________________
.
સરળતાથી આગળ ધપાવી શકે તે માટે તેને કેટલીક, ચમત્કારિક કહી શકાય એવી, શક્તિઓ પણ તે બક્ષે છે - જેવી કે સંપર્કમાં આવતી વ્યક્તિના મનના વિચારો જાણી લેવાની શક્તિ કે ભૂત - ભાવિ ધટનાઓનું જ્ઞાન. માધ્યમ ત્યાગી હોય કે ગૃહસ્થ - આવી શક્તિઓના પ્રભાવે એ સિદ્ધપુરુષ તરીકેની ખ્યાતિ પામે છે અને ભાવુક જનતા, એની અસાધારણ શક્તિઓને એની ઉચ્ચ આત્મિકદશાની ઘોતક માનીને, એના પ્રત્યે આંધળી શ્રવ્વા રાખી એને અનુસરે છે; અને, ઘણીવાર નાસ્તિક માણસો પણ એની ચમત્કારિક શક્તિઓથી પ્રભાવિત થઈ યોગ - અધ્યાત્મ - ધર્મમાં શ્રદ્ધાવાન બને છે.
સાત્ત્વિક માધ્યમો અપાર્થિવ લોકના આત્માના અનાયાસ સાંપડેલા આવા સહયોગનો દુરુપયોગ ન કરે તોયે, બહુધા તેઓ પોતાને પ્રાપ્ત શક્તિઓ અને સિદ્ધિઓના પ્રયોગ વડે તેમના ભક્તોની ભૌતિક કામનાઓ સંતોષવામાં અટવાઇ રહી જીવન પૂરું કરે છે અને, તેમના અનુયાયીઓની દૃષ્ટિ પણ વર્તમાન જીવનનાં સુખદુ:ખ પર જ કેન્દ્રિત રહી જાય છે. કામના પૂર્તિ નહિં પણ કામના મુક્તિના ધ્યેય સાથે, ચિત્તનું અતિક્રમણ કરીને સ્વની સાચી ઓળખ મેળવવાના યથાર્થ સાધનામાર્ગે તેઓ પદાર્પણ કરી શકતા નથી.
કોઈ તિબેટી આત્માના આગ્રહવશ આવા કાર્યમાં પોતાને કેવી રીતે સહભાગી બનવું પડ્યું તેની વાત કરતાં પોતાની આત્મકથા - Unfinished Autobiograhy માં મિસિસ એલીસ બેઈલ લખે છે કે ‘એક દિવસ બાળકોને શાળામાં મોકલ્યા - પછી, હું ઘરની નજીકની એક ટેકરી પર જઈને બેઠી, અને વિચારે ચડી.... એટલામાં મને એક અવાજ સંભળાયો ‘કેટલાંક પુસ્તકો જનતા માટે લખાય એવી ઈચ્છા છે. તમે તે લખી શકો તેમ છો. એ કામ કરશો?'' મે તત્ક્ષણ ના પાડી દીધી. ત્રણેક અઠવાડિયાં બાદ તિબેટી આત્માએ ફરી સંપર્ક કર્યો.... અનેક આનાકાનીને અંતે કેટલીક શરતો સાથે મેં એમને સંમતિ આપી.
૧૯૧૯ આ ઘટના બની. ૧૯૪૯ માં બેઈલનું અવસાન થયું. ત્યાં સુધીમાં તિબેટી મહાત્મા સાથેના સહયોગ દ્વારા યોગ, ટેલિપથી, સૂક્ષ્મ શરીરો, ગૂઢવિદ્યા વગેરે વિષયક - From Intellect to Intuition, Occult Letters વગેરે વીસ ઉપરાંત ગ્રંથો તૈયાર થયાં, જે આજે પણ મોજૂદ છે. અને ગૂઢવિદ્યા Occult Philosophy માં રસ ધરાવનાર વર્ગમાં વ્યાપકપણે વંચાય છે. મેલી વિદ્યાની સાધના વડે ‘સિદ્ધિ' નો દેખાડો :
મોહગર્ભિત વૈરાગ્યવાળા - તામસી કે રાજસી વૃત્તિના - સાધકો તો લોકોમાં મહત્ત્વ મેળવવા કે પોતાની કોઈ મિલન વાસનાને સંતોષવા અર્થે સામે ચડીને, મંત્ર - તંત્રની કોઈ મેલી સાધનાથી પ્રેતાત્માઓને વશ કરીને, તેમના સહકારથી
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૭૫
www.jainelibrary.org