________________
કરતા રસની કામગીરીનો પૂરો ખ્યાલ દાક્તરી વિજ્ઞાનને ન હતો!
સીલ્વન મુલ્હનને તેની માત્ર બાર વર્ષની વયે, આકસ્મિક રીતે જ, ધૂળ શરીરમાંથી બહાર નીકળી, સૂક્ષ્મ શરીરે બંધ ઓરડાની ભીંતમાંથી કશી જ નડતર વિના પસાર થઈ ઈચ્છિત સ્થળે લટાર મારી, ત્યાં જે બની રહ્યું હોય તે જાણી લઈ, પોતાના સ્થાને પાછા ફરવાની શક્તિ પ્રાપ્ત થયેલી. શરૂઆતમાં તો એની વાત કોઈ માનતાં નહિ, પણ પાછળથી સૌને એની વિરલ શક્તિની પ્રતીતિ થઈ, મુલ્હને એક પુસ્તક પણ લખ્યું. જેમાં તેણે સૂક્ષ્મ દેહે કરેલી યાત્રાઓનું બયાન આપ્યું છે, અને સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહને અલગ પાડવાની એણે પોતે વિકસાવેલી પદ્ધતિઓનું પણ નિરૂપણ કર્યું છે. એ પુસ્તક ખૂબ લોકપ્રિય થયું.
આવો જ બીજો જાણીતો કિસ્સો છે રોબર્ટ મનરોનો. એને પણ સૂક્ષ્મ દેહને ધૂલ શરીરથી છૂટો પાડવાની શક્તિ આકસ્મિક આવી મળી હતી. સ્થૂળ દેહે ઘરમાં એની હાજરી હોવા છતાં, સૂક્ષ્મ દેહે બહાર જઈ આવી, પડોશમાં બની રહેલી ઘટનાઓનું જ્ઞાન એ પ્રાપ્ત કરી શકતો.
Muldoon and Carrington : 'The Projection of the Astral Body', Robert Monroe : Journeys out of the Body. પરલોક સંપર્ક - સહાય :
મુનિશ્રી અમરેન્દ્રવિજયજીએ લખ્યું છે :
કોઈને અપાર્થિવ સૃષ્ટિના આત્માઓના સહયોગ દ્વારા પણ આવી કેટલીક અલૌકિક શક્તિઓ અનાયાસ ઉપલબ્ધ થાય છે. પૂર્વના કોઈ ઋણાનુબંધને લીધે, કે તેની સાત્ત્વિકતાથી આકર્ષાઈને કે પોતાની કોઈ વાસનાની પૂર્તિ અર્થે અપાર્થિવ લોક ‘astral world' - ના આત્માઓ એની પાસે ખેંચાઈ આવે છે અને ચમત્કારો” સજે છે. માનવીની જેમ અપાર્થિવ લોકના આત્માઓમાં પણ કામનાઓનો આવેગ હોય છે, એમને પણ સારી - માઠી બંને પ્રકારની કામનાઓ હોય છે. મૃત્યુલોકના જીવનકાળમાં ઉપાડેલું કોઈ કાર્ય અધૂરું રહી ગયું હોય અને, એની પાછળ રહેલી કામનાનો આવેગ પ્રબળ હોય તો, એ અતૃપ્ત વાસનાની તૃપ્તિ અર્થે, અપાર્થિવ લોકના આત્માઓ યોગ્ય માનવ વ્યક્તિનો સંપર્ક કરવા પ્રયત્ન કરે છે અને તેના માધ્યમથી પોતાની કામના પૂર્ણ કરે છે. અતૃપ્ત શુભ કામનાનું ઉદાહરણ એ પ્રકારે મળી આવે કે કોઈ યોગભ્રષ્ટ સાધક અપાર્થિવ લોકમાં અવતર્યો હોય અને પૂર્વજીવનમાં એણે ધર્મપ્રચારની કામના રાખી હોય, પણ એ જીવનકાળ દરમ્યાન તે સફળ ન થઈ હોય, એ કામના પૂર્ણ કરવા હવે તે કોઈ યોગ્ય માનવ - માધ્યમ શોધીને તેના દ્વારા પોતાનો અભીષ્ટ ધર્મપ્રચાર કે જ્ઞાન પ્રસાર કરવા પ્રયાસ કરે છે. માધ્યમવ્યક્તિ લોકોનો વિશ્વાસ-શ્રદ્ધા સંપાદન કરી તેનું કાર્ય જમ્ પુનર્જળમ
* ૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org