________________
जाई मरणं अणुपरिचट्टमाणे ।
(૨-૩-૩) (૨-૧-૪)
मोहमुढा हि माणवा |
આ જીવ અજ્ઞાનથી હણાઈને જન્મ - મરણાદિ ચક્રમાં ફરે છે. જીવ મોહમાં મૂઢ થયા છે. ગીતામાં કહ્યું છે :
देहिनोऽस्मिन यथा देहे कोमार यौवनं जरा । तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति
(૨-૧૩)
Y
જેમ દેહની હાજરીમાં પણ સંસ્કાર, કાળ, દેશ પરત્વે પરિવર્તનો થયાં કરે છે, એક જ દેહી એ જ દેહમાં કુમારવયે સરળતા, સૌમાર્ય, વાત્સલ્ય અને ચેષ્ટાવૈવિધ્ય અનુભવે છે; યૌવનમાં ઓજસ, ઉત્સાહ, ઔદાર્ય, વિદ્યા અને નવીન આશાના ડોલનમાં ડોલે છે, અને પુન : જરાવસ્થામાં એ જ મદમાતું શરીર અને ચપળ ઈન્દ્રિયો શિથિલ અને જીર્ણ થાય છે, એવો સ્પષ્ટ અનુભવ છે.
તેમ એ જ દેહ જીર્ણ થયે પુન : દેહની પ્રાપ્તિ થવામાં શી અચોકકસતાં છે ? આ પરિવર્તનો પાછળ જે કાંઈ કારણ છે, એ જ કારણ સંકલનાબદ્ધતાના અનિવાર્ય નિયમને માન આપી, અન્ય દેહના નિર્માણકાર્યમાં હોવું જોઈએ, એમ સંભવિત કેમ ન ગણી શકાય ? દેહાન્તર પ્રાપ્તિ સ્વાભાવિક હોવાથી જ જે ધીર પુરુષ છે, તે મૂંઝાતો નથી.
ત્યારે પ્રશ્ન થયો કે શરીરમાં સાક્ષીરૂપ રહેલા આત્મા કે ચૈતન્યને એનું ભાન કેમ રંતુ નથી ? શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે :
अव्यक्तदिनी भूतानी व्यक्तमध्यानी भारत । अव्यक्तनिधनान्येव तत्र का परिवेदना ||
(૨-૨૮)
પ્રિય ભારત ! જીવમાત્રની પૂર્વસ્થિતિ અને પશ્ચાતસ્થિતિ એ અજ્ઞાનનું આવરણ હોય, ત્યા સુધી સ્વંય જોઈ કે જાણી શકાતી નથી, પણ મેં અગાઉ કહ્યું તેમ, વર્તમાન પરિવર્તનો જાણી શકાય છે. તો એને કારણ સિવાય કર્મ સંભવતું જ નથી. એટલે એ પહેલાં દેહ ન હોય, તો આ દેહ કેમ સંભવી શકે ? એવા નિયમને માન આપી સ્વીકારવું જ જોઈએ. એમાં ખેદ કે આશ્ચર્ય જેવું શું છે ? જેને પિતા, પિતામહ ન હોય, એવા પુત્રને પણ સ્વેદહુસર્જનના નિમિત્તસ્વરૂપ એ કારણનો પ્રત્યક્ષ પરિચય ન હોય, તો પણ સ્વીકાર કરવો જ પડે છે, તો પછી એ જ દેહના ઉપાદાન કારણરૂપ કર્મસંકલનાને અને એ કર્મના ભાજનરૂપ પૂર્વદેહને સ્વીકારવામાં શો બાધ છે?
શ્રી કિશોરલાલ મશરૂવાળા ઉકત શ્લોકનો અર્થ ઉપમાથી કરે છે. ભારત ! પાણીનાં ટીપાંને આપણે એક, બે, ત્રણ એમ ગણી શકીએ
જન્મ પુનર્જન્મ
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org