________________
તે બ્રિટિશ જાસૂસ હતો! પછી તો લોકો વિવિધ મુશ્કેલીઓમાં માર્ગદર્શન મેળવવા પિટર પાસે આવવા લાગ્યા. મોટા ઔદ્યોગિક એકમોમાં તોતિંગ યંત્રો ખોટવાઈ ગયાં હોય, અને ઈજનેરો નિષ્ફળ રહ્યાં હોય, ત્યારે મોટા ઉદ્યોગપતિઓ પણ પિટરને પોતાના કારખાનાની મુલાકાતે બોલાવતા. ચોરી કે ખૂનના કિસ્સાઓમાં ગુનેગારોના સગડ મેળવવા સ્કોટલેન્ડયા- ઈંગ્લેન્ડની છૂપી પોલીસ પણ પિટરની સહાય મેળવતી. જેના વિશે માહિતી જોઈતી હોય એ વ્યકિતના સંપર્કમાં આવેલી કોઈ વસ્તુ - રૂમાલ, ચાવી, પેન, ચંપલ, વાળ ઇત્યાદિ ગમે તે ચીજ - હાથમાં લેતાં જ પિટર એ વ્યક્તિનું વર્ણન આપતો; વર્તમાનમાં એ ક્યાં છે, શું કરી રહી છે તે પણ એ કહેતો અને એણે ગુનો કેવી રીતે કર્યો છે તેનું ભાન પણ આપતો. એણે આપેલી માહિતી સચોટ નીવડતી. - બ્રિટનના ઉમરાવો, રાજકુટુંબ, યૂરોપના ઘણા દેશોએ તેમ જ અમેરિકાએ એનો લાભ લીધો. મુંબઇના એક સજજનનો દીકરો ખોવાઈ ગયો. દીકરાની મુંડન વિધિ વખતે દીકરાના વાળ સાચવી રાખેલા. એ સજને દીકરાનો વાળ પિટરને મોકલી દીકરા વિષે પૂછાવ્યું. પિટરે જવાબમાં લખ્યું કે તમારો દીકરો હયાત છે. હમણાં સરકસમાં કામ કરે છે. અને અમુક સમયે તમને મુંબઈમાં આવીને મળશે” અને ખરેખર એ છોકરો સરકસમાં જ કામ કરતો હતો. એ સરકસ જ્યારે મુંબઈમાં આવ્યું, ત્યારે આપમેળે દીકરો ઘેર આવ્યો! પિટરને ક્યારેક સ્વયંભૂ આંદોલનો. Vibrations આવતા અને પૂછ્યા વગર પણ ઘણી ભવિષ્યની ઘટનાઓ કહી આપતો, ૧૯૫૧-૫રમાં એક વખત ટ્રેનમાંથી ઉતરતાં જ પિટરને આંદોલન આવ્યાં કે ઉતારૂઓનાં ટોળામાં હિટલર છે! પિટરે શહેરની અખબાર કચેરીમાં જઈ આ સમાચાર આપ્યા. રાત્રે એની હોટેલની રૂમ પર બે પહલેવાન ગેસ્ટપોનાં માણસો આવ્યાં અને પિટરને ધમકી આપી કે હિટલર વિષે કશું બોલ્યા છો તો જાન થી જશો. ૧૯૫૫ માં પાકા સમાચાર પ્રગટ થયાં હતાં કે હિટલર જીવે છે. આ વિવાદ હજી પણ ચાલુ છે.
| પિટરને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, તેથી ચિત્તપરથી કોઈ આવરણ હટી ગયું હોય, તેથી આ ત્રિકાળજ્ઞાન જેવી શક્તિ ઉત્પન્ન થઈ હતી? પણ ખૂબીની વાત એ હતી કે પિટર પોતાના ભવિષ્ય વિષે કશું પણ જાણી શકતો ન હતો ! હરેક આવા જ્ઞાનને કોઈ શાપ હોય જ છે!
ડૉ. જ્યૉર્જ સાવાએ ‘ફ્રેન્જ કેસીસ” માં એક કિસ્સો આપ્યો છે. એક માણસને આવી અતીન્દ્રિય શક્તિ અચાનક પ્રાપ્ત થઈ ગઈ. વ્યક્તિને જોતાં ભવિષ્ય કહી આપતો. સરવાળે એક સંભવિત કારણ એ જણાયું કે એની થાઈરોઈડ ગ્રંથિની કામગીરીમાં ગડબડ હતી ! ત્યારે હજી આંત:સ્ત્રાવી ગ્રંથિ થાઈરોઈડમાંથી જન્મ પુનર્જન્મ
- ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org