________________
તેથી કરીને તે નહોતા એમ નથી; તેમ ઉપરના કારણોને લઈને પૂર્વ પર્યાય સ્મૃતિમાં રહે નહિ, તેથી કરીને તે ન્હોતા એમ કહેવાય નહિ; તેવી રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે, તેમાં સાનુકૂળતા હોય તો ફળ થાય છે, તેમ જો પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને ક્ષયો પક્ષમ આદિ સાનુકૂળતા (યોગ્યતા) હોય તો જાતિસ્મરણ જ્ઞાન થાય. પૂર્વ સંજ્ઞા કાયમ રહેવી જોઈએ. અસંજ્ઞીનો ભવ આવવાથી જાતિ સ્મરણ જ્ઞાન ન થાય'.
પ્રથમ ભાદ્ર સુ. ૬, સવંત ૧૯૪૬ના પત્રમાં શ્રીમદે લખ્યું છે. વળી મરાગ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહિ જીવી શકે, એવા કેટલાંક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંતવાર છોડતાં, તેનો વિયોગ થયાં, અનંત કાળ પાગ થઈ ગયો તથાપિ તેના વિના જિવાયું, એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે જે વેળા તેવો પ્રતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો, એવો પ્રતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.
વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં; જેને કોઈ કાળે ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત એવા ‘પથી એવા રૂપે જન્દુ પડયું ! અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી, કહો એ સ્મરણ થતાં આ કલેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે છે.
વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે, ભ્રાંતિ પણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે, કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે.
મહાત્મા ગાંધીએ આફ્રિકાથી શ્રીમદ્રને પત્રમાં ૨૭ પ્રશ્નો પૂછયાં હતાં. તેમાં ૧૩ મો પ્રશ્ન હતો “ આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે? અથવા અગાઉ શું હતા તેની ?''
શ્રીમદે ઉત્તર આપ્યો છે :
“તેમ બની શકે. નિર્મળજ્ઞાન જેને થયું હોય, તેને તેવું બનવું સંભવે છે. વાદળાં વગેરે ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વકારણ કેવાં હોવાં જોઈએ, તે પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય. તેમજ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે, તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય, એને તેને વિશેષ વિચારતાં કેવો ભવ થવો સંભવે છે, તેમ જ કેવો ભવ હતો, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે.'
શ્રીમદ રાજચંદ્રએ અષાઢ સુદ ૯, ૧૯૫૬ ના પત્રમાં પોતાના અનુભવ વાર્ણવતાં લખ્યું છે :
જમ પુનર્જન્મ
૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org