________________
‘પૂર્વ સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે યથાસ્થિત સાંભરે.’ પોતાનું દૃષ્ટાંત આપતાં જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી, ત્યાં વાવ પછી ત્યાં થોડી ઉંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગા હતી. તે જગ્યાએ પોતે સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે, કારણ કે તે ક્ષયોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે.
મહાવીરના સમયમાં પણ પોતે હતા, એવો ઉલ્લેખ શ્રીમદ રાજચંદ્રના લખાણોમાંથી મળે છે.
શ્રીમદે ભારપૂર્વક જણાવ્યું છે કે આરંભ - પરિગ્રહની નિવૃત્તિ એ તમામ પ્રકારના જ્ઞાનના હેતુસ્વરૂપ છે. અનેક પ્રકારનાં જ્ઞાન ઉપર જે આવરણો છે, એ થકી એ જ્ઞાનનો ઉઘાડ થતો નથી. અને કર્મબંધ એ જ આવા આવરણોનું કારણ છે. કર્મ - નિર્જરા થી જ આવા આવરણો છેદી શકાય છે.
નારી જીવને જાતિસ્મરણ જ્ઞાન હોય છે. એનું મુખ્ય કારણ એ, કે જે ફળ મળતું હોય, તે પૂર્વના કયા કર્મોનું ફળ છે, તે જાણી શકે. મનુષ્યભવમાં બહુધા કર્મો ઉદયમાં આવે ત્યારે ભોગવવાં પડે. પણ કયા પૂર્વના કે વર્તમાનના કર્મોનો શું ભોગવટો થયો કે થાય છે, તે જાણમાં આવતું નથી.
શ્રીમદે જયેષ્ટ સુદ ૪, રવિ ૧૯૪૫ના પત્રમાં મુમુક્ષુ એ પુનર્જન્મ સંબંધી પૂછેલાં પ્રશ્નોનો ઉત્તર આપતાં લખ્યુ છે :
મારૂં કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ મહાત્માઓ ગતભવને જાતિસ્મરણ જ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કલ્પિત નહીં, પણ સમ્યક્ હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ - જ્ઞાનયોગ અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે.
જયાં સુધી ભૂતભવ અનુભગમ્ય ન થાય, ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે; અને શંકાસહ પ્રયત્ન એ યોગ્ય સિદ્ધિ આપતું નથી.
‘પુનર્જન્મ છે’ આટલું પરોક્ષે - પ્રત્યક્ષે નિ:શંકત્વ જે પુરૂષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય, એમ શાસ્ત્રશૈલી કહેતી નથી.
શ્રીમદે આ પત્રમાં પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલો જે આશય એમને અનુભવગમ્ય થયો હતો, તેની વિગતે વાત કરી છે અને આ કાળમાં અનેકને એ વિષે નિ:શંકતા નથી થતી; તેના કારણોમાં સાત્વિકતાની ન્યૂનતા, ત્રિવિધતાપની મુઇના, સત્સંગ વિનાનો વાસ, સ્વમાન અને અયથાર્થ દ્રષ્ટિ વિગરે
જન્મ પુનર્જન્મ
૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org