________________
“ભગવાન આગળ કહે છે :
“વળી કેટલાંકને એવું પણ જ્ઞાન થાય છે કે મારો આત્મા પુનર્જન્મને પામનારો છે, કે જે આત્મા, અમુક દિશા કે અમુક અનુદિશાથી આવ્યો છે, કિંવા જે સર્વ દિશાઓથી કે સર્વે અનુદિશાઓથી આવ્યો છે, તે પોતે હું છું. આ પ્રમાણે જેને જ્ઞાન થાય છે, તે આત્મવાદી, લોકવાદી, કર્મવાદીકે ક્રિયાવાદી છે એમ જાણવું.” - આત્મા નિત્ય છે. તરૂપે ચોક્કસ પ્રતીતિ થવી એ આત્મવાદ. સંસારના કાર્યકારણનું સ્પષ્ટ ભાન તે લોકવાદ. આત્મા પોતે કર્તા અને ભોકતા છે તેવું (પદાર્થોનું) ચોકકસ કર્મજ્ઞાન તે કર્મવાદ. અને કર્મબંધનથી છૂટી જવાની કિયાઓનું જ્ઞાન થવું, તેને ક્રિયાવાદ કહેવાય. આત્મવાદ, લોકવાદ, કર્મવાદ અને ક્રિયાવાદ - આ ચારે વાદોના એકીકરણથી જ સાચો આત્મવાદ સમજાય. જે કેવળ આત્મવાદી નથી પણ એકાંતવાદી છે, એકાંતવાદમાં પ્રત્યક્ષ આત્મપતન. કદાચ ન પણ હોય, પરંતુ આત્મવિકાસ તો નથી જ.
જયાં ક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી કે જેની અંતર્ગત કાલવાદી, સ્વભાવવાદી, નિયતિવાદી, ઈશ્વરકર્તુત્વવાદી, આત્મકયવાદીના સમાવેશ છે, એમાંથી કોઈ એકાંત માન્યતાને ન પકડતાં સાપેક્ષ રીતે સૌને સ્વીકાર કરે એ આત્મવાદી, કર્મવાદી, લોકવાદી અને ક્રિયાવાદી, જાણવો એવો શ્રી, શીલાંક સૂરિજીનો અભિપ્રાય છે.
આત્મસ્વરૂપ જાણવાની ઈચ્છાવાળાને કર્મવાદ લોકવાદ અને ક્રિયાવાદ પણ સાથે ને સાથે જ જાણવાની આવશ્યકતા છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે આત્મવિકાસના આ ચારે પાયા છે. એ ચારે પાયા જાળવવાથી ચારે પાસાં મજબૂત રહે છે. આત્મા કર્મનો કર્તા - ભોકતા છે, કર્મબંધથી સંસાર થાય છે, સંસારના આગમનથી ક્રિયાઓની પરંપરા જન્મે છે, અને ક્રિયાઓનું પરિણમન વૃત્તિ પર થતાં જ આત્મચેતન્યનું પરિસ્પંદન થાય છે - એ રીતે ચાર અંગો પરસ્પર સંકળાયેલાં છે.
“કોણ? કયાંથી આવ્યો? અહિં આવવાનું પ્રયોજન શું છે? એ સવિચારના પૂર્વ ચિન્હો છે. વિચાર પછી યોગ્યતા જાગે છે. યોગ્યતા એટલે વિકાસની જિજ્ઞાસા. ધર્મ વિકાસનું આલંબન છે. અહિંસા એ ધર્મનું મુખ્ય અંગ છે, અને તે વિવેક દ્વારા સુસાધ્ય છે. સંયમ પણ વિવેકપૂર્વક પાળવાથી યથાર્થ પળી શકે છે. સંયમ માનવીને મોક્ષના દ્વાર સુધી લઈ જાય છે' - આચારાંગમાં કહ્યું છે :
से अबुज्समणे हओबहऐ જન્મ પુનર્જન્મ
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org