હશે ! જહોન મેન્સફિલ્ડે (જન્મ ૧૮૭૮) એટલી જ સ્પષ્ટતાથી ગાયું છે : હું માનું છું કે જ્યારે વ્યક્તિ અવસાન પામે છે, ત્યારે એનો આત્મા પૃથ્વી પર પાછો ફરે છે. એ જ આત્માએ કોઈ જૂદો દેહ ધારણ કર્યો હોય છે, ને કોઈ નવી માતા એને જન્મ આપે છે. મજબૂત દેહ અને તેજસ્વી બુધ્ધિ સાથે પુરાતન આત્મા ફરીથી જીવનયાત્રા શરૂ કરે છે. વિનોબાજીને એક વાર પૂછવામાં આવ્યું કે ‘મૃત્યુ પછી પ્રિયજનને ફરી મળવાની તક ખરી ?’ વિનોબાજીએ કહ્યું : ‘જો નિ:સ્વાર્થ પ્રેમ અને કેવળ સેવાની ભાવના હોય, તો જરૂર મળી શકાય.’ ઇમર્સને બ્રહ્મવિભાવનામાં લખ્યું છે : ‘હત્યારો કે હણાયેલ વ્યક્તિ સૂક્ષ્મ રહસ્ય જાણતાં નથી, હકીકતમા હું (પરમાત્મા કે બ્રહ્મ) અસ્તિત્વ ધારણ કરૂં છું. પસાર થઈને ફરી અવતરૂં છું, જે દૂર છે, કે વિસ્તૃત થયેલ છે, તે મારા માટે નજીક છે. મારા માટે છાયા કે પ્રકાશ બન્ને સમાન છે, અશ્ય દેવો મારા માટે દૃષ્ટિગોચર છે. યશ હો, કે અપકીર્તિ હો, મારા માટે કોઈ તફાવત નથી. જેઓ મારી ઉપેક્ષા કરે છે, તેઓ અસ્વસ્થ છે, જ્યારે તેઓ મારી તરફ ઉડ્ડયન કરે છે, હું જ તેમની પાંખો હોઉં છું, હું શંકા કરનાર છુ; ને શંકા હ્યં હું જ છું. અને બ્રાહ્મણો જેનું ગાન કરે છે, તે મંત્ર પણ હું જ છું. ! જીવન પછીનું જીવન - પુનર્જન્મ - આ સૃષ્ટિ પછીની સૃષ્ટિ માનવીને અજ્ઞાતપણે, ક્યારેક અપ્રછન્નપણે આકર્ષે જ છે. એક ઘટના જે મારી અંગત જાણમાં છે : એક સન્માનિત સુખી કુટુંબની જન્મ પુનર્જન્મ ૯૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ સુશિક્ષિત છોકરીએ આપઘાત કરવાની કોશિષ કરી. બચી ગઈ. એ અગાઉ જે પત્ર ઓણે લખ્યો હતો, તે આ જ વાતને સમર્થન આપે છે. લખ્યું છે : ‘મને સતત એક લાગણી થયા કરે છે કે આ દુનિયા ઉપરાંત વધુ સારી સુષ્ટિ કયાંક છે, હું એ અજ્ઞાત સૃષ્ટિ તરફ ખેંચાતી જાઉ છું - જાણે ત્યાથી મને કોઈ બોલાવી રહ્યું છે. હું બેચેન થઈ જાઉં છું, આ ધરતીના બંધન તોડી હું મુક્ત થવા ઈચ્છે છે. એને કાયરતા પણ ગણવામાં આવે - અહિંના ધોરણ મુજબ. હું આ ધરતી માટે સર્જાઈ નથી એવું અગાઉ પણ મેં કહ્યું છે. આ ધરતી છોડવાનો નિર્ણય કર્યો ત્યારથી હું ખૂબ પ્રસન્ન છે. અધીર છે, કે ક્યારે મુક્ત પંખીની જેમ ઉડી શકું. હવે જે સમય જાય છે, તે વધારાનો છે. Extra bit. | મારો પ્રવાસ એ પ્રદેશ તરફ છે, જે પ્રદેશ અહિં જેવો નથી. હું કહી શકું કે તે પ્રદેશ અતિ સુંદર છે; નેહભર્યો છે. ત્યાં કોઈ પીડા કે યાતના નથી. બધું સોનેરી છે. હું જાણું છું કે આ જગતથી છૂટકારો મેળવવો પીડાપૂર્ણ હોય, મુશકેલ હોય. પાણ તમે નહિ માનો કે મને જરા પણ ડર નથી. મારામાં ક્યાંથી શક્તિ આવે છે, એ ખબર નથી. પણ પ્રવાસનો વિચાર માત્ર મને આનંદ આપે છે. અહિં જ રહેવાનું મને કોઈ સમજાવી શકે એમ નથી. હું કોઈને દોષ આપતી નથી. હું ફરી જન્મ ધારણ કરીશ! બહુ શાંત ચિત્તે સારા અક્ષરે અંગ્રેજીમાં પત્ર લખાયેલ છે. કવિ ટિકેલે લખ્યું છે : I hear a voice you cannot hear, I see and you can not see which beakons me away. ખ્રિસ્તી ધર્મ પરંપરા અનુસાર યુવક - યુવતીના ગિરજાઘરમાં લગ્ન થાય છે, ત્યારે પાદરી એમને શપથ લેવડાવે છે. જેમાં બેઉને આ સંસારમાં સુખમાં, દુ:ખમાં, નિરોગી કે રંગઅવસ્થામાં એકમેકનો સાથ સહકાર આપવાની અને સાયુજ્યથી રહેવાની શપથ હોય છે. અને તે કયાં સુધી ? Til death do us part જ્યાં સુધી મૃત્યુ આપણાને છૂટાં પાડે, ત્યાં સુધીની હોય છે. કારણ કે ખ્રિસ્તીઓમાં પુનર્જન્મની માન્યતા નથી. ચિત્રપટોનાં નામ પણ 'Love till Death' જેવા જ હોય છે. - જ્યારે ભારતીય સંસ્કૃતિ - વિચાર પરંપરા અનુસાર આપણે લગ્નના બંધનને ભવોભવનાં - જન્મોજન્માંતરના બંધન માનીએ છીએ. આવતા ભવે પણ આ જ પતિ મળે એવું વ્રત પણ ધારણ કરીએ છીએ. મૃત્યુ માત્રથી કોઈ જીવનધારા અટકતી નથી. એનું સાતત્ય સતત જળવાઈ રહે છે ડૉ. રેમંડ મુડીએ Life after Life જીવન પછીનું જીવન ૧૨ વર્ષના વૈજ્ઞાનિક સંશોધન અને પરીક્ષણ બાદ લખ્યું. જેને અંતર્ગત દોઢસો જેટલા કિસ્સાઓનું સર્વેક્ષણ જન્મ પુનર્જન્મ ૧૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ કર્યું. મુખ્યત્વે. ૧. મૃત પામેલા કે મૃત માની લીધેલા માણસો Resusticate પુનર્જીવિત થઈ જીવતા થઈ મૃતદશા દરમ્યાન જે પોતાના અનુભવો વર્ણવલ. ૨. અકસ્માત કે ગંભીર ઈજારો વિગેરેથી કે ગંભીર માંદગીથી મૃત્યુની અત્યંત નજીક આવી ગયેલા માણસોના અનુભવ ૩. મરતાં માણસોના અનુભવો જે એમણે હાજર રહેલાઓને વર્ણવ્યા હોય, અને એવા માણસોએ લેખકને એ અનુભવોની વાત કહેલ હોય. આવા બધા જીવોના અનુભવો લગભગ સરખા નીવડ્યાં છે. ' - એક કિસ્સામાં પત્નીના મૃત્યુથી અત્યંત વિષાદમય અવસ્થામાં પતિએ આત્મહત્યા કરી. એને ઉપયોથી સિસ્ટીકેટ કરવામાં આવ્યો. વચ્ચેના ગાળાની વાત કરતાં એ કહે છે જ્યાં મારી પત્ની હતી, ત્યાં હું ગયો નહિં. હું એક ભયાનક જગામાં જઈ ચડયો. મને તરત ખ્યાલ આપ્યો કે મેં કેટલી ભયંકર ભૂલ કરી.' - મૃત્યુ પછીની યાત્રા - પ્રદેશ - વર્ણન વગેરે હકીકતોથી આ પુસ્તક સમૃદ્ધ છેલ્વે ડૉ મૂડીએ લખ્યું છે કે કોઈ નિશ્ચિત સાબિતી, પુરાવા આપી શકતો નથી. કોઈ નિર્ણય આપી શકતો નથી. છતાં હું માનું છું કે મૃત્યુના સ્વરૂપ વિષે જેટલો પ્રકાશ પાડી શકાય તેટલો લાભદાયક નીવડશે. આપણે મૃત્યુ વિષે યથાર્થ રીતે જાણીએ તો આપણે જે રીતે જીવીએ છીએ તેમાં મહત્વના ફેરફારો થઈ જાય. મૃત્યુ પછી શું છે, તેની ઝાંખી મેળવ્યા વગર જીવનને પૂર્ણરૂપેણ સમજી શકાતું નથી. કોઈ પણ પૂર્વ અનુમાન કે પૂર્વગ્રહ વગર વૈજ્ઞાનિક તાટથી આ પુસ્તક આલેખાયું છે. Near Death Experience NDE ના વિષયમાં ડૉ વિલ્ડર પેનફિલ્ડ, ડૉ મેલ્વીન, પૉલ ઘેરી વગેરેએ સેંકડો બાળકોનાં કિસ્સાઓમાં સંશોધન કર્યું છે. કોમા જેવી અવસ્થામાં પણ દાકતરોના ઉપચારો શરીર ઉપર તરતો આત્મા જોઈ શકે છે, એવા ઉલ્લેખ છે. ડૉ મેલ્વીન લખે છે : આવી ઘટનાઓથી મૃત્યુ પછી જીવન છે એ ચોક્કસ પણે હું નથી કહી શકતો. પણ જે ચેતનાને શરીરથી જુદું ન માનીએ, તો આવી ઘટનાઓનો ખુલાસો અશક્ય બની જાય. (Children of Light - Reader's Digest August 1992). અંગેજ કવિ શેલીએ Adonais માં સુંદર વાત કહી છે, શેલી તો પુનર્જન્મમાં માનતો હતો. The One remains, Many Change and pass. Heaven's light forever shines; Earth's shadows fly Life like a dome of many colored glass, Stains the white radiance of eternity. સૂફી કવિ જલ્લાલુદ્દીન રૂમીએ ‘મસનવી' દીર્ઘ કાવ્યની રચના કરી છે. તે : જન્મ પુનર્જન્મ ' ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ સમયની સમ મુજબ એનો પ્રારંભ પ્રભુ - સંતુતિથી નથી કર્યો. એની ઉઘડતી પંક્તિઓ છે: સુનો અગ્ર ને ચેં હિકાયત ભી ફનદ, ઉં ઝ જુદાઈ હા શિકાયત ભી નદ. અર્થાતુ : વાંસળી શું કહે છે? કહેવા માગે છે તે સાંભળો. એ વિયોગની ફરિયાદ કરે છે. એ વાંસળીના સૂરમાં જુદાઈનું દર્દ છે. ધરતી પર લેહરાતા ઝૂમતા વાસને ઉખેડી, છેદી, છોલી વાંસળી બનાવવામાં આવી. વાંસળીની વેદના પોતાના મૂળસ્ત્રોતથી ઉખેડી નાખવામાં આવી તેની વેદના છે. એને પોતાના મૂળ જીવન તરફ-અનંત જીવન તરફ પાછા ફરવું છે. માનવીમાં પણ પોતાના મૂળ અસ્તિત્વ તરફ પાછા ફરવાની ઝંખના હોય છે. માનવી આ જ' ઝંખના, અજંપો લઈને જન્મે છે. અનંત જીવન એટલે દિવ્યજીવન-મુક્તજીવન, Masnavi begins with pangs and agony of having been uprooted from original source. વૈજ્ઞાનિકો કહે છે, દરેક બાળક . જે ગર્ભમાંથી જન્મે છે, તે દરેકને અજ્ઞાતપણે પણ ગર્ભમાં પાછા ફરવાની ઝંખના હોય છે.! પૂનર્જમમાં માળનાર કેટલાંક પૂકિરામના મહાનુભાવો ૧. પાયથાગોરસ (ઈ. સ. પૂર્વે ૫૮૦-૫00) ગ્રીસના તત્ત્વજ્ઞાની અને ગણિતજ્ઞ, - ભારતમાં રહ્યાં હતાં. અને શ્રમણ પરંપરાનો સારો અભ્યાસ હતો. ૨. પ્લેટો (ઈ. સ. પૂર્વે ૪૨૧ - ૩૪૧)ગ્રીસના તત્ત્વજ્ઞાની. ૩. જુલીઅન (૩૩૧-૩૬૩) રોમન સમ્રાટ જે જુલીઅન ધી એપોસ્ટેટ તરીકે ઓળખાતા. ૪. લીઓનાર્ડો દાનવીન્સી (૧૪૫૨-૧૫૧૯) ઈટલીના કલાકાર અને સંશોધક. મોના લીસાનાં સર્જક. ૫. પારસેલ્સસ (૧૪૯૩-૧૫:૪૧) સ્વીસ ડૉક્ટર. ૬. ગૉપ્ટેડ વિલ્હેમ વોન લીબનીઝ (૧૬૪૬-૧૭૧૬) જર્મન તત્વજ્ઞ. ૭. બેન્જામીન ફાન્કલીન (૧૭૮૬-૧૭૯૦) અમેરિકાના રાજપુરુષ, તત્ત્વજ્ઞ અને - વિજ્ઞાની. ૮. જીઓના બ્રુનો (૧૫૪૮-૧૬) ઈટલીના કવિ અને તત્ત્વજ્ઞ. ૯. જર્મન કવિ ગેટે (૧૭૪૮-૧૮૩૨) શાકુંતલના ચાહક. ફાઉસ્ટના રચયિતા. ૧૦. અંગ્રેજ કવિ શેલી (૧૭-૨-૧૮૨૨) ૧૧. વિકટર હ્યુગો (૧૮૦૨-૧૮૮૫) ફેન્ચ સાહિત્યકાર, કવિ. ૧૨. રાલ્ફ વાલ્ડો એમરસન (૧૮૦૩-૧૮૮૨) અમેરિકન તત્ત્વજ્ઞ, સાહિત્યકાર, ૧૩. મેંઝીની (૧૮૦૫-૧૮૭૨) ઈટલીના રાષ્ટ્રભકત અને તત્ત્વજ્ઞ. ૧૪. રિચાર્ડ ગેંગર (૧૧૩-૧૮૮૩) જર્મન સંગીતજ્ઞ. - ૧૦૨ કે વા* જ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૫. હેરી ડેવીડ ધારો (૧૮૧૭-૧૮૬૨) અમેરિકાના સાહિત્યકાર, તત્ત્વજ્ઞ. સરોવર કાંઠે ઝુંપડી બાંધી રહેતા. ૧૬. વૉલ્ટ વ્હીટમૅન (૧૮૧૯-૧૮૯૨) અમેરિકન કવિ. પેસેજ ટુ ઈન્ડિયાના લેખક. ૧૭. લુઈઝામે એલકૉટ (૧૮૩૨-૧૮૮૮) નવલકથાકાર. ૧૮. ફ્રેડરિક નિત્શે (૧૮૪૪-૧૯૦૦) જર્મન તત્ત્વજ્ઞ. વા. મો. શાહ પર જેની પ્રબળ અસર હતી. ૧૯. થૉમસ એડીસન (૧૮૮૭-૧૯૩૧) અમેરિકન સંશોધક. ૨૦. પૉલ ગૉગ્વીન (૧૮૪૮-૧૯૦૩) ફ્રેન્ચ કલાકાર. ૨૧. સ્પીનોઝા (૧૬૩૪-૧૬૭૭) તત્વચિંતક. ૨૨. ઈમેન્યુઅલ કેન્ટ (૧૭૨૪-૧૮૦૪) તત્વચિંતક. ૨૩. આર્થર શોપનહેર (૧૭૮૮-૧૮૬૦) તત્વચિંતક. ૨૪. બર્ગસન (૧૮૫૯-૧૯૪૧) તત્વચિંતક. ૨૫. વિલિયમ બ્લેક (૧૩૫૧-૧૮૨૧) તત્વચિંતક, કવિ. ૨૬. સર એડવિન આર્નોલ્ડ (૧૮૩૨-૧૯૦૪) કવિ. તત્વચિંતક, પૂનાની ડેક્કન કોલેજમા પ્રિન્સીપાલ તરીકે કામ કર્યું. લાઈટ ઑફ એશિયા (૧૮૭૯), બૌધ્ધ સાહિત્ય અને નળ-દમયંતિ કાવ્યના રચયિતા. ૨૭. રોબર્ટ બ્રાઉનીંગ. ૧૮૧૨-૧૮૮૯ ચિંતક, કવિ. કવિયત્રી એલીઝાબેથના પતિ. બેન અઝરાના રચિયતા. ૨૮. જ્હોન મેન્સફિલ્ડ (જન્મ ૧૮૭૮) ૧૯૩૦ મા ઈંગ્લેન્ડના રાજકવિ નિયુક્ત થયાં. ૨૯. ડૉ. ચે. ગુએરવારા (૧૯૨૮ - ૧૯૫૭) આર્જેન્ટાઈનના ક્રાન્તિકારી નેતા અને સાહિત્યકાર. ૩૦. ખલિલ જિબ્રાન. (૧૮૮૩ - ૧૯૩૧) કવિ, તત્વચિંતક, કલાકાર. Prophet ના રચિયતા. મૂળ લેબેનોનનાં. અમેરિકામાં સ્થાયી થયા. ફ્રાન્સના RODIN રોદાં પાસેથી ચિત્રકલા શીખ્યા. ભારતીય તત્વચિંતનથી અત્યંત પ્રભાવિત. રવીન્દ્રનાથ ટાગોર સાથે અમેરિકામાં બે વખત મુલાકાત થઈ. ૩૧. રૂપર્ટ શેલડ્રેડ. ૩૨. ફિટોફ કાપ્રા. ૩૩. બોહોમી. ૩૪. ગેરી ઝૂકાવ. ૩૫. એની બેસન્ટ. ૩૬. ઑગસ્ટ સ્ટ્રીન્ડબર્ગ. ૩૭. લ્યુથર બરબેન્ક. ૩૮ હેન્ડી ફોર્ડ, ૩૯. ડૉ મેક્ષ મૂલર - જૈન દર્શનનાં અભ્યાસી. ૪૦. કાર્લ યુગ. ૪૧. ફ્લોરેન્સ સ્કોવેલ શિન્ન · The Game of Life and how to play it l સર્જક. ૪૨. મેથ્યુ આર્નોલ્ડ, સ્કૉલર જિસ્સીના કવિ. ૪૩. ચાર્લ્સ લિન્ડબર્ગ. ૪૪. સર આર્થર કેનન ડૉયલ જન્મ પુનર્જન્મ ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ હું કોણ છું ? સૃષ્ટિનો પ્રથમ પ્રશ્ન જમાલ એક ભોળો ગામડીઓ દૂર શહેરમાં ઉર્સની ઉજવણી માટે ન આવ્યો. સરાઈમાં ઉતર્યો. ઘણા બધા લોકોને રાતે સૂતેલાં જોઈ એને ડર લાગ્યો કે સવારના જાગશે તો કદાય પોતાને જ શોધી નહિ શકે! એટલે જમાલ પોતાને પગે લાલ રૂમાલ બાંધીને સૂઈ ગયો. એક તરફ સૂતેલા મુલ્લા નસરુદ્દીન આ જોતા હતા. એમણે જમાલ સૂઈ ગયા પછી તેના પગેથી લાલ રૂમાલ કાઢી, પોતાના પગે બાંધી સુઈ ગયા! જમાલ સવારે જાગ્યો તો તેણે જોયું કે પોતાના પગે લાલ રૂમાલ ન હતો - પણ મુલ્લાના પગે હતો. એને થયું કે હજી પેલા જમાલ સૂતો છે ! લાલ રૂમાલ એટલે જમાલ! તે તરત એની પાસે દોડ્યો અને કહે ‘જમાલ! જમાલ! ઉઠ, ઉઠ ! પણ મુલ્લા ભર ઊર્ધમાં હતા, પોતે જમાલ ન હતા! ગઈકાલની . શરારત પણ ભૂલી ગયા હતા. જમાલ ફરી બરાડી ઉઠયો ‘જો તું જમાલ છો. તારે પગે લાલ રૂમાલ બાંધેલો છે. તે ભાઈ ! જો તું હું હોય, તો પછી હું કોણ છું?' એ તો સદા યે સતાવતો સવાલ છે! આપણી પાસે તેના ચવાચેલા જવાબો છે! હું આત્મા છું, દેહ નથી, હું પરમાત્માનો અંશ છું. હું મન નથી, પ્રાણ નથી, બુદ્ધિ નથી, અંહકાર નથી, આવા ઘણા જવાબો શાસ્ત્રોમાંથી શીખ્યાં છીએ. વેદોએ નેતિ નેતિ કરી જવાબો આપ્યાં છે. પણ કોઈએ આત્મા અનુભવ્યો છે? કોઈએ '' ને ઓળખ્યો છે? આપણી ઓળખ - Identity રૂમાલ જેવી તો નથી? એ લાલ રૂમાલ ખોવાઈ જાય તો? એક રીતે જોઈએ તો પ્રશ્નમાં જ જવાબ સમાયેલા છે. હું કોણ છું' માંથી પ્રશ્ન કોણ' કાઢી નાખો તો શેષ રહે તે જવાબ! ગુર્જયફ કહેતા; Life is real then, when I am’ હું છું, હું સ્વમાં સ્થિર છું, ત્યારે જ જીવન સાચકલું હોય છે. | ‘અધ્યાત્મવિદ્યા' આખરે છે? હું કોણ પ્રશ્નથી એ વિદ્યાનું ઉદઘાટન થાય છે અને આત્મપ્રતીતિથી એની પૂર્ણાહૂતિ થાય. આત્મા અજ, અનાદિ, અનંત, નિરામય, ફૂટસ્થ, અચલ, સનાતન, પુરાતન, નિત્ય, શાશ્વત, નિરંજન, નિરાકાર, શૂન્ય, સર્વવ્યાપી, આણુથી નાનો મહાનથી મહાન, અલ (અલખ અથવા અહાલેક) છે. સૃષ્ટિનું સૌથી ટૂંક કાવ્ય ગર્ભિત અને ઝંખનાનો મૂળભૂત પ્રશ્ન પૂછે છે : જન્મ પુનર્જન્મ ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ I, Why ? અધ્યાત્મવિધા એ આ કાવ્યમાં વ્યકત થતી ! ને પામવાની ઝંખનાનો ચેતોવિસ્તાર છે. અસ્તિત્વના મૂળ પામવાનું કાવ્ય. અમૃતસ્યપુત્રા:- માણસે સતત ખોજ કરવી જોઈએ, - માનવ ગરિમા એમાં જ સમાયેલી છે. જેણે જાણ્યો આત્મા તેણે જાણ્યું સર્વ. નિગ્રંથ પ્રવચન. એકને જાણ્યું, તેણે સર્વ જાગ્યું, જેણે સર્વ જાણ્યું તેણે એકને જાણ્યું. એક આત્મા જયારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાગ્યાનો પ્રયત્ન થશે. અને સર્વ જાગ્યાનો પ્રયત્ન એક આત્મા જાણવા માટે છે. કારણ એ જ વ્યાપક છે, જે બધું સમાવી શકે છે. અને એજ વ્યાપિત છે, જે બધામાં સમાઇ શકે છે. That Knowing which everything becomes known; Knowing that, after which nothing remains to be known. જે જાણવાથી બધું જણાય છે, જે જાણ્યા પછી કશું જાણવાપણું શેષ રહે. તું નથી. . સર્વ જીવનું પરમાત્માપણું છે. આપ્પા સો પરમપ્પા. ઈશ્વર માનવીની અંદર નિહિત છે. - જૈન જેને સર્વપ્રકાશતા કહે છે, તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે. ખલિલ જિબ્રાને સરસે રીતે કહ્યું છે: એક જ સમય એવો છે, જયારે હું નિરુત્તર થઈ જાઉં છું, ત્યારે મને પૂછવામાં આવે છે, ‘તું કોણ છે ?’ Who can answer my question? I ask about that which is in me. I seek to be in informed about myself. અઢીસો વર્ષ પહેલાં સંત દરિયા થઈ ગયા. એ નામના બે સંતો. એક મારવાડના, બીજા બિહારના, બિહારવાળા દરિયાસાહેબે લખ્યું છે: દરિયા દેખી જો કહે, સો દિયે પરમાન હું દેખેલી વાત કહું છું. એને જ પ્રમાણ માનજો. સંત કહે છે : વિહંગમ્ કૌન દિશા ઉડિ જે હો નામ બિહૂના સો પરહીના ભરમિ ભરમિ ભૌ રહિ હો. હે પંખી તું કઈ દિશાંમા ઉડીને જશે તેનો ખ્યાલ છે ખરો ? પંખી એટલે આત્મા. નામનો જો યોગ ન થયો હોય, તો એને પાંખ જ ફૂટી નથી. પ્રભુના યોગ વિના પાંખ કયાંથી ફૂટે? પાંખ વગર ઉડવાની કોશિષ થાય, તો શા હાલ થાય ? આપણે સૌ કયાં જવું તે જાણતા નથી. જાણતા હોઈએ તો નામ સાથે જન્મ પુનર્જન્મ ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ યાત્રા કરી પાંખ પ્રગટે તેની પ્રતીક્ષા કરી પછી ઉડીએ. ઈશવર ઘણા સંકેત આપે છે. નામ સાથેનો યોગ અનુભવવાની વાત છે. દરિયાસાહેબ કહે છે : જો સત શબ્દ બિયારે કોઈ, અભય લોક સિધારે સોઈ કહન સુનન કિમ કરિ બનિ આવે, સતનામ નિજ પરચૈ પાવે. કવિ સૂરદાસે એ જ તંતુમાં એ જ પંછીની વાત કરી : જા દિન મન પંછી ઊડી જે હો, તા દિન તેરે તનતરુવર છે, સભી પાત જરી જે હો. પછી એટલે આત્મા. આ આત્મા ઉડીને કયાં જવાનો છે, કોને ખબર છે? આપણે કયાંથી આવ્યા, કયાં જવાના એ પ્રશ્ન કદી બુલંદ થયો છે ખરો? શંકરે આ જ પ્રશ્ન પૂછયો છે. તો આ જ પ્રશ્ન કરે છે. આધ્યાત્મિકતા એ “સ્વ” ની ઓળખ, 'સ્વ' ની પ્રાપ્તિ અને “સ્વ” માં સ્થિરતા કરવાની સાધના છે. પોતાના મૂળ સુધી પહોંચવાની પ્રક્રિયા છે. “હું કોણ છું? હું કયાથી આવ્યો? હું મરીને કયાં જવાનો ?' વગેરે પ્રશ્નો અધ્યાત્મ ક્ષેત્રના પાયાના પ્રશ્નો છે. મનુષ્ય પ્રાણી જ આવા પ્રશ્નો ઉઠાવી શકે છે, અને “સ્વ” પ્રત્યે સભાન બની શકે છે. વસ્તુત: માનવી આ મૂળભૂત પ્રશ્નનો સાચો ઉત્તર મેળવવા ઝંખે જ છે. વિજ્ઞાનીનો પ્રયાસ પણ એ દિશાનો છે; સાધક, ઋષિ, મુનિનો પુરુષાર્થ પણ એ માટેનો જ છે. સોક્રેટિસે પણ એ જ પ્રશ્ન ઉઠાવી ત્રણ શબ્દોમાં ઉત્તર આપતાં કહ્યું "Man, know Thyself તારી જાતને ઓળખ. કવિ, ચિંતક અને ફિલસૂફનો પ્રાણપ્રશ્ન એ જ છે. . આથી જ જૈન આગમ સૂત્રોના પ્રથમ પુસ્તક “આચારાંગ” ની શરૂઆત જ આ મુદ્દાથી થાય છે. જન્મ, જન્મના હેતુ. જગત અને જગતના સંચાલક નિયમો, મુકિત અને મુકિતના ઉપાય - એનું સાંગોપાંગ સંકલન આ સૂત્રમાં • ખુદ ભગવાન મહાવીર દ્વારા થયું છે. , આચારાંગમાં ભગવાન મહાવીરે પ્રથમ સૂત્રમાં પ્રશ્ન મૂક્યો છે : આ જગતમાં કેટલાક એવા જીવાત્માઓ પણ હોય છે કે જેઓ - જેમને હું પૂર્વ દિશાથી, દક્ષિણ દિશાથી, પશ્ચિમ દિશાથી, ઉત્તર દિશાથી, ઊંચી દિશાથી, નીચી દિશાથી કે બીજી વિદિશાઓ (ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય) થી અનુદિશાઓમાંથી ક્યાંથી આવ્યો છું એનું ભાન હોતું નથી' ચાર દિશાઓ, ચાર વિદિશાઓ અને આઠ અંતરાલ વિભાગો મળી, સોળ અનુદિશાઓ, તથા ઊંચી, નીચી મળી કુલ અઢાર દિશાઓ કહેવાય છે. આ સૂત્રમાં સૌથી પ્રથમ વિચાર શ્રેણીનું દર્શન આપ્યું છે. વિચારની ભૂમિકા જમ પુનર્જન્મ ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ આવ્યા પછી જે વિકાસનો પ્રારંભ થાય છે. ‘હું’ કયાંથી આવ્યો’ એ જિજ્ઞાસુ હૃદયનો સૌથી પ્રથમ પ્રશ્ન છે. પણ જીવનના દીર્ઘકાળમાં ઘણા મનુષ્યોને પોતાના જીવનના ધ્યેય સંબંધી પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. અને તેઓ જે સ્થિતિ અને સંયોગોમાં મૂકાયા હોય,તે વાતાવરણ જોઈ અન્યનું પ્રાય : અનુસરણ કરી રહ્યાં હોય છે. જયારે હૃદયમાં સાચી જિજ્ઞાસા જાગે, ત્યારેજ આ પ્રશ્ન ઉદ્ભવે છે. આગળ એ જ સૂત્રના ઉત્તરાર્ધમાં ભગવાને કહ્યું છે : વળી કેટલાક અધિકારી જીવોને કવચિત આ પ્રશ્ન ઉદ્ભવે છે ખરો, પરતું મારો આત્મા પુર્નર્જન્મ પામનારો છે કે નહિ? હું પ્રથમ કોણ હતો? અને અહીંથી મૃત્યુ બાદ પરભવમાં - જન્માંતરમાં હું કોણ થઈશ - હુ કયાં જઈશ, તેનું યથાર્થ જ્ઞાન હોતું નથી.’’ વસ્તુત: જન્મ, જરા કે મરણ એ આત્માના ધર્મ જ નથી. આત્મા નિત્ય, અખંડ અને જયોતિર્મય છે. છતાં કર્મસંસંગથી જડરૂપ કર્મોના ધર્મોની આત્મા પર પણ અસર થયા વિના રહેતી નથી. અને તેથી કર્મસંગી ચૈતન્યને જન્મ - મરણાદિ ધર્મોમાં યોજાવું પડે છે. જો કર્મ છે, તો કર્મના પરિણામારૂપ પુનર્ભવ છે જ. વિશ્વ અને અત્માનો શો સંબંધ છે ? અવું સંબંધભાન થયા પછી, જીવાત્મા શાથી ઉત્પન્ન થાય છે ? આત્માના જન્મ - મરણનું કારણ શું છે ? તે જાણવાની જિજ્ઞાસા જાગે છે, ત્યારબાદ, પૂર્વકાળની પરિસ્થિતિ જાણવાની પ્રેરણા મળે છે, અને પછી ભવિષ્યનો વિચાર આવે છે. તે આવતાં ભવિષ્યકાળના કારણરૂપ વર્તમાનકાલીન પ્રવૃત્તિની શુદ્ધિ પર લક્ષ જાય છે. આ રીતે આ ચાર પ્રશ્નો પછી વિકાસ માર્ગમાં સ્થિરતા આવે છે. સ્વરૂપ પ્રાપ્તિને માટે કે શાંતિને માટે આવા જ્ઞાનની પરમ આવશ્યકતા છે. તે જ્ઞાન વિના બધો પ્રયત્ન અને પુરુષાર્થ પંગુ જેવો છે. તે જ્ઞાન શાથી પ્રાપ્ત થાય ? તેના પ્રત્યુત્તરમાં આચારાંગમા ભગવાન શ્રી મહાવીરે ભાખ્યું છે : (૧) પોતાની મેળે - જાતિસ્મરણ જ્ઞાન કે પૂર્વ - ભવોનાં સ્મરણથી (૨) બીજા જ્ઞાની તીર્થંકર કે કેવળી પુરુષોના વચનોથી કે (૩) ઉપદેશકો દ્વારા સાંભળવાથી આવું જ્ઞાન થઈ શકે છે કે હું સર્વ દિશાઓ પૈકી કયાંથી આવ્યો છું? જાતિસ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનનો એક ભેદ છે. માનસિંક મૂઢતા દૂર થવાથી અને ચિંતનશક્તિ ખીલવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉપ્તન્ન થાય છે, એ રીતે સ્વાભાવિક અથવા અન્ય નિમિત્ત દ્વારા પણ એ જ્ઞાન થાય છે. જન્મ પુનર્જન્મ, ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ “ભગવાન આગળ કહે છે : “વળી કેટલાંકને એવું પણ જ્ઞાન થાય છે કે મારો આત્મા પુનર્જન્મને પામનારો છે, કે જે આત્મા, અમુક દિશા કે અમુક અનુદિશાથી આવ્યો છે, કિંવા જે સર્વ દિશાઓથી કે સર્વે અનુદિશાઓથી આવ્યો છે, તે પોતે હું છું. આ પ્રમાણે જેને જ્ઞાન થાય છે, તે આત્મવાદી, લોકવાદી, કર્મવાદીકે ક્રિયાવાદી છે એમ જાણવું.” - આત્મા નિત્ય છે. તરૂપે ચોક્કસ પ્રતીતિ થવી એ આત્મવાદ. સંસારના કાર્યકારણનું સ્પષ્ટ ભાન તે લોકવાદ. આત્મા પોતે કર્તા અને ભોકતા છે તેવું (પદાર્થોનું) ચોકકસ કર્મજ્ઞાન તે કર્મવાદ. અને કર્મબંધનથી છૂટી જવાની કિયાઓનું જ્ઞાન થવું, તેને ક્રિયાવાદ કહેવાય. આત્મવાદ, લોકવાદ, કર્મવાદ અને ક્રિયાવાદ - આ ચારે વાદોના એકીકરણથી જ સાચો આત્મવાદ સમજાય. જે કેવળ આત્મવાદી નથી પણ એકાંતવાદી છે, એકાંતવાદમાં પ્રત્યક્ષ આત્મપતન. કદાચ ન પણ હોય, પરંતુ આત્મવિકાસ તો નથી જ. જયાં ક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી કે જેની અંતર્ગત કાલવાદી, સ્વભાવવાદી, નિયતિવાદી, ઈશ્વરકર્તુત્વવાદી, આત્મકયવાદીના સમાવેશ છે, એમાંથી કોઈ એકાંત માન્યતાને ન પકડતાં સાપેક્ષ રીતે સૌને સ્વીકાર કરે એ આત્મવાદી, કર્મવાદી, લોકવાદી અને ક્રિયાવાદી, જાણવો એવો શ્રી, શીલાંક સૂરિજીનો અભિપ્રાય છે. આત્મસ્વરૂપ જાણવાની ઈચ્છાવાળાને કર્મવાદ લોકવાદ અને ક્રિયાવાદ પણ સાથે ને સાથે જ જાણવાની આવશ્યકતા છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે આત્મવિકાસના આ ચારે પાયા છે. એ ચારે પાયા જાળવવાથી ચારે પાસાં મજબૂત રહે છે. આત્મા કર્મનો કર્તા - ભોકતા છે, કર્મબંધથી સંસાર થાય છે, સંસારના આગમનથી ક્રિયાઓની પરંપરા જન્મે છે, અને ક્રિયાઓનું પરિણમન વૃત્તિ પર થતાં જ આત્મચેતન્યનું પરિસ્પંદન થાય છે - એ રીતે ચાર અંગો પરસ્પર સંકળાયેલાં છે. “કોણ? કયાંથી આવ્યો? અહિં આવવાનું પ્રયોજન શું છે? એ સવિચારના પૂર્વ ચિન્હો છે. વિચાર પછી યોગ્યતા જાગે છે. યોગ્યતા એટલે વિકાસની જિજ્ઞાસા. ધર્મ વિકાસનું આલંબન છે. અહિંસા એ ધર્મનું મુખ્ય અંગ છે, અને તે વિવેક દ્વારા સુસાધ્ય છે. સંયમ પણ વિવેકપૂર્વક પાળવાથી યથાર્થ પળી શકે છે. સંયમ માનવીને મોક્ષના દ્વાર સુધી લઈ જાય છે' - આચારાંગમાં કહ્યું છે : से अबुज्समणे हओबहऐ જન્મ પુનર્જન્મ ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ जाई मरणं अणुपरिचट्टमाणे । (૨-૩-૩) (૨-૧-૪) मोहमुढा हि माणवा | આ જીવ અજ્ઞાનથી હણાઈને જન્મ - મરણાદિ ચક્રમાં ફરે છે. જીવ મોહમાં મૂઢ થયા છે. ગીતામાં કહ્યું છે : देहिनोऽस्मिन यथा देहे कोमार यौवनं जरा । तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति (૨-૧૩) Y જેમ દેહની હાજરીમાં પણ સંસ્કાર, કાળ, દેશ પરત્વે પરિવર્તનો થયાં કરે છે, એક જ દેહી એ જ દેહમાં કુમારવયે સરળતા, સૌમાર્ય, વાત્સલ્ય અને ચેષ્ટાવૈવિધ્ય અનુભવે છે; યૌવનમાં ઓજસ, ઉત્સાહ, ઔદાર્ય, વિદ્યા અને નવીન આશાના ડોલનમાં ડોલે છે, અને પુન : જરાવસ્થામાં એ જ મદમાતું શરીર અને ચપળ ઈન્દ્રિયો શિથિલ અને જીર્ણ થાય છે, એવો સ્પષ્ટ અનુભવ છે. તેમ એ જ દેહ જીર્ણ થયે પુન : દેહની પ્રાપ્તિ થવામાં શી અચોકકસતાં છે ? આ પરિવર્તનો પાછળ જે કાંઈ કારણ છે, એ જ કારણ સંકલનાબદ્ધતાના અનિવાર્ય નિયમને માન આપી, અન્ય દેહના નિર્માણકાર્યમાં હોવું જોઈએ, એમ સંભવિત કેમ ન ગણી શકાય ? દેહાન્તર પ્રાપ્તિ સ્વાભાવિક હોવાથી જ જે ધીર પુરુષ છે, તે મૂંઝાતો નથી. ત્યારે પ્રશ્ન થયો કે શરીરમાં સાક્ષીરૂપ રહેલા આત્મા કે ચૈતન્યને એનું ભાન કેમ રંતુ નથી ? શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે : अव्यक्तदिनी भूतानी व्यक्तमध्यानी भारत । अव्यक्तनिधनान्येव तत्र का परिवेदना || (૨-૨૮) પ્રિય ભારત ! જીવમાત્રની પૂર્વસ્થિતિ અને પશ્ચાતસ્થિતિ એ અજ્ઞાનનું આવરણ હોય, ત્યા સુધી સ્વંય જોઈ કે જાણી શકાતી નથી, પણ મેં અગાઉ કહ્યું તેમ, વર્તમાન પરિવર્તનો જાણી શકાય છે. તો એને કારણ સિવાય કર્મ સંભવતું જ નથી. એટલે એ પહેલાં દેહ ન હોય, તો આ દેહ કેમ સંભવી શકે ? એવા નિયમને માન આપી સ્વીકારવું જ જોઈએ. એમાં ખેદ કે આશ્ચર્ય જેવું શું છે ? જેને પિતા, પિતામહ ન હોય, એવા પુત્રને પણ સ્વેદહુસર્જનના નિમિત્તસ્વરૂપ એ કારણનો પ્રત્યક્ષ પરિચય ન હોય, તો પણ સ્વીકાર કરવો જ પડે છે, તો પછી એ જ દેહના ઉપાદાન કારણરૂપ કર્મસંકલનાને અને એ કર્મના ભાજનરૂપ પૂર્વદેહને સ્વીકારવામાં શો બાધ છે? શ્રી કિશોરલાલ મશરૂવાળા ઉકત શ્લોકનો અર્થ ઉપમાથી કરે છે. ભારત ! પાણીનાં ટીપાંને આપણે એક, બે, ત્રણ એમ ગણી શકીએ જન્મ પુનર્જન્મ ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ છીએ, જુદા પાડી શકીએ છીએ, જયાં સુધી એ પાણી રહે, ત્યાં સુધી આ તળાવનું પાણી, પેલું નદીનું પાણી એમ ભેદ કરી શકી છીએ, પણ અર્જુન ! જે પાણીનું ટીપું વરાળ થઈને ઉડી જાય, તે ટીપું વિશ્વમાંથી નાશ પામતું નથી. એમ (વૈજ્ઞાનિક નિયમને લીધે) જાણ્યા છતાં તેનું ત્યાર બાદ શું થાય છે, આપણે ચોકકસપણે જોઈ કે શોધી શકતા નથી. તે કોન્તેય ! પાણીનું ટીપું ઉડી ગયા બાદ જેમ એનો ઈતિહાસ અજાણ્યો બની જાય છે, તેમ આકાશમાંથી ટીપું બની ને ટપકયું ત્યાર પહેલાંય એ કયાં હતું, શી રીતે વરાળ બન્યું? વગેરે પણ આપણે કશું જાણતા નથી, પાર્થ! ભૂતમાત્રના જીવન વિશેની પણ આવી જ સ્થિતિ છે. પુનરાવર્તન એ શાશ્વતીનો લય છે. આ ચકરાવો એ જ આપણું જીવન. વિજ્ઞાનમાં જેને Law of Return કહે છે. હેરી ચાર્લ્સ પ્યુએકે કાવ્યમાં Eternal Return ની જ વાત કહી છે. ચીની તત્વજ્ઞાનમાં Eternal Tio કહે છે, સમુદ્રના પાણીનું બાષ્પીભવન થઈ વાદળાં થાય છે. વાદળાં ફરી ધરતી પર વરસે છે, જેમાંથી મીઠાં જળવાળી નદીઓ વહે છે. એ જ નદીઓ સમુદ્રને જઈ મળે છે. આ ચક્રને વિજ્ઞાને સમર્થન આપ્યું છે. જીવનના ઉદ્ગમ વિષે આધુનિક ચિંતકો - લેખકો આવી જ જિજ્ઞાસા ધરાવે છે ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ' એ પુસ્તક દ્વારા પ્રખ્યાત થયેલા લેખક રિચાર્ડ બાકે. ‘ILLUSIONS’(અનુવાદ; ‘‘આભારની આરપાર’' શ્રી માવજી કે સાવલા) માં આવી જ વાત કરી છે : તમે ભૂલી જાઓ કે : તમારી આસપાસે જે કંઈ ચાલી રહ્યું છે તે સત્ય (Reality) નથી, સૌ પ્રથમ તો એનું ચિંતન કરો કે, તમારો ઉગમ કયાંથી; તમે કયાં જઇ રહ્યા છો, અને કરોળિયાની જેમ આ જંજાળ ઊભી કરીને તમે એમાં કેમ ફસાયા ?’’ આગળ કહે છે : "" ‘તદ્દન સામાન્ય, સીધા સાદા દેખાતા પ્રશ્નોમાં ભારે ઊંડાણ હોય છે. તમારો જન્મ ક્યાં થયેલ ? તમે શું કરી રહ્યા છો ? તમારૂં સ્થાન ક્યાં છે ? આ બધા વિષે વારંવાર વિચારો અને તમે જોઈ શકશો કે તમારા ઉત્તરો વારંવાર બદલાતા રહે છે'' જન્મ પુનર્જન્મ ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ આપણે જાણીએ છીએ કે આ મૂળ પ્રશ્નનો ઉત્તર અચલ અને સનાતન છે, પણ એ સુધી પહોચતાં જુદે જુદે સમયે ઉત્તરો બદલાતાં રહે છે. વિકાસયાત્રામાં આ એકદમ સુસંગત છે. ટાગોરની સુંદર પંકિતઓ છે : બાબુ તારે કયા દેશે જવું છે? ઉભો ઉભો શું વિચારી લ્યો છે? તારું આગમન કયાંથી થયું છે?” - આચારાંગને પ્રથમ પ્રશ્ન જ ટાગોરે પૂછયો છે, તુ કયાંથી આવ્યો છે? જે કયાંથી આવ્યો તેની સમજણ પડી જાય, તે કયાં જવું છે, એ તરત સ્પણ થઈ જાય. જે ગઈ કાલ હોય તે આવતી કાલ હોવી જ જોઈએ. “આજ તો મધ્યમાં છે. જન્મ પૂર્વે તમે ન હતા એવું તમે ખરેખર કહી શકશો? અને હવે ‘હું મૃત્યુ પામ્યો' એવું કહેવું, મૃત્યુ વેળાએ તમારા માટે શક્ય હશે? હું નથી' એવું તમારા અનુભવથી તમારાથી કહી શકાતું નથી. હું છું એટલું જ તમે કહી શકો છો. શરીરનો જ્ઞાતા જેમ જન્મ સમયે પ્રગટ થાય છે, તેમ તે મૃત્યુ વેળાએ અદશ્ય થાય છે. જિબ્રાન ઘણી વખત ઉપનિષની ભાષા બોલે છે : જે એક જ વખત જન્મ્યો છે, તેની સાથે દલીલમાં ન પડે. દિજ વિના કેટલીક વાતો સમજવાની નથી.” વળી એક સ્થળે લખે છે : "| Had a second birth, when my soul and body, loved one another and were married.” પુનર્જન્મનો ગૂઢાર્થ આ પંક્તિઓમાં સમજી શકાય છે. શ્રીમદ્ “અમૂલ્ય તત્વવિચાર’ માં પાયાનો પ્રશ્ન પૂછે છે : “હું કોણ છું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું?” પોતાનું સત્ય સ્વરૂપ જાણવું એ જ પરમાનંદ અને સ્વરૂપ વિસ્મૃત થવું, એ જ દુ:ખ. હું કોણ છું' ના પગથાર પરથી જ વિકાસયાત્રાને પ્રારંભ થાય છે. એ પ્રશ્ન, પ્રસ્થાનબિંદુ છે. ચરમબિંદુ છે - મુક્તિ, પરમપદ. મુસાફરીમાં માણસ ઘડી - બે ઘડી વિસામો લઈ ફરી પ્રયાણ આરંભે છે, તેમ આ વિકાસયાત્રામાં કલેવરે કલેવરે થોડાંક શ્વાસોશ્વાસનો વિશ્રામ લઈ યાત્રિક આગળ વધતો જાય છે. એને જવું છે ‘શાશ્વતી’ તરફ; પણ એનો મારગ તો જીવન અને મૃત્યુના ચઢાવ - ઉતારની વચ્ચેથી જ પસાર થાય છે. હું કોણ છું? ક્યાંથી થયો? મૂળ સ્થાન કયું? અસલ ઘર કયું? અસલ વતન (પરંનિધાન) ની ભાળ મળે, ત્યારે મનુષ્ય પરિવ્રાજક બની જન્મ પુનર્જન્મ. ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ જાય છે. એને કોઈ ઘર કે કાયમી સરનામું નથી હોતું. સંસારીનું કહેવાતું Permanent Address કેટલું કાયમી ? યો યત્ર નિવસન્નાસે સ તત્ર કુરુતે રતિ; યો યત્ર રમતે તસ્માદન્યત્ર સ ન ગચ્છતિ. અર્થાતુ : જે જ્યાં વાસ કરી રહે, ત્યાં તેની રુચિ થાય; જે જ્યાં રમણ કરી રહે, ત્યાંથી બીજે ન જાય. પૂજા પાદસ્વામી - ઈબ્દોપદેશ ગા. ૪૩ જે મનુષ્ય જ્યાં રહે છે, તે સ્થાન પ્રત્યે તેને પ્રીતિ થઈ જાય છે, અને તેનું મન ત્યાં જ લાગી જાય છે. અને બીજે જવાની ઈચ્છા કરતો નથી. એક ઝુંપડીમાં રહેતો માણસ પણ એને છોડવા ઈચ્છા કરતો નથી. વર્ષોથી એને ફાવી ગયું હોય છે. મમત્વ બંધાઈ જાય છે. પરંતુ આ તમામ આવાસ રસ્તામાં ડેરા - તંબુ જેવાં ઘર છે, જ્યાંથી ઉચાળા ભરવાં જ પડે છે. એટલે જ કહ્યું છે કે, બેસીએ જોઈ તે ઉઠાડે ન કોઈ . કોઈ આપાગને રહેવા ઘર આપે અને શરત મૂકે કે જ્યારે પાણી કહે ત્યારે ખાલી કરી આપવું, તો આપણે રહેવા જઈએ ખરા? માણસ જ્યાં થાયી પાસે નિરાતે રહી શકે, તેવું ઘર પસંદ કરે છે. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે : 'જે પ્રવાસી મુસાફરી કરતાં મુકામે પહોંચવાને બદલે રસ્તામાં જ ઘર કરે છે તે નક્કી સંશયગ્રસ્ત કાર્ય કરે છે. જ્યાં જવું હોય. ત્યાજ શાશ્વત ઘર કરવું જોઈએ. (અ ૯ ગા. ર૬) બધાં જ આશ્રયસ્થાન ક્યારેક તો છોડવાં જ પડે છે. સંત તિરૂવલ્લુવરે સુંદર શબ્દોમાં કહ્યું છે : આ દેહમાં આશ્રય લેવાની આત્મા શા માટે ઈરછા કરતો હશે? શું એને કોઈ શાશ્વત નિવાસસ્થાન નહિં હોય ? (કુરળ, ઋચા ૩૪૦) પોતાના અસલ રથાનથી છૂટો પડેલો માણસ જ ભટકવામાં પડી જાય છે. આ છે જન્મજન્માંતરનો ભટકાવ, ભ્રમાણ. પાંતજલ યોગસૂત્રમાં કહ્યું છે : ‘સ્વરૂપે અવસ્થાન” સંપૂર્ણ સ્વસ્થતા હોવા છતાં એક દિવસ અચાનક મૃત્યુના ભયે રમણ મહર્ષિને ઘેરી લીધા, માત્ર સત્તર વર્ષની વયે જ્યારે તેઓ હાઈસ્કૂલમાં ભણતાં હતાં. મૃત્યુએ જાણે પંજો ફેલાવ્યો. શબવત્ થઈ ગયાં. એમને લાગ્યું કે લોકો મડદાને ઉપાડી બાળી આવશે - રાખ થઈ જશે પરંતુ શું આ શરીરના મૃત્યુથી મારું મૃત્યુ થઈ જશે?' પ્રશ્ન ઉઠ્યો, જવાબ મળ્યો, “મારું શરીર જડ અને મૌન પડયું છે. હું નું સ્કૂરણ સાંભળી રહ્યો છું. માટે હું શરીરથી પર આત્મા જન્મ પુનર્જન્મ ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ છું. મૃત્યુ શરીરનું થાય છે. આત્માને મૃત્યુ સ્પર્શી પણ નથી શકતું. હું અમર છુ. હું અમર આત્મા છું.'' આ અદ્ભુત અનુભૂતિ, નવી ચેતનાએ, આત્મદર્શને જીવનનો પ્રવાહ પલટાવી દીધો. આત્મા સાથેનું અનુસંધાન નિરંતર રહેવા લાગ્યું. ભવભ્રમણમાંથી મુક્ત થવાની કે મોક્ષની પ્રાપ્તિની કે, વાસનાશૂન્યની ઝંખના આ અગાઉ ક્યારે પણ ઉઠી ન હતી... ક્ષણિક અનુભવ સ્થાયી થઈ ગયો. આત્માના જ્ઞાન-આનંદમય શાશ્વત સ્વરૂપની સ્વાનુભવસિદ્ધ પ્રતીતિ થતાં ભવભ્રમણ ભાંગે છે અને બાહ્ય જગત સ્વપ્ન જેવું નિ:સાર સમજાયછે. શ્રીમદ્ રાજ્યચંદ્રએ જાત-અનુભવના રણકાર સાથે બુલંદ સ્વરે મુખરિત કરી દીધું છે. સકળ જગત તે એઠવત્ અથવા સ્વપ્નસમાન, તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. (આત્મસિદ્ધિ. ગા. ૧૪૦) જન્માતંરના સંસ્કારો જાગી જતાં કોઈને આ જીવનમા કોઈ પ્રયત્ન કે નિમિત્ત વગર પણ તત્ત્વદર્શન થાય છે. ક્યારેક માત્ર ઝાંખીથી શરૂઆત થાય છે. નાનકડી ઝાંખી માત્ર પણ અકલ્પનીય પરિવર્તનો લાવી દે છે. ‘શ્રી રમણ મહર્ષિને પોતાના મૃત્યુના ભણકાર સાંભળતાં આત્મજ્ઞાન થયું હતું.’ આ ઉક્તિ દક્ષિણમાં ઘણી પ્રચલિત છે, અને યથાર્થ છે. કે સૂફી પરંપરાએ ભયની ભવ્યતાનો મહિમા કર્યો છે. મૃત્યુનો ભય, જીવનભરની કમાણી ખોયાનો ભય વગેરે, એવાં કારણોસર સમગ્ર ચિત્તના અણુએ અણુમાં સઘન ભય વ્યાપી જાય છે. માણસ શૂન્યમનસ્ક, અવાક્ અવાચક સ્તબ્ધ થઈ જાય છે. વિચારોનું અચાનક વિસર્જન થઈ જાય છે. અને અસ્તિત્વનું ભાન થાય છે. આત્મસાક્ષાત્કારનો સ્પર્શ થાય છે. ભયની પરાકાષ્ઠા પરમ અવસ્થાને ખૂલ્લી કરી દે છે. ભય પરમ સત્વ બની માણસને નિજાનંદની અવસ્થામાં ફેરવી નાખે છે. સૂફી પરંપરામાં ઘણી દૃષ્ટાંત કથાઓ છે. સાધક ભયમાંથી ભગવાન બની શકે છે. સનાતનધર્મની અવતારકથાઓમાં ગજેન્દ્રમોક્ષની કથા જાણીતી છે. પાણીમાં મસ્તી માણતા ગજેન્દ્રને મગરે પકડયો હતો. અને ગજેન્દ્ર પોતાનું બધું બળ અજમાવી હારી ચૂકયો, ત્યારની પરમ ભયની ક્ષણે પરમાત્માસ્વરૂપ પ્રગટ થયું હતું, ભય અને મૃત્યુનો ડર રોમેરોમ માં જાગૃતિ લાવી દે છે. ગુર્જયેફ પણ ભયને સાધનાનું સોપાન માને છે. એક રાત્રે એક ગામથી બીજે જતાં ચાંદની રાતે તેમને ભૂખ્યા જંગલી કૂતરાંઓનો ભેટો થઈ ગયો. ચારે તરફ પીંખી ખાવા આતુર ભયંકર કૂતરાઓ વચ્ચે ભયથી વ્યાકૂળ ગુર્જયેફે એક લાકડી વડે, જે રીતે પૂરી જાગૃતિથી રાત ગાળી હતી, તે ઘટનાએ ગુર્જયેફને તદન બદલી નાખ્યા. સાક્ષાત મૃત્યુ સન્મુખ ઊભેલું જોતાં ગુર્જયેફ પોતાની જાત બચાવવા સંપૂર્ણ જાગૃત બની ગયા. તેની વિચારશૃખંલા તૂટી ગઈ, અને ‘સ્વ’ જન્મ પુનર્જન્મ ૧૧૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ ની સાચી ઓળખ થઈ. ગુજયફની પસંદગીયુક્ત જાગૃતિ' ની સાધનાપદ્ધતિ ત્યારે જન્મ પામી હતી. - જે. કૃષ્ણમૂર્તિ Effortless, choiceless awareness ની હિમાયત કરે ઈન્ડોનેશીઆમાં ઉદ્ગમ પામેલા સુબદ નામના એક આધ્યાત્મિક પંથના ભારતની શાખાના પ્રમુખ શ્રી શહીદ પ્રવીનને આત્માની સહજ-ઈન્દ્રિયનિરપેક્ષ જ્ઞાનશક્તિની નાનકડી ઝાંખીએ પોતાને નાસ્તિકમાંથી આધ્યાત્મિક પંથે વિહરતો સાધક શી રીતે બનાવી દીધો, તેનું વર્ણન The way the spirit leads માં કર્યું છે. એમને કાયાથી અલગ આત્માનો અનુભવ થયો. એમાણે લખ્યું છે “હું શરીરથી અલગ હતો. હું ઈચ્છે તો એ કાયાને તજી દઈ શકું. કારણ કે શાશ્વત તો હું જ હતો. શરીર તો એના ઉપરનું માત્ર એક વસ્ત્ર હતું. મને આનંદનો અનુભવ થયો. ભાન થયુ કે સમસ્ત જ્ઞાન અને પ્રજ્ઞાનું મૂળ ખુદ મારામાં જ હતું'' વિલીયમ બ્લેકે યથાર્થ લખ્યું છે If the doors of perception were cleansed, man would see everything as it is, infinite”, અર્થાત : જ્ઞાન પ્રાપ્તિના દ્વાર-મન-અને ઈન્દ્રિયોને પરિશુદ્ધ કરવામાં આવે, તો માણસ બધું યથાર્થ સ્વરૂપે-અનંતરૂપે જોઈ શકે. ગ્રાંટરોડ પર રામભરાશેવાળી ગલીમાં પાન-બીડીના દુકાન ધરાવતા અને દુકાનના માળીયા પર જ રહેતા સંત નિસર્ગદત્ત મહારાજે I am that માં આજ વાત કરી છે : 'All exist in mind. Even the body is an integration in the mind of a vast number of sensory perceptions and each perception also is a mental state...Both mind and body are intermittent states. The sum total of these flashes create the illusion of existence. આપણને ઘન સ્વરૂપ ભાસતી કાયા એ વાસ્તવમાં તો આપણી ઈન્દ્રિયો પાસેથી મળતા અસંખ્ય સંકેતોનું આપણા ચિત્તે કરેલું સંકલન અને તેનું અર્થઘટન માત્ર છે. વળી ઈન્દ્રિયોએ પાઠવેલા એ સંકેતો આખરે તે મનોમય જ હોય છે. આપણી કાયાનો આપણો અનુભવ મનોમય છે! એક દર્શનાર્થીએ રમણ મહર્ષિને પૂછ્યું: ‘પરમાત્મા સાકાર છે કે નિરાકાર?” મહર્ષિએ સામો પ્રશ્ન કર્યો કે પહેલાં એ કહો, પ્રશ્ન કરનાર સાકાર કે નિરાકાર ?' ‘એમાં વળી પૂછવાનું શું હોય? હું આ ઉભો તમારી સામે. હું સાકાર છું, એ તો દીવા જેવું સ્પષ્ટ છે.” પ્રશ્રકારે ઉત્તર આપ્યો જન્મ પુનર્જન્મ ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ “ખરેખર? તો મૃત્યુ થતાં બધા ભેગા થઈને તમને જ તમે જ બંધાવેલા તમારા ઘરમાંથી બહાર કાઢશે, ત્યારે તમે એનો વિરોધ નહિ કરે?'' પ્રશ્રકાર ગુંચવાયો. હવે જ એને ભાન થયું કે જાત વિષેના કેવા ખોટા ખ્યાલમાં, આ શરીર એ જ “હું” એવી ખોટી Identity ઓળખ સાથે ભ્રાંતિમાં જીવી રહ્યો છે. જગત આખાનું જ્ઞાન ધરાવનાર દાવો કરનાર માણસ પોતાની જાત વિષે જ જીવનભર અજ્ઞાત રહે છે. અપરિચિત રહે છે. The eyes that see all else, cannot see itself. - ચિત્ત એ બીજું કશું નહિં પણ વિચારોની ગાંસડી માત્ર છે. અને વિચારોમાં આઘ, પ્રધાન, એહમ વિચાર છે: '' માટે હું કોણ? એની જ ખોજ કરો. એના દ્વારા જ ચિત્તને શમાવી શકાશે. નિરંતર ચિત્તને અંતર્મુખ રાખીને સ્વમાં રહેવું, આત્માનુસંધાન કરવું, એનું જ નામ “આત્મવિચાર. ચિત્ત શમ્યા વિના આત્મસાક્ષાત્કાર થતો નથી. દરરોજ નિયત સમયે સર્વ પ્રવૃતિ છોડી આત્માનુસંધાન નો અભ્યાસ કરવો જોઈએ. જન્મ વખતનું શરીર આજે રહ્યું નથી. હાથ કે પગ ખોઈ નાખ્યા હોય, પણ એથી “હું” ની પ્રતીતિમાં ન્યૂનતા આવતી નથી. અર્થાત “હું” નામનું તત્વ શરીરથી અલગ અસ્તિત્વ ધરાવે છે. શરીર એ હુ’ નથી. હરપળ મનમાં નવાનવા વિચારો ઉઠે છે અને શમે છે. વિચારોની વણઝાર . પસાર થઈ રહી છે. માટે વિચારો પણ હું ન હોઈ શકે. વિચારપ્રવાહનું નિરીક્ષણ કોણ કરે છે? એ છે સાક્ષી: ઉપદ્રષ્ટા. જે અમુક વિચારોમાં પોતાની સંમતિ આપે છે, અને અમુક વિચારો પ્રત્યે નાપસંદગી દર્શાવે છે, જે સ્વીકાર-અસ્વીકારનો ફેંસલો આપે છે, તે કોણ? તે અનુમન્તા-અનુમતિ આપનાર અથવા Superego અથવા Conscience, - અંતરાત્મા , (જેને મનોવિજ્ઞાને પણ સમર્થન આપ્યું છે). આ રીતે “હું” કોણ ? એ પ્રશ્નને તાગ મેળવવાનો પ્રયત્ન કરો. આ પ્રશ્નોનો શાબ્દિક જવાબ ન આપતાં, ગોખેલા સૂત્રો ન આપતાં શરીર, લાગણી અને વિચારોને વટાવી ચેતનાને ઊંડે ઉતરવા દેવી. અહિં સુધી આવ્યા પછી નિર્વિચાર રહી હું' ની પ્રતીક્ષા કરવી.વિચાર આવે તો પૂછવું, વિચાર કોને ''આવે છે? પ્રશ્ન પૂછનાર કોણ છે, અને વિચાર કરનાર કોણ છે? ક્રોધ-હર્ષ વગેરે લાગણી ઉઠે તો અવલોકન કરો કે આ લાગણીઓ કોને ઉઠે છે? હર્ષ કે શોક કોને થાય છે? ‘કોણ છું?” એ વિચારધારાને નિરંતર આગ્રહપૂર્વક વળગી રહેનારને શુભ પરિણામ થોડા સમયમાં દેખાયા વિના નહિ રહે. 'અહં' અર્થાત 'હું' ની જન્મ પુનર્જન્મ ૧૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રતીતિના પૃથક્કરણમાં ‘હું’ નું ભાન ક્યાંથી ઉઠે છે ? એ શું છે? એ અન્વેષણમાં અંતર્મુખ રહી સ્વરૂપને જ અનુભવવાનો પ્રયાસ છે. ‘આત્મવિચાર’નો અભ્યાસ તો સતત હોય, પણ આત્મવિચાર સમસ્ત જીવનમાં વણાઈ જવો જોઈએ. આ પ્રક્રિયાની વિશેષતા એ છે કે એના અભ્યાસના પ્રારંભ થી જ દેહાત્મબુદ્ધિ પર પ્રહારો થતાં રહે છે, તેથી એના દ્વારા એકાગ્રતાનો અભ્યાસ, ચિત્તની શુદ્ધિ અને મોહનો ક્ષય થતો રહે છે. સદ્પ્રવૃત્તિઓ અને સદ્ગુણો સ્વયં વિકસતાં જાય છે અને અશુભ વાસનાઓ આપોઆપ ખરી પડે છે. હિબ્રુ સંસ્કૃતિ અને ભાષાનો અક પ્રચલિત મંત્ર છે: યહોવા અથવા યાવેહ. (બેઉ રીતે ઉચ્ચાર થાય છે) જેનો અર્થ છે : ‘હું છું’ આ મંત્ર વિષે પશ્ચિમના વિદ્વાનોએ પણ ચિંતન કર્યું છે. Revelation- Divine Fire. માં હું કોણ છું, તે જાણવા માટે તમારૂં પોતા તરફ જાગૃતપણે લક્ષ જોઈએ. ‘હું છું’ આ મૂળ વસ્તુતસ્થિતિ સાથે આવશ્યકપણે સુસંગત ન હોય તેને નકારંવુ જોઈએ. હું કોણ છું ?- આ પ્રશ્ન સિવાયના અન્ય સર્વ પ્રશ્નો છોડી દો. ‘હું છું’ એ વિચાર સિવાય અન્ય વિચારને આશ્રય ન આપો. ‘હું છું’ એ સંજ્ઞામાં દઢતાપૂર્વક સ્થિર થાઓ. એ જ સર્વ પ્રયત્નોનો આરંભ અને અંત છે. જન્મ સમયે તમે હાજર નહોતા કે ? અને મૃત્યુ સમયે તમે હાજર નહિં હો? જે સદા હાજર હોય છે તેની શોધ કરો, તમારા જન્મ સમયે જે હાજર હતા, અને તમારા મૃત્યુ ના જે સાક્ષી હશે તેની શોધ કરો. ‘હું છું’ સે સંજ્ઞા તમારી પોતાની છે. તમે તેનાથી જૂદા થઈ શકતા નથી. પરંતુ તમે તેની સાથ કશુંક જોડી શકો છો. દા. ત. હું સુંદર છું, શ્રીમંત છું વિ. આવા પ્રકારનું તાદાત્મય મિથ્યા હોઈ બંધનનુ કારણ બને છે. હું દેહ છું એ કલ્પનાથી અંધ થયેલ મન અવિરતપણે ભ્રમનું સુતર કાંત્યા કરે છે. ‘હું છું’ એવી જિજ્ઞાસાનો પ્રથમ ઉદય થાય, ત્યારે તે કયાંથી આવે છે, તે પોતાને જ પૂછો, અથવા તેના પર એકાગ્રતાપૂર્વક ધ્યાન આપો. તમારૂં મન જયારે સ્થિર થશે, ત્યારે અવર્ણનીય પરંતુ અનુભવગમ્ય એવી અવસ્થામાં તમે પ્રવેશ કરશો. ‘હું છું’. એ ભાનનું માત્ર સ્મરણ રાખો. તમારૂં મન અને ભાવના એફરૂપ થાય ત્યાસુધી તેમાં ભળી જાઓ. સ્થિર રહો. સર્વ પ્રકારના અનુભવ તમને આવશે પરંતુ એવી સમજણથી નિશ્ચળ રહો કે જે દેખાય છે, તે બધું ક્ષણભંગુર છે, અને ફકત ‘હું છું’ એ જ ટકી રહે છે. જન્મ પુનર્જન્મ ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ હું છું' એવો વિચાર એ જ અરિસો સાફ કરવાનું કપડું છે. એનાથી અરિસો વરછ કરતા રહો. ‘હું છું ને તમે જાણો છો. તમે ત્યાં યંસ્કૂરણાપૂર્વક પાછા પહોંચી નહિં, ત્યાં સુધી એના સહવાસમાં રહો. આનાથી વધુ સારો અને સરળ માર્ગ બીજો કોઈ નથી. ‘છું' એ તો મૂળ છે. ઈશ્વર તો વૃક્ષ છે. નિર્ગદત્ત મહારાજે આવા અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યાં છે. (આત્મબોધ અનુ. જયરામ ઠકકર, માવજી કે. સાવલા) That I exist is a perpetual surprise called Life. હું એક છે, પરપુદ્ગલથી ન્યારો છે. નિશ્ચયન કરીને શુદ્ધ છે. અજ્ઞાન મેલથી ન્યારો છું. મમતાથી રહિત છે. જ્ઞાન-દર્શનથી પાર્ગ છું. હું મારા જ્ઞાન-સ્વભાવ સહિત છું. ચેતના ગુણ મારી સત્તામાં છે. હું મારા આત્મસ્વરૂપને ધ્યાતો સર્વ કર્મોનો ક્ષય કરું છું (સમયસાર-૭૩) સૂત્રોમાં કહ્યું છે: “હે જ્ઞાની જનો ! તમે કંઈ પાગ ચેષ્ટા ન કરો. અથવા કાયાની પ્રવૃત્તિ ન કરો. કંઈ પણ બોલી નહિ. કંઈ પણ વિચારો નહિ. એટલે તમારો આત્મા આત્મામાં સ્થિર થાય, કેમકે આત્મામાં તલ્લીન થવું એ જ પરમધ્યાન છે. કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું એ જ્ઞાનીઓને ઉપદેશ છે. પ્રત્યેક દર્શન આત્માને જ બોધ છે. અને મોક્ષ માટે સર્વ પ્રયત્ન છે. ઈશોપનિષદની સૂ સ્તુતિની પંકિતઓ છે : ત્યાં જે તે દેવ, અહીં તે હું માનવ, તું તે જ આત્મા, હું તે જ આત્મા. શ્રીમદ્ રાજચંદ્રએ લખ્યું છે કે આત્મા શુદ્ધ, બુદ્ધ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આત્મા-કર્મ-નિર્જરા-મુક્તિ પૂર્વજન્મના ફળ સ્વરૂપ જે મનુષ્યને આ જગતમાં સુખભવ, પ્રાપ્ત થયાં છે, છતાં ભોગમાં જ આસક્ત થઈ વિલાસી જીવન વ્યતીત કરે છે, લોભીની જેમ ધર્મ આચરણમાં શિથિલ છે, તે સમાધિ માર્ગ જાણી નથી શકતા. જન્મ પુનર્જન્મ ૧૧૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ ( સુત્ર કૃતાંગ ૧-૨-૩-૪) અને પુન: પુન: ગર્ભવાસના વિજય પ્રાપ્ત કરવો કઠીન છે. (આચારાંગ ૨/૫, ૩/૨) રાગ અને દ્વેષ બેઉ કર્મબીજ છે, અને ભોગ કર્મબંધ કરાવે છે. રાગ દ્વેષનો ત્યાગ એ જ સમાધિ છે. આસકત પ્રાણી કર્મોનો સંચય કરતો રહે છે દુ:ખ ભોગવે છે. તૃષ્ણા છોડી વિષયો પર (ઉત્ત. ૧૩/૧૧.૩૨/૭, સૂત્રકૃતાંગ ચૂણી ૧/૨/૨.) વિષયો ઝેરી તીર અને વિષધર જેવા છે. જેવી રીતે કિમ્પાલ (ઈનદ્રાયણીનું ફળ) સુંદર અને મધુર હોવા છતાં જીવનનો નાશ કરે છે, તેમ ભોગવેલા ભોગ વિષફળની જેમ કડવું ફળ આપે છે. દુ:ખોની પરંપરા લાવે છે. અંતે દુર્દશા અને દુર્ગતિ લાવે છે. (ઉત્ત. ૬/૫૩, ૭/૫, ૧૨/૧૬/૨૭/૧૮ તથા ૩૨/૨૦) ઈન્દ્રિયોથી ઉત્પન્ન થતા સુખ વાસ્તવિક સુખ નહિં, પણ સુખાભાસ છે. દરેક સાંસારિક સુખની પાછળ દુ:ખ અને કષ્ટ છે. માણસ સુખને માટે અનેક પાપ કરે છે. અને પાપનું ફળ દુ:ખ છે. - તત્ત્વામૃત. શ્રીમદ્ કહેતા ‘પશ્ચાત દુ:ખ તે સુખ નહિં' દુનિયામાં એવા કોઈ દોષ નથી, જેના મૂળમાં સુખની ઇચ્છા ન હોય. સુખની ઈચ્છામાંથી જ દુ:ખનો પ્રારંભ થાય છે. જે સુખ માટે પ્રયત્ન અને શ્રમ કરવો પડે, તે સુખની કિંમત કેટલી ? ખરૂં સુખ સરળ અને અનાયાસ હોય છે. તમામ લીલા મનની છે. પાંચ ઈન્દ્રિયોના વિષયો મર્યાદિત છે. જ્યારે મનનાં વિષયો અમાપ છે. શ્રી અરવિંદ કહેતા : Body has only needs,. Mind has desires. શરીર સમજદાર છે. પણ મન ઉટપટાંગ છે. શરીર પોતાની જરૂરિયાતો બરાબર સમજે છે. શરીરને ખરાબ આદતો પાડનાર મન જ છે. મનના અનેક અનાચાર, અતિક્રમણો શરીર ભડવીરની જેમ સહી લે છે. જૈન શાસ્ત્રના ચાર અનુયોગ ૧) દ્રવ્યાનુયોગ ૨) ગણિતાનુયોગ ૩) ચરણાનુયોગ ૪) ધર્મકથાનુયોગમાં દ્રવ્યાનુયોગમાં આત્માના ચિંતનનો સમાવેશ થાય છે. આત્મા અમૂર્ત છે, તેથી ઈન્દ્રિયગ્રાહ્ય નથી. અમૂર્ત હોવાનાં કારણે જ આત્મા નિત્ય છે. મિથ્યાત્વ આદિ કારણોથી કર્મબંધન થાય છે. અને કર્મબંધન જ સંસારનું કારણ કહેવાય છે. સર્વ જીવો પોતાની આસપાસ છએ દિશાઓમાં રહેલાં કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે અને આત્માનાં સર્વ પ્રદેશોની સાથે સર્વ કર્મોનો સર્વ પ્રકારથી બંધ પડે છે. આ જગતમાં જેટલાં પણ પ્રાણીઓ છે, જન્મ પુનર્જન્મ ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ તે પોતપોતાનાં સંચિત કર્મોથી જ સંસાર-પરિભ્રમણ કરે છે અને સ્વકૃત કર્મો અનુસાર જ જુદી જુદી યોનિઓ પામે છે. ફળ ભોગવ્યા વિના ઉપાર્જિત કર્મોથી પ્રાણીઓનો છૂટકારો થતો નથી. કરેલાં કર્મો આ જન્મમાં અથવા પછીના જન્મમાં જે પ્રકારે એ કર્મો કરવામાં આવ્યાં હોય. તે પ્રકારે કે બીજા પ્રકારે પણ પોતાનું ફળ આપે છે. સંસારમાં પરિભ્રમણ કરી રહેલો જીવ માનસિક, વાચિક અને કાયિક દુકૃત્યોનાં કારણે નવાં નવાં કર્મોને બાંધે છે તથા તેનાં ફળ ભોગવે છે. તેથી આ કર્મોની કુળ દેવાની શક્તિનો વિચાર કરી બુદ્ધિમાન પુરુષ નવાં કર્મોના સંચયને રોકવામાં તથા પુરાણાં કમનો ક્ષય કરવામાં સદા યત્નવાન રહે. રાગ અને પ એ બન્ને કર્મોનાં બીજ છે. કર્મ મોહથી ઉત્પન્ન થાય છે, એમ જ્ઞાનીઓનું કહેવું છે. કર્મ જન્મ-મરણનું મૂળ છે. અને જન્મ-મરણને જ દુ:ખ કહેવામાં આવે છે. જેમ જીવો કર્મથી બંધાય છે, તેમ કર્મથી મુક્ત પણ થાય છે. અને જેમ કર્મના બંધન થી મહાકષ્ટ પામે છે, તેમ કેટલાંક કર્મથી રહિત થતાં દુ:ખનો અંત કરે છે. (ઉત્ત. અ. ૧૪, ગા ૧૯, અ. ૩૩, ગા. ૧૮, સૂ. શ્રુ. ૧, અ. ૨, ૩. ૧, ગા. ૪, ઉ. ૩, ગા. ૧૮, ઉત્ત. અ. ૩૩, ગા. ૨૫, અ. ૩૨, ગા. ૭ - આપ. સૂ. ૩૪) જન્મ એ દુ:ખ છે, જરા પણ દુઃખ છે, રોગો અને મરણ પણ દુ:ખ જ છે. આખો સંસાર દુ:ખમય છે કે જેમાં પ્રાણીઓ ઘણો ફ્લેશ પામે છે. આ શરીર અનિય છે, અપવિત્ર છે. અશુચિથી ઉત્પન્ન થયેલું છે, તેમાં જીવનો નિવાસ અશાશ્વત છે. વળી તે દુ:ખ અને કલેશોનું ભાજન (પાત્ર) છે. આ દુ:ખ માણસે એકલાએ ભોગવવું પડે છે. આયુષ્ય ક્ષીણ થતાં અકેલોજ ગતિ-આગતિ કરે છે. કોઈ મદદરૂપ થઈ શકતું નથી. માટે વિવેકી પુરુષ ધન, પુત્ર, જ્ઞાતિજનો, સર્વ પ્રકારનો પરિગ્રહ અને આંતરિક વિષાદ છોડી નિરપેક્ષ બને અને સંયમનું અનુષ્ઠાન કરે. (ઉત્ત. ૧૯, ગા. ૧૨, ૧૫, સુ. શ્ર. અ. ૨, ૩. ૩, ગા. ૧૧). માટે તે પુરુષ ! બંધનથી મુક્ત થવું એ તારા જ હાથમાં છે. (આ. અ. ૫, . ૨, ગા. ૧૫૦). * જરા અને મરણના વેગથી ઘસડાતા જીવોને માટે ધર્મ બેટરૂપ છે. ટકી રહેવાને સ્થાનરૂપ છે. આધારરૂપ અને ઉત્તમ શરણરૂપ છે. જે જે રાત્રિઓ જાય છે, તે પાછી આવતી નથી. અધર્મ કરનારની રાત્રિઓ નિષ્ફળ જાય છે. ધર્મ કરનારની રાત્રિઓ સફળ થાય છે. (ઉત્ત. અ. ૨૩, ગા. ૬૮, અ. ૧૪, ગા. ૨૪-૨૫) જન્મ પુનર્જમ ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ તમિળના સંત તિરૂવલ્લુવર’ જેમણે તમિળ વેદ' તરીકે પ્રતિષ્ઠિત તિરૂકુરલ’ ની રચના કરી હતી અને જેઓ જૈન હતા એમ કહેવાય છે, એમણે લખ્યું છે : જે ક્ષણે આસકિતનો લોપ થાય છે તે જ ક્ષણે જન્મ - મરણનું ચક્ર થંભી જાય છે. જે આસકિતમાં રહે છે, એ આ ફેરામાં ફરતો જ રહે છે' (ઋચા ૩૪૮). “જન્મ - મરણના ફેરાનો અંત લાવવાનું નકકી કર્યું હોય, તેમના માટે ‘દેહ પણ ભારરૂપ બની જાય છે. તો બીજા તો કેટલાં બંધનો છે (ઋચા ૩૪૫) મૃત્યુ નિદ્રા જેવું છે. અને જીવન નિદ્રા પછીની જાગૃતિ જેવું છે. (ઋચા ૩૩૯). શ્રીમદ્ રાજચંદ્ર કહેતાં : “દેહની જેટલી ચિંતા રાખે છે તેના કરતાં અનેકગણી આત્માની રાખ. કારણ એક ભવમાં અનેક ભવ ટાળવાં છે.” સાંખ્યયોગ : એટલે ધૂળની સીમા વટાવીને સૂક્ષ્મના પ્રદેશની આનંદયાત્રા. સાંખ્ય એટલે આત્માનું વિજ્ઞાન, સાંખ્ય શબ્દ મૂળ સંખ્યા' પરથી આવેલો છે. ‘સંખ્યા' ઉપરાંત એનો અર્થ થાય છે. ‘નિર્ણય'. રચયિતા આઘમુનિ કપિલ. એક મત પ્રમાણે સાંખ્ય’ એટલે ‘ગણતરી', 'ગપાળા'. સાંખ્ય (+ખ્યા) એટલે સમ્યફ રીતે કહેવું. વિજ્ઞાનભિક્ષુની વ્યાખ્યા પ્રમાણે સાંખ્ય એટલે સમ્યક વિવેકેન આત્મકથનમ્” સાંખ્યમાં ક્રમબદ્ધ વિચારણાનો મહિમા છે. સાંખ્યસારિકામાં શંકરાચાર્ય કહે છે : 'શુદ્ધાત્મતત્વવિજ્ઞાન સાંખ્યમિત્યભિધીયતે” ટૂંકમાં સાંખ્ય એટલે પરિશુદ્ધ આત્મતત્વનું વિજ્ઞાન. આત્માની અમરતાનું પ્રતિપાદન કરવા કૃષણ અર્જુનને સાંખ્યની આત્મતત્વની સમજ વિસ્તારથી આપે છે. પશ્ચિમના વિદ્વાન શ્રી રિચાર્ડ ગાર્નેએ ‘સાંખ્ય વિષે લખ્યું છે: In Kapil's Doctrine, for the first time in the history of the world, the complete Independence and freedom of the human mind, its full confidence in its own powers was exhibited. આ વિધાન જેન દર્શન વિષે પણ કરી શકાય. કારણ સાંખ્ય - યોગ માર્ગ તથા અહંત કે જિનમાર્ગ એક બીજા સાથે અદભુત સામ્ય ઘરાવે છે. દાર્શનિક રીતે જૈનદર્શન જગત નિયંતાની આવશ્યકતા જોતા નથી. કર્મ અને નિયમને સંસાર ચાલનનો આધાર ગણે છે. આત્માનું સ્વરૂપ શુભાશુમ કર્મ, કર્મ વિમોચનમાં પુરુષાર્થની અનિવાર્યતા અને અંતિમ લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ વગેરે સૈદ્ધાંતિક એકવાક્યતા દર્શાવે છે. યોગના મૂળ સમાને સાંખ્ય દર્શન કોઈ કાળે અહંત માર્ગ જૈન સિધ્ધાંતનો એક ભાગ હોવો જાઈએ. એવો અભિમત ૫. સુખલાલજી તથા જન્મ પુનર્જન્મ ૧૨૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી નથમલજીએ દર્શાવ્યો છે. આત્માને અવિકારી કહ્યો છે. આ વિકારોનાં છ પ્રકાર છે. જન્મવું, હોવું, વધવું, પાકવું, ઘટવું અને મરવું. જાયતેસ્તિ વર્ધતેવપરિણમતે પક્ષીયતે વિનશ્યતિ. આત્મા આ અર્થમાં અવિકારી છે. કારણકે વિકારની પૂર્વશરત છે, જન્મવું. જે જન્મથી પર અજ: હોય, તે જ મૃત્યથી પર હોઈ શકે. જે સનાતન હોય, તે જ પુરાતન હોઈ શકે. જે નિત્ય હોય, તે જ શાશ્વત હોઈ શકે. આત્મા જૂનાં વસ્ત્રો છોડી નવાં ધારણ કરે છે. જીવન પહેલાંની સ્થિતિ અને પછીની અવસ્થા પણ અપ્રકટ છે. એ બે વચ્ચે જે વ્યક્તમધ્ય છે, તે કાયમી નથી. જે શરીર નાશવંત છે, મરણધર્મી છે, તેનો શોક શો ? આપણી દેહ બુદ્ધિ જ આપણને સતત સ્થૂળ સાથે જકડાયેલાં રાખે છે. દેહનો સ્વભાવ જ વારંવાર આંટાફેરા મારવાનો ‘આગમાપાથિન:’ છે. આત્મતત્ત્વ તો સ્વભાવે જ નિર્વિકાર છે. જન્મમરણના ફેરામાંથી છૂટી જે પરમતિ કે પરમધામ પામે તે કોણ? મોક્ષ કોનો? વાસનાઓ નિર્મૂળ થાય અને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય, તે મોક્ષ. મોક્ષ આત્માની સહજ અવસ્થા છે. એ પામવા માટે મરવાની કે લોકાન્તરમાં જવાની કશી જરૂર નથી. એ તો અહિયાં પણ થાય, અત્યારે પગ થાય. માણસ માત્રનું ગંતવ્ય તે આ પરમસિદ્ધિ, પરમસ્થાન, એ જ આપણું અસ્સલ ઘર. અખો જેને નિજધામ કહે છે. મામુપેત્ય પુનર્જન્મ દુ:ખાલયમશાશ્વતમ્ નાખુવન્તિ મહાત્માન: સંસિદ્ધિ પરમાં ગતા: (અ.૮ ગા ૧૫) જે પામ્યા પછી બીજું કાંઈ પામવાનું રહેતું નથી, તે આ પરમ ગતિ:, મોક્ષ, મુક્તિ, નિર્વાણ કે બ્રહ્મનિર્વાણ. જે અશાશ્વત છે, દુ:ખનુ સ્થાન છે, તેનાથી છૂટવાની અને સાધનાની ચરમસિદ્ધિ છે; પરમગતિ અને પરમધામ. કાળનો આધાર માણસની વૃત્તિ પર છે. માણસ પોતાનો કાળ ફેરવી શકે છે. સાધના, તપ નિગ્રહ અને ઈશ્વરનો અનુગ્રહ મળે તો એક ક્ષણમાં નિત્યધામમાં જઈ શકે છે. ત્યાં કાળ ન હોવાથી તે જીવને જન્મ-મરણ નથી. મનના સંકલ્પ- વિકલ્પની ઉત્ત્પતિ. અને લય તે જ જીવના જન્મ-મરણ છે. સંકલ્પ બંધ થાય એટલે સૂક્ષ્મ જન્મ બંધ થાય. અને તેની સાથે સ્થૂળ જન્મ બંધ થાય. તેને માટે અંદર ભગવદ્ભાવ ઉત્ત્પન્ન કરવો જોઈએ. આત્મા જ પરમાત્માસ્વરૂપ છે. સત્યની ખોજ એ જ પરમાત્માની ખોજ. સત્ય સ્વયં ધર્મ છે. એટલે સત્યનો કોઈ ધર્મ નથી, ન હોઈ શકે. સત્યનો કોઈ સંપ્રદાય નથી. જેમ પાણીનો કોઈ રંગ હોતો નથી, પરંતુ શરબતના ઘણા રંગ ૧૨૧ જન્મ પુનર્જન્મ Page #129 -------------------------------------------------------------------------- ________________ હોય છે. જેમાં મૂળ તત્વ તો પાણી જ છે. અંધકારના ગમે કેટલા પ્રકાર કહીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહિં હોય, જે અજવાળારૂપ હોય. તિમિરનું આવરણ જેને છે, એવા પ્રાણીની કલ્પના પણ સત્ નજીક સંભવતી નથી. સત્ દૂર નથી પણ દૂર લાગે છે. એ જ જીવનો મોહ છે. જે કંઈ છે તે સતું જ છે. સરલ, સુગમ છે. તેની પ્રાપ્તિ સર્વત્ર છે કાળની તેને બાધા નથી, તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અદશ્ય છે. તેની પ્રતીતિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય છે. સહુ કોઈ કાળે સત્ સિવાય બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે નહિં. માત્ર આધ્યાત્મિક સુખની ઈચ્છાથી નહિં પણ સચદષ્ટિથી સત્યને શોધવો જોઈએ. સાધક ચાહે જ્ઞાનની સાધના કરે, ચાહે ધ્યાનની કરે, તપની કરે, પણ કશી કામના વિના કરે, આ લોક કે પરલોકના સુખની કામનાથી ન કરે. ન યશકીર્તિ પામવાની કામનાથી પ્રેરિત થઈ કરે. માત્ર એકાન્ત નિર્જરા અર્થે જ કરે. વૈકુંઠ વાટમાં આવે, તો પણ એને વટાવી જાય. તંતુ અને ત્વમ નો સંગમ એ જ અક્ષરધામ. નચિકેતા આત્માનું રહસ્ય મૃત્યુદેવતા યમ પાસેથી શીખ્યો. નચિકેતાના પિતા વાજથવસે વિશ્વજીત યજ્ઞમાં પુરોહિતોને વસુકેલી ગાયો આપી. નચિકેતા શ્રદ્ધાવાન હતો. આવા દાનથી પિતાને સ્વર્ગલોકમાં શું સુખ મળશે? એણે કહ્યું ‘મને તમે કોને આપશો?' પિતાએ ગુસ્સાવશ કહ્યું કે, હું તને મૃત્યુને આપું છે. નચિકેતાને વિચાર આવ્યો કે મારા દાનથી “યમ” નું કયું કાર્ય સિદ્ધ થશે? પિતાને પસ્તાવો પણ થયો. નચિકનેતાએ જન્મ-વિકાસ-વિલય-મનુષ્ય જીવનની ક્ષણિકતાની વાત કહી. નચિકેતાની જિજ્ઞાસા-સત્યશોધન વૃત્તિ જોઈ એને યમ પાસે મોકલાવ્યો. યમ ઘરે ન હતા. ત્રણ દિવસ અને ત્રાણ રાત એ દરવાજે બેસી રહ્યો. યમ આવ્યા ત્યારે નચિકેતાની નિષ્ઠાથી પ્રસન્ન થઈ ત્રણ વરદાન આપ્યાં. પ્રથમ વરદાનમાં એણે પિતા માટે શાંતિ માગી. અને બાકીમાં એણે જીવનમુકિતના રહસ્યો. મૃત્યુ પછીના જીવનની વાત, આત્મા વિષે પ્રશ્નો પૂછયાં. યમે પ્રેમ ને બદલે શ્રેયની પસંદગી કરવાની કહી, અને કહ્યું કે ઐશ્વર્યની ભગ્રણાંમાં રહેલાં મૂર્ખ-અજ્ઞાની માને છે કે આ જ એક દુનિયા છે, બીજી દુનિયાનો પંથ એમને દેખાતો નથી. આ લોકો ફરી મારા સંકજામાં આવી જાય છે. આત્મા હણાતો નથી. શાશ્વત છે. શરીર નાશવંત છે. જ્ઞાની પુરુષ નાશવંતનો શોક કરતા નથી. આત્માને જાણનાર નિર્ભય થઈ જાય છે. આત્મા અને બ્રહ્મ એક જ છે. - દરેક જીવ યથાશ્રુત એન યથાકર્માનુસાર ફરી ગર્ભમાં આવે છે. કે વનસ્પતિરૂપે જન્મે છે. બ્રહ્મનો સાક્ષાત્કાર થતાં જીવ મુક્ત થઈ જાય છે. અન્યથા જન્મ પુનર્જન્મ ૧૨૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ ફરી દેહ ધારણ કરવો પડે છે. આસક્તિનો લોપ થતા અહીં જ બ્રહ્મની ઉપલબ્ધિ થાય છે. ગ્રંથિ ભેદ થતાં મર્ય, અમૃત, અમર થઈ જાય છે. યમે યોગવિદ્યા શીખવી, છેલ્લે નચિકેતાએ વિરજ: - મલિનતા, વિમૃત્યુ - આસકિત, તૃષ્ણા તમામમાંથી યોગવિદ્યાથી મુક્ત થઈ બ્રહ્મપ્રાપ્તિ કરી. આત્માને ઓળખનાર અન્ય લોકો પણ બ્રહ્મપ્રાપ્તિ કરી શકશે. (કઠોપનિષદ : અધ્યાય ૧, ૨ થી ૩,૯,૧૦, ૨૯ અ. ૨,૬,૧૮, ૧૯, અ. ૫; ૫, ૬, ૭, ૮.૬, ૪, ૧૫, ૧૮) મન એવ મનુષ્યામાં કારાગ બંધ મોક્ષયો; મૈસુપનિષદ. માણસના કર્મબંધ અને મોક્ષનું કારાગ મન છે. કર્મબંધના પાંચ કારણો છે. મિથ્યાદર્શન, કપાય, અવિરતિ, પ્રમાદ અને યોગ. કપાય: કપ + આ = કપાય. કષ એટલે સંસાર, આય એટલે વૃદ્ધિ અર્થાત જેથી સંસારની વૃદ્ધિ થાય, તે કપાય. સંસાર એટલે : સંસરતિ ઈતિ સંસાર: જે સરતો રહે તે સંસાર. तेनापि यत् कृतं कर्म, सुखं वा यदि वा दु:खम्। कर्मणा तेन संयुक्तः गच्छति तु परं भवम् ।। અર્થાત : વ્યકિત સુખદુ:ખરૂપ યા શુભાશુભરૂપ જે પાગ કર્મ કરે છે, એ પોતાના એવા કર્મના સાથે જ પરભવમાં જાય છે. ते ते कर्मत्वगताः, पुदगलकायाः पुनरपि जीवस्य। संजायन्ते देहाः देहान्तरसंक्रमं प्राप्यं ।। આ પ્રમાણે કર્મોના રૂપમાં પરિણિત એ પુદ્ગલ - પિંડ દેહ થી દેહાન્તર ને-નવીન શરીરરૂપ પરિવર્તનને - પ્રાપ્ત થાય છે. અર્થાત પૂર્વબદ્ધ કર્મનુ ફળસ્વરૂપ શરીર બને છે. અને નવા શરીરમાં નવીન કર્મોનો બંધ થાય છે. આ રીતે જીવી નિરંતર વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરતો રહે છે. નાગ પચાસગં (ચંદ્રવિન્દ્રય પયણા ગા. ૮૦) જ્ઞાન એ જ પ્રકાશ છે. અજ્ઞાન એ અંધકાર છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે અર્થયુક્ત – સારભૂત વાતો શીખી લો અને નિરર્થક વાતો છોડી દો.' ધર્મ આરાધના માટે બે જ સાધન છે. જે જ્ઞાનથી સિદ્ધ થાય છે. પ્રથમ જ્ઞાત દોષોનો ત્યાગ, અને બીજું જ્ઞાત ગુણોનું સેવન (ચ. ૫, ગા. ૭૧) યથાર્થ છે, અને શું વ્યર્થ છે, તેનો વિવેક જ્ઞાનથી પ્રથમ કરવો પડે છે. દોષોની સમજ અને એનો ત્યાગ, અને ગુણોનું સેવન - આચરણ જ્ઞાનથી જ થાય છે. કુદરત કદી અજ્ઞાનને માફ કરતી નથી - Nature does not pardon જન્મ પુનર્જન્મ ૧૨૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ ignorance. કર્મબંધના કારણો જાણી, અઢાર પાપ સ્થાનકો અર્થાત્ છિદ્રો, જેમાંથી કમ પ્રવેશે છે, તેને પ્રથમ અટકાવવા, સંવર કરવા. પ્રાપ્ત પરિસ્થિતિને, જીવનની ઘટનાઓને, સુખદુ:ખને, રાગ-દ્વેષ કર્યા વિના સમભાવે વેદી વેઠી લેવાય તો નવાં કર્મ ન બંધાય, આ જ તપ છે. સમભાવ, સામાયિક ભાવ, એ સાધનાની ધરી છે. તેમજ જન્મોથી પૂર્વબધ્ધ સંચિત કર્મોની પણ નિર્જરા-ક્ષય, કરવાં પડે છે. ઉચિત અને અનુચિત અંગેનો મૂલ્યનિર્ણય કોણ કરે ? આવાં મૂલ્યો અંગેનો શાસ્ત્રને મૂલ્યમીમાંસા - Axiology કહે છે. વિવેકશક્તિ સાથે દષ્ટિ મર્યાદા વધે છે, અને સામંજસ્ય શક્ય બને છે. સારાં-નરસાં, સ-અસ વચ્ચેના ભેદને સમજવા વિવેક- Discretion ઉપર ભાર મૂકવામાં આવ્યો. કહ્યુશીઅ Li ‘લિ' દર્શાવ્યો. લિ' એટલે ઔચિત્ય. Propriety. વિવેક સંસ્કૃતિને પોષે છે અને વિકૃતિને ખાળે છે. માટે આપણી અંદર રહેલ અસ્સલ ઉત્ક્રાંતિમૂલક, નૃવંશશાસ્ત્રીય Anthropological પ્રકૃતિને વિવેકના સૂકાનની જરૂર પડે છે. રોજ પ્રયત્નપૂર્વક સત્ય અને અસત્ય વચ્ચેનો વિવેક કરવો અને અસત્યનો ત્યાગ કરવો એ જ ધ્યાન. ધ્યાન અનેક પ્રકારોથી શરૂ થાય. પરંતુ બધા પ્રકારોનું ધ્યેય એક જ હોય છે. વિવેકનો આત્મા ઉપયોગ તે વિવેકપ્રજ્ઞા. બુદ્ધિશાળી માણસ ખોટું કામ કરી શકે, પ્રજ્ઞાવાન કદી ન કરે. જ્ઞાનનો મુક્તિ અર્થે ઉપયોગ, તે પ્રજ્ઞા. “સાધક જયણાપૂર્વક યત્નાપૂર્વક, વિવેકપૂર્વક બધી ક્રિયાઓ કરે. ઉઠે, બેસે, બોલે, ખાય, પીએ, સર્વ પ્રવૃત્તિ વિવેકપ્રજ્ઞાયુક્ત જ હોય. તો પાપકર્મ બંધાતા નથી. (દશવૈકાલિક અ.૪, ગા.૮) શ્રીમદ્ રાજચંદ્રએ યથાર્થ જ કહ્યું છે: જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તેહાં સમજવું તેહ, ત્યા ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. અંતર્મુખતા અને સંયમ અર્થાત સ્વરૂપજાગૃતિ અને વિરતિ; એ બે વડે મુક્તિપંથ કપાય છે. આત્મજાગૃતિ મુક્તિની દિશામાં પહેલું પગરણ છે. વિરતિ-ત્યાગ એની સાથે ભળે, તો મુક્તિપ્રયાણ વેગવાન બને. આત્મદર્શનનો તીવ્ર તલસાટ જાગ્યો ન હોય, ત્યાં સુધી જ, સાધનામાં વિક્ષેપ ઊભી કરે એવી પ્રવૃતિઓમાં માણસ રસ લઈ શકે છે. સ્વાનુભૂતિ માટે તીવ્ર વ્યાકૂળતા અને ઉત્કટ ઝંખના, જાગવી એ જ પ્રભવ સ્થાન છે. આ માનવભવ વ્યર્થ નથી ગુમાવવો’, એવી આકાંક્ષા બળવત્તર થાય, ત્યારે ઉપાય અવશ્ય હાથ લાગે. આવી ઝંખના ઉત્કટ બને, ત્યારે સંસારની સર્વ શીતલતા તાપદાયી લાગે. સર્વ મધુરતા કડવી ભાસે. આ વ્યાકૂળતા, જેમ ડૂબતો માણસ ન ઊંચે આવવા જમ પુનર્જન્મ ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ જેવી મરણિયા વ્યાકૂળતા અનુભવે, તેવી વ્યાકૂળતા, મુમુક્ષુતા પ્રગટ્યા પછી સત્તા, ધન, પ્રતિષ્ઠા સંસાર વગેરેની આકાંક્ષા નિવૃત્ત થાય છે. તેમાં મેળવવા-જાળવવા જેવું કશું લાગતું નથી. બાળક જેમ ઢીંગલીથી રમે, ઘર-ઘર રમે, તેવો તમામ ખેલ ભાસે છે. સાધના અર્થે સેવવું પડતું કષ્ટ, કષ્ટમય નથી લાગતું. આવશ્યકતા એવી વસ્તુ છે કે આપમેળે બધું શોધી કાઢે છે. આત્મજાગૃતિ હોય, તે સંસારની કાજળ કોટડીમાં વસીને પણ નિર્લેપ રહી શકાય છે. માણસમાં શકિતની કમી નથી; સંકલ્પની કમી છે. મુક્તિનો કે ભવભ્રમણનો મુખ્ય આધાર ચિત્ત છે. કાયાથી કોઈ કર્મ ન આચર્યું હોય છતાં, યાવતું સાતમી નરક સુધી લઈ જાય, એવો અશુભ કર્મબંધ થઈ શકે છે, તેમ જ પાગબંધના કારણરૂપ મનાતી દાન વગેરે પ્રવૃત્તિ ન કરી હોય, તો પણ દેવલોકના સર્વોચ્ચ સુખ પ્રાપ્ત કરાવનાર શુભ કર્માણુ પાગ ‘એકઠાં” થઈ શકે છે. (મુનિ પ્રસન્નચંદ્રનું દષ્ટાંત દાખલારૂપ છે.) માટે ભવબંધન તોડવાં હોય, તો કર્મબંધની આ શૃંખલા-અનુબંધ Chain Reaction પ્રત્યે જાગૃત બની શ્રેયાર્થીએ બાહ્ય-અંતર શુદ્ધ સાત્વિક બનવું રહ્યું. પ્રવૃતિની દિશા બદલાય, અશુદ્ધિ ટળે, એ સારી વાત છે, પણ કર્મબંધનનું પ્રધાન કારણ કાયાની પ્રવૃત્તિ નહિં, પણ મૂળમાં મન છે. આ વિસારવું ન જોઈએ. આ દેહમાં આત્મભાવના કરવી તે દેહાંતરગતિનું અર્થાત્ ભવભ્રમણનું બીજ છે. દેહાત્મભ્રમ જ અહં, મમત્વ અને કષાયોનું મૂળ છે. સંસારના સર્વ અનર્થ એમાંથી જ પાંગરે છે. પદ, પ્રતિષ્ઠા, પૈસો, બુદ્ધિ, આવડત, શારીરિક વસ્થતા વગેરેને જ જીવનને આધાર માનીને માણસ જીવતો હોય છે. પરંતુ તમામ ક્યારેક એક ક્ષણમાં ધરાશયી થઈ જાય છે. જે જે દૃશ્યમાન છે, તે તે નાશવંત છે. જે સનાતન અને શાશ્વત છે, તે દષ્ટિમાં નથી આવતું. દુન્યવી સફળતા માટે માણસ જે ખંત અને નિષ્ઠાથી પુરુષાર્થ કરે છે, એ જ નિષ્ઠાપૂર્વક આત્મનિરીક્ષણ અને પોતાની વૃત્તિ-પ્રવૃત્તિનું સંશોધન કરતો રહે, તો આવી આરાધના નવા પ્રકાશને અનુભવ થોડા સમયમાં જ લાવી દે છે. આત્મામાં જ આત્મભાવના એ વિદેહ-નિષ્પત્તિનું અર્થાત્ મુક્તિનું બીજ છે. ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે : “અંતર્મુખ થઈ ધીરે ધીરે મનને આત્મામાં સ્થાપવું અને અન્ય કોઈ ચિંતન ન કરવું. ચંચળ મન બહાર જાય, કે ત્યાંથી પાછું વાળીને તેને ફરીફરી આત્મામાં જ લાવવું.” (અ. ૬, ૨૫/૨૬) દિગંબરાચાર્ય શ્રી. પૂજ્યપાદે મુમુક્ષુને અનુરોધ કર્યો છે કે બહિરાત્મભાવ દેહાદિ બાહ્ય વિષયોમાં હું” ને “મારું” એવી બુદ્ધિ છોડી દઈને, અંતરાત્મભાવ, જ8મ પુનર્જન્મ ૧૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ ‘હુ આત્મા છું. શરીરાદિનો સાક્ષી છે, એ વૃત્તિમાં સ્થિર થઈ, સર્વસંકલ્પવર્જિત પરમાત્માની ભાવના કરવી. (સમાધિતંત્ર શ્લોક ૨૭) જ્ઞાનાર્ગવના કર્તા શ્રી. શુભચંદ્રાચાર્ય, તથા યોગશાસ્ત્રમાં હેમચંદ્રસૂરિ મહારાજે પાણ સ્વાનુભવના રાગકા સાથે આ જ વાત કરી છે. (જ્ઞાનાર્ણવ સર્ગ ૩૨, લોક ૧૦, યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, કલોક ૬-૧૨) દેહભાવ, આસક્તિ, તૃણગા વગેરે નિર્મૂળ કરવા સર્વ કાળના જ્ઞાનીઓએ એક જ અનુરોધ કર્યો છે. જેમ સોક્રેટિસે કહ્યું "KNOW THYSELF જાતને ઓળખો ‘માત્માના વિદ્ધ’. જ્ઞાનના પ્રકાશ સાથે કરોડો વર્ષોનો અંધકાર દૂર થાય છે. તૃણગા અને આસકિત ટળે છે. માનવી અહીંજ મુકિતનો આસ્વાદ પામી શકે છે, ઈશુએ કહ્યું Know the Truth and Truth Shall Make you Free. (John 8:32) જૈન દર્શનમાં પણ જ્ઞાનનો અગાધ મહિમા છે. શંકરાચાર્ય કહ્યું. જ્ઞાન વિના સેંકડો ભવે પગ મુકિત નથી'. (ભજગોવિંદમ કલોક ૧૩). જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો ખેદ; પૂર્વકોડી વરસાં લગે, અજ્ઞાની કરે તેહ. (અધ્યાત્મસાર, આત્મનિયાધિકાર, ૧૬-૬૩), કટ કરો સંજમ ધરો, ગાળો નિજ દેહ, જ્ઞાનદશા વિાગ જીવને, નહિં દુ:ખનો છે. (ઉપા. યશોવિજયજી સવાસો ગાથાંનું સ્તવન ઢાળ ૩, ગા. ૨૩.). સાચું જ્ઞાન થતાં ચિત્તનો કચરો ધોવાતો જાય છે, તેથી શાસ્ત્રજ્ઞાનને નહિ, પણ ચિત્તની નિર્મળતાને જ્ઞાનનો માપદંડ કહી શકાય. ચિત્તની શુદ્ધિ, સમતા અને નિ:સ્પંદતા આ ત્રણ જ્ઞાનના ઉત્તરોત્તર ઉઘાડ સાથે આવતી ત્રણ અવસ્થાઓ છે, જેને જેના પરિભાષા મનોગુપ્તિ શબ્દમાં આવરી લે છે. મન ગુપ્તિ એ જ્ઞાનની કસોટી છે. મનની પરવશતામાંથી મુક્ત થઈ જવું એ છે મુક્તિ. અર્થાત જ્ઞાનની પરિપૂર્ણતા. જ્ઞાનીએ શું નથી મેળવ્યું? અજ્ઞાનીએ શું નથી ખોયું? સંપત્તિની આપણે સંભાળ રાખવી પડે છે. જ્યારે જ્ઞાન આપણી સંભાળ લે છે. જ્ઞાનનું ફળ છે : વિરતિ. સૂત્રોમાં કહ્યું છે : જ્ઞાનેન નો જ્ઞાનથી જ મોક્ષ છે. નાગેશં જગઈ ભાવે, દંસગ ય સહે ચરિત્તેગ નિગિણહાડ, તોગ પરિમુજઝઈ અર્થાત : તમામ ભાવોને જ્ઞાન વડે જાણવા જોઈએ અને સાચા ભાવો જન્મ પુનર્જન્મ Page #134 -------------------------------------------------------------------------- ________________ પર યથાતથ શ્રદ્ધા કરવી જોઈએ જેથી અવળી દષ્ટિ સવળી બની જાય. હતું જ્ઞાન દિયાહીન, હતાશાના કિયા ક્રિયાવિહિન જ્ઞાન વ્યર્થ છે અને અજ્ઞાનીઓની ક્રિયા વ્યર્થ છે. શ્રીમદ્ રાજચંદ્ર યથાર્થ લખ્યું છે : કોઈ ક્રિયાજડ થઈ રહ્યાં, શુક જ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કાગા ઉપજે જોઈ. येन तत्वं विबुध्यते, येन चित्तं निरुध्यते। येन आत्मा विशुध्यते, तज् ज्ञानं जिनशासने॥ . અર્થાત્ : જેનાથી તત્ત્વનું જ્ઞાન થાય, ચિત્તનો નિરોધ થાય, તથા આત્મા વિશુદ્ધ થાય તેને જિનશાસનમાં જ્ઞાન કહ્યું છે. ચારિત્રસંપન્નનું અલ્પતમ જ્ઞાન પણ બહુ છે. અને ચારિત્રવિહિનનું બહુ શ્રુતજ્ઞાન પણ નિષ્ફળ છે. મિઆજ્ઞાનને અજ્ઞાન કહ્યું છે. જેમ દોરો પરોવેલી સોય કચરામાં પડી જતાં પણ ખોવાતી નથી, તેમ જ શાસ્ત્રજ્ઞાનયુક્ત જીવ સંસારમાં (રહીને) પડીને પણ નષ્ટ થતો નથી. સમ,સમતા એ શ્રમણ સંસ્કૃતિનું પ્રાણભૂત તત્વ છે. કેન્દ્રરૂપ છે. પ્રચિતાન્યપિ કર્નાગિ જન્મના કોટિ કોટિભિ તમાન્સીવ પ્રભા ભાનો ક્ષિા ગોતિ સમતા ક્ષારાત (અધ્યાત્મસાર, સમાધિકાર શ્લોક ૨૨) અર્થાત : કરોડો જન્મના સંચિત કર્મોને સમતા એક ક્ષણમાં ખપાવી દે છે, જેમ સૂર્યપ્રકાશ અંધકારને. જન્મોજન્મથી એકઠો થયેલો કર્મરાશિનો અને દઢ સંસ્કારોનો ઉચ્છેદ એ રીતે જ શક્ય બને છે. કરોડો જન્મ તીવ્ર તપ કરવા છતાં જેટલાં કર્મ ન ખપે, તેટલાં કર્મ સમત્વમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ ક્ષણાર્ધમાં જ ખપાવી દે છે. (હેમચંદ્રાચાર્ય-યોગશાસ્ત્ર પ્રકાશ ૪, શ્લોક ૫૧) આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તે જ ગણાય, જે આત્મા સંબંધી હોય. મુમુક્ષુ જગતનું જ્ઞાન મેળવે, તે પણ આત્મા અને જગત વચ્ચેના સંબંધ સમજવા માટે, પણ કેન્દ્રમાં આત્મતત્વચિંતન્ય જ હોય. હું દેહ' એ ભાવ જ મિથ્યાષ્ટિ છે; પછી એ મનુષ્ય ગમે તે ધર્મને માનનારો હોય. - આચાર્ય હરિભદ્રસૂરિએ યોગદષ્ટિમુચ્ચય' માં કહ્યું છે. પ્રારંભિક કક્ષા ના જુદા જુદા દર્શનના અનુયાયીઓ ભલે ભિન્ન ભિન્ન રીતે ઉપાસના કરતા હોય, પણ અંતે તો સર્વ મુમુક્ષુઓ બાહ્ય વિષયોથી અને ચિત્તમાં ઉઠતા સંકલ્પ-વિકલ્પથી ખસીને સ્વભાવનું અવલંબન લેવારૂપ એકજ માર્ગે ગતિ કરે છે.. જમ્ પુનર્જન્મ Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદે યથાર્થ કહ્યું છે “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.” (આત્મસિદ્ધિ ગા. ૩૬) - જે છૂટવા જ માગે છે, તેને બંધનમાં રાખી શકાતો નથી. કારણ એનું - ધ્યેય મુક્તિ અર્થાત્ સર્વકર્મરહિત થઈ સ્વરૂપમાં-સ્વ માં સ્થિર થવાનું હોય છે. સર્વ કર્મના ક્ષય માટે; આત્મજ્ઞાન-આત્માસંબંધી માત્ર બૌદ્ધિક કે શાસ્ત્રજ્ઞાન નહિં, પણ આત્માનું સ્વસંવેદનરૂપ જ્ઞાન પ્રાપ્ત કરવું રહ્યું. આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે, આત્મા શરીરથી જુદો છે, એ સાક્ષાત્કાર કરવાના હેતુથી ધ્યાનની સાધના આવશ્યક છે. ધ્યાનની સિદ્ધિ માટે, પ્રથમ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવી રહી. ચિત્તની સ્થિરતા માટે, ચિત્તની નિર્મળતા અને શરીરશુદ્ધિ આવશ્યક છે. ચિત્તની નિર્મળતા સંપાદન કરવા માટે, સ્વાધ્યાય, સતશાસ્ત્રનું શ્રવણ, વાંચન, મનન, ચિંતન, અને નિદિધ્યાસન તેમજ તત્ત્વચિંતનમાં જ મન પરોવી સતત અંતર્મુખ રહેવું જોઈએ, જેથી બાહ્ય વિકલ્પો આપોઆપ ટળી જાય. આ તત્ત્વચિંતન સાથે મૈત્રી, કરુણા પ્રમોદ, માબથ એ ચાર ભાવનાઓ, અને અનિત્યસ્વ આદિ બાર ભાવનાઓથી ચિત્તને હમેશાં સભર રાખવું જોઈએ. આવી જ રીતે ચાર પરાવર્તન પ્રકાર બાંદ્ધમતમાં બ્રહ્મવિહાર નામથી વર્ણિત છે. (મજિઝમનિકાય: ભાગ ૨, ગા. ૧૦૪- ૧૦૫) આ તમામ શુભ ભાવનાઓને સિદ્ધ કરવા માટે, જીવનમાં ઉતારવા અને સ્થિર કરવા માટે, જીવનવ્યવહાર ન્યાય-નીતિ, વ્રતનિયમ, ત્યાગ-વૈરાગ્ય અને સંયમથી નિયંત્રિત હોવું જોઈએ. સંયમ માણસને મોક્ષના ઉબરે ઊભો રાખી દે છે. ( ચિત્ત અને શરીરની બાહ્ય અને આંતર સર્વાગી શુદ્ધિ માટે તપની સાધના જોઈએ.. બાહ્ય તપમાં (૧) અનશન (ઉપવાસ) (૨) ઉણોદેરી (૩) વૃત્તિ સંક્ષેપ, (૪) રસત્યાગ (૫) કાયકલેશ અને (૬) સંલીનતા. આત્યંતર તપમાં (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) કાઉસગ્ગ. કર્મની નિર્જરા માટે શ્રેષ્ઠ તપ છે કાઉસગ્ગ. આ છે આત્મા અને કર્મને જુદા પાડી આપનાર આધ્યાત્મિક સાધનાપ્રક્રિયા. બધા તપનું સ્વરૂપ એક હોવા છતાં પણ એનાં બે પ્રકાર છે. ફળની ઈચ્છા કરવી, એ સકામ નિર્જરા છે. ફળની ઈચ્છા ન કરવી, એ નિષ્કામ નિર્જરા છે. આ સર્વ નિર્જરા તે સમયની મનસ્થિતિ પર અવલંબે છે. જો અજ્ઞાન બંધનું કારણ હોય તો જ્ઞાન મોક્ષનું કારણ હોવું જ જોઈએ. જમ પુનર્જન્મ ૧૨૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે : રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ (આત્મસિદ્ધિ ગા. ૧૦૦) સતત અભ્યાસ અને સાતત્ય સાધનામાર્ગે ફળ આપે જ છે. અનેક નિષ્ફળતાઓને અવગણીને નિરાશા ખંખેરીને શીઘ્ર ફળપ્રાપ્તિ માટેની ઉત્સુકતા રાખ્યા વગર, પૂરી નિષ્ઠા, શ્રદ્ધા, સમજ, ખંત અને ધીરજપૂર્વક જે પ્રયત્ન જારી રાખે છે, તેને એક દિવસ સફળતા અચાનક વરે છે. Man does not know in what manner the soul frees itself frome the slavery of matter until after it is freed. સમત્વબુદ્ધિ + કર્મફળત્યાગ – મોક્ષ આત્માને લગતું આવશ્યક જ્ઞાન-સમજણ. શ્રીમદ્ રાજચંદ્રએ ‘આત્મસિદ્ધિ’માં ૧૪૨ ગાથાઓમાં ગૂંથી લીધું છે. શ્રીમદે તે માત્ર દોઢ-પોણા બે કલાકમાં એક જ બેઠકે રચી છે. છ પદ, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય છે. આ છ પદનો પત્ર શ્રીમદે પૂ. મુનિશ્રી લઘુરાજસ્વામી (પ્રભુશ્રી) ને લખ્યો હતો, જે અત્યંત ઉપકારી નીવડયો અને મુનિશ્રીની વિનંતિથી પઘમાં એની રચના કરી. ‘આત્મા છે', તે ‘નિત્ય’છે, છે કર્તા નિજકર્મ, ‘છે ભોકતા' વળી મોક્ષ છે, ‘મોક્ષ ઉપાય સુધર્મ. જે સમસ્ત ભાવો પ્રતિ વિમૂઢ નથી, જાગરૂક છે, દ્દષ્ટિસંપન્ન છે, એ અમૂઢદ્દષ્ટિ જ સમ્યષ્ટિ છે. ન સમ્યક્ત્વ પ્રગટે, તો મિથ્યાત્વ એક ક્ષણ પણ ટકી ન શકે. Both exclude each other. એટલે જ આનંદઘનજીએ ગાયું છે : અબ હમ અમર ભયે ન મરેંગે. યા કારન મિથ્યાત્વ દિયો તજ, ક્યોં કર દેહ ધરેંગે ? અબ હમ અમર ભયે ન મરેંગે. જિનસ્વરૂપ થઈ જિનને આરાધે તે સહી જિનવર હોવે રે... જન્મ પુનર્જન્મ ૧૨૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષશાસ્ત્રની માન્યતા એક માન્યતા એવી છે કે જ્યોતિષશાસ્ત્રની રચના ઋષિમુનિઓએ “એટલા માટે કરી છે, કે તે પરથી વ્યક્તિના પ્રારબ્ધમાં શું છે, તે તે જાગી શકાય, તેમજ વ્યક્તિને જો કોઈ પ્રતિફળ સંજોગો હોય, તો ગત જન્મના ક્યા દોષથી તે થયા છે, તે જાણી તેનો ઉપાય કરે. આ પદ્ધતિને કર્મવિપાક કહે છે. ગત જન્મના પાપોને કારણે દુ:ખ આવે, તેના નિવારણ અર્થે મંત્રશાસ્ત્રની રચના કરી છે. મંત્રથી દોષને દૂર કરી શકાય, એટલું જ નહિં પાગ પ્રારબ્ધની સમય મર્યાદા ટૂંકી કરી શકાય છે. ૫ કે ૫૫ મે વર્ષે લાવ્યોગ હોય, તો મંત્રવિદ્યાથી જલ્દી પાણી મેળવી શકાય. ગત જન્મમાં લોકો તપવી, સાધક કે ભક્ત હોય, તે જ્યોતિષશાસ્ત્ર દ્વારા જાણી શકાય છે. ગત જન્મની સ્મૃતિ તેમને નથી હોતી, પણ શક્તિનો પ્રતાપ પ્રત્યક્ષ હોય છે. પૂર્વજન્મના ક્યા પુણ્યબળે આ ભવમાં સમૃદ્ધિ પ્રાપ્ત થઇ, તે પણ આ શસ્ત્ર દ્વારા જાણી શકાય છે. કુંડલીનું પાંચમું સ્થાન પૂર્વના સંચિત કર્મનું પણ રસ્થાન છે. જે પરથી પૂર્વભવ જાણી શકાય છે. નવમું સ્થાન આવતા ભવનો સંકેત આપી શકે. આ ભવે ગયા ભવની જ પત્ની પત્ની સ્વરૂપે મળશે એની આગાહી જ્યોતિષશાસ્ત્ર કરી શકે છે. તેમ જ મૃત્યુ પામેલા, કુટુંબીજન ફરી કુટુંબમાંજ જન્મ લેશે, તે પણ કહી શકાય છે. શાસ્ત્રાધાર વિના આવી ઘટનાની આગળથી જાગ થઈ જાય છે. એવા કિસ્સા મારા અનુભવમાં છે. - જયોતિષશાસ્ત્રનો આધાર જ પુનર્જન્મની યંત્રણા છે. કારાગ પ્રારબ્ધની વ્યાખ્યા જ આ પ્રમાણે છે : “ગત જન્મના કર્મનું વાવેલા વૃક્ષનું પાકું ફળ, તે આ જન્મનું પ્રારબ્ધ.' વ્યકિતની કુંડળીમાં મકરનો મંગળ અને તુલાનો શનિ હોય. તો પછીનો ભવ તો મનુષ્યનો જ હોય, પણ સાત જન્મો સુધી પણ મનુષ્યનો ભવ આવી શકે, અને મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે. બે માંથી એક હોય, તો આવતો ભવ મનુષ્યનો હોય; અષ્ટમ આયુષ્યસ્થાનમાં કે જન્મલગ્ન - પ્રથમ સ્થાનમાં જો, પાપગ્રહ, નીચગ્રહ હોય અથવા એ સ્થાનો પર પાપગૃહ કે નીચ ગ્રહની દ્રષ્ટિ હોય, તો બીજે ભવ પ્રાણીમાત્રાનો - પ્રાણીનો હોય, તિર્યંચ ગતિ હોય. આ બધી શાસ્ત્રોની માન્યતાઓ છે. જુદા જુદા ફાંટાઓ પણ એ વિષે એકમત નથી થતાં. કર્મો કરતાં પુરુષાર્થનુ બળ અનેકગણું છે. પ્રારબ્ધ ને ભરોસે જન્મ પુનર્જન્મ ૧૩૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ પુરુષાર્થને પાછો પાડવો નહિં. ભૂતકાળમાં જે સારૂં - નરસું બન્યું, તેને સાથે રાખીએ, પણ તેમાં પૂરાઈ જવાનું બરાબર નથી, માણસને પોતાનો ભૂતકાળ ઓછો પડે છે, ત્યારે વળી છાયાશાસ્ત્રીઓના મુખે પૂર્વજન્મની રંગીન દાસ્તાન સાંભળવા બેસી જાય છે! કોનો જન્મ, કયો જન્મ અને કેટલામોં જન્મે ? કશું ક્યારે ભૂલાતું નથી, નષ્ટ થતું નથી, છતાં મનની જાગૃતિ-તટ પર પણ હોતું નથી, એ રીતે વિસ્મૃતિની ક્ષમતા માનવીને વરાદાનરૂપે છે. વયસ્ક માનવીને માત્ર વર્તમાન જીવનની સ્મૃતિઓ સપાટી પર આવી જાય, તો પણ માણસ એના બોજથી બેવડ વળી જાય. તો પછી પૂર્વજન્મ કે એથી પૂર્વના જન્મોજન્મની જે સ્મૃતિ થાય, તો સમદષ્ટિ અને સ્થિરબુદ્ધિ ન હોય, તો અસહ્ય થઇ પડે. સામાન્યત: પ્રયત્નપૂર્વક એવા પ્રયોગોમાં પડવુ ઉચિત નથી હોતું. ભૂતકાળ ગમે તેવો સુંદર હોય, છતાં તે ફિક્કોજ ભાસવાનો. અને ભવિષ્યનું આકાશ વધારે સોહામણું ભાસે છે. જન્મ અને મૃત્યુ બન્ને વેદીજ લેવાના છે, બધું જ ખીલે છે, પાકે છે. જે ફુલે છે તે ફળે છે, અને છેવટે ખરી પડી ધૂળમાં મળે છે. છતાં બદલાતી અનેકાનેક અવસ્થાઓની આરપાર એક તાર છે,- જીવનનું કોઈ બીજ છે, આત્માનું કોઇક બિંદુ છે, જે ફરીફરીને મરીમટીને જીવતું થાય છે. એક અપેક્ષાએ હંમેશ જીવતું ન ભાસે, છતા કદી મરતું નથી. આ વિશ્વ પર એક ગાંઠ કે ગુમડું બની વળગી ન રહીએ. સંજોગો સાથે નકામાં ઝઘડા પણ ન કરીએ. પ્રકૃતિની સાથે, ઈશ્વરની સાથે હળીમળીને જીવીએ. ઈશ્વરના સંપર્કમાં રહીએ. અંદર રહેલી દિવ્યતાની સાથે સહયોગથી જીવીએ અને તેનું ગૌરવ જાળવીએ, એ જરૂરી છે. દુર્લભ મનુષ્યભવ દુરપળે માનવપ્રાણીની વસ્તી આ પૃથ્વી પર વધતી જ રહે છે. સમય જતાં આ પૃથ્વી માનવીના વસવાટ માટે નાની પણ પડે. અડધી સદી પહેલાં બે અબજની માનવવસ્તી આજે છ અબજ પર પહોંચી છે; અને બીજા પચાસેક વર્ષમાં દસથી પંદર અબજ સુધી પહોંચી જશે, એવું અનુમાન થાય છે. તો પછી મનુષ્યભવ દુર્લભ કેમ કહી શકાય ? ઉપરછલ્લી રીતે જોતાં મનુષ્ય જન્મ પુનર્જન્મ ૧૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ અવતાર સુલભ છે, એમ લાગવાનો સંભવ છે, માત્ર મનુષ્યવસ્તીની જ દૃષ્ટિએ વિચાર કરીએ તો; પરંતુ સમગ્ર સૃષ્ટિની તમામ જીવસૃષ્ટિ, જીવરાશિને લક્ષમાં લઈએ તો મનુષ્યભવની દુર્લભતા સમજાશે. ડૉ. રમણભાઈ શાહે લખ્યું છે કે એ સમજવા માટે પુનર્જન્મના - જન્મ જન્માંતરના (Rebirth) સિદ્ધાંતમા શ્રદ્ધા જોઈશે. - જૈનશાસ્ત્ર અનુસાર જીવોની ચાર પ્રકારની ગતિ સંભવી શકે છે. (૧) મનુષ્ય (૨) તિર્યંચ (૩) દેવતા અને (૪) નારકી. આ ચાર પ્રકારની ગતિમાં કેટલા જીવો છે, તે દર્શાવવા પ્રત્યેક ગતિની બાબતમાં ગણિતની સંજ્ઞા આપવામાં આવી છે જે અનુસાર મનુષ્યની વસતી ‘સંખ્યાતા' છે. દેવતા અને નારકીના જીવો ‘અસંખ્યાતા’ છે અને તિર્યંચ ગતિના જીવો અનંત છે - અનંતાનંત છે. જૈનસિદ્ધાંત અનુસાર ચાર ગતિનાં જીવો જ્યાંસુધી પાંચમી ગતિ - અર્થાત્ મોક્ષગતિ નથી પામતા, ત્યાંસુધી એક ગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એ પરિભ્રમણના પણ ચોકકસ નિયમો છે. ૧. દેવગતિનો જીવ આયુષ્ય પૂર્ણ કરી ને ફરી દેવતિમાં ઉત્પન્ન થઈ શકતો નથી, તેવી જ રીતે એ જીવ દેવગતિમાંથી સીધો નકગતિમાં ઉત્પન્ન થઈ શકતો નથી. દેવગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યગતિમાં કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. ૨. નરકગતિનો જીવ આયુષ્ય પૂર્ણ કરીને તરત નરકિતમાં ફરીથી ઉત્પન્ન થઇ શકતો નથી. તેમજ તેઓ નરકગતિમાંથી સીધા દેવગતિમાં પગ ઉત્પન્ન થઈ શકતાં નથી. નરકગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યગતિ કે તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. દેવ તરત દેવમાં ન જાય, નારકી તરત નારકીમાં ન જાય. ૩. તિર્યંચગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. મનુષ્યગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. તિર્યંચગતિનાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવો દેવગતિમાં કે નરકગતિમાં જઈ શકે છે. પરંતુ તિર્યંચગતિનાં જીવો સીઘી મોક્ષગતિ પામી શકતા નથી. ૪. મનુષ્યગતિના જીવો આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી મનુષ્યજન્મ પ્રાપ્ત કરી શકે · છે. અથવા તિર્યંચગતિ, અથવા દેવગતિ, અથવા નરકગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. મનુષ્યજન્મ એ એક જ એવી ગતિ છે, જ્યાંથી મોક્ષગતિ પ્રાપ્ત થઈ શકે છે. તિર્યંચગતિના જીવો ફરીથી તિર્યંચગતિમાં અનુક્રમે સતત અનેકવાર જન્મ પુનર્જન્મ ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ મનુષ્યગતિના જીવો સતત મનુષ્યજન્મ સાત કે આઠ વખત મેળવી શકે છે. આમ સુખવૈભવ, દીર્ઘાયુષ્ય, વૈક્રિય શરીર, આકસ્મિક મૃત્યુનો અભાવ વગેરે દૃષ્ટિએ દેવગતિ મનુષ્યગતિ કરતાં ચડિયાતી હોવા છતાં પણ મોક્ષપ્રાપ્તિ માત્ર મનુષ્યગતિ-મનુષ્યભવ દ્વારા જ શક્ય હોવાથી, દેવો પણ મનુષ્ય અવતાર ઝંખે છે, એવી માન્યતા છે. ચારેય ગતિના જીવોના પરિભ્રમણનો વિચાર કરીએ તો દેવ અને નરકગતિના અસંખ્યાતા જીવો અને તિર્યંચગતિના અનંતાનંત જીવોમાંથી એ જીવોને મનુષ્યગતિમા સ્થાન મળવું અતિ દુર્લભ છે. શેક્સપીઅરે ‘માનવી’ નો મહિમા સચોટ રીતે વર્ણવ્યો છે : 'What a piece of work is a man - how noble in reason, how Infinite in faculty ! - In form and moving how experess and admirable! - In action how like an Angel! - In apprehension how like a God! નિસર્ગનું નમૂનારૂપ સર્જન માનવી કેવી ઉમદા બુદ્ધિ, અસીમ પ્રજ્ઞાનો ધારક, આકૃતિ અને હલનચલનમાં કેવો શોભાયમાન અને પ્રશંસનીય, ફરિસ્તા જેવું કાર્ય કરનાર અને જાણે ઈશ્વર જેવી ગ્રાહ્યતા ધરાવનાર ! સંત જ્ઞાનેશ્વરે લખ્યું છે : જ્ઞાનબીજરૂપી નરદેહ એ આઠે અંગે ઉજવ્વલ એવું મોતી છે. પૂર્વર્જન્મના પુણ્યથી જ એ પ્રાપ્ત થાય છે. સવેળા સાવધ થઈને એની સહાયથી મુકામે પહોંચી જવું જોઈએ. પ્રભુના દર્શન કરવાં જોઈએ. યક્ષ યુધિષ્ઠિરને પૂછે છે.‘‘આ દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય શું છે?'' યુધિષ્ઠિર જવાબ આપે છે. ‘‘માણસ પોતાની આસપાસ અનેકને મૃત્યુ પામતાં જુએ છે. પરંતુ પોતાનું પણ એક દિવસ મૃત્યુ થશે, એવું તેને ભાન નથી. એ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય છે.’' ભગવાન મહાવીરે પણ આજ વાત કહી. બધા મરે છે, પણ હું મરવાનો નથી એવું માનવી માની બેઠો હોય છે. મનુષ્યજન્મ અત્યંત દુર્લભ છે; એ જૈન, હિંદુ કે બૌદ્ધ ધર્મના અનેક ગ્રંથોમાં ભારપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. સર્વ જીવોમાં મનુષ્યની શ્રેષ્ઠતા તો વિશ્વના દરેક ધર્મે જ નહિં, પણ વિજ્ઞાને પણ સ્વીકારી છે. તમામ તત્વવિદોએ મનુષ્ય જન્મ પુનર્જન્મ ' ૧૩૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ જન્મને શ્રેષ્ઠ કહ્યો છે. ઈસ્લામે પણ મનુષ્યને અશરફ ઉલ મખલુકાત - બધામાં શ્રેષ્ઠ સર્જન કહ્યું છે. કુરઆને શરીફનાં છેલ્લાં પ્રકરણ સુરએ અમ માં લખ્યું છે ; લકદ ખલકનલ ઈન્સાના ફી અહસને તકવીમ અર્થાત : I have created man with Best of Elements. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યાયમાં કહ્યું છે : चतारि परमंगाणि दुल्लहाणीह जतूणो । माणुसत्त सुई सद्धा, संगममि य वीरियं ॥ ચાર વસ્તુઓ જીવને અત્યંત દુર્લભ છે ૧) મનુષ્યપણું ૨) ધર્મશ્રવણ ૩) ધર્મમાં શ્રદ્ધા અને ૪) સંયમ માટેનો પુરુષાર્થ. વળી ઉત્તરાધ્યયન સૂત્રમાં અન્યત્ર કહ્યું છે મનુષ્યજન્મ ખરેખર બહુ દુર્લભ છે. : માનુલ્લ છુ જીરુમહં સર્વ જીવોને માટે છ વસ્તુઓ દુર્લભ છે ૧) મનુષ્ય ભવ ૨) આર્યક્ષેત્ર ૩) ઉત્તમ કૂળમાં જન્મ. ૪) કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ. ૫) શ્રવણ કરેલા ધર્મ ઉપર શ્રદ્ધા. અને ૫) શ્રદ્ધા કરેલા ધર્મ, પ્રતીતિ કરેલા, રુચિ કરેલા ધર્મ પ્રમાણે આચરણ. સ્થાનાંગસૂત્ર. શંકરાચાર્યે પણ કહ્યું છે : दुलभं त्रयमेवेतद देवानुग्रह हेतुकम् । मनुष्यत्वं मुमुक्षुत्व महापुरुष संभव ॥ મનુષ્યપણું, ‘મુમુક્ષત્વ (મોક્ષ મેળવવાની ભાવના) અને મહાપુરુષોની સંગતિ એ ત્રણ દુર્લભ છે. અને દેવોની કૃપા હોય, પુણ્યાદેય હોય તો જ મળી શકે એમ છે. . कम्माणं तु पहाणाए, आणुपुव्वी कयाइउ जीवा सोहिमण पत्ता आययंति मणुस्सयं અનુક્રમે કર્મોનો ક્ષય કરતાં કરતાં શુદ્ધિને પ્રાપ્ત કરીને જીવો ઘણા દીર્ઘકાળ પછી મનુષ્યજન્મ પ્રાપ્ત કરે છે. (ઉત્તરાધ્યયન સૂત્ર) મનુષ્યજીવનની દુર્લભતા દર્શાવતાં અન્યત્ર કહ્યું છે : વૅ પ્રમત: સંસારસાગરે ટુર્નમ મનુષ્યત્વમ્... સંસાર ઘણો મોટો હોવાથી, વળી એમાં ઘણી અધાર્મિકતા અને દુષ્કર્મોની બહુલતા હોવાથી સંસારરૂપ સાગરમાં ભ્રમણ કરતા જીવને મનુષ્યપણુ મેળવવું અતિ દુર્લભ છે.” નનુ પુનરિમતિપુર્નમન... આગિયા અને વીજળીના પ્રકાશ જેવો અત્યંત જન્મ પુનર્જન્મ ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ ચંચલ આ મનુષ્યજીવ અગાધ સંસારરૂપ સમુદ્રમાં જે સરી પડશે, તો ફરીથી પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. આવો દુર્લભ મનુષ્યભવ પરિભ્રમણશીલ જીવને કેવી રીતે પ્રાપ્ત થાય, તે દર્શાવતાં આગમગ્રંથોમાં કહ્યું છે : चउहिं ठाणहिं जीवा मणुसत्ताए कम्मं पगरोंति त जहापगइमद्रभयाए, पगइविणीययाए साणुक्कोसयाए अमच्छरियाए। (સ્થાનાંગસૂત્ર) ચાર કારણોથી જીવ મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે. ૧) સરળ પ્રકૃતિથી ૨) વિનીત પ્રકૃતિથી ૩) દયાભાવથી અને ૪) મત્સરના અભાવથી. ધર્મકલ્પદ્રુમમાં કહ્યું છે : अनुलोमो विनीतश्च दयादानरूचिद॒दुः। सहर्षो मध्यदर्शी च मधुध्यादागतो नरः।। જે બધાની સાથે અનુકુળ થઈને રહેતો હોય, વિનયવાન હોય, દયા અને ‘દાનને વિશે રુચિવાળો હોય, સ્વભાવે કોમળ હોય, અને મધ્યમદષ્ટિવાળો હોય, તે માણસ મનુષ્યગતિમાંથી આવેલો છે, એમ જાણવું. निदंम्भः सदयो दानी दान्तो दक्ष: सदा मृदुः। साधुसेवा जनोत्साही, भावी चात्र नरः पुनः ।। જે નિર્દભ, દયાળુ, દાતાર, ઈન્દ્રિયોને દમનાર, દક્ષ, મૃદુ, સાધુસંતોની સેવા કરનાર અને અન્ય મનુષ્યોને ઉત્સાહ આપનાર હોય, તે મનુષ્ય સંસારમાં ફરી મનુષ્યપણું પામે છે. “વિવેકવિલાસમાં એ જ પ્રમાણે કહેવાયું છે : નિર્દમ સદયો દાની દાન્તો દક્ષ: ઋજુ: સદા મસ્યનિસમુદભૂતો ભાવી તત્ર પુન: પુમાન જે મનુષ્ય હમેશં નિર્દભ હોય, દયાળુ હોય, દાન આપવાવાળો હોય, ઈન્દ્રિયો પર સંયમ રાખનાર હોય, ડાહ્યો અને સરળ હોય, તે મનુષ્ય યોનિમાંથી આવેલો હોય છે અને ફરીથી પાછો મનુષ્યગતિમાં જાય છે. જીવે સુખ કે દુ:ખ ઉપજાવનારું જે કર્મ કર્યું હોય, તેનાથી સંયુક્ત થઈને તે પરભવમાં જાય છે (ઉત્ત. અ. ૧૮. ગા. ૧૩) બુદ્ધિમાન પુરુષે સમજવું જોઈએ કે જે મનુષ્યયોનિમાં આવે છે, તે મૂળધન સાથે પ્રવેશ કરે છે. મનુષ્યભવ એ મૂળ ધન છે. દેવગતિ એ લાભ છે, અને નરક તથા તિર્યંચગતિએ જીવોના મૂળધનનો નાશ છે. (ઉત્ત. અ.૭ ગા.૧૬,૨૦) ગૃહસ્થ પણ ઘરમાં વસતાં છતાં પોતાની શક્તિ મુજબ પ્રાણીઓની દયા જમ પુનર્જન્મ ૧૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ પાળે, સર્વત્ર સમતા ધારણ કરે, નિત્ય અહિત પ્રવચન સાંભળે, તો મૃત્યુ પછી દેવલોકમાં ઉત્પન્ન થાય છે. જેમને તપ, સંયમ ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે, એવો સાધક તે પાછલી અવસ્થામાં પણ સંયમમાર્ગ ગૃહણ કરે, તો શીઘ અમર જીવનમાં અર્થાત દેવલોકમાં ઉત્પન્ન થાય છે. - (સ્વ્યુ. ૧, અ.૨, ૩.૩, ગા.૧૩. દશ.અ. ૪, ગા.૨૮) જે સંવૃત્તાત્મા ભિક્ષુ છે, તે બેમાંથી એક ગતિને પ્રાપ્ત થાય છે. કાં તો સર્વ દુ:ખથી રહિત સિદ્ધ થાય છે. અથવા મહર્વિક દેવ થાય છે. દેવલોકનું આયુષ્ય પૂરું કર્યા પછી તે આત્મા માનવકુળમાં જન્મ લે છે કે જ્યાં ઉત્તમ ઋદ્ધિ, ધૃતિ, યશ, વર્ણ, આયુ અને અનુત્તર સુખ હોય છે. (ઉત્ત. અ. ૫, ગા.૨૫, - અ.૭, ગાં ૨૭) મનુષ્યદેહ ક્ષણભંગુર છે, વ્યાધિ, જરા મરણ અને વેદનાથી ભરપુર છે. મનુષ્યો બાળ હોય કે વૃદ્ધ કે ગર્ભાવસ્થામાં પણ મૃત્યુ પામે છે. કોઈ સહાયભૂત થઈ શકતું નથી. આ જીવન અશાશ્વત છે. એમાં જે પુણ્ય, સુકૃત અને ધર્મ કરતાં નથી, તે મૃત્યુના મુખમાં પડતી વખતે પથાતાપ કરે છે અને પરલોકમાં દુ:ખ પામે છે. ( પ. સૂત્ર ૩૪; સૂ. શ્રુ. ૧, અ.૨, ઉ. ૧, ગા.૨, ઉત્ત. અ.૧૩, ગા.૨૧) મહાઆરંભ કરવાથી, મહાપરિગ્રહ ધારણ કરવાથી, પંચેન્દ્રિય જીવોનો વધ કરવાથી અને માંસભક્ષણ કરવાથી જીવો નારકીમાં ઉત્પન્ન થાય છે. આંખના જ્યાં પલકારા જેટલો સમય પણ સુખ નથી હોતું. " (ઓપ. સૂત્ર ૩૪, જીવા. પ્રતિ. ૩, ઉ.૩, ગા ૮, ૧૦, ઉ.અ. ૧૦ગા. ૪૮,૪૯) આથી વીર પુરુષે સર્વ લોકમાં કોઈની પણ હિંસા કરવી નહિં, તેણે નિશ્ચલ સમફત્વ ધારણ કરવું, અપરિગ્રહી બનવું અને લૌકિક માન્યતાઓને વશ ન થતાં તાત્વિક બોધ પ્રાપ્ત કરવો. (સૂ. શ્રુ. ૧, ૪, ૫, ૭.૨, ગા. ૨૪) માગુસ્સે વિગ્રહ લખું સુઈ ધમ્મસ્ય દુલ્લા જે સોચ્ચા પરિવર્જતિ તવં ખંતિ મહિસયા (ઉ. અ. ૩, ગા. ૮) આગાથામાં મનુષ્ય શરીર પામીને ધર્મનું સાંભળવું દુર્લભ બતાવે છે. પણ ધર્મ કેવો? જે સાંભળવાથી તપ, અહિંસા અને ક્ષમાના ગુણો પ્રાપ્ત થાય, તેવા ધર્મનું શ્રવણ બતાવેલ છે. આ લોગસ્સ સૂત્રમાં પણ કહ્યું છે : આરૂષ્ણ બોહિલભં સમાહિ વર મુત્તમ દિકુ - હું એવું"આરોગ્ય માગું છું કે જેથી હું ભભશ્રણમાંથી છૂટવાનો બોધ લઈ શકું. જન્મ પુનર્જન્મ ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ છૂટવાનો ઉપાય કરવો, એ જ બોધિદુર્લભ ભાવના કહેવાય છે. આવી ઈચ્છાનો બોધ થવો એ પણ દુર્લભ છે. જે આત્મગુપ્ત થઈને કઈ કરતો નથી. તે નવાં કર્મ બાંધતો નથી. તે કર્મની નિર્જરાનું સ્વરૂપ જાણે છે અને જાણીને તે મહાવીર પુરુષ જેવું વર્તન કરે છે, તેને આ સંસારમાં ફરી જન્મ લેવો પડતો નથી કે મરવું પડતું નથી. (સૂ. શ્રુ. ૧. અ. ૧૫, ગા. ૭) છેલ્લે કહ્યું છે : જ્ઞાનનો સંપૂર્ણ પ્રકાશ થવાથી, અજ્ઞાન અને મોહનો સર્વથા ત્યાગ કરવાથી, અને રાગ તથા દેશનો સર્વથા ક્ષય કરવાથી આ જીવ એકાંત સુખરૂપ મોક્ષને પામે છે. (ઉત્ત. અ. ૩૨, ગા. ૨). ટૂંકમાં : ઈહ માગુરસ દાગે, ધર્મીમારાહિત નરા. અર્થાતું : ધર્મની આરાધના કરવા માટે જ આ મનુષ્યલોકમાં મનુષ્યો ઉત્પન્ન થાય છે. (સૂ. શ્રુ. ૪. ૧, અ. ૧૫, ગા. ૧૫) આવો દુર્લભ મનુષ્યજન્મ પ્રાપ્ત થયા પછી અનેક મનુષ્યો તેને વ્યર્થ ગુમાવી દે છે. મિત્ર પ્રકરણમાં આવા અજ્ઞાની માણસોની સરસ સરખામણી કરી છે : જે માણસ પ્રમાદને વશ થઈ દુપ્રાપ્ય એવા મનુષ્યજન્મને વ્યર્થ ગુમાવી દે છે, તે અજ્ઞાની માણસ સોનાની થાળીમાં માટી ભરી રહ્યો છે. અમૃતથી 1 પગ ધોઈ રહ્યો છે. શ્રેષ્ઠ હાથી પર લાકડાનો ભારો લાદી રહ્યો છે. અને ચિંતામણિ રત્ન કાગડાને ઉડાડવા માટે ફેકી રહ્યો છે. માટે જ કહ્યું છે : दुर्लभ प्राप्त मानुष्यं हारयदवं मुधैव मा। (પાર્વચરિત્ર) દુર્લભ મનુષ્યજન્મ મેળવીને વ્યર્થ ગુમાવી ન દેશો. મનુષ્ય ભવ મળ્યા પછી એની દુર્લભતા સમજાય, ધર્મતત્વમાં શ્રદ્ધા બેસે, અને મોક્ષગતિની આગમોલતા સમજાય, એ અતિ કઠિન વાત છે. સાચી શ્રદ્ધા ઘાણી દુર્લભ હોય છે. એટલે ભગવાન મહાવીરે કહ્યું છે કે : ઉત્તરાધ્યયન નિર્યુક્તિમાં મનુષષ્યજીવનની દુર્લભતા દર્શાવવા માટે ૧) ચુલો ૨) પાસા ૩) ધાન્ય ૪) વૃત ૫) રત્ન ૬) સ્વપ્ન ૭) ચક્ર ૮) ચર્મ ૯) યુગ (દૂસરું) અને ૧૦) પરમાણુ. એમ દસ દષ્ટાંત આપવામાં આવ્યા છે. દરેક દષ્ટાંતમાં વાસ્તવિક રીતે લભગભ અશક્ય કે અસંભવિત વસ્તુની વાત કરી સમજાવ્યું છે કે એવી વસ્તુ પણ ક્યારેક શક્ય કે સંભવિત બને. પણ મનુષ્યગતિમાં જન્મ મેળવવો એટલો સુલભ નથી. જન્મ પુનર્જન્મ ૧૩૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદે અમૂલ્યતત્વવિચારમાં ગાયું છે : બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો, તો યે અરે ભવચકનો આંટો નહિં એક ટળ્યો. મનુષ્યગતિમાં જ મુક્તિની સંભાવના છે. મનુષ્યનો અવતાર મળ્યા પછી મુક્તિને પુરુષાર્થ જ માનવનો ઉદ્યમ છે. અને એમાં જ મનુષ્યની ગરિમા, મનુષ્ય પાનુ અને ચતુરાઈ છે. નરસિંહ મહેતાએ ગાયું છે : ભાગે નરે સંયો તત્વદર્શન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો. ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય, તે મણિને રત્નચિંતામણિ કહ્યો છે. એ જ આ મનુષ્ય દેહ છે. મનુષ્યજાતિનું પદ ઉત્કૃષ્ટ છે. મહાભારતમાં કહ્યું છે : “ર માનુષાત શ્રેણતર દિ વિષિત મનુષ્યથી શ્રેષ્ઠ કોઈ નથી (શાંતિપર્વ ૨૮૮-૨૦) મનુષ્યની આવી આગવી પ્રતિષ્ઠા કરવામાં જૈન તીર્થકરોનો મહત્તમ ઉપકાર રહ્યો છે. તીર્થકરોએ માનવીમાં અચળ વિશ્વાસ પ્રગટ કર્યો છે. અનેક જન્મોના પુગ્ય થી આ મનુષ્યદેહ, મનુષ્યભવ પ્રાપ્ત થયો છે. એટલે પુણથી મેળવેલી ચીજથી પાપ કરાય, તો તેવી ચીજ ફરી મળવી મુશ્કેલ છે. શાસ્ત્રોમાં કહ્યું છે : જીવન સાથે મરાગ નિયત છે, પાગ માગ સાથે જન્મ નિયત નથી. અર્થાત મૃત્યુ પછીનો જન્મ માનવજન્મ હશે કે અન્ય, એ નિશ્ચિત નથી. અંબુજઝહ, કિં ન બુજઝહ, સંબોહી ખલુ પેચ્ચે દુલ્લહા. ગો હૂવમંતિ રાઈઓ, નો સુલભં પાગરાવિ જીવિય (સૂયગડાંગ, અ ૨, ગા. ૧) અહો બુદ્ધિમાન માણસો ! તમે બોધ પામો. શા માટે બોધ પામતા નથી, અને તમોને મળેલી બુદ્ધિનો વિકાસ કેમ સાધતા નથી ? શું આ મનુષ્યજન્મ તમોને વારંવાર મળવાનો છે? અને બીજાં જન્મોમાં બોધ પણ મળવાનો છે? આટલી સગવડ મળી છે, છતાં આળસ કેમ કરો છો? શું તમારા જીવનની પળો વીતી રહી છે, તે પાછી આવવાની છે? સંત તુલસીદાસે કહ્યું, “શરીરમ ધર્મ ખલુ સાધનમ! શરીર ધર્મની સાધના-આરાધના માટેનું સાધન છે. અને એજ અપેક્ષાએ દેહને શુભ કહ્યો છે બાકી તો માટીની માટી જ છે. જન્મ પુનર્જન્મ ૧૩૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ એટલે જ મનુષ્યપણાને એક સમય - એક ક્ષણ પાણ ચિંતામણિરત્નથી પરમ મહામ્યવાન અને મૂલ્યવાન છે. એનું વિશિષ્ટ એટલે મોક્ષના સાધનના કારાગરૂપ હોવાથી તેને મોક્ષનું સાધન કહ્યું છે. અને તો જ તેનુ મહાભ્ય છે. નહિં તો પશુના દેહ જેટલી પણ તેની કિંમત નથી. ચક્રવતીની સમસ્ત સંપત્તિ કરતા પણ મનુષ્યદેહની એક પળ માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે. જેના વડે ઊંચામાં ઊંચું કામ લઈ શકાય એવું કોઈ શરીર હોય, તો તે માનવશરીર છે. એને પાપથી અભડાવાય નહિ. એની સાથે ચેડાં ન કરાય, મંદિરની જેમ શુદ્ધ સ્વચ્છ અને પવિત્ર રાખવાની અપેક્ષાએ જ સર્જનહારે તે આપાગને સોપ્યું છે. દશવૈકાલિક સૂત્ર (૮) ૩૬) માં કહ્યું છે : જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, રોગાદિ વધતા નથી, ઈન્દ્રિયો અશક્ત બની નથી ગઈ, ત્યા સુધી યથાશકિત આચરણ કરી લેવું. શંકરાચાર્યએ કહ્યું છે : શરીર ધ્રુજે છે. વાળ સફેદ થઈ ગયા છે, મોંમાંથી દાંત પડી ગયા છે. ઘરડો લાકડીના ટેકે ચાલે છે. છતાં આશા (લો ભ) છૂટતી નથી. શ્રીમદ રાજચંદ્ર કહેતા : કાળ શું ખાય છે? પ્રાણી માત્રનું આયુષ્ય ખાય છે. જેટલો વખત આયુષ્યનો છે, તેટલો જ વખત ઉપાધિને જીવ રાખે, તો મનુષત્વનું સફળ થવું કયારે સંભવે ? - જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલા એવાં પૂર્વકર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપા અર્થ હોય છે. કુંદકુંદાચાર્યે લખ્યું છે : ‘જેને દેહાદિમાં આણુ જેટલી પણ આસક્તિ છે, તે માણસ ભલે ને બધા શાસ્ત્રો જાગતો હોય, છતાં મુક્ત થઈ શકતો નથી. चतुर्गतिभवसंभ्रमण जातिजरामरण - रोगशोकाश्च। कुलयोनिजीवमार्गणा - स्थानानि जीवस्य नो सन्ति।। શુદ્ધ આત્મામાં ચગતિરુપ ભવભદ્માણ, જન્મ, જરા, મરણ, રોગ, શોક, તથા કુળ, યોનિ, જીવસ્થાન અને માર્ગણાસ્થાન નથી હોતાં. શ્રીમદ્ કહેતા - અનંતવાર દેહને આત્માર્થે ગાળ્યો છે. જે દેહ આત્માર્થે ગળાશે, તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થિની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય હોવો જોઈએ.' કેટલું જીવ્યા એના કરતાં કેવી રીતે જીવ્યા એ જ અગત્યનું છે. - સાર્થક જ ઉમે પુનર્જન્મ ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ કે વ્યર્થ ! A man's value is not measured by the years he has lived or even the work he hass done; It is measured by the strength of character he has moulded. The profit of life consists not in space or span but in the use. Some men have lived long that had short life si scrl: Nothing is more dishonourable than an old man, heavy with years, who has no other evidence of his having lived long, except his age. માણસના જીવનની શરૂઆત, વિકાસ, હગ અને અંત - કેટલાં બધાં અવનવા રંગોની મિલાવટ ધારણ કરે છે, પણ છેલ્લો રંગ તો મુકિતનો જ હોવો જોઈએ. તો જ કબીરની જેમ છેલ્લે સર્જન હારને પાછું સોંપતા કહી શકીએ: દાસ કબીરને જતનસે ઓઢી, જ્યોં કી ત્યોં ધરિ દીનિ ચદરિયા' તમામ ક્ષાયો અને કર્મોથી મુક્ત...I shall keep my body pure, knowing that thy living touch is upon all my limbs. કલ્પના, તત્વજ્ઞાન અને ધર્મ એ ત્રાગ માનવી જીવનની બીજા કોઈના જીવનમાં ન હોય તેવી વિશેષતા છે. જીવનશકિતના મુખ્ય ત્રણ અંશ, ચેતના, સંકલ્પ અને વીર્ય (બળ). મનુષ્યજાતિને સૌથી મોટી કીંમતી કુદરતી બક્ષિસ મળી છે, તે સાહજિક ભાવને ધારણ કરવાનું કે ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તથા યોગ્યતા છે. તે અસાધારણ વિકાસનું મુખ્ય સાધન છે. દૈહિક દુન્યવી કે ધૂળને બદલે આધ્યાત્મિકતા પસંદ કરી સોક્રેટિસ ઝેર પી અમૃત થઈ ગયા. ઈશુએ વધસ્તંભન સિંહાસન બનાવ્યું. બુદ્ધ, મહાવીર, શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજીનો અપ્રતિમ પુરુષાર્થ એ જ કોટિનો હતો. અનેક જીવો આત્મજ્ઞાન પામ્યા, અને મુક્ત થયાં. શ્રીમદે લખ્યું છે : “સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય.' માનવીને મૃત્યુ નહિં, આસક્તિ રાવે છે. મોક્ષ સિવાય મરણ ટળે નહિં. “મુક્તિનો અર્થ જ એ કે મૃત્યુથી મુક્તિ. મૃત્યુથી મુક્ત થનાર જન્મથી મુકત થઈ જાય છે. બહુનાં જન્મનામન્ત-બહુ જન્મના અંતે પ્રાપ્ત થાય એવી દશા છે. મુક્તિની આરાધના શરીરના માધ્યમથી જ થઈ શકે છે. જિજીવિષા એ માનવીની એક મૂળભૂત વૃત્તિ છે: પાણા Life Instrict એટલે ‘ઈરોઝ'.. મૃત્યુએષણા Death-Instrict ને ફોઈડે ‘થાનાટોસ' એવું નામ આપ્યું, ઈડે એનો અધિકાર જિંદગીના પાછળના વર્ષોમાં કર્યો. વિરોધાભાસી લાગે એવી બઉ વૃત્તિઓ એક સાથે જ મનમાં side by side જન્મ પુનર્જન્મ ૧૪૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ રહેલી છે. ક્યારેક એકમેકમાં ગુંથાયેલી પણ લાગે. ફોઈડ અહીં આવીને અટકી ગયા. ફોઈડને ભારતીય વિચારધારાઓ અને સંસ્કૃતિ પ્રત્યે અનહદ આદર હતો. પરંતુ જૈન દર્શન કે પાતંજલ યોગનો કોઈ પરિચય ન હતો. ફોઈડ જેને મરણેચ્છા-પૅથ ઈસ્ટીંકટ સમજી બેઠા, એ મૃત્યુની ઈચ્છા કે વૃત્તિ નથી પાળ, WILL TO FREEDOM મુક્તિની ઈચ્છા છે. એટલે જેને મુક્તિની અભિલાષા કહે છે. Impulses and desire can be completely overcome, but the Will To Freedom cannot. માનવીમાં અનંત જીવન, મુક્ત જીવનની ઈચ્છા, Desire for eternal Life પડેલી જ છે. ફોઈડ મૃત્યુની વૃત્તિ સુધી તો પહોંચ્યા, એમની દિશા સાચી હતી. પાણ મુક્તિની ધારણા- Concept સુધી પહોંચવાનો અવસર ન આવ્યો. જો એવું થયું હોત તો મનોવિજ્ઞાનના પરિમાણ બદલાઈ જાત. પૂર્વના ચિંતન પરિચય હોત, તો ફોઈડ કદાચ એ સિન્થસીસ - એ સમન્વયને ઉપલબ્ધ થઈ જાય છે વીતરાગતા નો છે. .. : યોગ સાઈકોલોજી નો એક હેતુ એ છે, કે મુક્તિની વૃત્તિ કેમ બળવત્તર બનાવવી જેથી એષાગાઓ મંદ પડે છે. આ મુક્તિની મૂળભૂત વૃત્તિ Instrict સૌમાં નિહિત છે. એ યથાર્થરૂપે પામી શકાય, ત્યારે જ કહી શકાય કે Death, thou shall die. મૃત્યુ મરી ગયું રે લોલ. જીવપણા બાંધી રાખે છે. મૃત્યુ એપણા મુક્ત કરે છે. કોઈ પણ સાધના, કોઈ પણ ભવની નિરર્થક નથી હોતી. મનુષ્યના જીવન હેતુ જ જન્મ મરણના ચક્રમાંથી છૂટવાનો જ છે. ક્યાં સુધી ભવભ્રમાણમાં ભટકવું? શંકરાચાર્યે કહ્યું છે : પુનરપિ જનનું પુનરપિ મરાગં પુનરપિ જનની જઠરે યનમ; ઈહ સંસારે બહુદુસ્તારે કૃપયા પારે પાહિ મુરારે. અર્થાતું : "ફરી ફરી જન્મવું ને ફરી ફરી મરવું; વળી ફરી ફરી માતાના ગર્ભમાં સૂવું. આ અત્યંત દુસ્તર અને અપાર સંસારમાં આવું વારંવાર થયા જ કરે છે, એ મુરારી ! કૃપા કરીને મને ઉગારો'. - જીવનને જો તમે ચાહતા હો, તો સમય ગુમાવશો નહિ. કારણ કે જીવન સમયનું જ બનેલું છે. એક જિંદગી, માણસના મહાજીવનને હિસાબે શું છે? અને દુ:ખ તો મરવામાં ત્યારે હોય, જ્યારે અહિંના કરતા પરભવ સારૂં નથી મળવાનું એની ખાત્રી હોય ! મહાવીરસ્વામીએ ગૌતમને વારંવાર કહ્યું છે : ‘ક્ષણ માત્રને પ્રમાદ ન જન્મ પુનર્જન્મ ૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ કર. મહાવીર કહેતા : જેવી રીતે વૃક્ષના પાંદડા પીળાં પડી ભૂમિ પર ખરી પડે છે, એવી જ રીતે મનુષ્યનું જીવન પણ આયુષ્ય પૂરું થતાં ક્ષીણ થઈ જાય છે. માટે તે ગૌતમ ! ક્ષણમાત્ર ને માટે પણ પ્રમાદ ન કર. જે રીતે ઘાસની પત્તીની અણી પર ઝૂલતું ઝકાળબિંદુ બહુ અલ્પ સમય ટકી શકે છે, તેવી જ રીતે મનુષ્યનું જીવન ક્ષણભંગુર છે. એથી હે ગૌતમ!. ક્ષણભરને માટે પ્રમાદ ન કર. તું મહાસમુદ્ર તરી ચૂકયો છે. હવે કિનારે કેમ બેસી પડ્યો છે? પેલે પાર પહોંચવા માટે જલદી કર! હે ગૌતમ! ક્ષણભરને માટે પ્રમાદ ન કર. ટાગોર આજ વાત કવિતામાં કહે છે : Let your life lightly dance on the edges of Time like a dew on the tip of a leaf. “સમય ગોયમ ! મા પમાયએ. યોગ્ય ચિંતન, શુદ્ધ દષ્ટિ, શુદ્ધ ચારિત્ર- પ્રાપ્ત થવું દુર્લભ છે. આને જ શાસ્ત્રોએ બોધિદુર્લભ ભાવના કહી છે. મનુષ્યભવ અણમોલ છે. સમય અમૂલ્ય છે. સર્વ પ્રકારે નિર્ભય એવા આત્મજ્ઞાનની તેમાં જ શક્યતા રહેલી છે. અને તે સિદ્ધ કરવામાં જ માણસનો મનુષ્યપણાનો મહિમા રહેલો છે. સંયમનો માર્ગ શ્રેષ્ઠ છે. આ માર્ગ મુક્તિના દ્વાર સુધી, મોક્ષ સુધી લઈ જાય છે. જન્મ-મરણના ચક્રમાંથી છૂટવાનો આ એક માત્ર ઉપાય છે. સંસારનો ભાર ડુબાડે છે. અને સંસારમુક્ત હળવાશ તારે છે. જે આત્મા છે, તે જ પરમાત્મા છે. “અપ્પા સો પરમપ્પા' આત્માનું પરમાત્માસ્વરૂપ થઈ જવું એ જ પરાભક્તિની ઇવેટની હદ છે. (તત્વાર્થસૂત્ર - ઉમાસ્વાતી) O beggar, to beg at your own door? છેવટના સમયે સમય ચૂકીશ હૈ મયુ, સમાધિ, જન્મ અને સ્વપ્ન અત્યંત વ્યક્તિગત ઘટનાઓ છે. દરેકને પોતાનું નિજી મૃત્યુ હોય છે. માત્ર ઈશુએ જ પોતાનો જૂસ ન્હોતો ઉઠાવ્યો. Every man has his own cross, હરેકે પોતાના મોતનો સામાન પોતે જ એકઠો કરવો પડે છે અને પોતે જ ઉઠાવવો પડે છે. મૃત્યુ એ વ્યક્તિ સાપેક્ષ ઘટના છે. Death belongs to Life as Birth does. જમ પુનર્જન્મ ૧૪૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ એ સકળ વિશ્વમાં સુસંગત જીવનરૂપી કાર્યક્રમની પરાકાષ્ટા છે. મૃત્યુને રોગ કે તંદુરસ્તી સાથે કોઈ લેવા દેવા નથી. કેવળ પોતાનું કાર્ય પાર પાડવા મૃત્યુ એનો ઉપયોગ કરે છે. રવીન્દ્રનાથ ટાગોરની સંવિત્તિ : અનેક કવિઓ અને ચિંતકોની જેમ ટાગોરે મૃત્યુના સંદર્ભમાં જીવન જીવનના સંદર્ભમાં પ્રેમ, પ્રેમનાં સંદર્ભમાં પરમેશ્વરને આલેખ્યો. મૃત્યુના ખડિયામાં કલમ બોળી અનંત જીવનનું ચિત્રાગ કર્યું. ટાગોર કહેતા : તારો અંતિમ સંસ્પર્શ રાતરાગીના ફૂલ જેવો મૃદુ હો; હે સુંદસ્તમ અંત! ક્ષાગભર સ્થિર થંભી જ અને તારા છેલ્લાં શબ્દો મૌનવાણીમાં જ ઉચ્ચાર હું તને વંદન કરું છું અને તારો પંથ આલોકિત કરવા માટે દીવો ધરું છું. અન્ય એક કાવ્યમાં કવિ કહે છે : તારા અગણિત તારાઓમાં મારો નાનકડો દીપ સમાવી લે! તો તારે આંગણે અજાગ્યા તરીકે આવ્યો, મહેમાન થઈ તારા ઘરમાં રહ્યો. અને તે ધરતી તારો મિત્ર બની તારા સાથી વિદાય થાઉં છું. મેં હતાશા અને વેદના વેઠયાં. મૃત્યુને ઓળખું; આ દુનિયામાં છે, એનો મને આનંદ છે. મેં જે જોયું તે અનુપમ છે. unsurpassable. " “પ્રત્યુ માટે દરવાજે ટકોરા દેશે ત્યારે હું એને શું આ પીશ ? એને ખાલી હાથે તો નહિં જવા દઉં મારા મહેમાન સમક્ષ જીવનથાળ ધરી દઈશ. પાનખરના દિવસો અને ઉનાળાની રાતોનો મધુર એહસાસ, મારી આયુષ્ય ભરની સંપદા જીવના તે એને ચરણે ધરી દઈશ.” તે પછીના કાવ્યમાં કવિ કહે છે : O THOU the last fulfilment of life, Death, my death, come and whisper to me! દિવસ પછી દિવસે હૈયોલ્લાસ અને હૃદયશૂળથી મેં તારી રાહ જોઈ છે. તારી એક અમીદષ્ટિથી હું તારો થઈ જઈશ. ફૂલો ગુંથાઈ ગયાં છે. વરરાજા માટે હાર તૈયાર છે. After wedding the bride will leave her house and meet her lord alone in the solitude of night. આ સુષ્ટિ પરનું મારું જીવન કર્મ સમાપ્ત થશે, ત્યારે રાજરાજેશ્વર ! હું એકલો, મૌન તારી સમક્ષ મુખોન્મુખ હાથ જોડી ઉભો રહીશ - Face to Face લોર્ડ ટેનીસન જેવી જ વાત ટાગોરે કહી. એક પ્રાર્થનામાં કવિ કહે છે : Give me confidence that belongs to Life in Death! તારો સાદ પડતાં હું મારા બધાં સપનાં છોડી દોડી આવીશ. જીવન અથક - Inexhaustible છે, તે જાણવા હું ફરી ફરી મૃત્યુ પામીશ, જન્મ પુનર્જન્મ ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ મેં ‘એનો’ ચહેરો જોયો નથી, એનો ધ્વનિ પણ સાંભળ્યો નથી, મારા ઘર પાસેથી પસાર થતાં ‘એના’ હળવાં પગલાંનો અવાજ પધ્વનિ માત્ર સાંભળ્યો છે. મેં જીવનભર તને મારાં ગીતો વડે જ શોધ્યો. મારો અવાજ જ્યારે મૃત્યુમાં વિરમી જશે, ત્યારે મારાં ગીતો તમારા હૃદયનાં ધબકારમાં ગુંજશે. ટાગોરે Twilight ની ગોધુલિ વેળાની, ગોરજ - આરતી ઝાલર સધ્યા સમયની, દિવસ અને રાતનાં સંધિકાળની પવિત્ર ક્ષણની વાત કહી. જીવન અને મૃત્યુના સંધિકાળની નિશ્ચંત ક્ષણને, એનાં સંગમને Holy Confluence of Life and Death કહી વધાવી. ટાગોરને તો મૃત્યુ સાથે ભાઈબંધી હતી, ભાઈબંધને તો બે હાથ ફેલાવી ભેટી શકાય. કાકા કાલેલકરે મૃત્યુને પરમસખા કહી નવાજ્યા. વિશ્વતિવએ મૃત્યુને સામે જોયું ત્યારે જ કવિતા સ્ફુરી આવી. ‘શ્રિય છલનામિય’ કાવ્ય રચવાના આનંદમાં જીવમાત્રને ડરાવતો મૃત્યુનો ભય ઓગળી ગયો. ટાગોરના અનેક ‘મૃત્યુગાન' મૃત્યુને પણ યાદ તો આવ્યાં જ હશે ! ટાગોર તો જીવનથી જ અભિભૂત હતા ઈશ્વરને પૂછતા ‘What divine drink wouldst thou have, my God, from the overflowing cup of my life? મૃત્યુ નથી અનિષ્ટ, નથી ડરામણું. મરણની બીફ અને જીવવાની હોંશ, એ સાચી રીતે તો મરણોત્તર સ્થિતિ અંગેના આપણા અજ્ઞાનને કારણે છે. પુનર્જન્મની બાબતમાં આપણી શ્રદ્ધાની આ કસોટી છે. જીવનની હરેક અવસ્થા પવિત્ર છે, સૌંદર્યમય છે. મૃત્યુ એ માત્ર છેલ્લી ક્ષણની ઘટના નથી, પણ સમયગાળાની ઘટના છે. જીવનનો જ હિસ્સો છે. જીવનની જ એક અવસ્થા છે. જીવનસંગીતિમાં છેલ્લા ટંકાર પછી પણ જે ગુંજ અંતિમ સૂરની લય રહી જાય, તે મૃત્યુની છેલ્લી એ ગુંમાંથી જે નવી સિમ્ફની ઉદ્ભવે. એ ગુંજ નવાં બહેતર જન્મને નિર્માણ કરે, અથવા મુક્તિ અપાવે. When the music stops, the melody lingers on... મૃત્યુ યોગથી ધવું જોઈએ, રોગથી નહિં. માનવીએ યોગારૂઢ થઈ મૃત્યુને સામી છાતીએ બાહુ ફેલાવી ભેટવું જોઈએ. નહિં તો બહુધા પીઠપર સવાર થયેલી ભૂતકાળની અતૃપ્ત વાસનાઓ મૃત્યુને મુશ્કેલે બનાવી દે છે. યાજ્ઞવલ્કય જ્યારે ગૃહત્યાગ કરતી વખતે બન્ને પત્નીઓને બધી સંપત્તિ આપવા તૈયાર થયા, ત્યારે મૈત્રેયીએ પૂછ્યું : ''યનો હૈં નામૂતા સ્થાન વિમાઁ તેન ર્યાન્ ! જેનાથી હું અમૃત ન થાઉં, તે લઈને હું શું કરું ?’’ જન્મ પુનર્જન્મ ૧૪૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ એનો અર્થ શો ? અમર થવું એટલે શું? આ પાર્થિવ શરીરને ઉપાડીને ક્યાં સુધી ચાલ્યા કરવું? અથવા મૃત્યુ પછી પણ કોઈ પણ રૂપે જન્માંતરે કે અવસ્થાંતરે ટકી રહેવું? એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જવાનું? આ બધું હું લઈને શું કરું? મારે તો અમૃત જોઈએ. આ છે મૈત્રેયીની પ્રાર્થનાનો મંત્ર. જીવનમાંથી મૃત્યુ એ આપણી ભાષા છે. જ્યારે વૈદિક ઋષિઓની ભાષા છે : મૃત્યુમાંથી અમૃત. પશ્ચિમનો શબ્દ પ્રયોગ છે. And then Death Set in' “મૃત્યુએ પ્રવેશ કર્યો.” આપણો શબ્દ પ્રયોગ છે : મૃત્યુમાં પ્રવેશ. મૃત્યુમાં પ્રવેશ તે અમૃતમાં પ્રવેશ. When man bursts his mortal bonds, is not Boundless revealed that moment? વિનોબા રોજ મૃત્યુની રિહર્સલ કરતા, એમણે ઉઘનું નામ જ 'મૃત્યુની રિહર્સલ પાડયું હતું. વિનોબા કહેતા ભગવાન કૃતન નથી. જો જીવનભર આપણે એની સેવા કરી હશે, તો છેવટે એ આપણી સેવામાં જરૂર રહેશે. મૃત્યુ એ વિકાસનું છેલ્લું સોપાન છે. સંલેખના મૃત્યુ પર જીવનની યશકલગી છે. ભતૃહરિ કહે છે : નિવૃત્તા ભોગેચ્છા... અર્થાત્ : ભોગની ઈચ્છા ક્ષીણ થઈ ગઈ છે. હું પુરૂષ છું તે પ્રકારનું અભિમાન ગળી ગયું, સમવયસ્ક પ્રાણપ્રિય મિત્રો સ્વર્ગે સિધાવ્યાં. લાકડીના ટેકે માંડ ઉઠાય છે. બન્ને આંખે સજજડ મોતિયો ઉતર્યો છે. છતાં પણ આ ધૃષ્ટ કાયા મરણરૂપી વિપત્તિથી ડરીને ચોંકી ઉઠે છે. મૃત્યુ શબ્દથી પણ ગભરામણ થાય છે, પરંતુ માનુષી જીવન તેની મરણાધીનતાને કારણે ચાલે છે. તેથી સાચી સુખશાંતિ અને આનંદ મેળવવા પોતાના મૃત્યુની સ્પષ્ટ, જીવંત સ્મૃતિ માણસને અત્યંત ઉપયોગી છે. મૃત્યુ ગમે તેટલું બિહામણું લાગતું હોય, તો પણ એની સતત સ્મૃતિ રાખવાથી માણસના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે. સંત એકનાથે માર્ગદર્શન માટે આવેલા એક ભાઈને કહ્યું “સાત દિવસ પછી તારું મૃત્યુ થશે” સંતની વાણી, ખોટી તો હોઈ જ ન શકે! પરિણામે એ ભાઈઓ જીવનના છેલ્લા સાત દિવસ સાધુની જેમ વીતાવ્યા, પરંતુ મૃત્યુ આવ્યું નહિ! પાછા સંત પાસે ગયા. સંતે કહ્યું “હવે તને માર્ગદર્શનની જરૂર નથી. મેં તો તારું જીવન સુધારવા તને મૃત્યુ પ્રત્યે જાગૃત કર્યો. હવે સાત દિવસ જે રીતે જીવ્યો છે, તેમ જ જીવ્યે જાએ જ દિશામાં ચાલ્યો જા” મૃત્યુની જીવંત સ્મૃતિએ એ ભાઈનું જીવન સુધારી દીધું. જીવનનો સરવાળો એ જ મૃત્યુ. જીવનનું સરવૈયું એ જ મૃત્યુની ક્ષણ, જન્મ પુનર્જન્મ ૧૪૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી પળ. મૃત્યુની ક્ષણ ટાળી નથી શકાતી પણ મૃત્યુનું સ્વરૂપ કેવું હોય તે નક્કી કરવાની સ્વાધીનતા મનુષ્યને હોય છે. એનો પ્રકાર બદલી શકાય છે. આપણને જીવવાની એવી આદત પડી ગઈ છે કે મરવાની આવડત આપણે ભૂલી ગયા છીએ. મળેલા જીવનનું છેલ્લું બિંદુ છે : દેહાંત. પણ તેને પ્રથમ રાખવું પડે. અંતકાળનું અલ્પેભાન પણ માનવી માટે યાતનામય હોય છે. એ વિચારે છે,‘“અરેરે મારી પત્ની, સંતાનો, સંબંધીઓ, મિત્રો, માલમિલકત, બંગલા-ગાડી, મોભો, યશસ્વી કાર્યો અને નામના, એ બધા સાથે મારો અવિસ્મરણીય આનંદસભર સંબંધ પૂરો થશે ? અરે, મારા વગર મારા પરિવારની શી હાલત થશે ?’’ આ વિચારે જ એને રડવું આવી જાય છે. તો મૃત્યુશય્યા પર આ યાતના કેવી વસમી બને ? આવું કષ્ટદાયી મૃત્યુ કોણ ઈચ્છે ? જે માણસે રાગદ્વેષ, માનાપમાન, ઈર્ષ્યા મોહ, ક્રોધ, લોભ, વેરભાવ સંગ્રહ, તેમજ સાધન સામગ્રી એકઠી કરવામાં જ જીવન પૂરૂં કર્યું હોય, તેને માટે આ સર્વ બાબતો આસક્તિ અને મમત્વના બંધનો બની જાય છે. દેહ છૂટે છે, ત્યારે વેદના થાય છે. તેવી જ રીતે જેણે આખી જિંદગી રોદણાં જ રયાં હોય, સતત બધા સામે ફરિયાદો જ કરી હોય, રોષ, રીસ, અને ચીડમાંજ જીવન વ્યતીત કર્યું હોય, ભોગને જ જીવનની મીઠાશ અને ઈતિશ્રી માની હોય, એક રીતે કહીએ તો ક્લેશમય જીવન જ જીલ્યું હોય, તેને જીવન છોડતાં પણ ક્લેશ જ થાય છે. તો બીજી બાજુ જીવનમાં માન કે અપમાન, પ્રશંસા કે નિંદા પ્રત્યે સમભાવ કેળવ્યો હોય, સંતોષ અને સંયમમાં અર્થાત સાદું જીવન જીવ્યા હોય, ઈશ્વરના અનુગ્રહથી જે મળ્યું તેને પ્રસાદ સમજી સ્વીકાર્યું હોય, અન્યો માટે ઉપયોગી જીવન જીવ્યા હોય, સંસારમાં ગળાડૂબ કે લિપ્ત ન હોય, અહિંસા અને કરૂણાનું સેવન કર્યું હોય, મમત્વનો ત્યાગ અને અનાસક્ત વલણ કેળવ્યું હોય, તેને માટે દેહત્યાગ યાતના રહિત અને સહજક્રિયા જેવી બાબત બની જાય છે. શ્રીમદ્ ભાગવત ધર્મગ્રંથ તેમજ ભક્તિગ્રંથ ગણાય છે. પરીક્ષિત રાજાથી ઋષિનું અપમાન કરવાની ભૂલ થઈ ગઈ. ઋષીપુત્ર શાપ આપે છે કે સાત દિવસ પછી એનું મૃત્યુ થશે. પરીક્ષિત રાજા આ શિક્ષા સહર્ષ સ્વીકારે છે. મહાન યોગી શુકદેવજી પાસેથી ભાગવતની કથા સાંભળે છે. પરિણામે પરીક્ષિત રાજાનું મન પરમ તત્વમાં કેન્દ્રીત થતું રહે છે. અને સાત દિવસની અવધિ પૂરી થતાં પરીક્ષિત રાજા પરમ તત્વ સાથે ઐક્ય થયું હોય, એવી અવસ્થામાં સહજપણે દેહત્યાગ કરે છે. તેથી શ્રીમદ્ ભાગવતનો ગ્રંથ મરતાં શિખવાડે છે એમ જે કહેવાય છે, તે યોગ્ય છે. દિવંગત આત્માઓની શાંતિ અર્થે શ્રી ભાગવતની કથા કરવાની જન્મ પુનર્જન્મ ૧૪૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ રૂઢિ પડી ગઈ છે, પરંતુ આ કથાનો એટલો જ અર્થ કે મર્મ નથી. પણ જીવિત માટે મંગળમય મૃત્યુ શીખવાની બાબત છે, અને તેના અનુસંધાનમાં જીવતાં આવડે તેવી ઉત્તમ કક્ષાની બાબત છે. - પશ્ચિમમાં જીવનના સંદર્ભમાં મૃત્યુનું ચિંતન થાય છે. આપણે મૃત્યુનાં સંદર્ભમાં જીવનનું ચિંતન કરીએ છીએ. We look at Life from platform of Death. આ ભેદનું મૂળ કારણ એ છે કે પશ્ચિમી સંસ્કૃતિ મૃત્યુ સાથે જ જીવનનો અંત માને છે. આપણે પુનર્જન્મમાં શ્રદ્ધા ધરાવીએ છીએ. upl Haillant stal "We begin to die as soon as we are born and the end is linked to the beginning અર્થાત્ : આપણા જન્મ સાથે જ મૃત્યુની પ્રક્રિયાનો પ્રારંભ થઈ જાય છે. અને અંત બીજા જન્મના પ્રારંભ સાથે જોડાયેલો છે. પણ માણસ મરણનું સ્મરણ ટાળતો રહે છે. મૃત્યુને કેમ ભૂલવું એ જ પ્રયાસમાં મંડ્યો રહે છે. મરણ શબ્દ પણ અપશુકનિયાળ ભાસે છે. દરેક ક્ષણે આયુષ્ય કપાતું જાય છે. તેનો વિચાર પણ માણસને આવતો નથી. જ્ઞાનદેવ કહે છે, “તુવ રિતકૌતુક દેખાય છે. માણસને આટલી નિરાંત ક્યાંથી રહે છે? એ વાતનું જ્ઞાનદેવને • આશ્ચર્ય છે. ફેન્ચ ફિલસૂફ પાસ્કલ પાસે'માં લખે છે કે લડાઈમાં જનાર સિપાઈ ‘ટોમી” પ્રત્યક્ષ મરણ સન્મુખ હોવા છતાં, તેને વીસરી જવા, ખાશે, ગાશે, નાચશે, રાગડા તાણશે. આપણે બધા આ ટોમી જેવા છીએ, પણ તેથી મૃત્યુ ટળે છે ખરું? - ગાંધીજી કહેતા ‘હું એકસરખો રેંટિયો રેંટિયો ર્યા કરું છું. રેટિયો પવિત્ર છે, પણ અંતકાળે તેની પણ વાસના ન હોવી જોઈએ. જેણે મને રેંટિયો સુઝાડયો તે તેની ફિકર રાખવાને પૂરેપૂરો સમર્થ છે. રેંટિયો હવે બીજા સારા માણસોના હાથમાં પહોંચ્યો છે. એની ફિકર છોડી મારે પરમેશ્વરને મળવા તૈયાર રહેવું જોઈએ'. રામનામ ગાંધીજીના શ્વાસમાં વણાઈ ગયું હતું. અને ગોળી વાગી ત્યારે હે રામ” જ મુખમાંથી સર્યું. ગીતાના આઠમાં અધ્યાયમાં ભગવાને કહ્યું છે : મને જ સ્મરતો અંતે છોડી જાય શરીર જે, મારો જ ભાવ તે પામે, તેમાં સંશય ના કશો. દેહ છોડતાં જે ભાવ હોય, તે જ ભાવ પામે. મને પામીને મહાત્માઓ પુનર્જન્મ ધરે નહિં. બ્રહ્માનાં લોક પર્યત સર્વેને આવાગમન રહે, પરંતુ મને પામીને પુનર્જન્મ રહે નહિં. ધ્યાનયોગ બતાવતાં શ્રીકૃષ્ણ પ્રારંભમાં જ એક મહત્વની વાત કહી છે. કે મારે મારો ઉદ્ધાર કરવો જ છે. આ મનખાદેહમાં હું આવા ને આવો પડી રહેનાર નથી. ઊંચો કૂદકો મારવો જ છે. પરમેશ્વર પાસે પહોંચવાની હું હિંમત જન્મ પુનર્જન્મ ૧૪૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ રાખી કોશીષ કરીશ', એવો દઢ સંકલ્પ હોવો જોઈએ. - આ બધું સાંભળતાં અર્જુન શંકા રજુ કરે છે કે મનુષ્યને શ્રદ્ધા છે, પણ, પ્રયત્ન મંદ છે. સફળ નથી થતો. તો તેની કેવી ગતિ? શું છૂટા પડેલા વાદળાની જેમ નાશ નથી પામતો?' ભગવાન બોલ્યા “એવો શ્રદ્ધાળુનો નાશ થાય જ નહિ. કલ્યાણમાર્ગનું સેવન કરનારની અવગતિ ન જ થાય. એવો માણસ મૃત્યુ પછી પુષ્યલોકમાં કર્મ પ્રમાણે વસી પાછો પૃથ્વી પર આવે છે. ને પવિત્ર ઘરમાં જન્મ પામે છે. આવો જન્મ લોકોમાં દુર્લભ છે. આવે ઘેર તેનાં પૂર્વના સંસ્કારોનો ઉદય થાય છે. તેનો હવે નો પ્રયત્ન તીવ્ર બને છે. આમ પ્રયત્ન કરતાં કોઈ વહેલા ને કોઈ અનેક જન્મ પછી પોતાની શ્રદ્ધા અને પુરૂષાર્થના બળે છેવટે સિદ્ધ યોગી થઈ પરમ ગતિ પામે છે.” બીજા શબ્દોંમાં કહીએ, તો અર્જુનની શંકા કઈક આવી છે, કે હવે મોટા થયા. બે દિવસમાં મરી જઈશું. પછી આ બધી સાધનાનો શો ઉપયોગ? ભગવાનનો ઉત્તર આ પ્રમાણે સમજી શકાય, કે મૃત્યુ એટલે લાંબા ગાળાની ઊંઘ. રોજના પરિશ્રમ બાદ આઠેક કલાક ઊંઘીએ છીએ, એ ઊંઘનો શું આપણને ડર લાગે છે? ઉસ્ ઊંઘ ન આવે તો ચિંતા થાય છે. જેવી ઊંઘની, તેવી જ મરણની જરૂર છે. ઊંધ્યા બાદ સવારના ઉઠી કામે લાગી એ છીએ, તેવી જ રીતે મરણ પછી પણ આ પાછલી બધી સાધના આપણને આવી મળે છે. | ટાગોર કહેતા : We shall know someday that death can never rob us of that which our soul has gained. " જ્ઞાનેશ્વરી માં જ્ઞાન દેવે આ પ્રસંગ ની ઓ વી ઓ માં જાણે કે આ ભ ચ રિત્ર લખી દીધું છે. - નgrી જ સર્વજ્ઞા/ વરી તયાંતે, सकल शास्त्रे स्वयंभे। निघती मुखें. બાળપણમાં જ સર્વજ્ઞતા તેમને મળે છે; બધાં શાસ્ત્રો આપમેળે તેમનાં મોંમાંથી બહાર પડે છે. એ બધી કડીઓમાં આ બીના દેખાય છે કે પૂર્વજન્મનો અભ્યાસ તમને ખેંચી ગયા વગર રહેતો નથી. કોઈક એક વ્યક્તિનું ચિત્ત વિષય તરફ વળતું જ નથી. તેને મોહ જેવું કઈ થતું જ નથી. એનું કારણ એ કે તેણે પૂર્વજન્મમાં સાધના કરેલી હોય છે, જેનું અનુસંધાન આ જન્મમાં થઈ જાય છે. ભગવાને આશ્વાસન આપી રાખ્યું છે કે : * “દિ કાળવૃત વિશ્ચિત કુત્તિ તાત ઋતિ, - - બાપુ! લ્યાણમાર્ગે કોઈ દુર્ગતિ પામતો નથી - કલ્યાણ માર્ગે જનારનું જન્મ પુનર્જન્મ ૧૪૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ કશું ફોગટ જતું નથી. આવી આ શ્રદ્ધા છેવટે આપી છે. પૂર્વના તેજ અભ્યાસે ખેંચાય અવશ્ય તે યોગ જિજ્ઞાસુ તેથી શબ્દની પાર જય તે ખંતથી કરતો યત્ન દોષાથી મુક્ત તે થઈ ઘણા જન્મ થઈ સિદ્ધ યોગે પામે પર ગતિ. (અ. ૬, શ્લોક ૩૭ થી ૩) જીવન એટલે સંસ્કારસંચય સંસ્કાર, સારાં કે નરસાં, બન્નેની અસર થાય છે. બાળપણની ઘાણી ખેલકૂદ ભૂંસાઈ જાય છે. પૂર્વજન્મના સંસ્કારો તો એટલા ભૂંસાઈ ગયેલા હોય છે કે પૂર્વજન્મ હતો કે નહિં, તેની પાગ શંકા થઈ શકે. આ જન્મનું બાળપણ યાદ નથી રહેતું, તો પૂર્વજન્મની વાત જ શી ? દિવસને અંતે થોડીક મહત્વની વાતો-, મહિના કે વરસને અંતે મોટી મહત્વની બાબતો,-સરવાળે જન્મારાને અંતે શેષ રહે છે, જોરાવર એવો સારરૂપ એક સંસ્કાર, જે વિચાર માગ વખતે સ્પષ્ટ તેમ જ ઊંડે હસી ગયેલો હોય, તે જ વિચાર પછીના જન્મમાં સૌથી જોરાવર કરે છે. એ ભાથું બાંધીને જીવની યાત્રા આગળ વધે છે. આ જન્મના અંત સાથે આગળના જન્મનો પ્રારંભ થાય છે. એથી હમેશાં મૃત્યુનું સ્મરણ રાખી જીવનનો વહેવાર કરવો. સત્સંસ્કારની ધારા આખા યે જીવન દરમ્યાન સતત વહેતી રહેવી જોઈએ. છેવટની ઘડી રૂડી નીવડે, છેવટનો સાર મધુર નીવડે, તેટલા માટે આખા જીવનની મહેનત, આયુષ્યભરનાં ઉત્તમ સંસ્કારનો અભ્યાસ રહેવો જોઈએ. ઉત્તમ સંસ્કાર મન પર કેમ ઠસે એનો વિચાર આ પળથી જ થવો જોઈએ. જીવનભર સ્વાદનો ચસ્કો રહ્યો હોય, તો છેલ્લી ક્ષણે ભોજન જ યાદ આવશે, એ જ સંસ્કાર બળવત્તર સાબિત થશે. જિંદગી સંપતિ સંચયમાં જ વીતાવી હોય, તો છેલ્લે એ જ ખાળખાગાટ રોકડો સામે આવશે. | નાટકનો એક અંશ પૂરો થઈ પડદો પડે છે, બીજા અંક માટે પડદો ઉઠે છે અને આગલા અંકના છેલ્લાં દશ્ય સાથે અનુસંધાન થઈ નાટક આગળ વધે છે. છેલ્લા અંકનું અંતિમ દશ્ય અર્થાત મૃત્યુની પણ નાટયકાર રિહર્સલ કરે છે. કેદારનાથે મૃત્યુની રિહર્સલ કરતા. જન્મ-પુનર્જન્મમાં પણ એક અંક પૂરો થાય છે, પડદો પડે છે, અને પાછું નવું દશ્ય શરૂ થાય છે. અંતિમ અંત સુધી અનુસંધાનની પરંપરા હોય છે. છેલ્લી ક્ષણે ચિત્તમાં રહેલા ભાવનું મહત્વ પુનર્જન્મના સંદર્ભમાં ઘણુ મહત્વપૂર્ણ છે. આવતા જન્મમાં એ ભાવ તરફ માણસ ખેંચાય છે, અને આગળ વધે છે. આખરી ક્ષણ આપણા મૃત્યુ પછીની ગતિ નક્કી કરે છે. આપણું સમગ્ર જન્મ પુનર્જન્મ ૧૪૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ જીવન આપણી આખરી ક્ષણના ભાવનો નિર્ણય કરે છે. તત્કગમાં એકાએક આખરી ક્ષણનો નિર્ણય થઈ શકતો નથી, જીવનભરની સાધના સિવાય છેલ્લી ક્ષણમાં પ્રભુમાં ચિત્ત પરોવાય અને છેલ્લી ક્ષણ ઉજમાળી બને, એ શકય નથી. તે માટે જીવનભરની સાધના જરૂરી છે. મનોવ્યાપાર અને ઇન્દ્રિયોને સંકેલી, સમગ્ર પ્રાગતત્વને પ્રભુમાં લીન કરવાનું છે. ગાંધીજીને ગોળી વાગી અને મુખેથી ક્ષણાર્ધમાં “હે રામ' હોઠે આવ્યા. આયુષ્યભરની રામનામની સાધનાનું સાતત્ય છેલ્લી ક્ષણે પ્રકટ થયું. ઈશ્વરપરાયણતા જ સ્થાયી ભાવ ન બને, તો આખરી ક્ષણે ઈશ્વર બનવાની આશા છોડી દેવી જોઈએ. પ્રભુમરણમાં છેલ્લી ક્ષણ વીતે, એજ સમાધિમરાગ. અભાન અવસ્થામાં મૃત્યુશા પર પડેલા માણસને છેલ્લે નવકાર મંત્ર, ઈષ્ટ મંત્ર કે ગીતાનો પાદ કે રત્નાકરપશ્ચીસી સંભળાવવામાં આવે છે. ધાગાને લાગે કે બેહોશીમાં માણસ શું સાંભળતો હશે ? પાગ એવી ઘટનાઓ બને છે કે દાક્તરી ઉપાયોથી માણસ ફરી હોશમાં આવી જાય છે અને ધર્મનું શું સાંભળ્યું તે કહી શકે છે. બધી ઈન્દ્રિયો દપ હોવા છતાં આંતરમન હમેશાં જાગૃત હોય છે. ડો રમણભાઈ શાહે આવા કિસ્સાની વાત કહી હતી. છેવટનું પ્રભુસ્મરણ આવખું તો સુધારી દે છે, પણ આગળની ગતિ પણ સુધારી દે છે. ' અંતકાળનું સ્મરણ આખા જીવનનું ફલિત છે. મરણ વખતે જે સરકાર " ઉપર તરી આવે એવી ઈચ્છા હોય, તેને અનુસરીને આખા જીવનનો પ્રવાહ વાળવો જોઈએ. રાત-દિવસ તેવું વલણ રહેવું જોઈએ. પરમમંગળમય મરણ મળે, તે માટે સતત જાગૃત રહી ઝૂઝતાં રહેવું જોઈએ. ક્ષણભર પણ અશુદ્ધ સંસ્કારની છાપ મન પર પડવા દેવી ન જોઈએ. અને એવું બળ મળે તે માટે પરમેશ્વરની પ્રાર્થના, નામસ્મરણ, તત્વનું રટણ કરી ફરી કરતા રહેવું જોઈએ, તો જેને તેવું મરણ આવી મળે, તે પરમાત્મામાં ભળી ગયો જાણવો. જેના જીવનમાં સત્ત્વગુણ પ્રધાન હોય, તે મરણાંતે જ્ઞાનમયૂ નિર્દોષ લોકમાં જન્મ પામે છે. રજસ પ્રધાન હોય, તે ધાંધલી લોકમાં, કર્મસંગી લોકમાં જાય છે. અને તમસ પ્રધાન હોય તે મૂઢયોનિમાં જન્મ છે. સાત્વિક કર્મનું ફલ નિર્મળ, રાજસનું દુ:ખમય, ને તમસનું અજ્ઞાનમય હોય છે. ચડે છે સાત્વિકો ઊંચે, રાજસો મધ્યમાં રહે; હીનવૃત્તિ તમોધર્મી તેની થાય અધોગતિ (અધ્યાય ૧૪, ૧૫, ૧૬, ૧૮). દેહ સાથે ઉઠેલા આ ત્રિગુણો જે તરી જતો, જન્મ પુનર્જન્મ ૧૫૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ જન્મ-મૃત્યુ-જરા દુ:ખે છૂટી તે મોક્ષ ભોગવે. (૧૯) શ્રી મદ કહેતા : ‘જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહિં જ મરું એમ જેને નિ થાય હોય, તે ભલે સુખે સુએ'. ભારતીય સંસ્કૃતિમાં જન્મથી મૃત્યુ સુધીના જે સોળ સંસ્કાર માનવામાં આવે છે, તેમાં મૃત્યુને પણ સંસ્કાર માન્યું છે. મંગળમય માન્યું છે. મૃત્યુ વિષે માણસ જેટલી ચિંતા કરે છે, એટલી માત્રામાં જે ચિંતન કરે, તો મૃત્યુથી અભય થઈ જાય. જન્મના આનંદની જેમ મૃત્યુ પાગ આનંદસ્વરૂપ છે. મૃત્યુનો ચમત્કાર ન હોય, તો જીવન જડ અને નીરસ બની જાય છે. મૃત્યુ છે, તો તાઝગી, ઉત્સાહ અને નવા ઉન્મેષોને અવકાશ છે. જીવનનું મૂલ્ય જ મૃત્યુ થકી છે. The Stamp of Death gives value to the coin of Life જીવનના ઉદગમથી જ મૃત્યુની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. એટલે સમજણની પ્રથમ લગથી જ મૃત્યુની તૈયારી કરવી, યથાર્થ અભિગમ વિકસાવવો અત્યંત આવશ્યક બની રહે છે. બાળકને આપણે અનેક પ્રકારનું જીવનોપયોગી શિક્ષણ આપીએ છીએ, પછી બાળક પોતે શીખે છે. સફળ કેમ થવું, જીવન કેમ જીવવું, એ અંગે અનેક શાસ્ત્રો રચાયાં છે. પણ મૃત્યુ અંગેનું શિક્ષણ અપાતું નથી. મૃત્યુનું સ્મરણ જો ઉત્કટતાથી રહે, મૃત્યુ સમીપ જ છે, અહર્નિશ બેઠું છે, ઓશિકે, એવી જાગૃતિ રહે તો જીવનયાત્રા સફળ થઈ જાય, જીવનની દિશા બદલાઈ જાય. It is seldom possible to lead a bad life and die a good death મૃત્યુ વિના જીવનમાં આસ્તિકતા પણ ટકી શકતી નથી. ફળ પાક્યા પછી પણ ડાળીને વળગી રહે, તો તેમાં સડો પેદા થાય. સમયસર ખરી પડવું જ મહત્વનું છે. તો જ કવિ પોપની જેમ કહી શકીએ. On! Death, where is thy sting? oh! Grave where is thy victory? મૃત્યુ તારો ડંખ કયાં ? કબર, તારો વિજય થયો? મૃત્યુ મુક્તિનું દ્વાર બની જવું જોઈએ શ્રીમદ્ કહેતા. “જીવતાં મરાય, તે ફરી ન મરવું પડે, એવું મરણ ઈચ્છવાયોગ્ય છે!” આ જ સમાધિમરણ. લેશ્યા : જૈન દર્શનની અભિનવ મનોવૈજ્ઞાનિક દેન છે ‘લેશ્યા'. છ લેશ્યાઓ દ્વારા ભાવનાઓ, વૃત્તિઓ, વિચારતરંગોનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ, ભાવોનું પૃથકકરણ, અત્યંત સરળ અને સૂક્ષ્મતમ દષ્ટિએ સમજાવવામાં આવ્યું છે. જન્મ પુનર્જન્મ • ૧૫૧, Page #159 -------------------------------------------------------------------------- ________________ આવેગ, ઉર્મિ, વૃત્તિઓ, ક્રોધ વગેરે કષાયોથી પ્રેરિત-અનુજિત મન વચન અને કાયાથી જે પ્રવૃત્તિ થાય, તે ભાવ લેયા છે. આ પ્રવૃત્તિના છ પ્રકાર છે, તેનો નિર્દેશ કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, અને શુક્લ, આ રંગોના રૂપમાં કરવામાં આવ્યો છે. પીત, પદ્મ અને શુક્લ આ ત્રણ શુભ લેશ્યાઓ તથા કૃષ્ણ, નીલ અને કાપોત, આ ત્રણ અશુભ લેશ્યાઓ છે. આત્મા અને કર્મનો જે સબંધ કરાવે છે, તે લેશ્યા. મનોગત વ્યાપાર, મનોવિકાર, શુભ કે અશુભ ચિંતન, લેશ્યામાં પરિણામે છે, જે શરીરને સ્પષ્ટરૂપથી પ્રભાવિત કરે છે. ધ્યાન : પીડા કે દુ:ખનું ચિંતન તે આર્તધ્યાન. હિંસા ક્રોધ વેર વગેરેનું ચિંતન તે રૌદ્રધ્યાન. મુખ્યરૂપે ધર્મનું ચિંતન તે ધર્મજ્ઞાન. આત્માના શુદ્ધસ્વરૂની રમણતા તે શુક્લધ્યાન. આમાં પ્રથમ બે ધ્યાન કર્મબંધના કારણ હોઈ છોડયા યોગ્ય. બીજા બે ધ્યાન કર્મબંધને છંદનારા હોઇ આદરવા યોગ્ય. શુક્લ લેશ્યાવાળા જીવને આર્ત કે રૌદ્ર ધ્યાન હોતું નથી. પણ ધર્મધ્યાન તથા શુક્લધ્યાન જ હોય છે. કૃષ્ણે નીલ અને કાપોત લેશ્યાઓ અધમ હોઇ ભવાંતરમાં દુર્ગતિ આપનાર છે. તેજોલેશ્યા (પીત), પદ્મલેશ્યા અને શુક્લ લેશ્મા એ ત્રણે ધર્મલેશ્યાઓ હોઈ ભવાંતરમાં સદ્ગતિ આપનાર છે. (ઉત્ત. અ.૩૪. ગા ૫૬-૫૭૩) કોઈપણ જીવ આગામી ભવમાં સારાનરસાં જે સ્થાને ઉત્પન્ન થવાનો હોય. તેવી લેશ્યા અંત સમયે પરિણમે છે. જીવ જે લેશ્યામાં મરે છે, તેજ લેયામાં ઉત્પન્ન થાય છે. અંત સમયે : મતિ તેવી ગતિ ભાવ તેવો ભવ સ: પર: ઉચ્યતે નો: વર: યચ મતિ: તંત્ર વસતિ यत्र मतिः तत्र गतिः जीवस्य एव नियमेन येन भवति ॥ (ઉત્ત. અ. ૩૪.ગા. ૫૮ થી ૬૧) યોગેન્દ્રદેવ વિરચિત પરમાત્મપ્રકાશ, પ્રથમ મહાધિકાર, ગા. ૧૧૧ જીવનની અંતિમ ક્ષણની વાત ઈશોપનિષદ ની છેલ્લી ત્રણ ગાથાઓ - ૧૬, ૧૭, ૧૮ માં વણી લેવાઈ છે. સૃષ્ટિના ધારક, પોષક, સર્વવ્યાપી પ્રકાશકને અંત સમયે જીવ પ્રાર્થે છે; કે તારો પ્રકાશ થંભાવી દે. તારા કિરણો સમેટી લે. તારી કૃપાથી તારૂં ઉત્કૃષ્ટ રૂપ નિહાળી શકું. હું પણ તે જ સ્વરૂપ છું. હવે મારા શ્વાસ અક્ષય પ્રાણમાં વિલીન થઈ જાય, મારૂં શરીર રાખ થઈ જાય, એ જ એનો અંત છે, ઓમ્... હે મન હવે મારા ભૂતકાળના કૃત્યો સંભાર... જે બધું કર્યું તે યાદ કર... જન્મ પુનર્જન્મ ૧૫૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી ક્ષણે સારાં કાર્યો યાદ કરવાનું સૂચન કરાતું હોય છે. અંતિમ પળનું ચિંતન જ આત્માની મૃત્યુ પછીની ગતિ નક્કી કરે છે. શુભનું પરિણામ શુભ જ હોય. મરતાં માણસે શુભ ચિંતવન જ કરવું જોઈએ છતાં એ લક્ષમાં લેવું જરૂરી છે કે જે સદાચારી જીવન જીવ્યો હોય, તેના જ ચિત્તમાં સહજપણે શુભ વિચારો આવે છે. બાકી સદ્ગતિ માટે સ્વજનોની પ્રાર્થના-નવકાર મંત્ર બહુ કામ લાગતાં નથી. સમસ્ત આયુષ્યના વિચારો અને કર્મોના તરંગો અંત સમયે ટોળે વળી મનને ભરી દે છે. મૃત્યુ પામતાં માણસો પરમતિની આકાંક્ષા કરે છે. જે છેલ્લી ગાથામાં આવે છે. જેમાં એવી પ્રાર્થના છે કે અમારા પાપોનો નાશ કરો, અમને અમારા કર્મોના સુફળ માટે સદ્માર્ગે દોરી જાઓ; અમે શબ્દોથી તમને વંદન કરીએ છીએ... છેલ્લી ક્ષણે શારીરિક અવસ્થા એવી હોય છે કે વંદન કરી ન શકાય, એટલે માત્ર શબ્દોથી જ વંદન કરાય છે. ઉપનિષદ્નો જ અદ્ભુત મંત્ર છે : ‘પૂર્ણમાંથી પૂર્ણ જતાં પૂર્ણ રહે અવશેષ ’ પદાર્થવિજ્ઞાની ડેવીડ બ્લોમ કહેતા : ‘માત્ર પૂર્ણતા એ જ વાસ્તવિકતા છે. જે ગોટાળો છે, તે એકતા અને અનેકતા વચ્ચેનો છે. દેહાધ્યાસ એ જ સંસાર અને ભવચક્રનું કારણ છે. આ જન્મ-પુનર્જન્મનું ભમ્રણ નિવારવામાં મૃત્યુ સમયની દશા-યોગ્ય દશા ઉપયોગી થઈ શકે. શ્રીમદ્ રાજચંદ્રએ લખ્યું છે : ‘સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી, તેનું મમત્વ છેદીને નિજસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિ પામ્યા છે, તે જ જીવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી. અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. અનાદિ કાળથી જીવ પર્યાય દષ્ટિમાં જ ફસાઈ રહ્યા છે. તેથી શરીર આદિ પર્યાયોમાં અહંભાવ, મમત્વ ભાવ કરી તેમાં હર્ષ, શોક, રાગદ્વેષ કર્યા કરે છે. તેથી જન્મમરણ ઊભા થાય છે. જન્મમરણના કારણભૂત તેવી પર્યાય દષ્ટિ તજવા યોગ્ય છે, એમ જ્ઞાની પુરુષો પોકારી પોકારી કહી ગયા છે. છતાં જીવ અનાદિ અધ્યાસને લઈને તે વાત માન્ય કરતો નથી, ગળે ઉતારતો નથી. હિં તો સર્વ દુ:ખનો નાશ કરનાર એવું જે સમ્યક્ત્વ તે જીવ અલ્પ સમયમાં પ્રાપ્ત કરે; સમ્યજ્ઞાની મૃત્યુ પ્રાપ્ત થવાથી સુખ અનુભવે છે અને હર્ષ પામે છે. મૃત્યુ વિના એ દેહનો સંયોગ ટળે નહિ. શરીરના મમત્વનો ત્યાગ કરી સંયમ, વ્રત, જન્મ પુનર્જન્મ ૧૫૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ, શીલ આદિ તેમજ ધર્મધ્યાન સહિત જ્ઞાનપૂર્વક જો સમાધિ મૃત્યુ થાય, તો આત્મા ફરી દેહ ધારણ કરે નહિં અને દુ:ખને પાત્ર બને નહિં. પુનર્જન્મમાંથી છૂટકારો મળે એવું સમાધિ મરણ સૌને પ્રાપ્ત થાય ! ‘પરમાગમસાર’ માં કહ્યું છે; ત્યાં સુધી જીવ દેહપ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી, ત્યાં સુધી કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો (શરીર) ધારણ કરે છે. જ્યાં સુધી જીવ દેહાદિક વિષયોમાં મમત્વરૂપ એવું તે વિકારી પરિણમન છોડતો નથી. ત્યાં સુધી તેના નિમિત્તે ફરી ફરી કર્મ બંધાયાં કરે છે. અને તેથી ફરી ફરી નવા પ્રાણો (શરીરો)ના સંબંધ બંધાયાં કરે છે. આયુષ્યભરની રે મેહનત કરવાની છે તે અંતિમ ક્ષણ રૂડી થાય તે માટે. જન્મ મરણનું ચક્ર ટળે તે માટે, સારી ગતિ થાય, તે માટે. શ્રીમદ્ કહેતા : ‘છેવટના સમયે સમય ચૂકીશ નહિં. દુર્લભ મનુષ્ય અવતારમાં કરવા જેવું આ જ કામ છે કે ફરી મનુષ્ય કે કોઈ અવતાર ધારણ કરવાપણું ન થાય. અને આ બધું છતાં મરીને પાછું અવતરવું છે, એ વાતને માણસ ધ્યાનમાં રાખે, તો મરતી વખતે ઘણી મુંઝવણો ઓછી થઈ જાય. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ: सम्महं सणणाणं चरणं मोक्खस्स कारणं નાળે ववहारा णिच्छयदो तत्तियमईओ णिओ સવ્વામા અર્થાત્ : સમ્યદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ચારિત્રને વ્યવહારનયથી મોક્ષનું કારણ જાણો. સમ્યગદર્શન જ્ઞાનચારિત્રમય નિશ્ આત્માને નિશ્ચયથી મોક્ષનું કારણ જાણો. દ્રવ્યસંગ્રહ; ગાથા ૩૯. पश्यति जानाति अनुचरति आत्मना आत्मानं च एव । दर्शन ज्ञान चारित्रं जीवः मोक्षस्य कारणं स एव ॥ અર્થાત્ : જે જીવ પોતાના આત્માથી પોતાના આત્માને દેખે છે, જાણે છે અને આચરે છે, તે જ અભેદનયથી સમ્યગદર્શનજ્ઞાન ચારિત્ર યરૂપ નિશ્ચયરત્નત્રય પરિણત જીવ એક જ મોક્ષનું કારણ છે. दर्शनं ज्ञानं चारित्रं तस्य ય સમમારું તિા इतरस्य पकमपि अस्ति नैव जिनवरः एवं भणति ॥ અર્થાત્ : (સમ્યક્) દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચયનયથી તેને હોય છે, કે ‘જે સમભાવ કરે છે. સમભાવ રહિત અન્ય જીવને ત્રણ રત્નત્રયમાંથી એક પણ હોતું નથી, એમ જિનવરદેવ કહે છે. જન્મ પુનર્જન્મ ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ યોગેન્દદેવ વિરચિત: પરમાત્મપ્રકાશ દ્રિતીય મહાધિકાર ગા. ૧૩,૪૦. મન વચન કાયાની ક્રિયા તે આચાર. આચાર સદ્ કે અસદુ હોઈ શકે સ આચાર તે સદાચાર. એમાંયે જીવની પોતાની પાંચ શક્તિઓ સાથે સંકળાયેલ આચાર પંચાચાર તરીકે જૈન દર્શનમાં ઓળખાય છે. જીવની જે પાંચ શક્તિઓ છે, તે તેના જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય છે. જીવની બુદ્ધિશક્તિ કે વિચારશક્તિ છે, તે જીવની જ્ઞાનશક્તિ છે. જીવની ભાવના, લાગણી અને શ્રદ્ધા-વિશ્વાસના મૂળમાં જીવની દર્શનશક્તિ છે. જીવની વર્તન - કાર્યશીલતાના મૂળમાં જીવની ચારિત્ર્યશક્તિ છે. જ્યારે જીવની ઈચ્છાશક્તિ, સંકલ્પબળના મૂળમાં જીવની તપશક્તિ છે. અને જીવની એકાગ્રતા, દઢતા, ઉલ્લાસ, તમન્ના, ઉત્સાહ, ઉમંગવૃત્તિ એ જીવની વીર્યશકિતના ફળસ્વરૂપે છે. જીવ માત્ર શ્રમ, શ્રદ્ધા અને બુદ્ધિપૂર્વક જીવે છે. જીવ માત્ર, ક્ષણ પછીનાં . આયુષ્યનો વિશ્વાસ રાખી આશા શ્રદ્ધા રાખી જીવે છે, અને જીવંત રહેવાની ચેષ્ટા કરે છે, શ્રમ કરે છે, એટલું જ નહિં, તે માટે વિચારપૂર્વક વર્તન કરે છે. આ ત્રાગ શક્તિ માત્ર જીવવામાં ખર્ચાય છે, તે સંસારમાર્ગ છે. આ જ શ્રમ, શ્રદ્ધા અને બુદ્ધિ જ્યારે મોક્ષના લક્ષ્ય કાર્યરત થાય છે, ત્યારે શ્રદ્ધા સમ્યગદર્શન બને છે, બુદ્ધિ સમ્યગૃજ્ઞાન બને છે અને શ્રમ વર્તન એ સમ્યગ્રચારિત્ર બને છે. તેથી જ સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ' કહેવાય છે જ્યારે પૂર્ણ જ્ઞાન-દર્શન ચારિત્રાણિ મોક્ષ છે. જે ઉપાયથી સમ્યગૃજ્ઞાન ઉત્પન્ન થાય, તે ઉપાયની ચિંતા કરવી, તેનું નામ બોધિદુર્લભ ભાવના. કેમ કે તેવું જ્ઞાન મળવું, બહુ જ દુર્લભ છે. સમતા એ સાધનાનો રાજપથ છે. મોક્ષરૂપી વૃક્ષનું મૂળ છે : સમ્યકત્વ. પુનર્જન્મ નથી જોઈતો, દેહ નથી જોઈતો, તો દેહભાવ છોડવો જોઈએ, દેહભાવ છોડવો તે સમ્યકત્વ છે. જે જ્ઞાનાચાર, દર્શનાચાર છે. કારણ કે દેહ એ હું નથી' એવું જાણવું, આત્મા અને દેહ જૂદાં છે તેનું ભાન થવું, તે જ્ઞાનાચાર છે. જ્યારે દહ એ હું નથી' ની ભાવના અંતર્ગત હું આત્મા છું' અને વળી ‘આત્મા નિત્ય છે ને હું પરમાત્મ સ્વરૂપ છે. એવી દષ્ટિ થઈ સ્વરૂપનું લક્ષ્ય થયું, અર્થાત મોક્ષની દુષ્ટિ થઈ તે દર્શનાચાર થયો. આમ દેહ એ હું નથી' પણ “આત્મા, • પરમાત્મા સ્વરૂપ છું' એવી દષ્ટિ થઈ દેહભાવ ગયો અને આત્મભાવ આવ્યો, - મિથ્યા (વિનાશી) દષ્ટિ મટી સમ્યગુ થઈ, તેના બળે પછી આત્માભાવથી આત્માને એના યથાર્થ સમ્યગુ આત્મસ્વરૂપમાં લાવવા માટે દેહ ધર્મ ઉપર પરિષહ અને ઉપસર્ગોના કષ્ટ વેઠીને વિજય મેળવવો એટલે કે સંયમ અને તપમાં પ્રવૃત થવું, તે ચારિત્રચાર અને તપાચાર છે. સ્વરૂપ રમણતા અને ની જગુણ સ્થિરતા તે સાધુપણું - ચારિત્ર છે. સમકિતી તે કહેવાય, જેનું મન મોક્ષમાં હોય, અને શરીર સંસારમાં હોય. આત્માના ભાન વિના એકલા વ્રત પાળે, તો તેને પુણ્યનો બંધ થાય, પણ જમ પુનર્જન્મ ૧૫૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ તેના જન્મમરણ કાંઈ ટળે નહિં (ઈબ્દોપદેશ -૩) ગમે તેટલો શાસ્ત્રોનો અભ્યાસ, આત્માનું ટાગ હોય, પણ જે આત્મસભાનતા, આત્માનુભાવ, આત્મજાગૃતિ ન પ્રગટે, તો સર્વવિરતિ-ત્યાગ પણ વિફળ જાય, પણ જો આત્મજાગૃતિ અખંડ હોય, તો સફળતા નિશ્ચિત છે. આત્મજાગૃતિ વિના સર્વવિરતિનું ઉચ્ચ કોટિનું પણ આચરણ મુકિત અપાવતું નથી. (ઉપદેશપદ ગા. ૨૩૩, ટીકા) આત્મા જો પરમાત્મા જેવો ન હોત, તો એ પમાત્માને જોઈ જ ન શકત! શ્રીમદ્ રાજ્યે અપૂર્વ અવસરની પ્રથમ કડીમાં લખ્યું છે : અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છે? સર્વ સંબંધનું બંધન તી#ગ છેદીને, વિચરશું કવ મહત્પરુષને પંથ છે? મનુષ્યભવ તો અણમોલ છે જ. માનવજીવન એક વિકાસની પ્રક્રિયા છે અહીં વિરામ નથી. માનવીનો વિકાસ એ માનસને વિકાસ, વિચારોનું પોષણ અને સુષુપ્ત શક્તિઓના ઉત્થાનની પ્રક્રિયા છે. સામર્થ્યની ક્ષિતિજ વિસ્તારવાનો ઉપાય છે. આપણામાં ટૂંટિયુંવાળી બેઠેલી ગ્રંથિઓ છોડવાનો ઈશ્વરત્ત અવસર છે. નિગ્રંથ થવાનો અપૂર્વ અવસર છે. આપણા માટે બીજું જીવન પણ છે, હોવું જોઈએ. માટે આ જીવન ભારે કિંમતી છે. આ પૃથ્વી પર આ સ્વરૂપમાં ફરી આવવાનું નથી અને જે મળે છે, તે રીતે ફરી મળવાનું નથી. મનુષ્ય સૃષ્ટિનું Highest Organism કહી શકાય. આ ઊંચું શિખર એનાથી પણ શું એવરેસ્ટ શિખર સર કરવા બક્ષવામાં આવ્યું છે. એવો પુરુષાર્થ માણસ કરે, એવી શ્રદ્ધા સાથે કુદરતે આપ્યું છે, જેમાં માનવી આનંદમય જીવન જીવે, દુ:ખમય નહિ, એ અભિલાષા નિહિત છે. જ્યારે અમૂલ્ય અવસર પ્રાપ્ત થવા છતાં માણસ કેવી પ્રવૃતિઓમાં વ્યસ્ત થઈ જાય છે ! “અમૂલ્યતત્વવિચારમાં શ્રીમદે લખ્યું છે : લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવા પામું, એ નવ ગ્રહો; વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો! એક પાગ તમને હવો!! (૨). સંસારના વધવા સાથે નરદેહને વેડફી દેતાં એક પળનો વિચાર થતો નથી? અપૂર્વ અવસરમાં શ્રીમદ્ કહે છે કે જે પદ સર્વ જ્ઞાનમાં દીઠું, તે વાણીથી કહી શકાય નહિં. એ તો અનુભવગમ્ય જ્ઞાન છે. નિગ્રંથ થવાની આકાંક્ષારૂપ છેલ્લી કડીમાં શ્રીમદ્ કહે છે : જન્મ પુનર્જન્મ ૧૫૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જે; તો પગ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. આત્મસિદ્ધિશાસ્ત્ર ની શાનદાર ઉઘડતી પંક્તિઓમાં શ્રીમદે કહ્યું છે : જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત; સમાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુ ભગવંત. વળી કહ્યુ છે : કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ સૂત્રો કહે છે : (૧૧૩) જ્યાં ન ઇન્દ્રિયો છે, ન ઉપસર્ગ, ન મોહ, ન વિસ્મય; ન નિદ્રા છે, ન તૃષ્ણા અને ન ભૂખ; એ જ નિર્વાણ છે. જ્યાં ન કર્મ છે, ન નોકર્મ; ન ચિંતા છે, એ જ નિર્વાગ. नापि दुःखं, नापि सौख्यं नापि पीडा नैव विद्यते बाधा । नापि मरणं, नापि जननं, तत्रैव च भवति निर्वाणम् ॥ અર્થાત્ : જ્યાં નથી દુ:ખ, નથી સુખ, નથી પીડા, નથી બાધા, નથી મરણ અને નથી જન્મ, એનું નામ નિર્વાણ. શ્રીમદ્દે અંતિમ પંકિતઓમાં કહ્યું છે : દેહ છતાં જેની તે જ્ઞાનીના ચરણમાં, સંત વિના અંતની વાતનો અંત પમાતો નથી, સંતોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. વર્તે દેહાતીત; હો વંદન અગિત. સર્વે આત્માથી જીવોને વંદન કરી વિરમું છું. જન્મ પુનર્જન્મ દશા, પરમ પુરુષ પ્રભુ સદ્ગુરૂ, પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૐ શાંતિ શાંતિ શાંતિ ૧૫૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ અનુગ્રહસહ સંદર્ભસૂચિ (સંક્ષેપ) ) पतन O • શ્રીમદ્ રાજચંદ્ર • જિનતત્ત્વ વિજ્ઞાન અને અધ્યાત્મ • આત્મજ્ઞાન અને સાધનાપથ આચારાંગ દર્શન અને ચિંતન અધ્યાત્મ લેખો ગીતા પ્રવચનો ગીતા બોધ ગીત ધ્વનિ જીવન શોધન અવગ્રહન કૃષ્ણનું જીવનસંગીત આધ્યાત્મિક નિબંધો ફિલસૂફની પાંખે તત્ત્વજ્ઞાન અને તત્ત્વજ્ઞાનીઓ યોગ-સનાતન સાધનાફળાનું રાજદ્વાર (લેખ) Collected Poems and Plays Life Divine Twelve Books Death be not proud Life Everlasting Life after life Sounnest from the Portugese • The Poetical Works of Mortal Men and Immortal Poems • Six Contries of Great Poetry : બૃહદ ગ્રંથ ડૉ રમણલાલ ચી. શાહ મુનિશ્રી અમરેન્દ્ર વિજયજી મુનિશ્રી અમરેન્દ્ર વિજ્યજી મુનિશ્રી સંતબાલક પંડિત સુખબાલક આચાર્ય શ્રી ભુવનચંદ્રજી ': આચાર્ય વિનોબા ભાવે ગાંધીજી કિશોરલાલ મશરૂબાળા કિશોરલાલ મશરૂવાળા : ચીમનલાલ ચકુભાઈ શાહ : ડે ગુણવંત શાહ ભોગીલાલ શેઠ માવજી કે. સાવલા ચંદ્રવદન શુક્લ ગોવિંદજી જીવરાજ લોડાયા Rabindranath Tagore Shri Aurbindo Khalil Gibran John Gunther Marie correli Dr. Raymovel Movely Elizabeth Browning Robert Browning Collection Robert Penn Warren; Albert Erstine .: Shelly Keats : Irving Wallare & other Rdward Fitzgarald Bertraval Russel Well Durant E.W. F. Tomlin . . Complete Works of • The Book of List (2) • Omar Khayyam • History of Western Philosophy • The Story of Philosophy • Great Philosophers of the World Page #166 -------------------------------------------------------------------------- ________________ આપણા બોલાયા વિના, એક સંયોગ આયો નથી, લેણિયાતો સમજીને હિસાબો પતાવો હંસી હાડા ભગવાન ગામ હાલાપુરના ધર્માનુરાગી સ્વ શ્રી કુંવરજી હંશરાજ ગાલા ની પૂણ્યસ્મૃતિમાં સહસ્ત્રવંદન સહ દાદા મહાત્મા લક્ષ્મીબેન ખુશાલચંદ હરિયા પરિવાર With Best Compliments: LION Shantilal K. Dedhia B.Sc. (Hons.), D.I.L.I.M.M, (Diploma in Life Insurance Management & Marketing) M. D. R. T. Million Dollar Round Table Conference (U.S.A.) · 1991 — Professional Insurance Agent AND Authorised Agent For: Unit Trust, All Mutual Funds, General Insurance, Mediclaim and Personal Accident 131, 1717. Habib Building, Low Level (South), Curry Road, Bombay - 400 013. Tel: 307 38 12 Page #167 -------------------------------------------------------------------------- ________________ આટલું કરીએ... સવૃત્તિ અને સુવિચાર સદાચારમાં પરિણમે છે. સદાચાર તમામ ધર્મોની આધારશિલા છે. સદાચાર તો મનુષ્યનો સ્વભાવ છે. મનુષ્ય મનુષ્ય વરચે સ્વાભાવિક એને સ્નેહપૂર્ણ વ્યવહાર હોય, અનું જ નામ આધ્યાત્મ. માણસ માણસ વયેનો અન્વય સૌહાર્દપૂર્ણ અને વિવેકયુકત હોય, નાની બાબતોમાં પણ સમજણપૂર્વકનો હોય. * હોસ્પીટલમાં મિત્ર કે સબંધીને મળવા જઈએ, ત્યારે ખબર અંતર પૂછી ઉત્સાહ પ્રેરક બે વાત કરી, હિમંત આપી ઉઠી જવું જોઈએ. કેસ - હિસ્ટ્રીના કાગળીચાં જોવા, ડૉક્ટર સાથે ચર્ચામાં ઉતરવું, આવા પ્રકારના દર્દમાં કોણ કેવી રીતે, કેવી દવાથી અને કોની ટ્રીટમેન્ટથી સાજો થયો, કે કોણ કેવી રીતે મૃત્યુ પામ્યો વગેરે બાબતો વિશે ભૂલેચૂકે પણ ચર્ચા ન કરવી, દદીને મદદરૂપ થવાની ઈચ્છા હોય, તો કોઈ ન મળતી દવા લઈ આપવી, વિદેશથી કોઈ દવા મંગાવવાની જરૂર પડે, તેમાં મદદરૂપ થવું. કોઈ ચીજ-વસ્તુ બહારથી લઈ આપવી. વગેરે કરી શકાય. કેટલાક અકસ્માત જેવા કિસ્સાઓમાં બહુ જ અવરજવર થકી ઈફેકશનની શક્યતા હોય છે, અને દર્દીની માંદગી વધી જતી હોય દર્દીને ઘેર મળવા જઈએ, ત્યારે ચા-નાસ્તો ટાળવો જોઈએ. અંગત સબંધ હોય, તો એક ખૂણામાં થોડો સમય ચૂપચાપ બેસી પ્રભુસ્મરણ કરવું જોઈએ. ઘરનાં ચિંતાગ્રસ્ત વાતાવરણમાં આપણો વ્યવહાર કોઈને પણ અડચણરૂપ કે બાધક ન બને, સુરુચિનો ભંગ ન થાય, એવો હોય. માત્ર લાગણીના દેખાડા ખાતર વારંવાર આંટાફેરા ન કરવા જોઈએ. મુંબઈ જેવા શહેરમાં કોઈકને ત્યાં શક્ય હોય ત્યાં સુધી ટેલીફોન કરી, સમય લઈ જવું જોઈએ. ચા નો સમય ન હોય, કે ખપતી ન હોય, તો નમ્રભાવે સ્પષ્ટતાથી ના પાડી દેવી જોઈએ. જમવાના સમયે અગત્યના કારણ વગર ટપકવું ન જોઈએ. નવેસરથી રસોઈ કરવાની પળોજણમાં કોઈને ન પાડીએ. નાનાં બાળકો સાથે હોય, ત્યારે ધરની કોઈ ચીજને હાથ અડાડે, કેદાફેદ કરે, ઊંચીનીચી કરે તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ. કોઈના ઘેર બે-ચાર દિવસ માટે મહેમાન હોઈએ ત્યારે એમના પર બોજારૂપ ન બનીએ તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. પોતાનું કામ પોતાને હાથે જ કરવું. સાબુ, ટુથપેસ્ટ, ટુથબ્રશ, ટુવાલ, હજામતનો સામાન વગેરે સાથે રાખવો અને તે જ વાપરવો. ઘરનાં તમામ સભ્યોની અનુકૂળતા જાળવવી. રાતે સમયસર પાછાં ફરવું. બની શકે તેટલું ઘરકામમાં મદદરૂપ થવું. સભ્યતાથી વર્તવું. શિષ્ટભાષા બોલવી, ઊંચે સાદે ન બોલવું. ફરીવાર આપણે આવીએ, ત્યારે એમને ગમીએ એવા સુરુચિપૂર્ણ વ્યવહારની કાળજી રાખવી. શુભેચ્છા સહ... હીરજી કુંવરજી નીસર (ગામ નાગ્રેચા) ગૌતમ ભુવન, મજીદ સ્ટેશનની સામે, યુસુફ મહેરઅલી રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૯. Page #168 -------------------------------------------------------------------------- ________________ મારૂં દર્શન એક શબ્દમાં દર્શાવવું હોય, તો તે છે સ્વતંત્રતા. With Best Compliments : આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે... GALA SPRINGS COMPRESSOR VALVE ASSEMBLIES, DISC SPRINGS & ALL TYPES OF PRESS COMPONENTS REQUIRING EXTRA FINE SURFACE FINISH & DEBURRING INCLUDING VALVE PLATES SPRING PLATES ETC. A-59, ROAD NO. 10, M.I.D.C. WAGLE INDUSTRIAL ESTATE, THANE 400 604 (INDIA) PHONE : 5321232-5320771 શ્રીમદ્ રાજચંદ્ર શુભેચ્છા સહ... મિલન પ્લાસટીકસ્ ભાઈંદર (વેસ્ટ) શુભેચ્છક : લક્ષ્મીચંદ જેઠાભાઈ કારાણી (ડુમરા) અભિનંદન સહ ઃ સુખનું જયારે અકે દ્વાર બંધ થાય છે, ત્યારે બીજું ઊઘડે છે... પણ આપણે બંધ થયેલા દ્વાર ભાગી એટલી બધી વાર તાકી બેસી રહીએ છીએ, કે ઉઘડેલાં દ્વાર પર આપણી નજર પડતી નથી --- રૉબર્ટ બ્રાઉનિંગની આ પંક્તિઓનો અર્થ જીવનથી શાશ્વતતામાં પગ માંડયા પહેલા સમજી શકીએ તો? રજનીશ શુભેચ્છક NO MAN HAS EVER COMPLAINED THAT HE BECAME POOR BECAUSE HE GAVE AWAY EVERYTHING IN CHARITY. તું જ તારૂં યંત્ર થઈ જા, મંત્ર થઈ જા, સર્વ થઈ જા —— મકરંદ દવે With Best Wishes... ANCHOR ENTERPRISE ' + TARPAULINS ON HIRE & SALE MONSOON SHED BUILDERS & PACKING MATERIALS SUPPLIERS. 17, Gautam Bhavan, Behind Dena Bank, L. B. S. Marg, Bhandup, Bombay 400 078. Phone : 564 71 10 / 564 7111 Page #169 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments : Navinchandra S. Deopuria B. A. Development Officer L. I. C. of India office : Branch No. 888, ‘Nalanda’ Samant Estate, Goregaon (East), Bombay 63. Tel 673 22 04, 673 54 36, 673 30 70. Resi. : 680 02 26. શુભેચ્છા સહ ડુંગરશી કે. ધરોડ સ્થાપક : ગુમાસ્તા ઉત્કર્ષ સંઘ ૨૮૦/૧૦, નરશી નાથા સ્ટ્રીટ, તેલવાલા હાઉસ, ૧લે માળે, રૂમ નં ૩, ભાતબજાર, મુંબઈ ૪૦૦ ૦૦૯. ૧૫,૦૦૦ ગુમાસ્તાઓના સંઘના સ્થાપક-પ્રણેતા With Best Compltiments Shantilal Dhanji & Co. 217/219, Narsi Natha Street, Opp. Jain Temple, Bombay - 400 009. - ઠા. ધીરજલાલ મગનલાલ ની કુાં. આટાવાલા પ્રકાશ હાલ એન્ડ ફલોર મીલ્સ ડબલ પ્રભાત * સ્પે. પ્રકાશ * પકોડા ફ્લોર ૫૫૫ બેસન* તુવેરદાળ * મગદાળ મગ પાલીસના * ઉત્પાદક. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે રોડ, વસઈ જિલ્લો : ઠાણે. શ્રીજી ટ્રેડર્સ – પ્રભાત ટ્રેડીંગ કહ્યું. ઈમ્પોર્ટર્સ - એક્સપોર્ટર્સ આટો, મેંદી, સોજી, ભેંસો, અનાજ તથા કઠોળના વેપારી અને કમીશન એજન્ટસ તાર : પલ્સ મીલ્સ (માંડવી) બઝાર, મુંબઇ - ૪૦૦ ૦૮ ફોન : ૩૭૫ ૬૧૫૨/૩૭૫ ૫૧ ૯૬ તાર : મેંદા ટ્રેડર (માંડવી) વેચાણ કેન્દ્ર : ૨૬૧, ભાત મુખ્ય વ્યવસાયિક કેન્દ્ર: ૩૦૧/૨, શારદા ચેમ્બર્સ નં. ૧, ૩૧, કેશવજી નાયક રોડ, ભાત બઝાર, મુંબઇ - ૪૦૦ ૦૯. ફોન : ૩૭૫૬૧૫૧, ૩૭૫૨૮૭૬ નિવાસ : ૪૯૪૬૧૭૨, ૪૯૪૧૭૪૧, ૩૭૬૪૪૮૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intematon